My Loveable Partner - 34 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 34 - પપ્પા....

ધ્વનિ : અમારા ઘરમાં મારા કાકા કહે એમજ બધુ થાય છે.
મારા પપ્પા આંખ મીંચીને એમની કહી બધી વાતો માની લે છે.
અને મારા કાકા એ સ્વીકારવા તૈયાર જ નથી કે હું......
ધારા : પણ....
ધ્વનિ : મારા મમ્મી અને કાકી સમજે છે.
પણ કાકા સામે મારે કોઈ વાત નહી કરવાની.
સારી જોબ છે અને કમાવવા લાગી છું એટલે ઘરમાં પૈસા આપવાના.
પણ બસ, પૈસા જ આપવાના.
અત્યારે હું જે છું એમાં મારા મમ્મી અને કાકી નો બહુ મોટો ફાળો છે.
કાકા નું ચાલતે તો મને જોબ કરવા બહાર જવા જ નહી દેતે.
બધાને ખબર પડી જાય ને.
ધારા : તારા ઘરે ક્યારે ખબર પડી કે તું......
ધ્વનિ : કોલેજના છેલ્લા વર્ષમાં.
મને તો હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી મારા ગુજરાતીના ટીચર ગમવા લાગેલા અને સમય જતા હું સમજી ગયેલી કે આ વાત હમણાં મારે મારા સુધી જ સીમિત રાખવી પડશે.
ધારા : તારા પપ્પાને પણ વાંધો છે??
ધ્વનિ : એ જ તો હું હજી સુધી સમજી નથી શકી.
કહેતા ધ્વનિ નો અવાજ જાણે ભરાય આવે છે.
ધ્વનિ : આમ પણ પપ્પા કોઈની સામે મારી સાથે બહુ વાતો નથી કરતા અને જ્યારથી આ વાતની જાણ થઈ છે તેમને તે....
ધ્વનિ તેનું વાક્ય પૂરું નથી કરી શકતી.
ધારા : હું સમજી ગઈ.
ધારા નું મન પણ ધ્વનિ ની વાતો સાંભળી ઉદાસ થઈ આવે છે.
ધ્વનિ : થેન્કસ.
મારા જ પપ્પા કેમ આવા છે??

* * * *

રાતે ધારા ને તેના અને પોતાના પપ્પા વિશે વિચાર કરતા કરતા આખી રાત ઉંઘ નથી આવતી.

ધારા : મને પપ્પા જરાક કઈ વધારે કહેતા કે ખીજાતા તો હું માઠું લગાડી બેસી જતી કે પપ્પા મને સમજતા નથી.
કાયમ મને જ સુધરવાનું કહ્યા કરે છે.
એ મને જાણતા નથી.
પણ ત્યારે હું એ ભૂલી જતી હતી કે કેટલું બધુ મારા માટે મારા બોલ્યા, કહ્યા વિના તે કરી દેતા હતા અને હજી પણ કરતા આવ્યા છે.
મારે જે ભણવું હતુ એ મને મારી મરજીથી ભણવા દીધું.
જ્યારે જ્યારે મારે ફરવા જવું હતુ તો જેટલી વાર શકય બને એવું હતુ મને કઈ પણ વધારે પૂછ્યા - કહ્યા વિના જવા દીધી.
મારે મારા હિસાબે મારું કામ શરૂ કરવું હતુ તો એ પણ કરવા દીધું અને દર વખતે મારી મદદ માટે હાજર રહ્યા.
અને જ્યારે મે મારી વાસ્તવિકતા તેમની સામે મૂકી તો તેને પણ તેમણે હસતાં મોઢે સ્વીકારી લીધી.
જે મે જરાય ધાર્યું નહોતું અને મને તેમણે હિંમત અને આશ્વાસન આપ્યુ.
પછી....તરત ધ્વનિ ને મળવા પણ તૈયાર થઈ ગયા અને મારી સાથે પણ સામેથી વધુ વાત કરવા લાગ્યા.

પરંપરા : બોલ....
ધારા પરંપરા ને ફોન કરે છે.
ધારા : એટલે મે અત્યાર સુધી મારી અંદર બ્રેક લગાવી રાખી હતી.
પરંપરા : કેવી બ્રેક??
ધારા : હું પપ્પાને મારી નજીક આવવા નહોતી દેતી.
તે તો મારી પાસે જ ઉભા હતા.
હું મારા વિચારો અને ભ્રમણાંઓમાં અટવાય ને તેમનો પ્રેમ સરખો જોઈ નહોતી શકતી.
પરંપરા : હંમ.
તે મનોમન ધારા માટે ખુશ થાય છે.
ધારા : આપણા મમ્મી પપ્પાએ તો આપણ ને દરેક જાતની છૂટ આપી છે.
આપણે જે કરવું હોય તે તેમના આશીર્વાદ અને સપોર્ટ ની સાથે કરી શકીએ છીએ.
પરંપરા : હા.
ધારા : આ કેટલી મોટી વાત છે યાર.
પરંપરા : બિલકુલ છે.
ધારા : આજે ધ્વનિ એ એના પરિવાર વિશે પહેલીવાર મારી સાથે વાત કરી અને મને રિયલાઈઝ થયું કે આપણા પપ્પાએ પણ આપણો કેટલો સાથ આપ્યો છે.
પરંપરા : અને હજી પણ આપી રહ્યા છે.
ધારા : હા.
ધ્વનિ ના પપ્પા તો તેની સાથે હમણાં વાત જ નથી કરી રહ્યા અને....
કહેતા ધારા નો અવાજ ફરી નમ થઈ જાય છે.
પરંપરા : તેના સમલૈંગિક હોવાને કારણે એના પપ્પા....
ધારા : એના પપ્પા અને કાકા બંને.
પરંપરા : વાત નહી કરીને તેમને શું મળશે??
ધારા : એણે કહ્યુ કે કોઈ બીજાની સામે પણ એના પપ્પા એની સાથે ખાસ વાત નથી કરતા.
પરંપરા : ઓહ!!
પણ એવું કેમ??
શા માટે??
ધારા : ખબર નહી.
તેની આ બધી વાતો એ મને અંદરથી હલાવી નાખી.
કોઈ પોતાની જ છોકરી સાથે વાત કર્યા વિના કઈ રીતે....
પરંપરા : હા....!!
ધારા : આપણા પપ્પા ભલે બહુ જતાવતા નથી પણ તેઓ આપણ ને સમજે છે.
ખૂબ પ્રેમ કરે છે.
પરંપરા : હા ધરું.
આપણે ઘણા નસીબદાર છીએ.
કે આપણા મમ્મી પપ્પા આટલા....
ધારા : સાચું કહ્યુ.
પરંપરા : આઈ હોપ, ધ્વનિ ના ઘરે પણ બધુ જલ્દી બરાબર થવા લાગે.
ધારા : આઈ હોપ સો ટુ.
તમારી જવાની તૈયારી થઈ ગઈ??
પરંપરા : હા, બધુ થઈ ગયુ.
હવે બસ, કાલે સવારે નીકળવાના.
ધારા : હેપ્પી જર્ની.
પરંપરા : થેન્કયુ.
ધારા : બહુ બધા ફોટા પાડજો.
પરંપરા : અમે ત્યાં હનીમૂન મનાવવા જઈ રહ્યા છીએ.
ધારા : તો તો હજી વધારે ફોટા પાડવાના હોય.
પરંપરા : ધરું....!!
ધારા હસે છે.
પરંપરા : ચાલ, સૂઈ જા હવે.
ધારા : ગુડ નાઈટ.

* * * *

યશ : હેલ્લો....
પાયલ : કેમ છો??
યશ : અમે સારા છીએ.
તમે કેમ છો??
પાયલ : અમે પણ સારા છીએ.
યશ : અચ્છા, હવે સાંભળ....
તારી આજુબાજુ કોઈ છે??
પાયલ : ના.
યશ : હું અઠવાડિયા પછી કોયલ ના બર્થ ડે માટે સુરત આવી રહ્યો છું.
પાયલ : એનો બર્થ ડે તો આવતા મહિને આવે છે ને.
યશ : તો મહિનો બદલાય ગયો બેન.
આજે પહેલી તારીખ છે અને 8 તારીખ એ તેની બર્થ ડે છે.
પાયલ : ઓહ!!
તેના માટે પાર્ટી યોજવી પડશે.
મે કેટલા દિવસથી બધુ વિચારી રાખ્યું છે.
પણ હવે....
યશ : કરી નાખ.
પાયલ : અરે....
પરંપરા અને સ્મિત જીજુ આજે ગયા 10 માટે સિંગાપુર.
એટલે હું, કોયલ અને ધારા બધુ સંભાળી રહ્યા છીએ.
અને જે તૈયારીઓ કરવાની એ પણ મારે અહીંથી જ કરવાની.
હવે કોયલ અને હું સતત સાથે કામ કરતા હોઈશું તો કઈ રીતે....
યશ : અરે યાર....!!
પણ તે શું કરવાનું વિચારેલું??
પાયલ : એક્ચ્યુલી, એ સરપ્રાઈઝ તમારા બંને માટે છે.
યશ : કહે ને યાર....
પાયલ : નહી.
યશ : હવે તારાથી ક્યાં આમ પણ....
પાયલ : હું મેનેજ કરી લઈશ.
તું ક્યારે આવવાનો છે??
યશ : 7 તારીખે સાંજે હું ઘરે પહોંચી જઈશ.
જો કે એ તો એને પહેલેથી ખબર જ હશે કે હું આવી ગયો હોઈશ.
કોઈ કહે કે ના કહે....
પાયલ : રાઈટ.
તે હલકું હસે છે.
યશ : સારું ચાલ.
મળીએ પછી.
પાયલ : ઓકે બાય.
તે હસીને ફોન મૂકી દે છે અને 2 દિવસ પહેલા પપ્પા સાથે વિડિયો કોલ પર થયેલી વાત ફરી તેને યાદ આવવા લાગે છે.
પપ્પા નો બહુ દિવસ પછી સામેથી ફોન આવેલો.
ત્યારે તે ઓફિસ નું કામ પતાવી બધુ સરખું પાછું એની જગ્યા પર મૂકી રહી હતી.
પપ્પા એનાથી થોડા ગુસ્સે હોય એવું એને લાગ્યું એટલે તેણે પપ્પાને કારણ પૂછયું તો....

પપ્પા : કેટલો સમય થઈ ગયો તને ત્યાં રહેતા રહેતા??
અને મફતમાં તેમના માટે કામ કરતા કરતા??
બીજો વાક્ય સાંભળતાં જ પાયલ ચોંકી જાય છે અને પર્સમાંથી ઈયરફોન્સ કાઢી પહેરી લે છે.
પપ્પા : ક્યાં સુધી આમ કામ કરતી રહીશ??
પપ્પા ગુસ્સામાં પૂછે છે.
પાયલ : પપ્પા, એવું નથી.
મને મારો ભાગ અને મારા કામ કરવાના પૈસા મળે છે.
પપ્પા : તારી પેલી જોબ જેટલા તો નહી ને....
પાયલ : પપ્પા, અહીં કામ કરવામાં મને વધારે મજા આવે છે.
પપ્પા : તેઓ તારી પાસે કરાવવા ખાતર કામ કરાવે છે.
કારણ કે તું તેમના માસી ની દીકરી છે.
અને એટલે જ તને પૈસા પણ તો આપવા પડે ને.
પાયલ : પપ્પા, તમે આ શું કહો છો??
પપ્પા : જે તને નથી દેખાય રહ્યુ.
પાયલ : શું નથી દેખાય રહ્યુ મને??
મને એ નથી દેખાય રહ્યુ કે તેઓ મને કેટલો સપોર્ટ કરી રહ્યા છે??
કેટલું પ્રોત્સાહન અને પ્રેમ આપી રહ્યા છે??
મારા કામની અને મારી રિસ્પેક્ટ કરી રહ્યા છે??
શું નથી દેખાય રહ્યુ મને??
પપ્પા : તું છે ને....
પાયલ : પૈસા જ ફક્ત મહત્વના નથી હોતા.
અને પેલી જોબ કરતા ઓછા પણ મારી જરૂર કરતા વધારે મને મળી જ રહે છે.
અને સાચું કહું તમને??
અહીંયા આવીને મારી બધી જરૂરિયાતો જ જાણે ઓછી થઈ ગઈ છે.
આટલી ખુશ હું કોઈ દિવસ મુંબઈમાં હતી જ નહી.
કહેતા તેની આંખો ભીની થઈ આવે છે એટલે તે પછી કઈ પણ બોલ્યા સાંભળ્યા વિના ફોન કટ કરી દે છે અને આંખો લૂછતા પર્સ લઈ પાણી પીવા ઉભી થાય છે.
પાણી પી તે સીધી ઓફિસમાંથી બહાર નીકળી જાય છે અને તેને ધ્યાન જ નથી રહેતું કે તે તેનો ફોન ત્યાં વર્કિંગ ટેબલ પર ભૂલી આવી છે.

કોયલ : પાયલ....
તે તેને બૂમ પાડે છે.
પાયલ : આવી....
કહેતા તે વર્તમાનમાં પરત ફરે છે અને ઉભી થઈ કોયલ પાસે જાય છે.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED