Challenge - 2 books and stories free download online pdf in Gujarati

ચેલેન્જ - 2

દ્રશ્ય ૨ -
" ડોક્ટર તે વ્યક્તિ ની કોય અંગત માહિતી આપી શકો."
" વીસ થી બાવીસ વર્ષ નો યુવક છે. શરીર પર કોય નિશાન નથી. મૃત્યુ નો સમય રાત્રે એક વાગે એની પાસે કોય સમાન નથી."
" બીજી કોય જાણકારી મળે તો ફોન કરીને જાણ કરજો."
" સર ડોક્ટર દિવ્ય ના કહ્યા પ્રમાણે કોય નિશાન નથી તો એ પોતાની મરજી થી ખૂની પાસે ગયો હસે એનું કોય જાણીતું હસે."
" હા બની શકે.....તો મનીષ અને જાવેદ ક્યાં પોહચી તમારી તપાસ? "
" સર કોય ને કઈ જોયું નથી પણ તે યુવક ની ઓળખાણ થયી ગઈ છે. તે એક કૉલેજ વિદ્યાર્થી છે. તેનું નામ પ્રકાશ છે એના માતા પિતા ને જાણ કરી છે સ્થાનિક નિવાસી હતો નઈ કૉલેજ હોસ્ટેલ માં રેહતો હતો. હોસ્ટેલ માં ફોન કરી ને મે પૂછ્યું તો એમનું એવું કેહવુ છે કે કાલે બપોરે ઘરે જવા નું કહી ને તે રજા લઈ ને નીકળ્યો હતો."
" કેટલા વાગે નીકળ્યો હતો."
" બપોરે ચાર વાગે. મે હોસ્ટેલ ની CCTV રેકોર્ડિંગ મંગાવી છે."
" સારું કામ કર્યું અને જાવેદ લઈને કૉલેજ અને હોસ્ટેલ માં જઈ તપાસ કરી આવજો....શું થયું જાવેદ કઈ મળ્યું CCTV માંથી."
" હા સર R.K હોસ્પિટલ ની પાછળ વાળી ગલી માંથી તે હાથ ગાડી પર લાશ લઈ ને પેહલા દેખાયો. પછી ક્રમશ Atm ની બહાર ના કેમેરામાં સર્કલ પર અને પોલીસ સ્ટેશન આગળ ના કેમેરામાં એજ રસ્તે પાછો વળી ગયો. ગલી માં કોય કેમેરો નથી. ગલી માં આગળ જતાં મોતીવાસ કરી ને ત્રોન ચાર બીજી નાની મોટી ગલીઓ છે. અને એ વિસ્તાર માં ક્યાંય કેમેરા નથી એ ની બહાર આજુ બાજુ ના વિસ્તાર માં કેમેરા માં કઈ મળ્યું નથી. તો જે બન્યું તે આ મોતી વાસ માં બન્યું હસે જે વ્યક્તિ લાશ લઈ ને આવી હતી તેને હાથ પર ગ્લવસ હતા ચેહરો ઢાંકેલો હતો."
" અજય અને પ્રિયા તમે બંને જઈ ને આ મોતી વાસ ની તપાસ કરો."
( અજય સર અને પ્રિયા બેન બંને નું પોલીસ સ્ટેશન માં ઘણું માન છે. હા ને તે હોય જ ને ગયા મહિને એક યુવતી નાના બાળકો ને ચોરી ને વેચવાનું કામ કરતી હતી તેને અને તેના સાથીદારો ને એ બંને ને પકડ્યા હતા. પ્રિય બેન સમજી સખે એક માં નું દુઃખ એમના બાળકો પણ નાના છે એટલે એમને એ કેસ માં બહુ કામ કર્યું હતું. મારી માટે તો એ એક સ્વાભિમાની સ્ત્રી છે હું એમને જોઈ ને કામ કરું છું. હા તો પ્રિયા બેન એકલા એવા નથી જેમનુ માન હોય અજય સર ને પણ એ કેસ માં એટલી મેહનત કરી હતી જેટલી પ્રિયા બેન ને કરી હતી. એમને ઘણા કેસ સોલ્વ કર્યા છે.)
" શું ચાલે છે......પેટ્રોલિંગ પર જવાનું નથી. કોની વાતો કરો છો. હાર્દિક અને હિના કેમ જગાડતા હતા તમે. હમણાં નવી નવી નોકરી છે તો અજય સર અને પ્રિયા બેન પાસે થી કઈક શીખો."
"સોરી સર.."
" સર....જાય હિંદ."
" જાય હિંદ... બોલ અજય શું થયું."
" અમને એ હાથ ગાડી મળી ગઈ જેના પર લાશ અહી લઈ ને અવાઈ હતી તેને ડોક્ટર દિવ્યા પાસે મોકલી છે. તે હાથ ગાડી સ્થાનિક મજૂર ની છે. એનું એવું કેહવુ છે કે રાત્રે ઘરે હતો. અને તે હાથ ગાડી ઘરની બહાર હતી દિવસ આખો કામ કરી ને થાકી ને ઘરે પરિવાર સાથે જ હતો. એની ફોન લોકેશન પણ ઘરમાં બતાવે છે પત્ની અને બાળકો નું પણ એવું કેહવુ છે. ગાડી ઘરની બહાર હતી તો કાય પણ વ્યક્તિ લઈ ને જઈ શકે એવું તેનું કેહવુ છે. મને પણ લાગે છે કે આ તેનું કામ નથી."
" હા સર CCTV માં જે વ્યક્તિ દેખાતી હતી તેના થી આ વ્યક્તિ ની હાઇટ ઓછી છે અને એના વિરુદ્ધ માં કોય પુરાવાઓ પણ નથી મળ્યા."
" તો કોય બહાર થી વ્યક્તિ આવી અને તે હાથ ગાડી માં લાશ મૂકી ને પોલીસ સ્ટેશન આગળ લાવી. ભલે તે નિર્દોષ દેખાતો હોય પણ તેની પર નજર રાખજો."
" રાત્રે એ વિસ્તાર ના લોકો ને કઈ જોયું હતું કે કઈ સાંભળ્યું હતું."
" ના એમને કઈ જોયું નથી કે કઈ સાંભળ્યું નથી."
" બીજું કંઈ.."
" બહાર થી કોય અંદર આવ્યું નથી ત્યાં ગલી ને બહાર એક દુકાન હતી તેના આગળ કેમેરા માં કોય વ્યક્તિ કોથળો લઈ ને અંદર જતી જોવા મળી નથી ગલી માં જવા ના બે રસ્તા છે જે બંને ચેક કર્યા પણ કઈ ખાસ જોવા નથી મળતું."
" એવું બને કે ગાડી ની ડેકીમાં લાશ ને લઈ ને આવ્યો હોય અને પછી બીજા કોઈ ને ફસાવા માટે હાથ ગાડી નો ઉપયોગ કર્યો હોય."
" હા એવું બની શકે ત્યાં બે થી ત્રણ ગાડીઓ છે વધારે નથી એમના માલિક ને પૂછપરછ કરીએ તો જાણવા મળી જસે."
" જાય હિંદ સર..."
" જાય હિંદ...શું થયું પ્રકાશ ની હોસ્ટેલ માં કઈ જાણવા જેવું મળ્યું."
" ના સર પ્રકાશ ના બધા મિત્રો ની પૂછપરછ કરી એની વિશે કઈ ખાસ જાણકારી મળી નથી. બધા નું એવું કેહવુ હતું કે તે એક સારો માણસ હતો કોય ની સાથે દુશ્મની કે ઝગડો હતો નઈ. આની પેહલા તે કયારે જુઠ્ઠું બોલી ને નીકળ્યો નથી આ પેહલા વાર છે કે તેને જુઠ્ઠું બોલ્યું હોય એનો ફોન એમને એના રૂમ ના સમાન માંથી મળ્યો છે જે અમે સાઇબર ડિપાર્ટમેન્ટ માં મોકલ્યો છે એમને કઈ મળ્યું નથી કદાચ કોય પુરાવો મળી જાય."
" સાચે આટલો સારો છોકરો હતો કે પછી બધા બીક ના કારણે કઈ બોલતા ન્હાતા. આજુ બાજુ પણ મસાલા ની દુકાન પર પૂછપરછ કરી."
" હા એમને પ્રકાશ વિશે કઈ ખાસ ખબર નથી. પણ એક નાની નાસ્તા ની દુકાન પર તે નાસ્તો કરવા જતો હતો ત્યાં છોકરા ની સાથે એની સારી બનતી હતી એને પણ એજ કહ્યું જે કૉલેજ અને હોસ્ટેલ માં મિત્રો ને કહ્યું. પ્રકાશ સાચે કે સારો વ્યક્તિ હતી. એ નાસ્તા ની દુકાન પર ના છોકરા ને ભણવા મટે થોડી ઘણી સહાય કરતો હતો. એના માતા પિતા ની પરિસ્થિતિ નબળી હતી એ એનો ખર્ચો જાતે સાંભળી લેતો."
" એ પોતાના ખર્ચા પૂરા કરવા શું કરતો હતો."
" એના જુનિયર સ્ટુડન્ટ નું ટ્યુશન લેતો હતો."
" એમને કઈ કહ્યું."
" સારી વ્યક્તિ હતી. હોશિયાર અને દયાળુ હતો....બધા એક જ જવાબ આપે છે. કઈ સક જેવું ના મળ્યું."
" નવાઈ ની વાત છે આટલી સારી વ્યક્તિ આ સમય માં પણ જોવા મળે છે. અને આવી વ્યક્તિ ને કોય કેમ મારે."


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED