એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૦ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૦

સાંજનો સમય હતો.રસ્તા પર વાહનોના લીધે ખૂબ જ ટ્રાફિક હતો.ટ્રાફિકના લીધે જાણે આખું વાતાવરણ હવાથી અને ઘોંઘાટથી પ્રદુષિત થઈ ગયું હોય એવું લાગતું હતું.રસ્તાની બંને બાજુ શાકભાજીની,ફળફળાદીની લારીઓ ઉભી હતી.બધાને જાણે એ દિવસે જ ખરીદી કરવાની હોય એમ બહુ વધારે પડતી જ ભીડ દેખાઈ રહી હતી.આટલા ગીચ ટ્રાફિકમાં વાહનોની વચ્ચે સલોની ટેક્સી લેવા માટે રસ્તો ક્રોસ કરવા ઉતાવળમાં જઈ રહી હતી.નિત્યા એને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.સામેથી નિત્યાને એક ટ્રક આવતું દેખાયું એટલે એ ડરી ગઈ અને સલોનીને જાણ કરવા માટે વાહનોને હાથ બતાવતી બતાવતી સલોની તરફ જઈ રહી હતી.દેવ અને નકુલે પણ આ ટ્રક જોઈ લીધું હતું.ટ્રક એટલું જોરથી એમની તરફ આવી રહ્યું હતું જાણે બ્રેક ફેઈલ થઈ ગઈ હોય.દેવ અને નકુલ પણ સલોની અને નિત્યાને બચાવવા દોડી રહ્યા હતા.ટ્રક એક દમ નજીક આવી ગયું હોવાથી નિત્યાએ સલોનીને ધક્કો મારી રસ્તા પરથી બાજુમાં ખસેડી અને પોતે પણ ખસી ગઈ.આ બધી ઘટના એટલી ઝડપથી થઈ કે કોઈને કઈ વિચારવાનો મોકો ના મળ્યો.નિત્યાના ધક્કો મારવાથી સલોની જમીન સાથે પટકાઈ હતી એટલે એને ઢીંચણ અને માથા પર થોડુંક આવ્યું હતું.સલોની એટલી ગુસ્સામાં હતી કે એને એ પણ નઈ જોયું હતું કે નિત્યાએ એણે કેમ ધક્કો માર્યો હતો પણ દેવ અને નકુલે આ બધું એમની નજરે જોયું હતું.

સલોનીએ એના માથા કપાળ પર હાથ ફેરવ્યો.કપાળમાં થોડું લોહી આવ્યું હોવાથી એના હાથ પર લોહી જોયું.સલોની ધીમે ધીમે ઉભી થઇ અને નિત્યા સામે જોઇને ગુસ્સામાં બોલી,"મને આમ ધક્કો મારવાની તારી હિંમત કેવી રીતે થઈ?યુ મિડલક્લાસ ગર્લ"

"સલોની મેં તને જાણી જોઈને ધક્કો નથી માર્યો"નિત્યા ગભરાયેલા અવાજમાં બોલી.

"તે આ જાણી જોઈને જ કર્યું છે"

"સલોની મારી વાત સાંભળ......."

નિત્યા આગળ કંઈ બોલે એ પહેલાં સલોનીએ એને જોરથી ધક્કો માર્યો અને નિત્યાને બેલેન્સ ના રહ્યું તેથી એ રસ્તા પર પડી જ્યાં સાધનોની ખૂબ અવરજવર હતી અને એક બાઈકવાળા એ નિત્યાના પગ પર બાઇક ચડાવી દીધું.નિત્યાને ખૂબ ઇજા થઇ હતી.એના ડાબા પગનું હાડકું ક્રેક થઈ ગયું હોવાથી એ તકલીફથી બુમ પાડી બેસી.

નિત્યાની આંખો હજી પણ બંધ હતી.ભૂતકાળની વેદનમાં એટલી ખોવાઈ ગઈ હતી કે વર્તમાનની ખુશીનું ધ્યાન જ ના રહ્યું.

નકુલ નિત્યા બેસી હતી ત્યાં નજીક આવીને યલો કલરના ફૂલોનો બુકે આપતા બોલ્યો,"અમે એટલા પણ ખરાબ નથી લાગતા કે અમને જોઈને આંખો બંધ કરી દીધી"

નિત્યા જાણે વર્તમાનમાં આવી હોય એમ આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી.ત્યાં હાજર બધા જ એની સામે જોઈ રહ્યા હતા અને નકુલ અને સલોની એની નજીક ઉભા હતા.નકુલના હાથમાંથી બુકે લીધો અને બંનેને થેંક્યું કહ્યું અને પૂછ્યું,"શું કહ્યું તે?"

"હેપ્પી બર્થડે દોસ્ત એવું કહ્યું મેં"નકુલ બોલ્યો.

"થેંક્યું સો મચ"

કાવ્યા એના પપ્પાનો હાથ છોડી નિત્યા પાસે આવી અને એના તોતળી ભાષામાં બોલી,"નીતુ કેક"

"નિત્યા જલ્દી કેક કટ કર,નઈ તો તારી ચકલી એક જ પંજો કેક પર મારી કેકનું નામો-નિશાન બગાડી દેશે"સ્મિતા દી નિત્યાને ચેતવતા બોલ્યા.

ત્યારબાદ નિત્યાએ કાવ્યા સાથે કેક કટ કરી અને એક પછી એક વારાફરતી બધાને ખવડાવી.સલોનીને પણ આપવા જતી હતી પણ એને હાથ લાંબો કરી નિત્યાના હાથમાંથી કેકનો ટુકડો લઇ લીધો અને જાતે જ ખાઈ લીધી.દેવ બધાની પાછળ ઉભો હતો તેથી એ રહી ગયો હતો પણ એ કશું જ બોલ્યા વગર ત્યાં જ ઉભો હતો.સ્મિતા દી એ દેવને આમ પાછળ ઉભો રહેતો જોયો એટલે એ બોલ્યા,"નિત્યા જેને આ બધું અરેજમેન્ટ કર્યું છે એને તો કેક ખવડાવ.જા કાવ્યા મામુને અહીંયા લઈ આવ"

"દી એ જાતે જ ખાઈ લેશે.આમ પણ એનું જ ઘર છે એમાં શું શર્માવાનું નઈ દેવ"નિત્યા દેવને હેરાન કરતા બોલી.

"હા દી, હું હમણાં ડિનરની સાથે ખાઈ લઈશ"દેવ ગંભીર અવાજમાં બોલ્યો.

નિત્યાને થયું કે દેવને એની મજાકનું ખોટું લાગી ગયું હશે એટલે એને કહ્યું,"ઓય પાગલ,હું મજાક કરતી હતી.ચાલ જલ્દી આવ અહીંયા અને મને પણ કેક ખવડાવ"

"આટલા બધાએ તો ખવડાવી,હજુ તારું મન નથી ભરાયું.બઉ ના ખાઈશ,જાડી થઈ જઈશ"

દેવના ફોનમાં કોઈનો ફોન આવ્યો અને એ વાત કરવા થોડે દુર જતો રહ્યો.બાકીના બધા પોતપોતાની વાતોમાં વ્યસ્ત થઈ ગયા.

નિત્યાએ કેકમાંથી એક મોટો ટુકડો કટ કર્યો અને ઉભી થઈને ધીમે ધીમે ડગલાં ભરતા ભરતા દેવ પાસે પહોંચી.દેવ હજી પણ ફોનમાં જ વાત કરી રહ્યો હતો.નિત્યા થોડી વાર ત્યાં જ ઉભી રહી અને ફોન પતવાની રાહ જોતી રહી.નિત્યાએ આગળનું કશું જ નહોતું સાંભળ્યું પણ છેલ્લું વાક્ય સાંભળ્યું હતું કે,"કોઈ બાત નહીં તુમ ડિરેક્ટ મેરે ઘર પર આ જાઓ"

આટલું જ સાંભળતા નિત્યા બોલી,"હજી કોને બોલાવે છે.બધા જ તો આવી ગયા છે"

"હજી બાકી છે એક"

"કોણ?"

"એતો તને ખબર.તું એને બહુ જ સારી રીતે ઓળખે છે"

"હશે હવે જે હોય એ......તું આ ખા"

"આટલી મોટી?"

"આટલી મોટી સરપ્રાઇઝ આપી તે મને એટલે સૌથી મોટો ટુકડો તારા માટે"એમ કહીને નિત્યાએ દેવના મોઢામાં આખો ટુકડો ખવડાવી દીધો અને હાથમાં જે થોડી હતી એ ક્રીમ દેવના ગાલ પર લગાવી દીધી.

કેક ખાતા ખાતા દેવ બોલ્યો,"અચ્છા બચ્ચું મને લગાવીશ તું"

"ના પ્લીઝ દેવ,હું દોડી નઈ શકું,પ્લીઝ મને નઈ લગાવતો"

"આજ જવા દઉં છું.પણ આનો બદલો લેવાશે"

"સારું હવે,ચાલ જમવા મને ભૂખ લાગી છે"

"ઓકે મેડમ"

સ્મિતા દી અને પંકજકુમાર દેવ અને નિત્યાની આ મસ્તીભરી વાતો જોઈ રહ્યા હતા.એ બંને એકબીજાની સામે જોઇને હસ્યાં પણ કઈ બોલ્યા નહીં.

બધા પોતપોતાની રીતે જમી રહ્યા હતા.નિત્યાએ કાવ્યાને પણ એની પાસે બેસાડીને જમાડયું.જમ્યા પછી બધા બેસ્યા અને વિચારતા હતા કે હવે શું કરવું.

માનુજના મનમાં એક વિચાર આવ્યો.એ ઉભો થયો અને બોલ્યો,"લેડીઝ એન્ડ જેન્ટલમેન,આજે આપણે બધા અહીંયા નિત્યાના બર્થડે પર ભેગા થયા છીએ તો આપણે બધાએ નિત્યા માટે અહીંયા આવીને આ હોટશીટ પર બેસીને બે શબ્દો બોલવાના"માનુજે ડાઇનિંગ ટેબલની ચેર તરફ ઈશારો કરતા કહ્યું.

નિત્યા,દેવ અને દિપાલી એકબીજાની સામે જોઇને રહ્યા.જાણે આશ્ચર્યચકિત થઈ ગયા હોય એમ.
અને ચોંકે પણ કેમ નઈ,માનુજને આમ મસ્તીના અંદાજમાં પહેલીવાર બોલતો જોયો હતો.

માનુજ આગળ બોલ્યો,"તો બોલો કોનાથી શરૂ કરીશું?"

સલોની સિવાય બધા જોરથી બોલ્યા,"દેવ"

"કેમ ભાઈ મારાથી,હું લાસ્ટમાં બોલીશ.પહેલા તો.......અમમ.....પહેલા........એનો એક બીજો ફ્રેન્ડ બોલશે"

બધા એકબીજાની સામે જોઈ રહ્યા.કારણ કે નિત્યાના ફ્રેન્ડ લિસ્ટમાં જેટલા પણ નામ હતા એ બધા જ ત્યાં હાજર હતા.નિત્યાને પણ નવાઈ લાગી કે દેવ કોની વાત કરી રહ્યો હતો એટલે એણે પૂછ્યું,"તું કોની વાત કરે છે?"

"હેપ્પી બર્થડે બ્યુટીફૂલ"આરવે ઘરમાં એન્ટ્રી લેતા કહ્યું.

નિત્યા આરવને જોતા જ ખુશ થઈ ગઈ અને બોલી,"થેંક્યું,થેંક્યું સો મચ"

"મુજે આજ પતા ચલા કિ તું મુજે અપના દોસ્ત ભી નહીં માનતી"

નિત્યા સમજી ગઈ કે હમણાં એ બોલી હતી કે મારા બધા દોસ્ત અહીંયા છે જ એ આરવે સાંભળી લીધું છે એટલે બચાવ કરતા એ બોલી,"અરે...એસી કોઈ બાત નહીં હૈ, મુજે લગા કી દેવ તુમે અચ્છે સે જાનતાં નહીં હૈ તો મુજે તુમ્હારા ખ્યાલ નહીં આયા"

"તુમ ભૂલ શકતી હો મુજે,લેકિન તુમ્હારે હીરોને મુજે ખુદ ફોન કરકે બુલાયા હૈ"આરવે નિત્યાના કાનમાં કહ્યું.

"જસ્ટ શટ અપ"

"અચ્છા યે લો"આરવે એક બોક્સ નિત્યાના હાથમાં મુકતા કહ્યું.

"યે ક્યાં હૈ?"

"બાદ મેં દેખ લેના,આપ લોગ કુછ ખેલ રહે થે. ક્યાં મેં ખેલ શકતા હૂં?"

"હા કયું નહીં.તુમ્હે નિત્યા કે બારે મેં દો લાઇન બોલની હોગી"માનુજે આરવને સમજાવતા કહ્યું.

"અચ્છા,અબ ઇસ બંદરિયા કે બારે મેં ક્યાં બોલું?"આરવ વિચારવા લાગ્યો કે શું બોલે.પછી એને કંઈક યાદ આવ્યું.ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને કંઈક શોધ્યું અને બોલવાનું શરૂ કર્યું,

"મતલબ કી દુનિયા મેં, બીના મતલબ કા રિશ્તા હૈ તેરી દોસ્તી,
જીવનભર કા સાથ નહીં, પલ ભર કા પ્યાર હૈ તેરી દોસ્તી,
શહેરો કી ભીડ મેં,ગાવ સા સુકુન હૈ તેરી દોસ્તી,
દુઃખો કે સંમદર મેં,બુંદ સી ખુશી હૈ તેરી દોસ્તી,
કડી ધૂપ સી ગરમી મેં,પવન કા જોકા હૈ તેરી દોસ્તી,
ના સિર્ફ તેરી,ના સિર્ફ મેરી,બ્લકી હમારી એક છોટી સી કહાની કા નામ હૈ તેરી દોસ્તી"

"વાહ દોસ્ત,તુને તો કમાલ કર દિયા"માનુજ બોલ્યો.

"અરે યે તો નિત્યા કી હી લિખી હુઈ લાઈને હૈ,મૈને તો સિર્ફ બોલી હૈ"

"વાહ નિત્યા,તો તું પ્રોફેસરની સાથે સાથે લેખક પણ છે?"

માનુજના પ્રશ્નનો જવાબ આપતા દેવ નિત્યાના અંદાજમાં બોલ્યો,

"જો વિચારોને લખીને વ્યકત કરવાની કલા લેખકમાં હોય છે તો,
હા,હું લેખક છું.
જો શબ્દોને કવિતામાં બદલવાની કલા લેખકમાં હોય છે તો,
હા,હું લેખક છું.
જો કોઈની લાગણીને સમજીને એને સરળ ભાષામાં સમજાવવાની કલા લેખકમાં હોય છે તો,
હા,હું લેખક છું.
જો મારા લખવાથી કોઈ એકના પણ વિચારોમાં સારો બદલાવ આવી શકતો હોય તો,
હા,હું લેખક છું"

"વાહ,અહીંયા તો એકથી એક ચડિયાતા લેખકો છે"દિપાલી બોલી.

"ના ના આ પણ નિત્યાનું જ લખેલું છે"દેવ બોલ્યો.

"નિત્યા તું આટલું સરસ લખે છે અમને આજે જ ખબર પડી"પંકજકુમાર બોલ્યા.

"તારે તારું લખેલું પ્રતિલિપિ કે માતૃભારતી જેવા પ્લેટફોર્મ પર મૂકવું જોઈએ.એમાં બહુ બધા વાંચે છે"નકુલે સજેશન આપતા કહ્યું.

"હા,એમાં મારુ એકાઉન્ટ છે જ"

"ચલો હવે આગળ કોણ આવશે હોટશીટ પર બેસવા?"માનુજે બધાની સામે જોતા પૂછ્યું.

હવે નેક્સ્ટ કોણ આવશે?

સલોની શું બોલશે નિત્યા માટે?