My Loveable Partner - 32 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 32 - અચાનક....

ધ્વનિ એ સરસ લાલ રંગનો કલમકારી નો કુર્તો અને ક્રીમ કલરનું ચમકતા કાપડનું પ્લાઝો પહેર્યું હોય છે.
જમણા હાથમાં સિલ્વર વોચ અને ડાબા હાથમાં પાતળી પાતળી સિલ્વર અને ગોલ્ડન બંગડીઓ સાથે આંખોમાં આઈ લાઈનર, કપાળે નાનો સરખો પણ સુંદર ચાંદલો, પગમાં રંગીન મોજડી અને ખુલ્લા વાળ.
ધારા ના ચહેરાની ખુશી જોઈ મમ્મી આમ તો આખી વાત સમજી જાય છે અને મુસ્કાય ને ધ્વનિ ને બેસવા કહે છે.
મમ્મી : બેસ બેટા.
ધ્વનિ મમ્મી ને પગે લાગવા વાંકી વળે છે.
મમ્મી : નહી નહી બેટા.
મમ્મી તેને રોકતા તેના માથે હાથ ફેરવે છે.
કોયલ હવે બંને માટે પાણી લઈ આવે છે.
ધારા ધ્વનિ થી દૂર એજ સોફા પર બેઠી હોય છે.
કોયલ : હાય.
પાણી.
ધ્વનિ : થેન્કસ.
તે બે ઘૂટડા પાણી પી ગ્લાસ પાછો આપી દે છે.
પરંપરા : લુકીંગ બ્યુટીફૂલ.
ધ્વનિ : થેન્કયુ.
તે પરંપરા સામે જોતા હલકું મુસ્કાય છે.
મમ્મી : તું બેન્કમાં જોબ કરે છે ને??
ધ્વનિ : જી.
મમ્મી : ધારા એ કહ્યુ મને તારા વિશે ઘણું.
પેલું સ્કેચ મને બહુ ગમ્યું.
ધ્વનિ : થેન્કયુ.
તે ફરી મુસ્કાય છે.
ઘરનો દરવાજો ખુલ્લો હોય છે એટલે પપ્પા અંદર આવી જાય છે અને સીધી તેમની અને ધારાની નજર મળે છે.
પપ્પા ધારા ના ચહેરાની ખુશી સાફ વાંચી લે છે.
પરંપરા તેમના હાથમાંથી બેગ લઈ લે છે અને સ્મિત પપ્પાને સોફા પર બેસવાની જગ્યા આપવા ઉભો થઈ જાય છે.
પપ્પા : અરે....બેસો બેસો સ્મિત કુમાર.
સ્મિત : તમે મમ્મી ની બાજુમાં બેસો.
કહેતા ઉભો થઈ તે કોયલ ની બાજુમાં બીજી સોફા ચેર પર આવી બેસી જાય છે.
ધારા : આ ધ્વનિ છે.
અને ધ્વનિ, આ મારા પપ્પા છે.
ધ્વનિ : નમસ્તે.
પપ્પા : નમસ્તે.
પરંપરા : સ્કેચ બનાવવાની સાથે સાથે ધ્વનિ ગીતો પણ ખૂબ સરસ ગાઈ છે.
મમ્મી : અચ્છા!!
પપ્પા : તો કઈ સંભળાવ ને બેટા.
મમ્મી : હા, થઈ જાય.
ધ્વનિ ધારા સામે જુએ છે.
ધારા આંખોથી હા કહી દે છે.
ધ્વનિ આંખો બંધ કરી કિશોર કુમારજી નું જીંદગી એક સફર હૈ સુહાના ગીત ગાવાનું શરૂ કરે છે.

ગીત પૂરું થયા બાદ

ધ્વનિ આંખો ખોલે છે.
બધા તાળીઓ પાડે છે.
ધ્વનિ મુસ્કાય છે અને ધારા સામે જુએ છે.
ધારા તેને ફરી આંખોથી સરસ નો ઈશારો કરે છે.
પપ્પા : વાહ....વાહ....
કોયલ : ઓસમ.
પરંપરા : મજા આવી ગઈ.
ધ્વનિ : થેન્કયુ.
તે ખુશ થાય છે.

ડિલિવરી બોય : એક્સક્યુઝ મી....
પરંપરા : ખાવાનું આવી ગયુ.
તે પાર્સલ લઈ લે છે અને ડિલિવરી બોય જતો રહે છે.
પપ્પા : એના પૈસા....
પરંપરા : ઓનલાઈન પે કરી દીધું હતુ.
મમ્મી : ચાલો, જમી લઈએ.
ધારા : ચાલો.
પણ પાયલ ક્યાં છે??
કોયલ : તે....
મમ્મી : એ તો આવી જ નથી.
કોયલ - ધારા - સ્મિત : નથી આવી??
કોયલ : મને એમ કે તે ઉપર રૂમમાં હશે.
ધારા : આવીને તું એને મળી નથી??
કોયલ : નહી.
સ્મિત : હું તેને ફોન કરું છું....

* * * *

પપ્પા : પરંપરા, ફોન કરીને પૂછ તો પાયલ ની કઈ ખબર પડી કે નહી??
પરંપરા : કઈ ખબર પડશે તો આવશે ને સ્મિત નો ફોન પપ્પા.
મમ્મી : એક વાર પૂછી લે ને.
પરંપરા : મમ્મી, એ ચાર જણા ગયા છે ને એને શોધવા.
હું વચ્ચે વચ્ચે ફોન કર્યા કરું??
મમ્મી : એક વાર બેટા.
પરંપરા : મમ્મી....!!

* * * *

ધ્વનિ : તું રડી કેમ રહી છે??
તે ગાડી ચલાવતી ધારા ને પૂછે છે.
ધારા : તે ક્યાં ગઈ હશે??
ધ્વનિ : મળી જશે.
ધારા : ક્યાં??
તેનો ફોન પણ નથી લાગી રહ્યો.
ધ્વનિ : ફોન ની બેટરી પતી ગઈ હશે.
ધારા : પણ તે ક્યાં હશે??
ધ્વનિ : એ જ તો આપણે શોધી રહ્યા છીએ.

સ્મિત : લાગ્યો ફોન??
કોયલ : નહી.
સ્વિચ ઓફ આવે છે.
સ્મિત : સ્વીચ ઓફ??
તે ગાડી ચલાવતા ચલાવતા કોયલ સામે જોતા પૂછે છે.
કોયલ : મુંબઈ....??
સ્મિત : તે મુંબઈ જાય તો....
પણ તે આમ અચાનક....
કોયલ : એજ.
સ્મિત : પહેલા ક્યારેય આવું થયું છે??
કોયલ : પાક્કું તેને કોઈએ કઈ કહ્યુ હશે.
તો જ આમ....
સ્મિત : કોઈ તેને એવું શું કહી શકે??
કોયલ : તેનો દેખાવ.
જે તેના માટે દુશ્મન જેવો છે.
સ્મિત : સિરિયસલી??
કોયલ : તેણે બાળપણથી બહુ બધુ સાંભળ્યું છે.
એના દેખાવ ને લીધે અને એના લગ્ન નહી થવાનું કારણ પણ....
સ્મિત : હા, મનુષ્ય નો દેખાવ પણ જરૂરી છે પણ શું તે પોતે મનુષ્ય કરતા પણ વધારે જરૂરી છે??
કોયલ : આટલી વાત લોકો સમજતા હોત તો....
સ્મિત : સાચું કહું, તો દુનિયા,
દુનિયા નહી હોત.
કોયલ ના મોબાઈલ ની રીંગ વાગે છે.
સ્મિત : ધારા નો ફોન છે??
કોયલ : માસીનો ફોન છે......

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED