એક પૂનમની રાત - પ્રકરણ - 65 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ - 65

એક પૂનમની રાત
પ્રકરણ -65

વડોદરા ટાઈમ્સની પત્રકાર ડાયેનાએ ઓફીસમાંથી વિદાય લીધી અને વિક્રમસિંહ અને સિદ્ધાર્થ એના અંગેજ ચર્ચા કરી રહેલાં અને સિદ્ધાર્થનાં મોબાઈલ પર ફોન ઉપાડ્યો અને એણે એ વાત સાંભળી એને આષ્ચર્ય સાથે ગુસ્સો આવી ગયો. એણે કીધું ઓહ આ સાંભળી મને.. ઠીક છે તમે ત્યાંજ છો ને હું ત્યાં પહોંચું છું.

વિક્રમસિંહે કહ્યું કેમ સિદ્ધાર્થ શું થયું ? સિદ્ધાર્થે કહ્યું સર પેલી ડાયેના સાચી પડી વંદનાનો એક્સીડંટ થયો છે એ ખુબ ઘાયલ થઇ છે મનીષ કામ્બલે આપણાં સ્ટાફ સાથે PCR વાનમાં અલકાપુરી વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો અને એણે આ એક્સીડંટની જાણ થતા ત્યાં સ્થળ પર ગયો અને વંદનાને જોઈ અને મને ફોન કર્યો.

વિક્રમસિંહ ખુરશી પરથી ઉભા થઇ ગયાં એમણે કહ્યું સિદ્ધાર્થ આ બધું શું થઇ રહ્યું છે ? કઈ નહિ તું ત્યાં પહોંચ પછી મને જાણ કરજે. હું ઓફિસમાંજ છું એમ કહી ઉભા થઇને ઓફિસમાં ગયાં.

સિદ્ધાર્થે કાળુભાને સાથે લીધાં અને જીપમાં અલકાપુરી જવા નીકળી ગયાં. રસ્તામાં સિદ્ધાર્થ વિચારમાં પડ્યો કે પેલી ડાયેનાને આગોતરી જાણ હતી કે વંદનાને કંઈ નુકશાન પહોંચવાનું છે? પણ એવું કેવી રીતે બને ? પહેલાં ત્યાં પહોંચીને શું કરું કેવી રીતે થયું ? વંદનાની સ્થિતિ કેવી છે જોઈએ પછી આગળ વાત.
બધાં ટ્રાફિકને પસાર કરી કાળુભાએ જીપ અકસ્માત સ્થળે ઉભી રાખી ત્યાં રોડ પર ટ્રાફિક જામ હતો. એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને સિદ્ધાર્થ ભીડને આઘી ખસેડી વંદના પાસે પહોંચ્યો. મનીષે કહ્યું ખુબ ભયંકર અકસ્માત થયો છે વંદના ખુબ ગંભીર રીતે ઈન્જર્ડ છે પણ જીવે છે. એમ્બ્યુલન્સના દ્રાઈવરે કીધું સીડી હોસ્પિટલ લઉં જઉં છું. અહીંનો સ્ટાફ રોડ પર માર્કિંગ કરી રહી છે સર તમે પણ આવો છોને ?

સિદ્ધાર્થે કહ્યું તું એને હોસ્પિટલ પહોચાડ હું અહીં બધી વિગતો જોઈ ફોન કરીને ત્યાં આવું છું . સિદ્ધાર્થે ત્યાંની પરિસ્થિતિ જોઈ જેણે આ અકસ્માત નજરે જોયો હતો એલોકો પાસેથી વિગત લીધી ઘણાંએ વિડિઓ રેકોર્ડિંગ કરેલું સિદ્ધાર્થે કાળુભાને કહ્યું તમને વિગત એકઠી કરો વિડિઓ ઉતાર્યો છે એ લોકોના ફોન નંબર લઇ લો અને વિડિઓ ડીલીટ ના કરવા સૂચના આપી દો. અને નજરે જોનારનાં નિવેદન લઇ એલોકોના પણ ફોન નંબર અને અડ્રેસ લો. હું સીટી હોસ્પિટલ જાઉં છું તમે પણ પછી રિક્ષામાં ત્યાં આવો અને સિદ્ધાર્થે બધી સૂચના આપી જીપ લઈને સીટી હોસ્પિટલ પહોંચ્યો એણે પહેલાં વંદનાના પાપા ભાવનીસિંહને ફોન કર્યો ભવાનીસિંહએ કહ્યું હું હમણાંજ ઘરે પહોંચ્યો છું સર શું થયું ?

સિદ્ધાર્થે વંદનાના ઍક્સિડન્ટની અંગે વાત કરીને કહ્યું તમે સીટી હોસ્પિટલ આવી જાવ. ભવાનીસિંહનો અવાજ રડમસ થઇ ગયો બોલ્યાં મને ટ્રાફિક ખુબ નડ્યો મેં રોડ પર ભીડ જોયેલી પણ મને શું ખબર કે મારી વંદનાને જ અકસ્માત થયો છે હું તરતજ સીટી હોસ્પિટલ આવું છું એમ કહી ફોન મુક્યો.

સિદ્ધાર્થે ફોન કરીને સીધો ઇમરજન્સી વોર્ડ તરફ ગયો અને ડોક્ટરની પરમિશન લઇ વંદના પાસે આવ્યો.વંદના બેભાન હતી એનાં માથામાંથી ખુબ લોહી વહી ગયેલું અને પેટ પાસે પણ ઇન્જરી થઇ હતી. બધે ડોક્ટરે ડ્રેસિંગ કરેલું એણે ઓક્સિજન આપવાનો ચાલુ કરેલો એની નાડી ધીમી ચાલી રહેલી સિદ્ધાર્થે ડોક્ટરને બહાર લાવીને પૂછ્યું કેવી છે સ્થિતિ ?

ડોક્ટરે કહ્યું ભયાનક એક્સિડન્ટ થયો હશે ખુબ લોહી વહી ગયું છે નાડી સાવ ધીમી ચાલે છે ઓક્સિજન પર રાખી છે ડ્રેસિંગ કર્યું છે પણ ઓપરેશન કરવું પડશે સ્ટીચીસ લીધાં છે પછી BP નોર્મલ થાય એ જરૂરી છે BP સાવ ઓછું છે એ આવી ત્યારે બેભાન જ હતી .

સિદ્ધાર્થે સીધુજ પૂછ્યું ડોક્ટર જાનનું જોખમ તો નથીને ? જીવી જશેને ? ડોક્ટરે કહ્યું સર ૨૪ કલાક ક્રિટિકલ છે એ પછીજ ખબર પડે એને લોહી ચઢવાનું છે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુજ છે બાકીનો રિપોર્ટ પછી આપીશ એમ કહીને ડોક્ટર અંદર જતા રહ્યાં.

સિદ્ધાર્થ વિચારમાં પડી ગયો કે કોણે કર્યો અકસ્માત? કોઈએ જાણી જોઈને નુકશાન પહોચાડ્યું છે કે વંદનાથીજ થયો ? ત્યાં કાળુભા દોડતો સિદ્ધાર્થ પાસે આવ્યો અને કહ્યું સર.. સર .. ત્યાં મનીષ કામ્બલે પણ દોડી આવ્યો મનીશ તરફ જોઈને સિદ્ધાર્થે તરત પૂછ્યું મનીશ કેવી રીતે થયો એક્સિડન્ટ ? કોણે આ એક્સિડન્ટ કર્યો કોણ હતું સામે ?
મનીષે કહ્યું સર અમે રાઉન્ડમાં હતાં અને ફોન આવ્યો કે અહીં અલકાપુરીમાં એક્સિડન્ટ થર્યો છે અમે તરતજ ત્યાં પહોંચ્યાં. સિદ્ધાર્થે કહ્યું મને એ તમે પહેલાજ કહી દીધું અને મને વાર્તામાં રસ નથી સીધો જવાબ આપ કોણ હતો સામે ?

સોરી સર કોઈ ભાડાની જીપ હતી આ વંદનતો બરાબર ટ્રેક પરજ હતી પણ જીપ વાળો રીતસર એની સામે ગયો અને વંદનાને મારવાની હોય એમજ ભટકાવી વંદના કંઈ સમજે પહેલાં જીપની ભારે ટક્કર મારીને એલોકો ભાગી ગયાં . એલોકો ભાગી ગયા એટલે કોણ ?

મનીષે કહ્યું જીપમાં બે જણા હતાં અને જે દ્રાઈવર હતો એણે ચિક્કાર દારૂ પીધો હોય એવું લાગતું હતું એણે અને ઝડપથી ભાગવામાં બીજા લારીવાળાને પણ ઘાયલ કર્યો છે એને પણ અહીં લઇ આવ્યા છે હું એની પાસે હતો.

સિદ્ધાર્થે કહ્યું જીપનો નંબર? મનીષે કહ્યું જીપનો કોઈ નંબરજ નહોતો પણ સફેદ અને પીળો પટ્ટો પેઇન્ટ કરેલો એનાં પરથી ભાડાની હશે એવું વિચાર્યું.

ત્યાં કાળુભાએ કહ્યું સર મને જે વિડિઓ અને નજરે જોનારનાં નિવેદન મળ્યાં છે એ પ્રમાણે ડ્રાયવિંગ કરનાર નાની ઉંમરનો છોકરો જેવો છે બાજુમાં કોઈ છોકરી હતી એવું લાગે છે બંન્ને જણાંએ કેપ પહેરેલી હતી. એમ કહી રેકર્ડ કરેલો વિડિઓ સિદ્ધાર્થને બતાવ્યો. સિદ્ધાર્થે ખુબ ધ્યાનથી વિડિઓ જોયો ગ્રે કલરની જીપ એમાં છોકરો ઓળખાયો હતો એણે કાબુ ઘુમાવ્યો હોય એમ વંદનાના એક્ટિવા પર ધસી ગયો ભટકાવી પાછી રિવર્સ લીધી પાછી વંદના સાથે ભટકાવી અને ત્યાંથી ભાગી છૂટ્યો જતાં કોઈ લારીવાળાને અડફેટે લીધો અને પાછળ જોયા વિના નીકળી ગયો.

સિદ્ધાર્થ વિચારમાં પડી ગયો આવું કેમ કર્યું ? આ સામાન્ય અકસ્માત નથી સમજીને કરેલો છે રીતસર ખ્યાલ આવે છે કે વંદનાને મારવીજ છે એણે પબ્લિકે લીધેલા વિડિઓ અને એમણે આપેલા સ્ટેટમેન્ટ જોયાં પછી કાળુભાને કહ્યું આ રેકર્ડમાં રાખો પછી શાંતિથી ફરી અભ્યાસ કરીશું પેલા લારીવાળાને કેટલું વાગ્યું? કેવું છે એને? મનીષે કહ્યું બચી ગયો છે એને હાથપર અને પગમાં વાગ્યું છે એને ડ્રેસિંગ કરીને રજા આપશે.

સિદ્ધાર્થે કહ્યું એને સારું હોય તો એની બધી વિગતો લઇ લો સ્ટેટમેન્ટ લો અને જરૂર પડે બોલાવીશું એમ સૂચના આપો એનો મોબાઈલ નંબર એડ્રેસ બધું લઇ લો એણે જીપ ચલાવનારને જોયો હશે. ચલો હું એણે મળીજ લઉં એમ કહી બીજા વોર્ડમાં ગયો ત્યાં લારીવાળો ઉંહકારા મારતો સૂતો હતો.

સિદ્ધાર્થે કહ્યું કેમ છે હવે તમને ? પેલાંએ કહ્યું સર મારો શું વાંક હતો પેલો જીપ વાળો મને ઠોકીને ભાગી ગયો. મારી રોજી રખડી પડી મારી લારી ટુટી ગઈ હવે શું થશે? સિદ્ધાર્થે કહ્યું ચિંતા ના કરો તમને તમારું વળતર મળી જશે અહીં અમારા માણસને બધી વિગત તમારી આપી દો. સારું થાય એટલે કમિશનર ઓફિસ હાજર થાય જજો તમે જે દ્રાઇવ કરતો હતો એને જોયો હતો ?

લારીવાળો બોલ્યો જોયો છે સાહેબ એ ઝડપથી ભાગતાં મને ભટકાયો એણે મારા પર પિચકારી મારેલી સાલાએ મારાં કપડાં બગાડ્યા હાથ પગ ભાંગી નાંખ્યા લારી પણ ટુટી ગઈ.

સિદ્ધાર્થે કહ્યું તમે એનો સ્કેચ બનાવા માં મદદ કરશો ? તમારી સામે આવે તો ઓળખી જશો ? પેલાંએ કહ્યું તરતજ ઓળખી જઈશ મેં બરાબર જોયો છે. પણ એની સાથે પણ કોઈ બેઠેલું એણે બરાબર નથી જોયું એમને નહિ ઓળખી શકું પણ બેઠું હતું એ નક્કીજ.

સિદ્ધાર્થે કહ્યું ભલે આ સાહેબ તમારી સામે છે મનીષને બતાવીને કહ્યું એમને વિગત આપી દો. અને ત્યાંથી સિદ્ધાર્થ બહાર નીકળ્યો.

એણે સામેથી ભવેરસિંહ અને એમની પત્નીને ચિંતાવાળાં ચહેરે આવતાં જોયાં અને સિદ્ધાર્થ...

વધુ આવતાં અંકે - પ્રકરણ 66
(મારાં વાચક મિત્રો તમને આ વાર્તા કેવી લાગી રહી છે તે રીવ્યુ અને રેટિંગ્સ આપીને જણાવશો અને ગમી હોય તો તમારા મિત્રો ને શેર કરશો )