ચેલેન્જ - 7 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેલેન્જ - 7

દ્રશ્ય ૭ -
" સર હું હર્ષ ના વિશે ન્યૂઝ લાવ્યો છું મને જાણી ને થોડી નવાય લાગી કે આવી નાની વાત આપડાથી કેવી રીતે છુટ્ટી ગઈ."
" શું ન્યૂઝ લાવ્યો છે. અજય..."
" હર્ષ બે મહિના પેહલા ફીનન ઇન્ડસ્ટ્રી માં ઇન્ટરવ્યુ માટે ગયો હતો. અને એજ ઇન્ટરવ્યુ માં પ્રકાશ પણ ગયો હતો. બે મહિના પેહલા ની વાત હતી માટે જલ્દી જાણ ના થયી. એ બંને રિજેક્ટ થયા હતા."
" બંને નું ઇન્ટરવ્યુ કોને લીધું હતું."
" પેહલા બે ઇન્ટરવ્યુ તો કંપની ના વર્કર ને લીધા હતા પણ છેલ્લું ઇન્ટરવ્યુ લેવા માટે શુષિલ આવ્યો હતો."
" સર મને યાદ છે જ્યારે પ્રકાશ ના માતા પિતા જોડે મે વાત કરી હતી ત્યારે એમને મને કહ્યું હતું કે પ્રકાશ એમને અમદાવાદ લાવા ની વાત કરતો હતો. એમનું જીવન સુધરી જસે એવું પણ કહ્યું હતું."
" પ્રિયા બેન ની વાત સાચી છે. સર બની શકે કે પ્રકાશ અને હર્ષ ને નોકરી ની લાલચ આપી બોલાવ્યા હોય અને દગો કરી ને હત્યા કરી હોય."
" અજય સમસ્યા એ છે કે શુષિલ ના વિરુદ્ધ માં કોય પૂરાવા નથી. અને બીજો પ્રશ્ન છે કે તે આ બધું શું કામ કરે છે."
"સર પૂરાવા નથી તો આપડે કન્ફેસ કરાવીશું....અને શુષિલ આવું કેમ કરે એતો એની પૂછપરછ કર્યા પછી ખબર પડશે."
" એને પોલીસ સ્ટેશન લાવવો મુશ્કેલ છે. બહાર ક્યાંક એને ફસાવવો પડશે."
" સર મારી પાસે એક પ્લાન છે."
" પ્રિયા બેન શું છે."
" હેલ્લો... શુષિલ તરો એક વીડિયો મારી પાસે છે. તું એમાં પ્રકાશ ની સાથે ફિનન ફેક્ટરી પાસે વાત કરી રહ્યો હતો. મારે એના થી કોય લેવાદેવા નથી કે તે કોની હત્યા કરી છે મારે ૧૦લાખ રોકડા જોઈએ છે. તો વિડિયો વાયરલ થવા થી રોકવો હોય તો તું ફિનન ઇન્ડસ્ટ્રી સેહેર ની બહાર વાળા વિસ્તાર માં ૧૦ લાખ લઈ ને આવી જયિશ મને વિશ્વાસ છે આજે રાત્રે ૧૦ વાગે હું તારી રાહ જોઈશ."
" હેલ્લો....હેલ્લો....કોણ છે."
" સર અજય ભાઈ ને વાત કરી લીધી છે. જો એ હત્યારો હસે તો પૈસા લઈ ને આવી જસે. એ સમયે આપડે એનો વિડિયો લઈ એના મોઢે કન્ફેસ કરાવીશું."
" આઈડિયા તો સારો છે. પણ શું એ આવશે..."
" ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય પણ ક્યારે બચી ના શકે. એ સબૂત ને લેવા માટે આવવા નો મને વિશ્વાસ છે."
***
" સર મે હાર્દિક ને લોકેશન પર ઉભો રાખ્યો છે. અમે એની આજુબાજુ છીએ. હાર્દિક ના ડ્રોન કેમેરા પણ એમની લોકેશન પર ગોઠવી લીધા છે. હવે શુષિલ આવે એટલી વાર છે."
" ૯:૫૫ તો થયી ગયા છે. તે હજુ સુધી આવ્યો નથી."
" સર મને વિશ્વાસ છે તે આવશે....."
" પ્રિયા બેન એની મોબાઈલ ની લોકેશન ક્યાં બતાવે છે."
" સર મોબાઈલ ની લોકેશન એની ઓફીસ ની બતાવે છે."
" સર સર....કોય આવે છે....એને વ્હાઈટ શર્ટ પેહ્યો છે...એની પાસે બેગ છે."
" હાર્દિક એને તારી પાસે આવવાની રાહ જો....."
" સર....આ....આતો એકલવ્ય છે..."
" શું હાર્દિક કોણ છે....."
" એકલવ્ય......સર..."
" એની જોડે જઈ ને પૂછ તે કેમ આવ્યો છે આપડે શુશિલ્ ને ફોન કર્યો હતો તે એ અહીંયા શું કરે છે."
" હા સર પૂછું."
" એકલવ્ય તું અહીંયા શું કરે છે??"
" મને શુષિલ ને ફોન કર્યો હતો એને મને કહ્યું હતું કે એક જગ્યા પર જઈ પેમેન્ટ કરવાની છે તો હું અહીંયા આવી ગયો."
" સર આ શુષીલ તો બહુ ચાલાક નીકળ્યો...એને એની જગ્યા પર એકલવ્ય ને મોકલ્યો...."
" એને કેવી રીતે જાણ થયી કે પોલીસ એની રાહ જોવે છે."
" અજય.. એકલવ્ય ને લઈ ને પોલીસ સ્ટેશન આવો."
" હા...સર."
" સર...મને ફરીથી પોલીસ સ્ટેશન લઈ ને કેમ આવ્યા હુતો ત્યાં જાણી કોઈ ને આવ્યો ન હતો."
" હા હું જાણું છું કે તું જાણી જોયી ને આવ્યો નથી. તારે અમારું એક કામ કરવાનુ છે તારા ભાઈ નો dna સેમ્પલ લઈ ને આવવાનો છે."
" કેમ સર મારા ભાઈ ના dna નું શું કામ છે."
" એમને તારા ભાઈ પર શકે છે બની શકે તે હત્યાઓ કરતો હોય."
" એ જો હત્યા માટે જવાબદાર હોય તો હું એને પકડવામાં તમારી મદદ કરીશ... Dna માં મારે શું લઈ ને આવવાનુ છે."
" કોય પણ એવી વસ્તુ જેને તારા ભાઈ ને અડી હોય અને એ ના મળે તો એનો વાળ, નખ જે કંઈ પણ તું લાવી શકે."
" સર એકલવ્ય ની કાર માં પણ આપડે dna સેમ્પલ ચેક કરી શકીએ જો તેમાં કોઈ સેમ્પલ મેચ થયી જાય તો આપડે કાનૂની કાર્યવાહી કરી શકીએ."
" અજય હા એવું કરી શકાય...એકલવ્ય તું એ કાર પણ લઈ ને આવ. પૂરાવા મેળવવા અને તારા ભાઈ ગુનેગાર સાબિત કરવા એની જરૂર પાડશે. "
" અત્યારે સર....રાત ના બાર વાગવા આવ્યા છે."
" હા અત્યારે તારી સાથે અજય અને હાર્દિક આવશે.... શુષિલ ને ખબર હસે તું પોલીસ સ્ટેશન આવ્યો છે."
" હા સર અમે એકલવ્ય સાથે સબૂત મેળવી ને આવીએ."
" સર શુષિલ ઘરની અંદર હસે આપડે એની સામે થી એના dna કેવી રીતે લાવીશું."
" એકલવ્ય ને ખબર હસે કે ઘરમાં કયી વસ્તુ એની છે અને ક્યાંથી એના dna ના સેમ્પલ મળશે."
***
" એકલવ્ય...શું કરે છે. આ તારા ભાઈ નો સ્ટડી રૂમ છે. અને તું અહીંયા એના કબાટ માં શું શોધે છે. અને આ પોલીસ મારા ઘરમાં શું કરે છે....આટલી આબરૂ ગુમાવી છે હજુ સુધી સુધર્યો નથી."
"મિસ્ટર વિકાસ મારી પાસે તમને બધું સમજાવા નો સમય નથી. અમારે જલ્દી થી પોલીસ સ્ટેશન જવું છે. તો એકબાજુ થયી જાઓ."
" તારા ભાઈ ની ફેવરિટ બુક એની બધી અંગત વસ્તુઓ લઈ ને તું ક્યાં જાય છે."
" મે કહ્યુ ને મારી પાસે સમય નથી. એ હત્યારો પોતાને બચાવવા માટે મને પોલીસ સામે દોષી સાબિત કરવા માગે છે એના બધા ગુનાઓ હવે સામે આવી જસે."
" તને હું એની એકપણ વસ્તુ ઘર ની બહાર લઈ ને નઈ જવા દઉં....એ મારો દીકરો છે એને કઈક થશે તો હું શું કરીશ...."
" એવો દીકરો જે બીજા ના જીવ લીધા પેહલા વિચારતો નથી...એક સાયકો છે. એને બે નિર્દોષ ની હત્યા તો કરી લીધી અને મને પણ તે ખોટો ફસાવે છે. આમ એને બચાવશો તો કાલે બીજા નિર્દોષ લોકો એના કારણે પોતાના જીવ ગુમાવશે એથી સારું છે કે તમે મારા રસ્તા ને રોકશો નઈ."
" તારો ભાઈ છે....મારી આબરૂ અને મોભા નું તો વિચાર. કેટલા વર્ષો ની મેહનત થી આટલું મોટું નામ બનાવ્યું છે."
" તમારા નામ ને બચાવવા માટે નિર્દોષ લોકો ના જીવ વિશે ના વિચારું....મને જવાદો....ચલો સર."
*****
" અજય એકલવ્ય અને હાર્દિક સબૂત લઈ ને આવી ગયા."
" હા સર ડોક્ટર દિવ્ય ને મોકલાવી દીધા છે. તે જેમ બને તેમ જલદી તપાસ કરી ને રીપોર્ટ લઈ ને પોલીસ સ્ટેશન આવે છે."
" મહિપાલ સર.... શુશીલ એના ઘરે હતો નઈ. રાત્રે ૧૦ વાગ્યા પછી એનો ફોન પણ બંદ આવે છે."
" પ્રિયા બેન એ અમદાવાદ છોડી ને ભાગી ના જાય...એને શોધવો મુશ્કેલ પડશે."
" અજય ની વાત સાચી છે. એની છેલ્લી લોકેશન ક્યાં ની છે."
" એની છેલ્લી લોકેશન એની ઓફીસ ની હતી એની કાર માં ટ્રેકર લગાવેલું છે તેની લોકેશન મોતી વાસ ના પાછળ વળી ફીનન ફેક્ટરી માં બતાવે છે."
" પ્રિયા બેન હિના ને સાથે લઈ ને ત્યાં એ ફેક્ટરી પર નજર રાખો અમે સબૂત મળ્યા ની સાથે તમારી પાસે આવીશું."