My Loveable Partner - 35 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 35 - ગીફ્ટ

કોયલ : ધરું....ધરું....
ધારા : હા....??
કોયલ : ધ્વનિ વિશે વિચારી રહી હતી??
તે હસતાં હસતાં પૂછે છે.
ધારા : પપ્પા ને શું ગીફ્ટ આપું??
કોયલ : માસાની પણ બર્થ ડે આવે છે??
ધારા : ના.
મારે તેમને બસ એમજ ગીફ્ટ આપવું છે.
પણ તે વર્ષોથી એક જ રિસ્ટ વૉચ પહેરે છે.
પરંપરા એ 2 રિસ્ટ વૉચ તેમને ગીફ્ટમાં આપી છે પણ એ નથી પહેરતા ખબર નહી કેમ??
પરંપરા ના લગ્નમાં મે, મમ્મી અને પરંપરા એ ફોર્સ કરી તેમને તે બેમાંથી એક રિસ્ટ વૉચ પહેરાવેલી.
કોયલ ને હસવું આવી જાય છે.
કોયલ : મારા પપ્પા પણ આવું જ કરે.
ગીફ્ટ આપે તો ગમે બહુ પણ એટલી ગમે કે પછી એને જલ્દી વાપરે જ નહી.
ધારા : મમ્મીઓ ને ગીફ્ટ આપવું કેટલું ઈઝી હોય યાર.
પપ્પાઓ માટે તો વિચાર્યા જ કરવાનું એમને શું સૌથી વધારે ગમશે??
કોયલ : અને શું આપવા પર એમ નહી કહેશે કે : આટલા બધા પૈસા ખર્ચી નાખવાની શું જરૂર હતી??
બંને ફરી હસે છે.
ધારા : કોઈ આઈડિયા આપને યાર....
કોયલ : તેમને બહુ ભાવતી કોઈ ડીશ લઈ જઈએ ઘરે??
ધારા : ગુડ આઈડિયા!!
હું તેમના માટે ઘરે જઈને જાતે કઈ બનાવી શકું છું.
કોયલ : યસ.
ધારા : પણ ગીફ્ટ તો આપવી જ છે મારે.
કોયલ : ટાઈ આપી શકાય.
ધારા : એમની પાસે ઘણી ટાઈ છે.
કોયલ : તો પછી......
પરફ્યુમ??
ધારા : યે હુઈ ના બાત....!!
થેન્કયુ કોયલડી.
કોયલ : આમાં શું થેન્કયુ??
ધારા : દિલથી કહું છું.
તે મુસ્કાય છે.
કોયલ : વેલકમ.
ધારા : હું ભૂલી જાઉં તો મને યાદ કરાવજે ઘરે જતા જતા લઈને જવાનું છે તે.
કોયલ : ઓકે લેડી બોસ.
કહેતા કોયલ ધારા સામે જોતા આંખ મારે છે અને ધારા ને કોયલડી ના ગાલ ખેંચવાનું મન થઈ આવે છે અને તે ઉભી થઈ કોયલ પાસે આવી તેના બંને ગાલ ખેંચી લે છે.
કોયલ : આ....આ....
બહુ દિવસે યાદ આવ્યું??
તે હલકું હસતાં કહે છે.
ધારા : તું બહુ મીઠી છે.
કોયલ : તું પણ.
ધારા : અમે સંતરા જેવા છીએ.
બહુ ગુસ્સો આવે તો સહેજ વાર માટે ખાટાં થઈ જઈએ.
કોયલ : એમ??
ધારા : તું તો ગુસ્સામાં એ મીઠી લાગે.
કોયલ : ઉફફ....!!
ધારા : તે દિવસે મે સાંભળેલું રૂમમાં તું પાયલ પર મીઠો ગુસ્સો કરી રહી હતી.
કોયલ : તમે બંને એક તો કીધાં વગર જતા રહો યાર....
અહીંયા હું ટેન્શનમાં અડધી થઈ જાવ.
અને કોઈ....કોઈ હોય નહી મારી સાથે એકલી હું ઘરમાં.
કોયલ નો અવાજ બદલાય જાય છે.
ધારા : સોરી યાર.
તે કોયલ ની ખુરશી પાસે નીચે ઘૂંટણિયે બેસી તેનો ચહેરો પોતાના હાથમાં લઈ લે છે.
કોયલ ની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હોય છે.
ધારા : આઈ નો યુ મીસ હીમ.
કોયલ : હંમ.
તે પોતાના આંસુ લૂછે છે.
ધારા : અને મમ્મી પપ્પાની પણ યાદ આવે છે ને??
તે કોયલ ની આંખોમાં જોતા કહે છે.
કોયલ : હંમ.
ધારા : તેમની જગ્યા કોઈ નથી લઈ શકતું ક્યારેય.
કોયલ હલકું મુસ્કાય છે.

* * * *

યશ : હેલ્લો....
ધારા : હાય.
ક્યારે આવવાનો છે??
યશ : કઈ લાવવાનું છે અહીંથી??
ધારા : હા.
તારું દિલ.
યશ : હેં??
કોયલ : કોયલ તને કેટલો યાદ કરે છે ખબર છે??
યશ : હું પણ તો કરું છું એને.
ધારા : કેટલા દિવસથી એ પોતાના આંસુ રોકી રોકીને જીવી રહી છે.
યશ : ઓહ હો.
ધારા : શું ઓહ હો??
યશ : બહુ ભારી બોલી.
ધારા : એ ભારી વાળા....
આવવાનો છે ને??
યશ : અફકોર્સ.
ધારા : મારાથી નહી જોવાયું યાર.
યશ : તારાથી કોઈના આંસુ નથી જોવાતા.
ચાલ, મળીએ જલ્દી.
ધારા : બાય.
યશ : બાય.

* * * *

બીજા દિવસે સવારે

પપ્પા : સાંભળ....
મમ્મી : હા....??
પપ્પા : આ તે મૂક્યું અહીંયા??
મમ્મી : ગીફ્ટ??
મે નથી મૂક્યું.
પપ્પા : કોણે મૂક્યું??
મમ્મી : ધારા એ મૂક્યું હશે.
ખોલીને જુઓ.
પપ્પા ગીફ્ટ ખોલે છે.
પપ્પા : પરફ્યુમ!!
તેમના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.
પપ્પા : તને ખબર હતી??
મમ્મી : નહીતો.
પપ્પા : અચાનક....
ગીફ્ટ મને??
તે વિચારવા લાગે છે.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો