My Loveable Partner - 19 books and stories free download online pdf in Gujarati

મને ગમતો સાથી - 19 - ખુલાસાનો ડર

મમ્મી : આવું છું બહાર પણ....
ધારા : પહેલા ચાલ....
ધારા મમ્મી નો હાથ પકડીને તેમને રસોડામાંથી બહાર લાવે છે.
ધારા : બેસ.
તે મમ્મી ને પપ્પાની બાજુમાં બેસાડે છે.
ધારા લિવિંગ રૂમમાં બધાને તે જોઈ શકે અને બધાને તે બરાબર દેખાય શકે એવી જગ્યા પર જઈ ઉભી રહે છે.
યશ : શો શરૂ થઈ રહ્યો છે.
તાળી પાડો બધા.
તે પોતે તાળી પાડતા કહે છે.
બધા હસતાં હસતાં તાળી પાડે છે.
પરંપરા : ધરું, જમ્યા પછી વાત કરીએ ને....
તે વાતને ટાળવાનો હજી એક પ્રયાસ કરે છે.
પપ્પા : કરી લેવા દે ને.
યશ : હા, અમે કયારના તૈયાર બેઠા છે.
સ્મિત : પહેલા કે પછી બધુ સરખું જ છે ને.
ધારા : એક્ઝેટલી.
પરંપરા ભીની આંખે સ્મિત સામે જુએ છે.
સ્મિત : શું થયું??
તે એકદમ ધીમેથી પૂછે છે.
પરંપરા : કઈ નહી.
તે પોતાના આંસુ લૂછી લે છે.
ધારા : હું જે વાત તમને બધાને જણાવવા જઈ રહી છું એ આમ તો મારે ક્યારની જણાવવી દેવી જોઈતી હતી પણ એ કહેવાની પૂરી હિંમત હું આજે ભેગી કરી શકી છું.
મમ્મી : એવી શું વાત છે ધરું??
પપ્પા : એને પૂરી વાત કહી દેવા દો.
ધારા : મમ્મી, હું....હું....
ધારાની નજર નીચી થઈ જાય છે અને તેની આંખોમાંથી પણ આંસુ ટપકવા લાગે છે.
કોયલ ઉભી થઈ ધારા પાસે આવે છે.
કોયલ : શું વાત છે??
યશ : બોલી નાખ.
ધારા ફરી નજર ઉંચી કરે છે.
ધારા : આઈ એમ સોરી.
પણ હું સમલૈંગિક છું.
સ્મિત : વોટ??
ધારા : હા.
પાયલ : ફરી કહે....
શું બોલી??
ધારા : હું સમલૈંગિક છું.
તે પોતાના આંસુ લૂછે છે.
પરંપરા દોડીને ધારા ને ભેટી પડે છે.
ધારા તરત પોતાની જાતને સંભાળી લે છે અને મમ્મી પપ્પા પાસે આવે છે.
મમ્મી ની આંખો પણ ભીની થઈ ગઈ હોય છે.
ધારા તેમની આગળ ઘૂંટણિયે બેસી જાય છે.
ધારા : મને માફ કરી દો.
આટલા વખતથી મે આ વાત છુપાવી રાખી.
મને ડર હતો કે ક્યાંક....
પપ્પા ધીરેથી તેમની ધારાના માથે હૂંફ નો હાથ ફેરવે છે.
ધારા માંડ માંડ મુસ્કાય છે.
તેની મમ્મી ના આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા હોતા.
એટલે તે ઉભા થઈને તેમના રૂમમાં દોડી જાય છે.
પરંપરા : મમ્મી....
તે મમ્મી ની પાછળ જાય છે.
પપ્પા : મારી બાજુમાં બેસ.
ધારા નીચે થી ઉભી થઈ સોફા પર પપ્પાની બાજુમાં બેસે છે.
તેનાથી હવે પૂરું રડાય જાય છે.
પપ્પા તેના ખભા પર હાથ મૂકે છે.
પપ્પા : બસ....બસ....
તું જેવી છે એવી અમારી દિકરી છે.
તારે કોઈ ના માટે કે કોઈ ના લીધે પોતાની જાતને બદલવાની જરૂર નથી.
તું ધારા નિરેન જરીવાળા છે.
ધારા પપ્પા સામે જુએ છે.
પપ્પા : તું જેવી છે એવી સરસ જ છે.
આમાં તારે રડવાની કે શરમાવાની કોઈ જરૂર નથી.
બધુ બરાબર જ છે દીકરા.
અને મારાથી ડરવાની પણ હવે જરૂર નથી.
પપ્પા ધારા ને હસાવવા હલકું હસે છે.
સાંભળી ધારા પપ્પાને વળગી પડે છે.
પપ્પા : તું બહુ હિંમત વાળી છે અને મક્કમ મનની છે.
અમને તારી ઉપર પૂરો ભરોસો છે.
પપ્પા ફરી તેના માથે હાથ ફેરવતા કહે છે.
પપ્પા : અને અમે બધા હમેશાં તારી સાથે છીએ.
પાયલ : હા, ધારા.
પપ્પા : આમાં કદાચ, અમારી જ કોઈ ચૂક રહી ગઈ હશે જે તને આ વાત કહેતા ડર લાગ્યો.
અમને કોઈ વાંધો નથી.
તારે તારી જીંદગી જેમ જીવવી હોય એમ ખુશીથી જીવ.
કઈ થાય તો આપણે સૌ એકબીજાની સાથે છીએ.
સ્મિત : હમેશાં માટે ધારા.
કોયલ : ફોરએવર.
પાયલ : યસ.
યશ : હવે તો હસી લે યાર.
ધારા હસે છે.
પપ્પા : હમેશાં હસતી રહે.
ધારા : થેન્કયુ સો મચ પપ્પા.
મારી અંદરના ડર ને હિંમતમાં બદલવા માટે.
હવે મને કોઈ ડર નથી.
સ્મિત : ધેટસ લાઈક અવર ધારા.
યશ : બિન્દાસ.
ધારા : પણ મમ્મી....
પપ્પા : એ પણ સમજી જશે.
ધારા : મમ્મી ને....
પપ્પા : બધુ બરાબર છે.
તે મુસ્કાય છે.

* * * *

પરંપરા : મમ્મી, એવુ કઈ જ નથી.
આમાં કઈ એનું જીવન વેડફાઈ નથી રહ્યુ.
આ કુદરતી છે, નોર્મલ છે.
મમ્મી : પણ લોકો બેટા....
પરંપરા : મમ્મી આવા બીજા પણ ઘણા લોકો છે.
તેમનો એક આખો અલગ સમુદાય છે.
જેને હવે લોકો સ્વીકારી પણ રહ્યા છે.
તને જે વાત નો ડર લાગે છે એવુ હવે કઈ નહી થાય.
બહાર લોકો જેવુ વર્તન આપણી સાથે કરે છે હવે એવુ જ વર્તન આ જાણ્યા પછી પણ લોકો એની સાથે કરશે.
તું ફિકર નહી કર.
અને આપણી ધરું તો કેટલી હિંમત વાળી છે તું જાણે છે.
મમ્મી : પરંપરા, એણે હજી....
પરંપરા : આપણે બધા પણ છીએ ને એની સાથે મમ્મી.
મમ્મી : તું ક્યારથી આ વાત જાણતી હતી??
પરંપરા : 8 વર્ષથી.
મમ્મી : તમે લોકો એ પહેલા કેમ ના કહ્યુ અમને??
પરંપરા : મને જ ડર લાગી રહ્યો હતો મમ્મી.
મે જ ધારા ને રોકી રાખી હતી.
એ તો તમને ક્યારની....
મમ્મી : તારે ઉલટાની એને હિંમત આપવાની હોય અને તે....
પરંપરા : મને ડર હતો કે પપ્પા કદાચ....
મમ્મી : એ તમારા પપ્પા છે.
કોઈ દુશ્મન નહી.
પરંપરા : સોરી મમ્મી.

ત્યાં રૂમનો દરવાજો ઠોકાય છે.
ધારા : પરંપરા, મમ્મી....
પરંપરા : અમે બહાર જ આવીએ છીએ ધરું.
ધારા : સારું.

* * * *

કોયલ : સો....
ધારા : સો....??
કોયલ : કેવું લાગી રહ્યુ છે અત્યારે??
ધારા : બોજો હલકો થઈ ગયો યાર.
બહુ હલકું લાગી રહ્યુ છે.
યશ : પ્રાઉડ ઓફ યુ.
તે ધારા સામે જોતા કહે છે.
જવાબમાં સામે જોઈ ધારા મુસ્કાય છે.
પાયલ : આઈ એમ સોરી.
ધારા : કેમ??
પાયલ : બસ, આઈ એમ સોરી.
યશ : થયું શું??
પાયલ : કઈ નથી થયુ.
કોયલ : અચ્છા, અમારી જીજી સાથે તો મળાવો....
ધારા : જીજી??
કોયલ : હવે જીજુ તો કહેવાશે નહી એમને.
યશ : હા.
ધારા : બહુ ખુશ ના થાવ.
હજી સુધી કોઈ મળ્યું નથી.
પાયલ : કોઈ જ નહી??
ધારા : નહી.
કોયલ : ખરેખર કે પછી....
યશ : ઉનકો નામ સે કૈસૈ બુલાઉં??
ધારા : કઈ પણ યશ??
તેને હસવું આવી જાય છે.
કોયલ : અત્યાર સુધીમાં એવુ બન્યું તો જરૂર હશે કે કોઈ આમ જોતા જ એકદમ ગમી ગયુ હોય.
ધારા : બન્યું છે.
યશ : કેટલી વાર??
ધારા યશ ને લુક આપે છે.
યશ : અમને તો કહેવાય યાર.
ધારા : 3 વખત.
બસ.
યશ : 3 Idiots!!
તે મજાક કરે છે.
પાયલ : યશ....!!
ધારા : કોઈ મળ્યું નથી.
અને મે શોધવાના પ્રયત્નો પણ નથી કર્યા.
કોયલ : અમે મદદ કરીએ??
તે આંખ મિચકારતાં પૂછે છે.
પાયલ : કેવી છોકરી ગમશે તમને??
ધારા : લિસ્ટ નથી બનાવ્યું મે.
યશ : તો આપણે બનાવી દઈએ.
ધારા હસી પડે છે.
ધારા : મને નહોતું લાગતુ કે તમારા બધાના રિએક્શન્સ આટલા સરળ હશે.
પપ્પાનું આવુ રિએક્શન તો મે વિચાર્યું જ નહોતું.
યશ : હું તો ગભરાઈ જ ગયો હતો કે હવે માસા શું કહેશે??
પાયલ : હું પણ.
ધારા : મમ્મી....
પાયલ : સવાર સુધીમાં ઠીક થઈ જશે.
ડોન્ટ વરી.
કોયલ : ઓહ, 1 વાગી ગયો.
સૂવા જઈએ??
ધારા : કેટલા દિવસે હું આજે જલ્દી સૂઈશ.
કોયલ : 1 વાગ્યે??
ધારા : હા.
બંને હસે છે.

* * * *

પરંપરા : તને પણ ઉંઘ નથી આવી રહી??
સ્મિત : આઈ એમ શોક્ડ!!
તને ક્યારથી ખબર હતી??
પરંપરા : 8 વર્ષથી.
સ્મિત : 8 વર્ષથી??
તેને આંચકો લાગે છે.
પરંપરા : એના કરતા વધારે મને ડર લાગી રહ્યો હતો.
સ્મિત : એટલે તું રડી રહી હતી??
પરંપરા : હંમ.
સ્મિત : હું સમજી શકું છું કે આ બધી વાતો બહુ સંવેદનશીલ હોય છે પણ....
પરંપરા : એનો બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં એણે તને પણ કેમ નહી કહ્યુ??
હું જ એને કોઈને પણ કહેતા રોક્યા કરતી હતી.
સ્મિત : સિરિયલી??
પરંપરા : મને એક અજીબ જાતનો ડર લાગ્યા કરતો હતો એના માટે.
જેનાથી હું જેટલી પણ મુક્ત થવાની કોશિશ કરું થઈ નહોતી શકતી.
આ વાતને લઈને મારી અને ધરું વચ્ચે કેટલી આર્ગ્યુમેન્ટસ થયા કરતી હતી.
હવે એ બધુ પૂરું.
સ્મિત : ડર તો તને આ વાત કરતા પણ લાગી રહ્યો છે.
તારા ચહેરા પર દેખાય રહ્યુ છે.
પરંપરા હલકું મુસ્કાય છે.
સ્મિત : કેવું છે ને ,
જીવનમાં ડર ક્યારેક આપણને રોકે છે અને એજ હિંમત પણ આપે છે.
તે પણ મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED