આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -72 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ -72

આઈ હેટ યું .. કહી નહીં શકું
પ્રકરણ - 72

અમિત, રાજ , વિરાટ અને તાન્યા મોલ તરફ જવા માટે ફૂટપાથ પર ચાલી રહેલાં અને રાજે વિરાટને પૂછ્યું વિરાટ તારાં પાપા સાથે વિડિઓ કોલ પર વાત કરતાં કરતાં તાન્યાએ જયારે મને ફોન આપ્યો ત્યારે મેં સ્ક્રીન પર એક છોકરીને આઈ મીન તારી દીદીને જોઈ એ કોણ છે ? એમનું નામ શું છે ? મને એ નંદીની જેવાં લાગ્યાં સોરી પણ મેં તને સીધુજ પૂછી લીધું જે હકીકત છે એ સાચી કેહને મને ભ્રમ છે કે એ વાસ્તવિકતા ? અગાઉ ક્યારેય તારી પાસેથી મેં વાત નથી સાંભળી નથી વીડિયોકોલ પર તારાં પેરેન્ટ્સ જોડે વાત કરી.

વિરાટ ચાલતો ચાલતો થંભી ગયો એ વિચારમાં પડી ગયો અને એણે વિચાર્યું શું કરું ? સાચી વાત કહી દઉં બધી ? પણ પાપાએ ના પડી છે એમની સામે એ કહે એમ કરવાનું છે હમણાં નથી કેહવું.

રાજે પૂછ્યું એક સામાન્ય પ્રશ્નમાં શેના વિચારે ચઢી ગયો? વિરાટે કહ્યું અરે કંઈ નહીં આમ અચાનકજ તે દીદી માટે પૂછ્યું એટલે વિચારમાં પડ્યો એ મારી દીદી છે એવું હશે તો કાલે વીડિયોકોલ પર વાત કરાવીશ પણ એ નંદીની તું જાણે છે એ કેવી રીતે હોય શકે ? પણ કાલે વાત કરીશું અને એ સુરતમાંજ જોબ કરે છે. એ મેરિડ છે અને હવે ડિવોર્સ લેવાનાં છે એમને એ સંબંધ પસંદ નથી.

રાજે કહ્યું ઓહ .. તો એ નંદીની હું વિચારું છું એ નાજ હોઈ શકે કંઈ નહીં ભ્રમ થયેલો એટલે ચોખવટ કરી લીધી આતો આખી સ્ટોરીજ જુદી છે.

અમિત બધાની વાતો સાંભળી રહેલો પણ એ એનાં ફોનમાં ચેટમાંજ વ્યસ્ત હતો. તાન્યાએ એ જોઈને કહ્યું અમિત તું સતત ફોનમાંજ માથું રાખે છે.. તું પણ તારાં પેરેન્ટસ સાથે વાત કરે છે કે બીજા કોઈ સાથે ? એમ કહી હસી પડી.

રાજે કહ્યું તાન્યા એ તારા અને વિરાટની જેમ હમણાજ લપસ્યો છે એની ગર્લફ્રેન્ડ છે. એની સાથે વળગ્યો છે એમ કહી હસી પડ્યો. રાજને આમ બોલતો સાંભળી વિરાટ અને તાન્યા એક બીજાની સામે જોઈ રહ્યાં. રાજે એમને બંનેને જોઈને કહ્યું આમ ચોંકવાની જરૂર નથી હું આમાંથી પસાર થયો છું અનુભવી છું મને એહસાસ થઇ ગયો છે કે તમે બંન્ને એકબીજાને પસંદ કરો છો બોલો સાચું છે ને ?

વિરાટ કઈ બોલ્યો નહીં પણ હાજરજવાબી તાન્યાએ કહ્યું હા રાજ કુછ કુછ હોતા હૈ એમ કહીને હસી પડી પછી બોલી વિરાટતો કઈ બોલતોજ નથી. વિરાટે કહ્યું તાન્યા હું તને પસંદ કરું છું આઈ લાઈક યું.

રાજે કહ્યું ભાઈ શબ્દોમાં સંકોચ કેમ કરે છે ? લાઈક યું કે લવ યું ? વિરાટે કહ્યું રાજ હજી થોડી ક્ષણો પહેલાંજ એહસાસ થયો છે દિલમાં ઘંટડી વાગી છે એટલે લાઈક યું કીધું.

તાન્યાએ વિરાટનો હાથ પકડીને કહ્યું વિરાટ પ્રેમ કરવામાં અને પસંદ આવવામાં માત્ર એક ક્ષણ લાગે છે એમાં કોઈ પ્લાનિંગ નથી હોતું હું કબૂલું છું કે હું આકર્ષાઇ છું અને એજ ક્ષણથી તને ચાહવા લાગી છું - આઈ લવ યુ વિરાટ.

રાજે તાળીઓ પાડીને કહ્યું વાહ ક્યાં બાત હૈ આજે તો જોરદાર પાર્ટી થવી જોઈએ મારો ખાસ મિત્ર મારી બહેનને પસંદ કરે છે આઈ લવ યું બોય.

તાન્યાએ રાજનો હાથ પકડીને કહ્યું રાજ આજે તેં મને બહેન કહીને બધી ગેરસમજ દુર કરી દીધી યું આર મય બ્રધર. આપણા માટે આપણા પેરેન્ટ્સ કંઈક બીજું વિચારતાં હતાં પણ તેં બધો ખુલાસો કરી દીધો સાચું કહું તો મેં તને એ દ્રષ્ટિથી જોયોજ નથી નથી મેં એ નજર રાખી આજે વિરાટનો ઈન્ટ્રો કરાવી મારી જિંદગી બદલી નાખી.

રાજે કહ્યું તાન્યા મારા જીવનમાં માત્ર મારી નંદીની છે એની જગ્યા કોઈ ક્યારે ના લઇ શકે અને મને ખુશી છે કે તને સાચા માણસની ઓળખ થઇ અને એને પસંદ કર્યો રિયલી આઈ એમ વેરી હેપી. વિરાટ રાજને સાંભળીને વિચારમાં પડી ગયો.

ફોનમાં ચેટ કરી રહેલાં અમિતને વિરાટે કહ્યું એય મજનુ તારી વાત તો કર કોણ છે એ લકી ગર્લ? એનું નામ શું છે ? ક્યારે તમારું લંગસ લાગ્યું છે ? તું તો કઈ કહેતોજ નથી અમારું તો બધું હવે ખુલ્લું પડી ગયું છે.

અમિતે કીધું યાર લંગસ લાગી ગયું છે એ પાક્કું કરી રહ્યો છું પાક્કું થઇ તો કહુંને જોબમાં મારી સાથે છે ઇન્ડિયનજ છે. અમારી વડોદરાનીજ છે એનું નામ નિશા છે . જો એનો ફોટો એમ કહીને બધાને ફોટો બતાવ્યો. બધાએ કહ્યું વાહ બ્યુટીફુલ છે. કઈ નહીં પાક્કું કર પછી સાથે પાર્ટી ગોઠવીશું અને એક સાથે બધાં હસી પડ્યાં. રાજ થોડો ગંભીર થઇ ગયો એને થયું બધાની સાથે એમની ફ્રેન્ડ છે એમનો લવ છે હું માત્ર વિરહમાં છું.

તાન્યા અને વિરાટ સમજી ગયા હોય એમ વાત બદલીને કહ્યુ લો વાતો વાતોમાં મોલ આવી ગયો રાજ પણ સમજીને સ્વ્સ્થ એણે મૂડ બદલીને કહ્યું તમારાં બેના સંબંધથી સૌથી વધારે ખુશી મને છે. આપણે બિયર ટીન્સ લઇ લઈએ અને મોં મીઠું કરવા આઈસ્ક્રીમ લેતાં જઈએ.

તાન્યાએ કહ્યું રાજ મારી વાત મારાં પેરેન્ટ્સને હુંજ કહીશ હમણાં કોઈને ખાસ ખબર નથી આપવી તારા પેરેન્ટ્સ ડિસ્ટર્બ થશે હું જાણું છું.

રાજે કહ્યું તું કેહેજે મને વાંધો નથી પણ તું મારાં પેરેન્ટ્સની ચિંતા ના કર તારે તારી પસંદગીની જિંદગી જીવવાની છે અને પસંદગી કરવા સવતંત્ર છે. મને થાય છે આજેજ અહીજ કહી દે જો બધાંજ ખુલાસા એક સાથે થાય જાય એમાં મારો સ્વાર્થજ છે. મારાં પેરેન્ટ્સ તારા અંગે કોઈ પ્રયત્ન કે ગેરસમજ ના કરે હવે મારો મિત્ર વિરાટ ડિસ્ટર્બ થાય એ હું નથી નથી ઈચ્છતો. મને થાય છે વિરાટ એના ઘરે પણ કહી દે જેથી એના પેરેન્ટ્સ પણ નિશ્ચિંન્ત થઈ જાય.

વિરાટે કહ્યું તાન્યા કહી દે પછી હું મારાં પેરેન્ટ્સને પણ જણાવી દઈશ. એ કહી દે પછી જોઈએ શું વાતાવરણ સર્જાય છે.

તાન્યાએ કહ્યું મારાં પેરેન્ટ્સને મારાં ઉપર વિશ્વાશજ છે. હું જે કહું એમાં એમને કોઈ શંકા કે ગેરસમજ નહીં હોય. શરૂઆતમાં તારા પાપાનાં કહેવાથી મારાં પેરેન્ટ્સ મને તારી સાથે સંબંધ કેળવવાનું કહેતા હતાં પણ ક્યારેય દબાણ નહોતું કર્યું અને આજના દિવસમાં જે કઈ થયું એ પ્રમાણે મારી મોમ વિરાટને પસંદ કરે છે એવું મને લાગ્યું છે કોઈ વાંધો નહીં આવે. હા તારાં આઈ મીન રાજનાં પેરેન્ટ્સને થોડું દુઃખ થશે પણ બીજો વિકલ્પ નથી.
રાજે કહ્યું બધી વાત બરાબર છે ચાલો મોલમાંથી બધું લઇ આવીયે. રાજે કહ્યું હું અને અમિત બિયરની ક્રેટ લઈએ છીએ તમે તમને ગમતું શોપીંગ કરતાં આવો પછી અહીં ગેટ પર મળીએ છીએ એમ કહીને આંખ મારી. વિરાટ હસી પડ્યો અને રાજ અમિત લિકર શોપ તરફ ગયાં અને વિરાટ તાન્યા અંદર આઈસ્ક્રીમ અને સ્નેક્સ લેવા ગયાં.

વિરાટ અને તાન્યા હાથમાં હાથ પકડીને અંદર ગયાં. તાન્યાએ વિરાટને કહ્યું બધું ક્યારે બની ગયું નક્કી થઇ ગયું ખબરજ ના પડી પણ આઈ એમ વેરી હેપી ટુ લાઈક યું.....

વિરાટે કહ્યું એય તાન્યા આઈ લવ યું ઈશ્વરે આપણને અચાનક ભેગા કરી દીધાં. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે રાજને પણ જલ્દીથી નંદીનીનો ભેટો થઇ જાય જોઈએ કાલે શું થાય છે ?

તાન્યાએ વિરાટને સીધોજ પ્રશ્ન પૂછી લીધો વિરાટ વાત શું છે ? તારી દીદી નદીની એજ રાજની નંદીની છે ? વિરાટે વિના સંકોચ કહ્યું હા મારી દીદીજ રાજની નંદીની છે પણ દીદીનાં જીવનમાં રાજનાં અહીં US આવ્યાં પછી ઘણું બધું બની ગયું એમણે ખુબ સહન કર્યું છે પછી શાંતિથી બધું કહીશ કાલે પાપા સાથે વાત કરીને પૂછી લઈશ એ બંનેને કેવી રીતે પાછા મેળવવા કેવી રીતે વાત કરાવવી...

ત્યાં વિરાટની નજર પડી કે રાજ તો ....

વધુ આવતા અંકે -પ્રકરણ 73