જીવનસાથીની રાહમાં... - 3 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસાથીની રાહમાં... - 3

જીવનસાથીની રાહમાં....... 3
ભાગ 3

સવારના દસેક વાગી ગયાં હતાં એટલે કોલેજમાં ચહલ પહલ શરું થઈ ગઈ હતી. મૈથલી બીજા મિત્ર જાનવી, પુજા, જય એ લોકોને કંકોતરી આપી રહી હતી. મૈથલીની નજર હેમંત પર પડે છે. હેમંત કોલેજની લોબી તરફ આવી રહ્યો હતો. હેમંત નું ધ્યાન કંકોતરી તરફ ન હતું બસ એ તો પોતાની ધૂનમાં જ હતો. ખભા પર કોલેજનું બેગ અને હાથમાં ગુલાબ લઈ એ મૈથલી તરફ આવી રહ્યો હતો. મૈથલી પણ હેમંતને જોય એ તરફ આવી રહી હતી.

" હાય હેમંત "

" હાય મૈથલી "

" વર્ષા આવી ગઈ કે? "

" ના"

" મારે તને કંઈ કહેવું છે"

" શું? "

" કોગ્રેજૅયુલેશન મૈથલી"
પ્રોફેસર શાહ સર એ બંનેની વાત કરતાં વચ્ચે આવે છે. શાહ સરની ફેવરિટ સ્ટુડન્ટ મૈથલી હતી. એ મૈથલીને અંભિનંદન પાઠવે છે.

"થાક યુ
શાહ સર"

" શું? "હેમંત ને કંઈ સમજ ન પડી કે પ્રોફેસર શાહ મૈથલીને કેમ કોગ્રેજૅયુલેશન કહે છે. એટલે એને મુઝવંણમાં પોતાના મુખથી જ અવાજ નીકળી જાય છે.

" સર તમારે મેરેજ આવાનું છે
આ કંકોતરી " કંકોતરી પર શાહ સરનું નામ લખી મૈથલી કંકોતરી શાહ સરને આપે છે.

" હા જરુંર આવીશ"
શાહ સર પોતાની ઓફિસમાં જતાં રહે છે. હેમંત ફરી મુઝવંણમાં જ હોય કે આજ સુધી મૈથલીએ કોઈ પણ વાત છુપાવી ન હતીને ને તેનાં મૅરેજ નકકી થઈ ગયાં અમને ખબર પણ ના પડી.

" હેમંત આ તારી કંકોતરી " મૈથલી કંકોતરી પર નામ લખી હેમંતને આપે છે. હેમંત વિચારોમાં ખોવાયેલો હોય છે એટલે ફરી મૈથલી હેમંતને બોલાવે છે.

"હા....... " હેમંત કંકોતરી લેતાં બોલે છે. કંકોતરી લઈ છે અને હાથનું ફુલ નીચે પડતું જ હોય છે કે મૈથલીનું ધ્યાન જતાં એ પકડી લે છે.

" આ ગુલાબ કોનાં માટે ? "

" કોઈ ના માટે નહીં "

" ખુબ સુંદર ગુલાબ છે
હું લઈ લેમ"

હેમંત હકારમાં માથું હલાવે છે. એ હજુ પણ આ વાત પચાવી શકતો ન હતો કે મૈથલી લગ્ન નક્કી થઈ ગયાં છે.

"બે દિવસ આગળ નું આવાનું છે
અને આ વર્ષા કયાં છે? હજુ આવીની?"

" આવશે
એને કંઈ કામ હતું "

" ઑકે"

વર્ષા કોલેજનાં ગેટની અંદર આવી જાય છે. એને કોલેજ કેમ્પસમાં જાનવીને મળે છે. જાનવી સાથે વાત કરતાં ખબર પડે છે કે મૈથલી અને હેમંત બંને કોલેજ આવી ગયાં છે અને મૈથલી પોતાના લગ્ન ની કંકોતરી વહેંચી રહી હતી. અચાનક ભાગતાં એનાં પગ જાનવી સાથે વાત કરતાં ધીમાં પડી જાય છે. અને એ ધીમે ધીમે પોતાના કલાસ તરફની બિલ્ડિંગ તરફ જઈ રહી હતી. એ વિચારતી હતી કે હેમંત વાત ન કીધી હશે તો સારું? અને કહી દીધું હશે તો મૈથલી એ શું કીધું હશે? એનાં મનની અંદર વિચારોનો મહાસાગર ફેલાઈ ગયો હતો. એ પોતાની અંદર હિંમત ભેગી કરી ધીમે ધીમે આગળ આવી રહી હતી. એ પોતાની બિલ્ડિંગની અંદર આવી જાય છે. બિલ્ડિંગની ત્રણ દાદર પાર કરી એ અંદર પ્રવેશ કરે છે. અંદર જતાં જોય છે તો મૈથલી કંકોતરી બધાં ને આપી રહી હતી.

" અરે આ મેડમ તો કંકોતરી પર છપાવી દીધી અને મને કીધું પણ ની" વર્ષા પોતાની જાત સાથે વાત કરતાં બોલે છે. મૈથલીએ મને કેહવું તો જોયે ખાસ બેનપણી છું તો પણ કંઈ કેહતી નથી. પણ ફાલ્ગુન આવી પણ ગયો કયારે વિદેશી થી ના એ તો આટલી જલ્દી ન આવે ? તો પછી કયારે મેરેજ છે એનાં? આ બધી વાત પછી હેમંત કયાં છે? એણે કંઈ કીધું તો નથી ને મૈથલી ને? ના ની જ કીધું હશે કેમકે મૈથલી તો મસ્ત મઝામાં કંકોતરી આપે છે? આમ તેમ જોતાં એને હેમંત એક બાંકડા પર બેસેલો દેખાય છે? એને ચેહરો જોઈને વર્ષા ને ખબર પડી ગઈ કે એને મૈથલી વિશે ખબર જ પડી ગઈ. વર્ષા હેમંત બેસેલો હોય તે તરફ જાય છે. વર્ષાને જોતાં મૈથલી પણ તે તરફ જાય છે.

આગળ શું થશે?
જાણવા માટે વાંચતા રહો જીવનસાથીની રાહમાં.......નો આગળનો ભાગ.......