My Loveable Partner - 28 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 28 - બીજી મુલાકાત

રાતે

ધારા ના રૂમમાં

પાયલ : ધરું....
તું ઓકે છે ને??
ધારા : હા.
હવે તો આમ પણ મમ્મી ઘરે આવી ગઈ એટલે....
પાયલ : થેન્ક ગોડ.
હું બહુ ટેન્શનમાં આવી ગયેલી.
ધારા : હું પણ બહુ ગભરાય ગયેલી.
પાયલ : ગભરાય જ જવાય ને.
ધારા : કાલથી તો હું ઓફિસ પણ આવીશ.
ધારા હલકું મુસ્કાય છે.
પાયલ : ચાલવા આવીશ મારી સાથે??
ધારા : ચાલ....

ચાલતા ચાલતા

પાયલ : એક વાત કહું....
ધારા : હા....
પાયલ : આપણું બોન્ડ કેટલું સરસ વધી ગયુ ને.
આઈ મીન, પહેલા આપણે વર્ષે બે વર્ષે એક વાર મળતા હતા.
અને અત્યારે જેવી વાતો કરીએ છીએ એવી તો....
ધારા : પરંપરા ના લગ્ન પહેલા મને યાદ નથી આપણે આટલી લાંબી લાંબી વાતો ક્યારેય કરતા હતા.
પાયલ : એ જ.
બંને હલકું હસે છે.
ધારા : સારું લાગી રહ્યુ છે બહાર આવીને.
પાયલ બદલાવ સારો હોય કે ખરાબ હોય....
આપણ ને ગમે એવો હોય કે પછી નહી ગમે એવો હોય....
જેવો પણ હોય પણ આપણે મનુષ્ય ને બદલાવ ને સ્વીકારતા વાર તો લાગે જ છે!!
જીવનમાં સારો બદલાવ આવે તો આપણે ખુશી થી એમ કહીએ કે આઈ કાન્ટ બિલિવ ધીસ!!
કે આ થઈ ગયુ!!
હવે આમ થશે તેમ થશે.
અને નહી ગમતો આવે તો પણ એમ કહીએ કે ઓહ ગોડ!!
આઈ કાન્ટ બિલિવ ધીસ....!!
ધારા : શું વાત છે આજે!!
પાયલ : બસ, હમણાં જ વિચાર આવ્યો.
ધારા : વાત તો સાચી છે.
અને આઈ એમ રીયલી ગ્લેડ કે આપણું બોન્ડ આટલું સ્ટ્રોંગ બની ગયુ છે.
આપણે એકબીજા સાથે હવે બધુ શેર કરી શકીએ છીએ.
પાયલ : હા.
આપણે એકબીજાનો મજબૂત સપોર્ટ છીએ.
ધારા : જેની કઈ પણ થાય જીંદગી ભર જરૂર રહેશે.
આ સપોર્ટ ની, આ અખૂટ પ્રેમની, આ નિઃસ્વાર્થ બેહિસાબ દોસ્તી ની.
પાયલ : હા.
બંને ખુશ થાય છે.

* * * *

યશ : હું નથી આવી રહ્યો.
કોયલ : મને ખબર જ હતી.
તે બેડ પર સૂતા સૂતા યશ સાથે વિડિયો કોલ પર વાત કરી રહી હોય છે.
કોયલ : તું હજી ઓફિસ પર જ છે??
યશ : હા.
આજે આખી રાત ઓફિસ જ મારો બેડરૂમ છે.
કોયલ : એવું છે!!
યશ : શું કરીએ??
કોયલ : મને બહુ ઉંઘ આવી રહી છે.
યશ : સારું સૂઈ જા.
કાલે વાત કરીશું.
કોયલ : કાલનું ખબર નહી.
કાલથી ઈવેન્ટ શરૂ થાય છે.
યશ : ઓહ હા.
કઈ નહી.
કોયલ : ડોન્ટ બી સેડ.
યશ : અરે....તારે સૂવાનું છે અને મારે કામ કરવાનું છે.
એટલે એ તો....
કોયલ : હંમ.
ગુડ નાઈટ.
યશ : ગુડ નાઈટ.
ગોરા કાગડાની ફેવરિટ કોયલ.
સાંભળી કોયલ ને હસવું આવી જાય છે.

* * * *

2 દિવસ પછી

મહેંદી ફંક્શન

ધ્વનિ : હાય....
ધારા : ઓહ હાય....
બંને મુસ્કાય છે.
ધ્વનિ : મારી બેસ્ટ ફ્રેન્ડ ના લગ્ન છે.
ધારા : ગુડ.
ધ્વનિ : તેણે તમારા બહુ જ વખાણ કર્યા હતા.
ધારા : મારા??
ધ્વનિ : શગુન ઈવેન્ટસના.
ધારા : અચ્છા.
તે ફરી મુસ્કાય છે.
ધ્વનિ : એટલે જ તો હું શગુન ઈવેન્ટસ ના ઈન્સ્ટા પેજ પર ગયેલી અને તારો અને પરંપરા નો સ્કેચ બનાવેલો.
પરંપરા ધારા પાસે આવે છે.
પરંપરા : ધારા જરા....
ધારા : પરંપરા ધ્વનિ ને મળ.
ધ્વનિ : હાય.
પરંપરા : હાય.
બંને મુસ્કાય છે.
ધારા : એમણે જ આપણો પેલો સ્કેચ બનાવેલો.
પરંપરા : બહુ જ સુંદર બનાવેલો.
ધ્વનિ : થેન્કયુ.
તમારે કામ હોય તો....
પરંપરા : અ....હા.
તે ધારા ને પોતાની સાથે લઈ જાય છે.

ધારા : શું થયું??
પરંપરા : સ્મિત બોલાવે છે.
મ્યુઝિક સિસ્ટમ માં કઈ લોચો પડ્યો છે.
ધારા : અરે યાર....!!
પરંપરા : તું જો ને.
ધારા : હા.
તું ગેમ્સ રમાડવાની તૈયારી કર.
પરંપરા : એ પાયલ એ કરી દીધી છે.
સિસ્ટમ ચાલુ થાય એટલી જ વાર છે.
ધારા : ઓકે.
અમે બંને જોઈએ છીએ.
પરંપરા : હા.
જલ્દી જા એની પાસે.
ધારા : અચ્છા, તે ઘરે ફોન કર્યો??
મમ્મી પપ્પાને??
પરંપરા : હા.
મે વાત કરી લીધી.
પપ્પા આજે જ તેમના કામ પર ગયા.
મમ્મી અને માસી સાથે ઘરે છે.
ધારા : ઓકે.
પરંપરા : હવે કશે અટક્યા વગર જલ્દી સ્મિત પાસે જા.
ધારા : હા.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED