My Loveable Partner - 33 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 33 - વાત....

ધ્વનિ : એક મિનિટ અહીં ગાડી ઉભી રાખ.
ધારા : અહીંયા??
ધ્વનિ : એક વાર અંદર જઈને જોઈ આવીએ.
ધારા : તે અહીં કેમ આવે એકલી પણ આમ......
ધ્વનિ : માઈન્ડ ડાયવર્ટ કરવા આવી પણ શકે.
મોલ છે.
અહીંયા કેટલા લોકો હોય, કેટલી દુકાનો હોય.
ધારા : હંમ.
તે શક્તિ મોલના પાર્કિંગમાં ગાડી પાર્ક કરે છે અને બંને બેઝમેન્ટ ની લિફ્ટમાં ઉપર આવે છે.
ધ્વનિ : તે અહીં પહેલા આવી છે??
ધારા : હા.
અમે બધા સાથે આવ્યા હતા.
બંને ના કદમ ઝડપથી આગળ વધી રહ્યા હોય છે અને તેમની નજર બધે પાયલ ને શોધી રહી હોય છે.
ધ્વનિ : તેણે શું પહેર્યું છે??
ધારા : અ....મ....
બ્લેક ફ્રોક અને સાથે વાળ બાંધેલા છે.
ધ્વનિ ને ઉપરના માળે જવાના દાદર દેખાય છે.
ધ્વનિ : તું અહીં શોધ.
હું ઉપર શોધું.
ધારા : હા.
મળે તો ફોન કરજે.
ધ્વનિ : હા.
તે ફટાફટ દાદર ચઢી જાય છે.
ધારા કોયલ ને ફોન કરે છે.
કોયલ : મળી તમને??
ધારા : અમે શક્તિ મોલમાં આવ્યા છીએ.
કોયલ : અમે ટ્રાફિકમાં ફસાયા છીએ.
એનો ફોન હજી સ્વિચ ઓફ આવી રહ્યો છે.
ધારા : ઓકે.
કહી તે ફોન મૂકી દે છે.

ધ્વનિ : ક્યાં છે પાયલ....??
આજુબાજુ પાયલ ને શોધતા શોધતા તેના પગ ફૂડ કોર્ટ તરફ આગળ વધે છે.
અને ત્યાં જરા સરખી નજર ફેરવતા તરત તેને છેક પાછળના ટેબલ પર એકલી બેઠેલી પાયલ દેખાય જાય છે અને તેને હાશ થાય છે.
તે પાયલ પાસે જતા જતા ધારાને કોલ કરી ઉપર બોલાવી લે છે.

ધારા તરત ઉપર આવતા આવતા સ્મિત, કોયલ અને પરંપરા ને કોલ કરી જણાવી દે છે.

ધ્વનિ : પાયલ....
તે પાયલ ની પાસે આવે છે.
પાયલ તેની તરફ જુએ છે.
તેના ચહેરા પર સુકાયેલા આંસુઓ ના નિશાન સ્પષ્ટત જોઈ શકતા હોય છે.
ધ્વનિ : ઓલ....
ધારા પણ ત્યાં આવી જાય છે.
પાયલ તેની સામે જુએ છે.
ધારા : શું થઈ ગયુ??
તે પાયલ નો ચહેરો જોતા પૂછે છે.
પાયલ કોઈ જવાબ નથી આપતી.
ધારા : ચાલ, ઘરે.
તે પાયલ ને ઉભા થવા પોતાનો હાથ આપતા કહે છે.
ધ્વનિ : તારો ફોન તારી પાસે છે??
પાયલ : મારો ફોન....
તે પોતાના પર્સમાં જોવા લાગે છે.
પાયલ : શીટ....!!
ફોન ઓફિસે ભૂલી આવી.
તે ધારા અને ધ્વનિ સામે જોતા કહે છે.
ધારા : કઈ નહી ચાલ.
ઘરે જતા લેતા જઈએ.
પાયલ ઉભી થાય છે.
ધારા : તે કઈ ખાધું??
તે ચાલતા ચાલતા પૂછે છે.
પાયલ : હા, થોડું.
ધારા : બરાબર.

ધ્વનિ અને પાયલ ને ગાડીની રાહ જોવાનું કહી ધારા ગાડી લેવા જતી રહે છે.
કોયલ : હા, બોલ ધરું....
તે ફોન ઉપાડે છે.
ધારા : અમે ઘરે જઈ રહ્યા છીએ.
તમે લોકો સીધા ત્યાં જ આવી જાઓ.
સ્મિત : બધુ બરાબર છે??
ધારા : લાગે તો છે.
સ્મિત : હજી હમણાં જ ટ્રાફિક ખુલ્યો.
ધારા : એટલે તમે ક્યાં છો??
કોયલ : મલ્હાર ડેરી વાળા ચારસ્તા પાસે.
ધારા : તો શગુન પરથી પાયલ નો ફોન લેતા આવશો??
એ ત્યાં ભૂલી ગઈ છે.
તમને નજીક પડશે.
કોયલ : હા, સારું.
સ્મિત : તે ઘરે જણાવી દીધું છે ને??
ધારા : હા....હા.
સ્મિત : ઓકે.

* * * *

રાતે

યશ : તે વધારે ડિસ્ટર્બ હોય તો હું આવું.
કોયલ : આવીને બધા સાથે વાતો કરી.
સરખું જમી પણ ખરી.
પણ નથી અમે બધાએ એને કઈ પુછ્યું.
નથી એ વિશે એ કઈ બોલી.
યશ : હંમ.
કોયલ : આજે....
યશ : મુલાકાત કેવી રહી બધાની ધ્વનિ સાથે??
કોયલ : એકદમ મસ્ત.
યશ : એટલે....
કોયલ : માસા માસી ને તો તે ગમી ગઈ.
યશ : બીજું શું જોઈએ??
યશ ખુશ થતા કહે છે.
કોયલ : ત્યાં ખબર છે ને??
યશ : ધારા વિશે??
કોયલ : હા.
તારા પપ્પાને??
યશ : મમ્મી આવેલા ત્યારે માસી એ વાત કરી હતી.
પછી મમ્મી એ પપ્પા સાથે વાત કરી તો તેમને નહોતું ગમ્યું.
જે મને ખબર જ હતી આવું થશે.
કોયલ : હંમ.
અહીંયા તો તારા મમ્મી કઈ બોલ્યા નહોતા એના વિશે.
યશ : એટલે એને કોઈ વાંધો નથી.
વાંધો હોત તો અત્યાર સુધી બધાને ખબર પડી ગઈ હોત.
બોલ, બીજું શું ચાલે છે??
કોયલ : પરમ દિવસે બર્થ ડે પાર્ટી ની ઈવેન્ટ છે.
તેની પૂરી તૈયારીઓ આ વખતે મારે અને પાયલ એ સાંભળવાની છે.
પરંપરા અને સ્મિત જીજુ પરમ દિવસે સવારે સિંગાપુર જવા નીકળે છે.
યશ : હનીમૂન??
કોયલ : યસ.
યશ : નાઈસ.
કોયલ : આપણે ક્યારે જઈશું??
યશ : આપણે....આવતા વર્ષે.
કોયલ : પાક્કું??
યશ : બોસ લાંબી રજા આપે તો તો પાક્કું.
યશ હસતાં હસતાં કહે છે.
કોયલ : યાર....!!
આખો મૂડ....!!
કમાલ છે તું.
યશ : ખાલી હું નહી.
તું પણ કમાલ છે.
કોયલ : અચ્છા, ઓકે.
યશ : ચાલ, સ્ટેશન આવી ગયુ.
કોયલ : બાય.
યશ : બાય માય લવ.
કોયલ હલકું હસે છે.

* * * *

પાયલ : સોરી માસી.
કાલે હું....
મમ્મી : કહી ને જજે હવેથી.
બાકી કોઈ વાંધો નહી દીકરા.
મમ્મી મુસ્કાય ને કહે છે.
પાયલ : હા.
મમ્મી : ઘરની યાદ આવે છે??
પાયલ : થોડી.
ધારા : પાયલ, ચાલ....
તે તૈયાર થઈ નીચે આવતા કહે છે.
મમ્મી : નાસ્તો કરીને જા.
ધારા : આઈ એમ લેટ.
મમ્મી : રોજ નું છે એ તો.
નાસ્તો કેટલી વાર ચૂકી જઈશ??
ધારા : મમ્મી, હું ત્યાં કરી લઈશ.
મમ્મી : ઉભી રહે.
આજે તો હું તને ટિફિન આપી ને જ રહીશ.
કહી તે ટિફિન ભરવા રસોડામાં જાય છે.
ધારા : કોયલ ક્યાં છે??
પાયલ : બાલ્કનીમાં.
એના મમ્મી પપ્પા સાથે વાત કરી રહી છે.
મમ્મી : આ લે.
તે ટિફિન ધારા ના હાથમાં આપતા કહે છે.
મમ્મી : ગાડીમાં ખાઈ લેજે.
ગાડી કોયલ અથવા પાયલ ચલાવી લેશે.
ધારા : ઓકે.
મમ્મી : એ આખું ટિફિન ઓફિસ આવતા પહેલા ખાલી કરી દે એ ધ્યાન રાખવાની જવાબદારી પાયલ તારી.
પાયલ : ઓકે.
ધારા : હું ટિફિન ખોલીશ એટલે ભરેલા ટિફિન નો ફોટો તને સેન્ડ કરીશ.
અને ખાઈ લઉં પછી ખાલી ટિફિન નો ફોટો સેન્ડ કરીશ.
જોઈ લેજે.
ધારા હસીને કહે છે.
મમ્મી : સારું.
કોયલ : જઈએ??
તે બાલ્કનીમાંથી અંદર આવતા કહે છે.
પાયલ : હા, ચાલો....
આવજો માસી.
મમ્મી : આવજો.

* * * *

ધારા : હાય....
તે ફોન ઉપાડે છે.
ધ્વનિ : મારા મમ્મી પણ તને મળવા માંગે છે.
હેલ્લો....
ધારા : સાંભળું છું.
એ હું ખાઈ રહી છું ને એટલે.
ધ્વનિ : તું મારી સાથે વાત કરતા કરતા ખાઈ રહી છે અને ગાડી પણ ચલાવી રહી છે??
ધારા : ગાડી પાયલ ચલાવી રહી છે.
હું તેની બાજુમાં બેઠી છું.
અને કોયલ પાછળ બેઠી બેઠી કામ કરે છે.
બીજું કઈ??
ધ્વનિ : નહી.
આટલું બસ.
હું પણ બેન્કમાં પહોંચી ગઈ.
આપણે તારા ઘરે જ ફરી મળી શકીએ??
હું, મારી મમ્મી, તું અને તારા મમ્મી પપ્પા??
ધારા : હા.
પણ તારા પપ્પા....
ધ્વનિ : તે આવશે કે નહી ખબર નથી.
ધારા : ઓકે.
ધ્વનિ : આપણે બપોરનું રાખીશું તો ફાવશે ને??
ધારા : હું પણ એવું જ કહેવાની હતી કે બપોરનું રાખીશું.
પણ 2 દિવસ પછી જરા.
2 બર્થ ડે પાર્ટી ની ઈવેન્ટસ છે.
ધ્વનિ : એટલી પણ ઉતાવળ નથી.
આરામથી.
ધારા : ઓકે.
ધ્વનિ : થેન્કસ.
ધારા : અરે....એમાં તું....
ધ્વનિ : એના માટે નહી.
મને મળવા માટે.
ધારા : તો પછી....
સેમ ટુ યુ.
બંને મુસ્કાય છે.
ધ્વનિ : હવે હું મૂકું.
લોકો આવવા માંડ્યા.
પછી વાત કરીએ.
ધારા : ઓકે બાય.
તે ફોન મૂકી દે છે.
પાયલ : કોઈનો ચહેરો તો ખીલી ખીલી ગયો ધ્વનિ સાથે વાત કરીને.
જો તો કોયલ....
કોયલ : ક્યારની જોઈ જ રહી છું.
ધારા ને હસવું આવી જાય છે.

* * * *

સાંજે ધ્વનિ ધારા ને મેસેજ કરે છે કે જ્યારે તારાથી એકલામાં વાત થાય એવું હોય ત્યારે મને ફોન કરજે.
આપણે મળીએ એ પહેલા જરૂરી વાત કરવાની છે.
એટલે રાતે ઘરે આવી જમીને એકલા ચાલવા જવાના બહાને ધારા ધ્વનિ સાથે વાત કરવા નીકળે છે.
ધારા : અમે સાંભળવા તૈયાર છીએ.
બોલો, તમારે શું વાત કરવાની છે??
ધ્વનિ : મારે જે વાત કરવાની છે એ જરા ઈમોશનલ છે એટલે......

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED