ચેલેન્જ - 6 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેલેન્જ - 6

દ્રશ્ય ૬ -
" હર્ષ અને એકલવ્ય એક બીજા ને જાણતા હતા કે નઈ એ હજુ સાબિત થયું નથી પણ એકલવ્ય પર નજર રાખવા ની છે."
" મહિપાલ સર હાર્દિક અને હિના આ કામ સંભાળી લેશે."
" અજય અને પ્રિયા બેન તમે બંને જઈ ને હર્ષ ના કેસ પર ખનગી તપાસ કરો. એ પાછલા દિવસો માં કોને મળ્યો શું થયું બધી માહિતી મેળવો. અને જાવેદ અને મનીષ....."
" સર અમારી પાસે જે એન્ડ જે એન્જિનિયરિં કૉલેજ ની CCTV રેકોર્ડિંગ છે. અમે રસ્તામાં માં આવતા હતા ત્યાથી તેને જોતા હતા. જે વ્યક્તિ એકલવ્ય નો ફોન ચોરી કરી અને પાછો મૂકી ગયો તે વ્યક્તિ નો ચેહરો દેખાતો નથી પણ તેને જે કાર નો ઉપયોગ કર્યો હતો તે કૉલેજ ના બહાર ના કેમેરા માં દેખાઈ ગઈ છે."
" જાવેદ શું તેનો નંબર દેખાય છે...."
" હા અજય સર એનો નંબર દેખાય છે અને તેની ડીટેલ મંગાવી છે તમને જોઈ ને આશ્ચર્ય થશે."
" કેમ કોની કાર છે?"
" પ્રિયા બેન કાર ફિનન કંપનીના ના નામે રજીસ્ટર છે."
" સર હવે તો એકલવ્ય સાથે પૂછપરછ કરી શકાય..."
" હા મનીષ આપડે પૂછપરછ કરી શકીએ.."
" જાવેદ એકલવ્ય ને પૂછપરછ માટે લઈ ને આવ."
" જરૂર...."
****
" એકલવ્ય મે કહ્યું હતું કે જ્યારે અમને જરૂર લાગશે ત્યારે તારી પૂછપરછ કરવા ફરીથી આવી શું....લે અમને તો બઉ જલ્દી તારી યાદ આવી ગઈ."
" જાવેદ આવ્યા છીએ તો એકલવ્ય ને સાથે લઈ ને જઈ એ..."
" કેમ સર મે શું કર્યું છે હું કેમ પોલીસ સ્ટેશન આવું. અરે ક્યાં લઇ ને જાવ છો...તમે મને ઓળખતા નથી."
" ના ભાઈ અમે તને ઓળખતા નથી ચલ ચલ હવે...."
" અજય સર એકલવ્ય ને લઈ ને મહિપાલ સર ની ઓફીસ માં આવી એ છીએ...તમે ત્યાં આવો મહિપાલ સર એની સાથે પૂછપરછ કરવાના છે"
" સર મને અહીંયા કેમ લઈ ને આવ્યા છો....મે પ્રકાશ ની હત્યા નથી કરી. મારો વિશ્વાસ કરો."
" વિશ્વાસ તો મારે તરો કરવો છે પણ મારા મનમાં તને લઈ ને ઘણી સંકા થાય છે. અને બધા પુરાવા મારી સંકાં ને વધારે છે."
" સર મારો વિશ્વાસ કરો પ્રકાશ સાથે મારા ખાસ સબંધ હતા નઈ અને હું એની હત્યા શું કરવા કરું અને એની સાથે મે ક્યારે વાત પણ કરી નથી પછી મારા વિરુદ્ધ પૂરવા કેવી રીતે મળે."
" પ્રકાશ ને નથી ઓળખાતો તો પછી હર્ષ ને ઓળખે છે. S.D.L કૉલેજ નો વિદ્યાર્થી હતો. મે જાણ્યુ છે કે તારી મિત્રતા બીજી કૉલેજ ના વિદ્યાર્થીઓ સાથે પણ છે."
" મારા મિત્રો તો ઘણા છે પણ હુ કોય હર્ષ ને જાણતો નથી."
" તારા પિતાની કંપની નું નામ ફીનન છે. એમને જે ફેક્ટરીઓ ખરીદી છે તે બંને ફેકટરીઓ પ્રકાશ ની હત્યા સાથે સંકળાયેલી છે."
" મારા પિતાની કંપની વિશે મને ખબર નથી મને બિઝનેસ માં કોય રસ નથી. મારા પિતા શું કરે છે એમની કંપની ક્યાં ઇન્વેસ્ટ કરે છે તે વિશે મારા પિતા જાણે અને કંપની વિશે મારો ભાઈ શુષિલ જાણે મને કઈ ખબર નથી."
" તારી કાર વિશે શું કેહવુ છે. બ્લેક ઓડી 9988 નંબર એ તારી છે. એ કાર ના ડ્રાઇવર ને કહ્યું છે કે તે કાર નો ઉપયોગ સવું થી વધારે એકલવ્ય સર કરે છે."
"હા એ મારી કાર છે."
" તરો ફોન ચોરી કરના વ્યક્તિ જ્યારે ફોન પાછો મૂકવા આવ્યો ત્યારે તે તારીજ કાર લઇ ને આવ્યો હતો કે પછી તું જ તારા ફોનને મૂકવા માટે આવ્યો હતો."
" સર આવું કેવી રીતે શક્ય બને હું મારો ફોન કેમ ચોરી કરું. હું માનુ છુ કે મારી કાર છે પણ છેલ્લા એક અઠવાડિયાથી હું મારી નવી કાર નો ઉપયોગ કરું છું. અને એ તો વિચારો કોણ એવું મૂર્ખ હોય જે પોતાનો ફોન ચોરી કરી પોતાની કાર માં ફરી થી ફોન પાછો મૂકવા આવે."
" તો એ જૂની કાર નો ઉપયોગ તું કરતો નથી છેલ્લા અઠવાડિયા થી તે એ કાર ને હાથ લગાવ્યો નથી. ક્યાંય લઈ ને ગયો નથી.. અને તું મૂર્ખ નથી..પણ હું તારી વાત પર વિશ્વાસ કેવી રીતે કરું."
" વિશ્વાસ કરો સર...મે એ કાર ને હાથ લગાવ્યો નથી....મારી નવી કાર મારા બર્થડે પર મારા પિતા ને ગિફ્ટ આપી છે. જે દિવસ થી મે નવી કર લીધી છે ત્યારનો હું એ કાર ચલાવતો નથી એ હવે ઘર માં ઉપયોગ માં લેવાય છે. કોય પણ કામ માટે તે કાર નો ઉપયોગ થાય છે."
" એટલે ઘરના બધા આ કાર વાપરે છે."
" ઘરના સાથે સર્વન્ટ પણ ઘર માટે ના કામ માં કે ઓફીસ ના કામ માં એ કાર નો ઉપયોગ કરે છે."
" શું ઘર ની બહાર CCTV કેમેરા છે."
" છે...એ તમને નઈ મળે મારા ઘર ના કેમેરા ની ફોટેજ સર્ચ વોરંટ વિના નઈ જોઈ શકો. અને મારા પિતા કોય સંજોગો તમને સર્ચ વોરંટ નઈ લેવા દે....એમને એમની ઈજ્જત અને મોભા ની ચિંતા છે. અમારે પણ સંભાળી ને કામ કરવું પડે છે. જો એમને ખબર પડશે કે હું પોલીસ સ્ટેશન માં છું તો....."
" સર બહાર એકલવ્ય નો લોયર આવ્યો છે."
" લોયર ની જરૂર નથી એકલવ્ય તું ઘરે જઈ શકે છે."
" સાચે સર હું ઘરે જઈ શકું છું.... સર."
" સર એકલવ્ય ની પૂછપરછ પૂરી થયી નથી...એને જવા માટે કેમ કહ્યું."
" અજય આપડે ખોટા રસ્તે ચાલીએ છીએ હજુ કઈક છે જે આપડા થી છૂટે છે. એકલવ્ય પાગલ તો નથી કે પોતાના ફોન નો ઉપયોગ કરે અને પોતાને ફસાવે અને પોતાની કાર ને લઈ ને આવે આ બધું એને ફસાવા માટે કરવા માં આવ્યું છે. કોય પણ વ્યક્તિ CCTV થી ચેતી ને કાર ને પાર્ક કરે. અને આ હત્યારા ની ચાલાકી થી તો તું જાણીતો છો તે કેટલી રમતો રમે છે."
" સર તો એકલવ્ય હત્યારો નથી....તો પછી કોણ છે. અને તમે પેહલાથી જાણતા હતા કે એકલવ્ય ગુનેગાર નથી."
" ના હું જાણતો ન હતો કે એકલવ્ય હત્યારો છે કે નઈ પણ એકલવ્ય સાથે વાત કર્યા પછી મારો સક ઓછો થયી ગયો છે. એની વિરુદ્ધ પૂરતા પૂરવા પણ નથી. તો પણ કોય બેદરકારી નઈ કરીએ એની પર નજર રાખીશું."
****
" શું કરે છે તું પોલીસ સ્ટેશન માં તું અમારું નામ બદનામ કરીશ. તને લેવા માટે મારે મારી અગત્યના ની મીટીંગ છોડી ને આવવું પડ્યું."
" ભાઈ....."
" કેટલી વાર કહ્યું મે તને તું મને ભાઈ કહી ને બોલાવીશ નઈ...હું તારો ભાઈ નથી એતો તારા પિતા ને મને કહ્યું એટલે હું તને લેવા માટે આવ્યો મારે તારા સાથે કોય સબંધ નથી."
" શુષિલ તારા ભાઈ ને પ્રકાશ ના મર્ડર થી લાગતા પ્રશ્નો પૂછવા માટે પોલિસ સ્ટેશન લાવ્યા હતા."
" એના પિતા નો મારી પર ફોન આવ્યો હતો એમને કૉલેજ માંથી ન્યૂઝ મળ્યા કે પોલીસ એમના દીકરા ને પકડી ને લઈ ગઈ છે તો શું તે માત્ર પૂછપરછ માટે લેવામાં આવ્યો હતો કોય કાનૂની કાર્યવાહી કરી નથી....તમે કોણ છો."
" હું પોલીસ ઇન્સ્પેકટર મહિપાલ.....કનુની કાર્યવાહી માટે નઈ પણ તેને એના મિત્ર ની હત્યા ના વિષય પર પૂછપરછ માટે લાવ્યા હતા. મારું કામ પૂરું થયી ગયું તમે તમારા ભાઈ ને લઈ જઈ શકો છો."
" ચલ....મારો સમય બગડ્યો."
" સર આ શુષિલ તો એના ભાઈ ને ભાઈ બોલતો નથી અને પિતા ને પિતા માનતો નથી. પોતાના પરિવાર સાથે દુશ્મન ની જેમ વાત કરે છે."
" આ બે હત્યા કેસ હવે વધુ ને વધુ ગૂંચવાતા જાય છે."
" સાચી વાત સર..."
" અજય ક્યાંક ને ક્યાંક આ હત્યારા નો સબંધ એકલવ્ય ના પરિવાર સાથે છે. એના પરિવાર ની હિસ્ટ્રી ચેક કર...."
" ઠીક છે."
( આજના મોટા સમાચાર માં જે એન્ડ જે ઈજનીએરિંગ કૉલેજ માંથી એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો છે. અમદાવાદ ના જાણીતા એવા ફીનન ઇન્ડસ્ટ્રી ના માલિક ના દીકરા ને પ્રકાશ ની હત્યા માટે પોલીસ કેમ્પસ માંથી પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ ને ગયા છે. આગળ ની કાર્યવાહી ચાલુ છે. પોલીસ નું કેહવુ છે કે એકલવ્ય ક્યાંક ને ક્યાંક આ હત્યા સાથે સબંધ ધરાવી શકે છે. વધુ જાણકારી માટે જોડાઈ રહો....)