My Loveable Partner - 20 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 20 - રાહ......

મમ્મી ધારા ના રૂમમાં આવે છે.
ધારા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હોય છે.
મમ્મી આવીને બેડ પર તેની બાજુમાં બેસે છે.
ધારા : સારું.
હું એ ફેરફાર કરીને તમને ફરીથી મેલ સેન્ડ કરું છું.
કહી ધારા ફોન મૂકી દે છે.
ધારા : મમ્મી, મને ખબર છે તું થોડી દુઃખી છે.
મારાથી નારાજ હશે.
પણ....
મને એવું લાગ્યું કે મારે સામેથી જ હવે આ વાત મારા પરિવાર ને કહી દેવી જોઈએ.
તે ધીમે રહીને કહે છે.
ધારા : અત્યારે મારા જીવનમાં કોઈ નથી.
મમ્મી ધારા નો હાથ પોતાના હાથમાં લઈ લે છે.
ધારા : મમ્મી, રિલેક્સ.
તને અને પપ્પાને દુઃખ થાય એવું હું કઈ નહી કરું.
વિશ્વાસ રાખ.
ધારા મમ્મી નો હાથ પકડતા કહે છે.
મમ્મી ની આંખો ભીની થઈ આવે છે.
ધારા : અને ભવિષ્યમાં મારો વિચાર બદલાય પણ શકે છે.
આટલું કહી તે મમ્મી ને ભેટી પડે છે.

* * * *

પાયલ : હાય.
નીરજ : હાય.
અ....
પાયલ : મળીયે??
નીરજ : વિડિયો કોલ??
પાયલ : અ....એ....
નીરજ : મારાથી આજે ઓફિસથી નીકળાય એવું નથી.
પાયલ : તો આપણે કાલે મળી લઈએ??
નીરજ : તમને નથી લાગતું આ વાત કરી લેવી જરૂરી છે.
પાયલ : હા.
પણ....
કોયલ : પાયલ, કોની સાથે વાત કરે છે??
જલ્દી આવ, કામ છે.
પાયલ : આવી આવી.
નીરજ : પાયલ....
પાયલ : મારે અત્યારે જવું પડશે.
આપણે એવું હોય તો....
2 દિવસ રહીને રવિવારે મળીયે.
ત્યાં જ જ્યાં પહેલા મળ્યા હતા.
નીરજ : સાંભળ....
યશ : પાયલ....
હવે યશ તેને બોલાવવા આવે છે.
પાયલ : બાય.
તે કઈ સાંભળ્યા વિના ફોન મૂકી દે છે અને બધા પાસે આવી જાય છે.

કોયલ : નવા ડિઝાઈન્સ તૈયાર છે.
તે બધાને પોતાની નવી 6 ડિઝાઈન્સ બતાવે છે.
પરંપરા : આઈ મસ્ટ સેય,
યુ હેવ વેરી ગુડ સેન્સ ઓફ કલર કોમ્બિનેશન.
કોયલ : તને ડિઝાઈન્સ ગમ્યા??
પરંપરા : હાસ્તો વળી.
ધારા : બહુ સરસ છે કોયલડી તું તો.
તે કોયલ ના ગાલ ખેંચતા કહે છે.
કોયલ : હું??
ધારા : તું બહુ સરસ છે એટલે જ તો તું આટલી સરસ ડિઝાઈન બનાવી શકે છે.
યશ : યસ.
સ્મિત : એકાદ શેરવાની તે યશ માટે બનાવી કે નહી??
સાંભળી કોયલ યશ સામે જુએ છે.
યશ મુસ્કાય છે.
પાયલ : હું આ ડિઝાઈન્સ પહેરીને ટ્રાય કરી શકું પ્લીઝ??
પરંપરા : એ આપણે કરવાની જ છે.
એટલે આપણે ડિઝાઈન્સ ને મેચિંગ જ્વેલરી અને મેકઅપ તેની સાથે સેટ કરી શકીએ.
પાયલ : એના માટે તો....
ધારા : હું આજે જ મોડેલ્સ ને ફોન કરી તેમને કાલે બોલાવી લઉં છું.
થીમ ફોટોશૂટ છે એટલે....
સ્મિત : એનું કેટેલોગ પણ બનાવવું પડશે.
કોયલ : મને આ બધુ બહુ એક્સાઈટીંગ લાગી રહ્યુ છે.
પરંપરા : મને પણ.
સ્મિત : પણ આપણી પાસે સમય ઓછો છે.
લગ્ન ને માત્ર 25 દિવસ બાકી છે.
ધારા : ડોન્ટ વરી.
બધુ મસ્ત રીતે થઈ જશે.
પરંપરા : હા.
એકદમ મસ્ત.
સ્મિત નો ફોન આવે છે.
સ્મિત : જે ક્લાઈન્ટ ની વાત કરી તેમનો જ ફોન છે.
તે ઉપાડે છે.
ધારા : શું કહે છે??
સ્મિત : તમે મળવા માંગો છો સર??
ઓકે....તમે 1 કલાકમાં આવી શકો છો.
શ્યોર સર.
તે ફોન મૂકે છે.
પરંપરા : તેઓ આવે છે??
સ્મિત : હા.
પરંપરા, તારી ટીમ એ લોકેશન્સ જોઈ લીધા છે ને??
પરંપરા : હા.
મારી ટીમ અને કોયલ ની થીમ વિશે પહેલા જ વાત થઈ ગઈ હતી અને એ પ્રમાણે લોકેશન્સ પણ પસંદ થઈ ગયા છે.
સ્મિત : વેરી ગુડ.
ક્લાઈન્ટ સાથે વાત થાય તો એવું બને કે તેઓ ડિઝાઈન્સ જોવા માંગે.
બી રેડી કોયલ એન્ડ ટીમ.
કોયલ : યસ.
સ્મિત : અને લોકેશન્સ ની ડિટેઇલ્સ મને મોકલી આપ.
પરંપરા : હા.
સ્મિત : લેટસ ગેટ બેક ટુ વર્ક એવરીબડી.
ફાસ્ટ.

* * * *

રાતે

પાયલ : નીરજ શું જવાબ હશે??
હા??
કે પછી ના??
જો એ ના કહે તો હું ધારા સિવાય કોઈને નહી જણાવીશ.
કોઈને ખબર નહી પાડવા દઈશ.
અને જો હા કહે તો સાચે સાચું.... બધાને નહી તો પરંપરા, યશ અને કોયલ ને તો કહી જ દઈશ.
તેના જવાબનો મને આટલો ડર કેમ લાગી રહ્યો છે??

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED