જીવનસાથીની રાહમાં....... - 2 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસાથીની રાહમાં....... - 2

જીવનસાથીની રાહમાં.......
ભાગ 2

આગળનાં ભાગમાં જોયું કે વર્ષા પોતાના હ્રદયની વાત હેમંતને કહેવાની જ હતી કે તેને ખબર પડે છે કે હેમંત મૈથલીને પ્રેમ કરે છે. હવે આગળ

" ના
કંઈ ખાસ વાત નથી"

" તો ફરી
મને સવાર સવારમાં કેમ બોલાવ્યો "

" અરે.......
હું તો"

" બસ હવે રેવા દે
કંઈ કામ ધંધો છે જ ની બધાંને સવાર સવારમાં હેરાન કરે છે"

" ના
એવું નથી"

" તો પછી
ચાલ હવે કોલેજ જઈએ મૈથલીને મારે વાત પણ કરવાની છે"

"હા.......
ના....... "

" શું હા ? ના?
કોલેજ જવું છે કે નથી? "

" હા
પણ મને કંઈ કામ યાદ આવી ગયું
તો તું કોલેજ જા
હું આવું જ છું "

" અચાનક શું કામ? "

" કંઈ ખાસની
તું કોલેજ જા"

" સારું પણ
જલ્દી આવજે
(નીચે પડેલો લેટર જોતાં)
અરે વર્ષા કોઈ કાગળ તારું પડયું છે. "

"(વર્ષા ફટાફટ લેટર ઊંચકે છે) હા મારું છે"

"(વર્ષાનું આવું વર્તન હેમંતને સમજ ન પડી પણ એને તો મૈથલીને પોતાના પ્રેમની વાત કરવી હતી એટલે એણે તે તરફ ધ્યાન ન આપ્યું)
ઓકે ચાલ મળ્યે"

"હા"

હેમંત ત્યાંથી જતો રહે છે. વર્ષા પોતાના જ સંભાળતા બાંકડા પર બેસે છે અને આંખો માંથી આસું સરી પડે છે. મને શું ખબર હતી કે હેમંત મૈથલીને? અને હું પણ કેવી પાગલ છું કે હેમંત મને પ્રેમ? મારે જ સમજી જવું હતું પહેલેથી
મારી જ ભુલ છે. સારું છે કે હેમંતને કંઈ કીધું નહીં તો શું જ વિચારતે ?
(ગીત વાગે છે.)

रब्बा मेरे इश्क़ किसी को
ऐसे ना तडपाये... होय
दिल की बात रहे इस दिल में
होठों तक ना आए

तुझे याद ना मेरी आई
किसी से अब क्या कहना
दिल रोया की अँख भर आई
किसी से अब क्या कहना

...........
...........

ख़ता हो गयी मुझसे
कहा कुछ नहीं तुमसे
इकरार जो तुम कर पाते
तो दूर कभी ना जाते
कोई समझे ना प्रीत पराई
किसी से अब क्या कहना.

અમે ત્રણેય સારાં મિત્ર છે અને હંમેશા રહીશું.
વર્ષા પોતાને સંભાળતા લેટર પોતાની બેગમાં મુકે છે. આંખો નો આંસુ સાફ કરી મોડું પાણીથી ધોઈ છે.

" અરે ના!
મારે હેમંતને રોકવો પડશે
એને તો ખબર જ નથી કે
મૈથલીનાં લગ્ન
હું પણ કેવી છું
ખબર હોવાં છતાં પણ આ વાત મગજમાંથી નીકળી જ ગઈ
મારે જલ્દીથી હેમંતને કેહવું પડશે
મારા સિવાય આ વાત કોઈને પણ ખબર નથી
પણ આજે એમ પણ ખબર પડી જશે કેમકે મૈથલી આજે જ કદાચ કંકોતરી આપશે
હું હેમંતને ફોન કરું "
હેમંત તો કોલેજથી મૈથલીને ઓળખે છે. હું જ એને સ્કુલથી ઓળખું છું. સ્કુલ પતીને જ એના લગ્ન નક્કી થઈ ગયાં હતાં. એ પણ એ છોકરા સાથે જે સ્કુલમાં જ એકબીજાને પ્રેમ કરતાં હતાં. પણ પછી એ અભ્યાસ માટે વિદેશ જતો રહ્યો હતો અને આ વાત મારાં સિવાય કોઈ નથી જાણતું અને મને જણાવા મૈથલીએ જ ના પાડી હતી.

પોતાની જાત સાથે જ વાત કરતી વર્ષા હેમંતને ફોન કરે છે. પણ હેમંતનો ફોન લાગતો ન હતો. વર્ષા ફરી ટ્રાય કરે છે પણ ફોન લાગતો જ ન હતો.

" હવે મારે જ કોલેજ જવું પડશે"
વર્ષા ફટાફટ કોલેજ જવા નીકળે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

આ બાજુ કોલેજમાં મૈથલી આવી ગઈ હતી. એનાં હાથમાં કંકોતરી હતી. એ કોલેજમાં પોતાના ખાસ મિત્ર હેમંત અને વર્ષાને શોધી રહ્યી હતી.

આગળ શું થશે હવે?
જાણવા માટે વાંચતા રહો જીવનસાથીની રાહમાં....... નો આગળનો ભાગ