My Loveable Partner - 29 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 29 - ભય....

સંગીત સંધ્યા

બેક સ્ટેજ

સ્ટેજ પર દુલ્હા - દુલ્હન ને સાથે ડાન્સ કરતા જોઈ કોયલ ને એકદમ યશની યાદ આવવા લાગે છે અને તેનું મન ઉદાસ થઈ જાય છે.

કોયલ : આઈ રીયલી મીસ યુ યશ.
તે યશ ને વોટસએપ પર મેસેજ કરે છે.

ધ્વનિ પેનડ્રાઈવ લઈ સ્મિત પાસે આવે છે.
ધ્વનિ : હાય....
સ્મિત : હાય....
ધ્વનિ : આ પેનડ્રાઈવમાં સ્લાઈડ શો છે.
તે પેન ડ્રાઈવ સ્મિત ના હાથમાં આપતા કહે છે.
ધ્વનિ : તેમનું પર્ફોમન્સ પતે એટલે મારે સ્ટેજ પર જવાનું છે.
હું ગીત ગાવાની છું.
મારા ગીત સાથે પાછળ સ્ક્રીન પર આ સ્લાઈડ શો ચલાવવાનો છે.
સ્મિત : ઓકે, શ્યોર.
ધ્વનિ : થેન્કયુ.
બંને મુસ્કાય છે.
સ્મિત : તમારું નામ??
ધ્વનિ : ધ્વનિ.
જવાબમાં સ્મિત ફરી હલકું મુસ્કાય છે.

દુલ્હા - દુલ્હન નું પર્ફોમન્સ પૂરું થાય છે.
અને આખો હોલ તાળીઓના ગડગડાટ સાથે ગુંજી ઉઠે છે.
પરંપરા : વાઉ વાઉ વાઉ વાઉ....
વોટ અ રોમાન્ટિક પર્ફોમન્સ બાય અવર હેન્ડસમ દુલ્હા એન્ડ પ્યારી દુલ્હન.
ગીવ ઈટ અપ ફોર ધેમ.
બધા ફરી તાળીઓ પાડે છે.
દુલ્હા - દુલ્હન હસીને સ્ટેજ પરથી નીચે ઉતરી જાય છે.

પરંપરા : હવે વારો છે....
અચાનક હોલની બધી લાઈટસ બંધ થઈ જાય છે.
પરંપરા ધીરેથી સ્ટેજ ની જમણી બાજુથી નીચે ઉતરી આવે છે અને સ્ટેજ પર સ્ક્રીન પર દુલ્હન ના બાળપણના ફોટા દેખાવવા લાગે છે.
સાથે ધ્વનિ પર સ્પોટ લાઈટ આવે છે અને તે " દિલબરો " ગીત ગાવાનું શરૂ કરે છે.

પરંપરા : કેટલો મીઠો અવાજ છે એનો!!
ધારા : હા યાર.
કોયલ : એ પોતે પણ કેટલી સુંદર લાગી રહી છે.
ધારા : દુલ્હન ની બેસ્ટ ફ્રેન્ડ છે.
પરંપરા : અને આ એ જ છોકરી છે જેણે મારું અને ધરું નું સ્કેચ બનાવ્યું છે.
સ્મિત : ઓહ....!!
તો આ એ ધ્વનિ છે જે....
તે ધારા સામે જુએ છે.
ધારા : હા.
કોયલ : કઈ ધ્વનિ??
પરંપરા : જેને ધરું મળવા ગયેલી.
અને......
ત્રણેય ધારા સામે જુએ છે.
કોયલ : અને....??
પરંપરા : શી લાઈકસ હર.
કોયલ : ધારા લાઈકસ હર??
પરંપરા : યસ.
કોયલ : ઓહ....!!
ધારા ને શરમ આવી જાય છે.
સ્મિત : સાથે સાથે બીજી ઈવેન્ટ સેટ કરી દઈએ??
તે હસતાં હસતાં કહે છે.
ધારા : સ્મિત, હજી એને ખબર પણ નથી.
સ્મિત : તો પડી જશે.
પરંપરા : એનું ગીત પૂરું થવા આવ્યુ.
મને સ્ટેજ પર જવા દે.
નેક્સ્ટ કોણ છે??
ધારા : દુલ્હન ની ફોઈ.
રમા બહેન.
પરંપરા : ઓકે.

ધ્વનિ નું ગીત પૂરું થાય છે અને તેની સાથે દુલ્હન, દુલ્હનની મમ્મી, માસી બધાની આંખોમાં પાણી આવી જાય છે.
ધ્વનિ સીધી સ્ટેજ પરથી ઉતરીને તેની બેસ્ટ ફ્રેન્ડ ને ભેટી પડે છે અને બંને ના ખભા થોડા થોડા ભીના થઈ જાય છે.
* * * *

એક અઠવાડિયા પછી

ધારાની કેબિનમાં

પરંપરા : લગ્ન પત્યા ને પણ 4 દિવસ થઈ ગયા.
તું ધ્વનિ સાથે ક્યારે વાત કરીશ??
ધારા : મને નથી ખબર.
પરંપરા : તો ખબર પાડ.
ધારા : કેટલા વાગ્યા છે??
પરંપરા : સાંજ ના 6:45.
ધારા : ઓહ, તો અમને જવા દે.
8:30 વાગ્યા ની આજે માસીની ટ્રેન છે પાછા મુંબઈ જવાની.
પરંપરા : એ તો આવતી કાલે જવાના હતા ને??
ધારા : આજે જવાના છે.
પાયલ અને કોયલ એ મારી ગાડીમાં તેમને મૂકવા જવાનું છે.
અમારે ફટાફટ ઘરે પહોંચવું પડશે.
તે જલ્દી જલ્દી કોમ્પ્યુટર શટ ડાઉન કરી પોતાનો પાછો ઘરે લઈ જવાનો સમાન તેની બેગમાં ભરે છે.
પરંપરા : હું આવી શકું એમ નથી.
માસી સાથે ફોન પર વાત કરી લઈશ.
ધારા : ઓકે.
ત્યાં કોયલ અને પાયલ ધારા ને બોલાવવા આવે છે.
કોયલ : ધારા, જલ્દી ચાલ.
ધારા : હા.
બધુ થઈ ગયુ છે.
આવી....
પાયલ : મમ્મી નો 6:30 વાગ્યાનો ફોન આવી ગયો છે.
ક્યારે આવો છો એમ....
ધારા : ચાલો....
તે પોતાની બેગ ખભે લટકાવતા કેબિન ની બહાર નીકળી જાય છે.
પરંપરા : બાય ગર્લસ.
ત્રણેય : બાય....બાય....
તેઓ ચાલતા ચાલતા પાછળ જોઈ કહે છે.

* * * *

8:50

યશ : હેલ્લો....
કોયલ : કામમાં છે??
યશ : હા, કઈ જરૂર હોય તો કહે....
તે કમ્પ્યુટર પર ટાઈપ કરતા કરતા કહે છે.
કોયલ : તારા મમ્મી ટ્રેનમાં બેસી ગયા છે.
અને ટ્રેન ઉપડી ગઈ છે.
યશ : સારું.
હું સવારે લેવા જતો રહીશ.
કોયલ : હા.
આપણે પછી વાત કરીએ.
યશ : હા.
બંને ફોન મૂકી દે છે.

* * * *

મમ્મી : શું વિચારી રહી છે ધરું??
તે ધારા ની બાજુમાં સોફા પર બેસતા તેને પૂછે છે.
ધારા એઝ યુઝવલ લિવિંગ રૂમમાં બેસી તેના લેપટોપમાં ઈવેન્ટસ ના વિડિયોઝ એડિટ કરી રહી હોય છે.
ધારા : કઈ ખાસ નહી.
મમ્મી : તારા હાથ તો કામ કરી રહ્યા છે પણ તારો ચહેરો મને બીજું કઈ કહી રહ્યો છે.
ધારા મમ્મી તરફ જુએ છે.
મમ્મી : બોલ....
ધારા : તમને ધ્વનિ યાદ છે જેની મે વાત કરી હતી??
મમ્મી : હા, યાદ છે.
ધારા : બસ તો......
તે મને ગમે છે પણ....
મમ્મી : તેને તું ગમે છે કે નહી....
એ તને....
ધારા : મને એ પણ નથી ખબર કે અમારો કોઈ સંબંધ બનવાની શક્યતા છે કે નહી??
અને જો હોય તો....કેટલી છે??
મમ્મી : અને નહી હોય તો??
ધારા : તો કઈ નહી.
પણ મારાથી ખબર નહી,
આ વિશે એની સાથે વાત નથી થતી.
ઈન્ડાયરેક્ટલી ચેટીંગમાં પણ નહી.
કે એના પરથી એને વાત કરવી કે નહી તે જાણી શકાય.
મમ્મી : તેને ફરી મળ અને વાત કરતા કરતા તારા વિશે કહે અને પછી પૂછી લે.
ધારા : જો એને મારું આ હોવું નહી ગમ્યું તો??
મમ્મી : તો પણ કઈ વાંધો નહી.
ધારા : એ ખરેખર બહુ સારી છે.
મમ્મી : તારો ડર સમજી શકું છું બેટા.
પણ આનો સામનો તો કરવો જ રહ્યો ને.
નહી તો આગળ શું કરવું ખબર કઈ રીતે પડશે??
ધારા : રાઈટ.
ધારા : એ બેન્ક માં જોબ કરે છે.
મમ્મી : સરસ.
ધારા : તે હા કે ના કહે....
એક વાર તારી અને પપ્પા સાથે એને પાક્કું મળાવીશ.
મમ્મી : મળાવજે.
ધારા : આઈ લવ યુ મમ્મી.
તે મમ્મી ને ભેટતા કહે છે અને મમ્મી ખૂબ વહાલથી તેના માથે હાથ ફેરવે છે.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED