My Loveable Partner - 30 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 30 - રેડ ટેડીબિયર

હજી ધ્વનિ એ કાફે ની બહાર પોતાનું ટુ વ્હીલર પાર્ક કરી રહી હોય છે ત્યાં તેને સફેદ હોન્ડા સીટી માં સ્મિત સાથે ધારા આવતી દેખાય છે.
ગાડી ધ્વનિ ને જોઈ ધ્વનિ પાસે ઉભી રહે છે અને રંગબેરંગી ફ્લોરલ પ્રિન્ટ વાળું મીની ફ્રોક પહેરીને તૈયાર થયેલી ધારા ગાડીમાંથી ઉતરે છે.
ધ્વનિ : હાય....
ધારા : હાય....
બંને મુસ્કાય છે.
ધારા નું ધ્યાન જાય છે કે ધ્વનિ એ પણ નાના નાના સુંદર રંગીન ફૂલો સાથે બ્રાઉન બેકગ્રાઉન્ડ વાળી કુર્તી સાથે ક્રીમ કલરનું પ્લાઝો પહેર્યું હોય છે અને આંખોમાં કરેલું આઈલાઈનર તેને વધુ સુંદર બનાવી રહ્યુ હોય છે.
ધ્વનિ ના સ્મિત ને હાય કહેતા તે ગાડીનો કાચ નીચો કરે છે.
સ્મિત : હાય....
મજામાં??
ધ્વનિ : હા.
સ્મિત મુસ્કાય છે અને બંને ને આવજો કહી જતો રહે છે.
ધારા : અંદર જઈએ??
ધ્વનિ : હા.

ધારા : શું ઓર્ડર કરીશું??
ધ્વનિ : ગાર્લિક બ્રેડ??
ધારા : ઓહ યસ.
વિથ ચોકલેટ ફ્રેપેચિનો??
ધ્વનિ : મે ક્યારેય તે ટ્રાય નથી કરી.
ધારા : તો આજે કરી લો.
ધ્વનિ : ઓકે.
તે હલકું મુસ્કાય છે.
ધારા બંને માટે નો ઓર્ડર આપી દે છે.

ધ્વનિ : લગ્નમાં બહુ જ મજા આવી અમને બધાને.
બધુ બહુ જ સરસ હતુ.
થેન્કયુ સો મચ.
ધારા : અરે....એ જ તો અમારું કામ છે.
લોકોના જીવનના ખાસ પ્રસંગોને વધુ યાદગાર બનાવવા.
ધારા ખુશ થતા કહે છે.
ધ્વનિ : આ બધુ જોઈ અને સાથે તેની તૈયારીઓ કરતા કરતા તમને મન નથી થતું??
ધારા : શેનું??
ધ્વનિ : લગ્ન કરવાનું??
ધારા : અમ....
ધ્વનિ : તને કેવો જીવનસાથી ગમે??
ધારા : મને સમાનતા માં માનતા હોય,
ખુલ્લા મનના હોય, મદદરૂપ થતા હોય,
જેને કુકિંગ આવડતી હોય, એકબીજાના કામની અને એકબીજાની રિસ્પેક્ટ કરતા હોય એવા જીવનસાથી ગમે.
ગાર્લિક બ્રેડ અને ચોકલેટ ફ્રેપેચિનો આવી જાય છે.
ધારા : ગાર્લિક બ્રેડ ની સુગંધ યાર!!
ધ્વનિ ને ધારા ના ચહેરાના હાવભાવ જોઈ હસવું આવી જાય છે.
ધ્વનિ : સોરી.
ધારા : ડોન્ટ બી સોરી.
બંને ખાવા લાગે છે.
ધારા : તને કેવા જીવનસાથી જોઈએ??
ધ્વનિ પહેલા તો હલકું હસે છે ને હસતાં હસતાં ફરી ખાવા લાગે છે.
ધારા : નથી કહેવાય એવું??
ધ્વનિ ને ફરી હસવું આવી જાય છે.
ધારા : શું થયું??
ધ્વનિ : ઓકે....
આ તારા માટે.
તે વાંકી વળી Toy World ની પેપર બેગ ઊંચકી ધારા ને આપે છે.
ધારા : દર વખતે યાર....
ધ્વનિ : જો ને એક વાર.
ધારા બેગ ખોલી જુએ છે.
ધારા : રેડ ટેડીબિયર!!
ધારા ને ટેડીબિયર ના ટી - શર્ટ માં એક હેન્ડ રિટન નોટ જેવું મળે છે.
તે ખોલીને વાંચે છે.

નોટ : હેય બ્યુટીફૂલ,
મે જ્યારે પહેલી વાર તારો ફોટો જોયો ત્યારે કંઈક ફીલ થયું.
સારું લાગ્યું.
પછી મે તારો અને તારી બેન નો સ્કેચ બનાવ્યો.
તને મોકલ્યો અને આપણુ ચેટિંગ શરૂ થયું તો જાણે હું વધારે ખુશ રહેવા લાગી.
જેટલી વાર આપણી વાત થતી
મારો દિવસ સુધરી જતો.
પછી પહેલી વખત આપણે બંને અહીં જ મળ્યા.
એકબીજાના વિશે જાણ્યું.
તને મળીને હું કહી નથી શકતી મને કેટલું સારું ફીલ થયું.
એવું લાગ્યું જાણે હવે ફાઈનલી મને કોઈ મળી ગયુ.
પછી વિથ ગોડસ ગ્રેસ આપણે લગ્નમાં મળ્યા અને તને શું કહું....??
તું કેટલી સુંદર લાગી રહી હતી મને.
અને તારું કામ જોઈને હું વધારે ઈમ્પ્રેસ થઈ ગઈ તારાથી.
મને ખબર નથી મારું આ જેશ્ચર તને કેવું લાગશે....
બટ આઈ....આઈ લવ યુ ધારા.
અને હું મારી આખી જીંદગી તારી સાથે ખુશીથી વિતાવી શકું છું.
જાણું છું, તને કદાચ આ વાત અયોગ્ય જેવી લાગી શકે પણ....
આટલું વાંચીને તું સમજી જ ગઈ હશે.

નો વાંચતા વાંચતા ધારાની આંખોમાં પાણી આવી જાય છે.
" હું ધ્વનિ ની સાથે જે વાત કરવાની હતી આજે.
એ વાત એ મારી સાથે કરી રહી છે અત્યારે.
થેન્કયુ વેરી મચ ભગવાન!!
અમારા દિલની વાત આટલી જલ્દી સાંભળી લેવા માટે "
ધારા મનમાં વિચારે છે.
ધ્વનિ : આઈ એમ સોરી....
જો તને....
ધારા ઉભી થઈ ધ્વનિ પાસે આવી તેને ભેટી પડે છે.

ધારા : તું નહી માને,
આજે હું તારી સાથે આજ વાત કરવાની હતી.
તે નોટ બતાવતા ધ્વનિ ને કહે છે.
ધ્વનિ : એટલે??
ધ્વનિ ને સમજાતુ નથી.
ધારા : હું પણ તને ચાહું છું.
ધ્વનિ નો ચહેરો ખુશીથી ખીલી ઉઠે છે.
ધ્વનિ : ખરેખર??
ધારા : યસ.
બંને હસી પડે છે અને ફરી એકબીજાને ભેટી પડે છે.

* * * *

પરંપરા : આંખો બંધ કર.
સ્મિત : કેમ??
પરંપરા : કરને બંધ.
સ્મિત : પછી જોવા માટે તો આંખ ખોલવાની જ છે ને.
એમજ બતાવી દે.
પરંપરા : શું તું પણ!!
લે....એમજ જોઈ લે.
તે પોતાનો મોબાઈલ સ્મિત ના હાથમાં આપતા કહે છે.
સ્મિત : સિંગાપોર ફોર 10 ડેઝ!!
યોર ટિકિટસ આર બૂક્કડ!!
પરંપરા : હેપ્પી હનીમૂન.
તે ખુશ થતા સ્મિત ની સામે જુએ છે.
સ્મિત પણ ખુશ થઈ જાય છે.
સ્મિત : 10 દિવસ ઓછા નથી લાગતા??
તે મસ્તી કરતા પરંપરા ને કહે છે.
પરંપરા : ત્યાં જઈને પણ જો 10 દિવસ ઓછા લાગે તો સ્ટે લંબાવી દઈશું.
સ્મિત : પાક્કું??
પરંપરા ને હસવું આવી જાય છે.

* * * *

પાયલ : શું લુકસ ખરેખર એટલા બધા મેટર કરે છે કે એ દેખાવ ના પડદાં ની પાછળનો માનવી કેવો છે એ કોઈ જલ્દી નોટિસ જ નથી કરતું??
હલકી ચાંદનીમાં ચાલતા ચાલતા પાયલ વિચારી રહી હોય છે.
પાયલ : દેખાવ તો સમય સાથે બદલાય જશે પણ માનવી નહી....
ના....ના....સમય સાથે માનવી પણ તો બદલાય છે.
અને એ થવું જ જોઈએ ને.
સમય સાથે આપણી પસંદ - નાપસંદ, આપણો ધ્યેય, આપણા શોખ, આપણો સ્વભાવ, આપણી પરિસ્થિતિ, આપણુ જીવન, આપણા ક્રાઇટેરિયા બધુ બદલાય છે.
અને તે નેચરલ છે, કુદરતી છે.
એ જે થાય છે સારા માટે જ થાય છે.
વિચારતાં વિચારતાં તે ઘરે પાછી આવી જાય છે.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED