એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૩ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૩


દેવે મોબાઇલ ટીવી સાથે કનેક્ટ કર્યો અને એને જાતે સોન્ગ ગાઈને રેકોર્ડ કરેલું સોન્ગ સ્ટાર્ટ કર્યું.

"હંમેશા હું એણે હેરાન કરું છું અને એ મારાથી ગુસ્સે થઈ જાય છે,મને ખબર છે એ ખોટું ખોટું નારાજ થાય છે પણ ત્યારે મને જે ફિલ થાય છે એ હું કહેવા માગું છું"

તું જો રૂઠી તો કોન હસેંગા,તું જો છૂટી તો કૌન રહેગા🎶
તું ચૂપ હૈ તો યે ડર લગતા હૈ,અપના મુજકો અબ કૌન કહેગા,🎵
તું હી વજહાં,તેરે બીના,બેવજહાં બેકાર હૂ મેં,🎶
તેરા યાર હૂ મેં👫...........
તેરા યાર હૂ મેં👫...........

"નાનપણથી અત્યાર સુધી મેં જેટલી પણ મસ્તી કરી છે અને એની સજા તો ના કહી શકાય પણ મારા લીધે એણે પણ સાથે સાંભળવા મળ્યું છે તો એના પર હવે આગળની લાઇન્સ....."

આજા લડે ફિર કિસી બાત પે,તું હારે મેં જીત જાઉં😂
આજ કરે ફિર વહી શરારતે,મેં ભાગુ તું માર ખાએ😆
મીઠા સા વો ગુસ્સા તેરા,સેહને કો તૈયાર હૂ મેં🙏🏻
તેરા યાર હૂ મેં👫............
તેરા યાર હૂ મેં👫............

"નિત્યાને એવું લાગે છે કે મારી લાઈફમાં કોઈ ન્યુ પર્સન આવી જાય અને એણે નિત્યા સાથે ના ફાવે તો નિત્યા ખુશી ખુશી મને ખુશ જોવા માટે દૂર જતી રહેશે.તો આજ હું એને કહેવા માગું છું કે જો મનુષ્ય રૂપ સાત જનમ સુધી આવે તો એ સાતે જનમ સુધી હું ભગવાન પાસે એક ફ્રેન્ડના રૂપમાં તને માંગુ છું,તો આગળની લાઇન્સ એના માટે...."

જાતે નહીં કહી રિશ્તે પુરાને,કિસી નયે સે આ જાને સે🎶
જાતા હૂ મેં તો મુજે તું ના જાને દે,કયું પરેશાન હૈ મેરે રુકને સે😊
તુટા હૂ મેં,જોડા તુને,સાથ રહે તુ યે કહે😍
હક નહી તુ યે કહે કી,યાર અબ હમ ના રહે😔
એક તેરી યારી કા હી,સાતો જનમ હકદાર હૂ મેં❤️
તેરા યાર હૂ મેં👫...............
તેરા યાર હૂ મેં👫...............

"એન્ડ હવે લાસ્ટ સરપ્રાઇઝ"દેવે એક વિડિઓ શરૂ કર્યો જેમાં નિત્યાના નાનપણથી લઈને અત્યાર સુધીના ફોટોસ હતા અને બેગ્રાઉન્ડ સોન્ગ હતું એ નિત્યાનું ફેવરીટ હતું જેનું નામ છે,"યાદે".
એ દરેક ફોટા સાથેની નિત્યાની યાદ તાજી થઈ ગઈ.એ ફોટોસમાં નિત્યા,દેવ અને સ્મિતાના નાનપણના ફોટોસ પણ હતા.નિત્યાના બધા ફ્રેડ્સ અને એની નજીક જેટલા છે એ બધાના ફોટોસ એમાં હતા.નિત્યા દેવની આ સરપ્રાઈઝથી બહુ વધારે જ ખુશ થઈ ગઈ હતી.રાતના સાડા બાર થઈ ગયા હતા.માનુજ-દિપાલી,સલોની-નકુલ ઘર જવા માટે નીકળી ગયા હતા.આરવ પણ નીકળવા જતો હતો એટલામાં એને નિત્યાના પગ તરફ જોયું.નિત્યાના જે પગમાં વધારે વાગ્યું હતું એ પગમાં સોજો આવી ગયો હતો.

"નિત્યા,તેરા પૈર કિતના સુજ ગયા હૈ દેખો"આરવ બોલ્યો એટલે બધાનું ધ્યાન નિત્યાના પગ પર ગયું.

"હા,વો કાફી દેર તક નીચે રખા ના ઇસ લીએ,શાયદ"

"ચાલ ઘરે જઈને માલિશ કરી આપું એટલે ઓછો થઈ જશે"કામિનીબેન બોલ્યા.

નિત્યા ઉભી થવા જતી હતી પણ એને પગમાં દુખાવો વધી ગયો હતો.આ બધી ધમાલમાં કોઈએ એની તકલીફ પર ધ્યાન જ ના આપ્યું.નિત્યાએ પોતે પણ આ વાતની કાળજી ના લીધી.

"નિત્યા આજ તું અહીંયા જ રોકાઈ જા,હું પણ અહીંયા જ રોકાવાની છું"સ્મિતા દી એ નિત્યાને રોકતા કહ્યું.

"હા જીતુભાઇ,તમને વાંધો ના હોય તો આજ નિત્યાને અમે અહીં જ રાખી લઈએ"જશોદાબેન જીતુભાઇ પાસે પરમિશન માંગતા હોય એમ બોલ્યા.

"મને કોઈ વાંધો નથી"જીતુભાઇએ કહ્યું.

"હા,એની મેડિસિન પણ અહીંયા જ છે તો હું આપી દઈશ એટલે એના પગનો સોજો ઉતરી જશે"દેવ બોલ્યો.

"સારું તો અમે નીકળીએ,કાલ નિત્યાના પપ્પા આવીને એને લઇ જશે"

"આન્ટી તમે ચિંતા ના કરશો,કોલેજ ગયા પહેલા હું એને મૂકી જઈશ"

"સારું,ધ્યાન રાખજે"કહીને કામિનીબેન,જીતુભાઇ અને આરવ ત્યાંથી નીકળી ગયા.

કાવ્યા સુઈ ગઈ હતી તેથી પંકજકુમાર કાવ્યાને લઈને સ્મિતાના રૂમમાં ગયા.સ્મિતા પણ કપડાં બદલવા માટે એના રૂમમાં ગઈ.હવે હોલમાં દેવ,નિત્યા અને જશોદાબેન હતા.દેવ એના ફોનમાં કંઈક જોઈ રહ્યો હતો.નિત્યા સોફા પર માથું ટેકવીને બેસી હતી.

નિત્યાને આમ થાકેલી જોઈને જશોદાબેને કહ્યું,"નિત્યા તું મારા રૂમમાં જઈને સુઈ જા,હું આ બધું સમેટીને તને પગમાં બરફથી માલિશ કરી આપું"

"તમે પતાવી દો,પછી આપડે બંને સાથે જઈએ"

"આજ હું પણ તમારા બંને સાથે સુઇશ"સ્મિતા એના રૂમમાંથી આવતા બોલી.

"કેમ,જીજુંએ રૂમમાંથી કાઢી મૂકી"દેવ મજાક કરતા બોલ્યો.

"તારા જીજુંને હું કાઢી મુકું એવી છું,એ શું મને કાઢતા"

"સ્મિતા તું અને નિત્યા જાઓ,હું હમણાં જ આવું છું"કામિનીબેન નિત્યાની હાલત સમજી શકતા હતા તેથી એ વારે વારે આમ કહેતા હતા.

"ઓકે"કહીને નિત્યા અને સ્મિતા જશોદાબેનના રૂમમાં ગયા.સ્મિતાએ નિત્યાને કપડાં ચેન્જ કરવામાં હેલ્પ કરી અને પછી બંને બેસીને વાતો કરવા લાગ્યા.ઘણા સમય પછી બંને આજ રાતે એકબીજા સાથે રોકાયા હતા.લગ્ન પહેલા પણ ઘણી વાર સ્મિતા અને નિત્યા રાતે સુવા માટે એકબીજાના ઘરે જતા.સુવાનું તો બહાનું હતું,એ બંને આખી રાત વાતો કરતા.મજાક-મસ્તી કરતા,મૂવી જોતા.

બંને બેસીને વાતો કરી રહ્યા હતા એટલામાં દેવ રૂમમાં આવ્યો અને નિત્યાને મેડિસિન અને આઈસ ક્યુબ આપતા બોલ્યો,"આજ તો તમે બંને સુવાના નથી અને એમાં પણ મમ્મી સાથે હશે એટલે વાતો ખૂટશે નઈ એ હું જાણું છું પણ નિત્યાને આરામની જરૂર છે તો એ વાતનું ધ્યાન રાખજો"

"દેવ નિત્યાની ચિંતા તને જ નહીં,અમને પણ છે"સ્મિતા દી ટોન્ટ મારતા બોલ્યા.

દેવ કશું જ બોલ્યો નહીં એમ જ ઉભો રહ્યો.નિત્યાએ દેવની સામે જોયુ અને પછી આઇસ કયું લઈને સોજા પર ઘસવા લાગી.સ્મિતાએ નિત્યાને કહ્યું કે એ કરી આપે પણ નિત્યાએ ના પાડી.દેવ હજી પણ ત્યાં જ ઉભો હતો.સ્મિતાને લાગ્યું કે આ બંનેને કંઇક વાત કરવી છે પણ એની હાજરીમાં બોલી નથી શકતા તો એને વિચાર્યું કે કોઈ બહાને એને બહાર જવું જોઈએ.

"હું આવું પાંચ મિનિટમાં"કહીને સ્મિતા બહાર જતી રહી.

"કેન આઈ?"દેવ નિત્યા સાથે બેસ્યો અને બરફની માલિશ કરી આપવા પૂછ્યું.

"નો,આઇ કેન"

"ઓકે,આઇ કેન લિવ એન્ડ સ્લીપ?"

"યસ"

દેવ ઉભો થઈને જઈ રહ્યો હતો એટલામાં નિત્યાએ એનો હાથ પકડીને રોક્યો અને કહ્યું,"થેંક્યું સો મચ"

"ફોર વોટ?"

"ફોર એવરીથિંગ"

"એનિથિંગ ફોર યૂ બેસ્ટી"

"બીજી એક વાત પૂછવી છે,પૂછી શકું?"નિત્યાએ સિરિયસ થઈને પૂછ્યું.

"હા"

"ઓલ ઓકે,બીટવીન સલોની એન્ડ યૂ?"

"નિત્યા,હું બહુ થાકી ગયો છું.કાલ શનિવાર છે કોલેજ પણ સવારે વહેલા જવાનું છે તો હું સુવા જઈ શકું?"દેવે વાતને ઇગ્નોર કરતા કહ્યું.

"ઓકે"

"કાલ વાત કરીએ,ગુડ નાઈટ એન્ડ આરામ કરજે,બાય"કહીને દેવ એના રૂમમાં જતો રહ્યો.

દેવના ગયા પછી સ્મિતા દી આવ્યા અને નિત્યાનો ઉદાસ ચહેરો જોતા બોલ્યા,"શું થયું?"

"કંઈ જ નહીં"

"ચલ હવે,મારી સામે જૂઠું ના બોલ"

"સાચું કહું છું દી,કાંઈ જ નથી થયું"

"નિત્યા એક વાત કહું?"

"હા બોલોને દી"

"આઈ થિંક,દેવ લાઇક્સ યૂ એન્ડ ઇ ફિલ ઇટ યૂ ઓલસો લાઈક દેવ"

"વોટ?"નિત્યાને આ સાંભળી થોડું અજીબ લાગ્યું.

"વોટ.....વોટ...દેખાઈ આવે છે તમારા બંને વચ્ચેની ફિલિંગસ.અને એ મેં એકલી એ નોટિસ નથી કર્યું,તારા જીજુંનું પણ આવું જ કહેવું છે"સ્મિતા દી નિત્યાને સમજાવતા બોલ્યા.

"એવું કંઈ જ નથી દી,અમે બંને જસ્ટ ફ્રેન્ડ જ છીએ....સોરી જસ્ટ ફ્રેન્ડ નહીં,બેસ્ટ બેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ છીએ"નિત્યા એના વાક્યને કરેક્શન આપતા બોલી.

"બચ્ચું,ફ્રેન્ડ,પછી બેસ્ટ ફ્રેન્ડ,પછી બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર,પછી લાઈકિંગ,પછી લવ,પછી મેરેજ,પછી.........સ્મિતા આગળ બોલે એ પહેલાં નિત્યાએ સ્મિતાને ચૂપ થવાનું કહ્યું અને બોલી,"દી આ તમારો ખયાલી પુલાવ છે બીજું કંઇ જ નથી"

એટલામાં રૂમમાં જશોદાબેન આવી ગયા અને એમની વાત અધૂરી રહી ગઈ.

"શું વાતો કરો છો તમે બંને જરા મને તો કહો"જશોદાબેને પૂછ્યું.

"નિત્યા,કહી દઉં મમ્મીને"સ્મિતા નિત્યાને ધમકી આપતી હોય એમ બોલી.

"દી પ્લીઝ"નિત્યા સ્મિતાનો હાથ દબાવ્યો અને આ ટોપિક પર વાત ના કરવા ઈશારો કર્યો.

"ઓકે ઓકે,નથી કહેતી મમ્મીને આપડું સિક્રેટ,પણ મેં કહ્યું એના પણ વિચાર કરજો"

"કંઈ બાબત પર વિચારવાનું છે નિત્યાને?"જશોદાબેનને વાત જાણવાની આતુરતા હતી.

"આન્ટી કંઈ નહીં,તમે નાનપણમાં સ્ટોરી સંભળાવી સુવડાવતા એવી સ્ટોરી સંભળાવોને આજ"

ત્યારબાદ જશોદાબેને સ્ટોરી કહેવાની શરૂ કરી.સ્ટોરી ખતમ થતા થતા સ્મિતા અને નિત્યા બંને સુઈ ગયા.પછી એ બંનેને બ્લેન્કેટ ઓઢાડી પોતે પણ સુઈ ગયા.

શું સ્મિતાએ કહ્યું એવું જ કંઈક હશે નિત્યા અને દેવ વચ્ચે?