ચેલેન્જ - 10 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેલેન્જ - 10

દ્રશ્ય ૧૦ -
અંતિમ ભાગ
" પ્રકાશ ની ચેલેન્જ એ હતી કે તેને એક બોકસ માં બે કલાક સુધી રેહવાનુ છે એને લાગ્યું કે હું એને બોક્સ માં ખાલી મજાક માં જવાનું કહું છું પણ પછી એ સમજી ગયો કે હું મજાક નથી કરતો એ પૂલ માં મારી સાથે હતો એને મે નવા કપડા આપ્યા અને ચેલેન્જ વિશે વિચારવાનું કહ્યું."
" આટલી સરળતાથી એને કેવી રીતે મનાવ્યો."
" એને લાલચ આપી જો તે ચેલેન્જ જીતશે તો હું એને એની કિંમત પણ ચુકવિશ. બિચારો એને લાગ્યું તે ચેલેન્જ પૂરી નઈ કરી શકે તો હું એને બોક્સ ની બહાર લાવીશ પણ એને એ વાત ની ખાત્રી ના કરી. અને મારી વાત પર વિશ્વાસ કરી ને બોક્સ માં જવા માટે તૈયાર થયી ગયો. મે એને બોક્સ માં મોકલ્યો અને પછી જ્યાં સુધી તે મર્યો નઈ ત્યાં સુધી એને અંદર રાખ્યો."
" તને કેવી રીતે ખબર પડી કે તે હવે મારી ગયો અને તું ક્યાં બોક્સ માં જોવા ગયો હતો કે તે જીવે છે કે નઈ."
" મે કેમેરા લગાવ્યા હતા અને તે કેમેરા માંથી હું એની પર નજર રાખતો હતો."
" શું તું માણસ છે તું એને મરતા જોઈ રહ્યો હતો તારા માં માનવતા છે કે નઈ...."
" અજય કામ ડાઉન...એના ગુના સાબિત થઇ ગયા છે આપડે એને કડક સજા આપાવિશું... હજુ મારા મનમાં એક પ્રશ્ન છે હું સમજુ છું કે પ્રકાશ ની હત્યા પ્લાન કરી હતી. પણ હર્ષ... એને કેવી રીતે માર્યો એની હત્યા પાછી પણ પોલીસ ને કોય પૂરાવા મળ્યા નથી."
" મહિપાલ સર જો મે એને પ્લાનિંગ થી માર્યો હોત તો આજે હું અહીંયા ના બેસ્યો હોત એની કારણે હું પકડાઈ ગયો... એને ફસાવવા માટે મારે એની કમજોરી નો ઉપયોગ કરવો પડ્યો."
" શું કમજોરી..."
" મે એને મારી ફેક્ટરી માં કેમેરા માં જોઈ લીધો હતો હું એની સામે મારા સિક્રેટ પ્લેસ માંથી બહાર આવ્યો મને જોઈ ને તે ડરી ગયો અને તે છોકરી ને તેને છોડી દીધી....એ છોકરી પણ તરત જ ત્યાંથી ભાગી ગઈ. એ મને જોઈ ને ભાગવા ની તૈયારી માં હતો...પાછી મે એને બૂમ પડી ને રોકી ને કહ્યું કે આવી નાના ની છોકરી માં શું રસ લે છે અંદર આવ કઈક બતાવું તું તો મારા જેવો છે અને તને મારું સિક્રેટ ખબર પડી ગઈ અને મને તારા સિક્રેટ ની ખબર પડી ગઈ તું ચૂપ તો હું પણ ચૂપ....અને આમે સારું ના લાગે એક બીજા નો પોલ ખોલવામાં....બે મિનિટ માંરી સામે જોયા પછી તે મને ઓળખી ગયો તેને મને કહ્યું અરે તમેતો ફિનન ના માલિક છો."
" તું એને પોલીસ સ્ટેશન માં લઈ ને આવી શકતો હતો એની હત્યા કરવાં ની શું જરૂર હતી."
" હું બહાર ના આવ્યો હોત તો તે એ છોકરી ને સાથે ખોટું કરી દે અને હું એને પોલીસ સ્ટેશન લઈ ને આવ્યો હોત તો એ મારી પોલ ઉગાડી દે...બને રસ્તા મારા માટે જોખમ વાળા હતા માટે મે એને ભગવાન ના જોડે મોકલી દીધો."
" એટલું સરળ હતું બધું....એની હત્યા કરવા માં તને બીક ના લાગી."
" ના....બીક તો ના લાગી પણ તેને પોતાની વાત માં ફસાવવા મુશ્કેલ હતો. એને બોક્સ માં મોકલ્યા પેહલા મારે ઘણી મોટી મોટી વાતો કરવી પડી પૈસા અને છોકરી ના વિશે ઘણું બધુ ફેકવું પડ્યું. પણ નવાઈની વાત તે હતી કે આટલું બધું કહ્યા પાછી એ છેતરાયો નઈ..."
" પછી શું કર્યું તે એની સાથે..."
" સર જે માણસ વાતો થી ના મને એને મનાવવા માટે સાબિતી આપવી પડે."
" કેવી સાબિતી...."
" મે મારી તિજોરી ખોલી ને એને રૂપિયાનો ઢગલો બતાવ્યો એ જોઈ ને તો એ ગાંડો ગાંડો થયી ગયો...."
" હસુ આવે છે તને બે વ્યક્તિ ની હત્યા કર્યા પછી તું કેમનો હસી શકે."
" એ રૂપિયા નો ઢગલો એની મોત નું કારણ બન્યું એને મે મોંઘી દારૂ ની બાટલી બતાવી ને એને રૂપિયા માં ઢગલા પર મૂકી ને કહ્યું કે આ બધા પૈસા તારા થયી શકે છે.....એટલું સાંભળીને જ એતો ગાંડો ગાંડો થયી ગયો. હું આગળ કઈ બોલું એની પેહલા તો એને પૂછી લીધું કેવી રીતે?? હું તો એની જ રાહ જોતો હતો પછી એને લઈ ને હું સ્વિમિંગ પૂલ માં આવ્યો થોડી ગણી વાતો કરી ને એને નવા કપડાં આપ્યા પછી એની સામે મે ચેલેન્જ મૂકી."
" એપણ તારી વાતો માં આવી ગયો હસે ને તારી ચેલેન્જ પૂરી કરવા તૈયાર હસે."
" હા....એવું જ થયું એની લાલચ ની સજા એને મળી ગઈ."
" પછી તે એની લાશ ને ત્યાંથી બહાર લાવ્યો અને કાલુપુર પોલીસ સ્ટેશન આગળ લઈ જઈ ને મૂકી દીધી. ગાડી જઈ ને બીજા એક નિર્દોષ માણસ ના ઘર આગળ મૂકી જેથી તું બચી શકે."
" શું કરું કોય રસ્તો બચ્યો નહતો.."
" તારી ભૂલ એજ હતી કે પોલીસ ને ચેલેન્જ કરી....એના પાછળ નું કોય પાક્કું કારણ હતું."
" હા મારી મધર ને પોતાનો જીવ લીધો ત્યારે કોય પણ પોલીસ ઓફિસર ને એ કેસ માં મારા પિતા ને સજા ના કરી એમના નાખેલા રૂપિયા લઈ ને એમને કેસ બંદ કરી લીધો બસ એનો બદલો લેવો હતો માટે લાશ ને પોલીસ સ્ટેશન આગળ મૂકી હતી જેથી તમને હેરાન કરી શકું..."
" તારે તો પેહલા ડોક્ટર ની જરૂર છે તું થોડા અંશે શયકો છે. ભલે તું માનવા તૈયાર નથી પણ તું છે."
" સર આગળ થી ઓર્ડર છે જેમ બને તેમ જલદી શુષિલ પર કાર્યવાહી ચાલુ કરો."
" તો શુષિલ જેલ જવા તૈયાર થઇ જા....મનીષ જાવેદ લોકબ માં પૂરી દો આને."
" સર બહાર મિસ્ટર વિકાસ આવ્યા છે."
"હાર્દિક શું કામ છે એમને."
" એ એમના દીકરા શુષિલ ને મળવા આવ્યા છે શું કરું એમને મળવા ની રજા આપુ."
" હા થોડીવાર માટે મળવા ની રજા આપ પણ બસ પાંચ મિનિટ."
" ઓકે....હું એમને અંદર લઈ ને આવું."
" હા લઈ આવ."
" તમારી હિંમત કેવી રીતે થયી મારા દીકરા ને પકડવાની છોડી દો એને....હું તમને વિનંતી કરું છુ. મેહરબાની કરી ને એને જવાદો. મારા આવડા મોટા બિઝનેસ નું શું થશે."
" હાર્દિક આ વિકાસ ને બહાર લઈ ને જા....."
" સર હું મારા ભાઈ ની જોડે વાત કરી શકું છું....."
" અરે એકલવ્ય હા તું એની સાથે વાત કરી શકે છે."
" શું ભૂલ હતી મારી મે તમને ક્યારે સાવકા મળ્યા નથી. તમારી મધર ને જે વેઠ્યું એજ મારી મધર ને વેઠ્યું છે."
" હું કઈ કેવા માગતો નથી.... મારા મનની આગ આજે શાંત થયી છે એટલે છેલ્લી વાર તારી મદદ કરું છું. હોસ્પિટલ માં જઈ ને તારી મધર ને લઈ ને આવ એ બીમાર નથી મે અમને બીમાર બનાવી ને આત્યાર સુધી દુર રાખ્યા હતા."
" શું કહ્યું....તમે આવું કેમનું મારી શકો....માણસ છો કે નઈ મારી માં ને શું બગાડ્યું હતું તમારું."
" અજય એકલવ્ય ને બહાર લઈ ને જા..."
" એકલવ્ય ચલ તું તારી જાતે બહાર આવી જા."
****
એક અઠવાડિયા પછી.
" હું તારી રાહ જોતી હતી દીકરા કે તું ક્યારે મને લેવા આવે."
" માં મારે આવા માં મોડું થયું ગયું."
" ના....દીકરા."
( કોર્ટ ને પ્રકાશ અને હર્ષ ની હત્યા ના ગુના માં ફિનન ઇન્ડસ્ટ્રી ના માલિક ના દીકરા ને ફાસી ની સજા થયી છે.)