Ek Pooonamni Raat - 57 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-57

એક પૂનમની રાત
પ્રકરણ-57
સિધ્ધાર્થ ફુમતુ જોઇને સન્ન રહી જાય છે એણે કહ્યું આતો અસ્સલ અહીં મળી આવ્યું છે એવુજ ફુમતું છે એ છોકરી જાણીને અહીં મૂકી ગઇ છે અને આપણને આવીને ચેલેન્જ કરી ગઇ કે તમે શોધી શકો તો શોધો મને એણે તરતજ કાળુભાને બોલાવીને કહ્યું જલદી મગનને લઇને આવો અને ભાવેશ અને મનીષને પણ બોલાવો.
કાળુભા તરતજ બહાર નીકળી ગયો થોડીવારમાં મગન, ભાવેશ અને મનીષને લઇને આવ્યાં. સિધ્ધાર્થ કહ્યું મગન આ ફોટો જો આ છોકરીને તે પોલીસ સ્ટેશનમાં આવતા જોઇ હતી ? મગને જોયું એવું કહ્યું આજ છોકરી.. આજ છોકરી હતી સર અને આ ફુમતુ આ સ્ટેશનમાં પણ પહેરેલુ દેખાય છે. ભાવેશ અને મનીષ પણ ધારી ધારી ને જોવા લાગ્યા. કાળુભા પણ જોઇ રહેલાં એમનાંથી બોલાઇ ગયું રૂપ રૂપનો અંબાર છે છમ્મક છલ્લો.. સાલી મનેજ નથી દેખાઇ. એવું સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યાં. ગંભીર વાતાવરણ થોડી ક્ષણો માટે હળવું થઇ ગયું.
સિધ્ધાર્થે કહ્યું અત્યારે મજાક નો સમય નથી આ છોકરીને શોધવી પડશે કાળુભા તમને નથી દેખાઇ તો દેખાશે ધીરજ રાખો અને પોલીસસ્ટેશનમાં તપાસ કરો મગન સિવાય કોણે જોઇ છે ? કોઇ કે તો જોઇજ હશે.
કાળુભાએ કહ્યું સોરી સર પણ આ ફોટો જોઇને બોલ્યા વિના ના રહેવાયુ.. પણ હું તપાસ કરીને આવુ છું મનીષ અને ભાવેશ પણ પછી બહાર નીકળ્યાં અને સિધ્ધાર્થે કેમેરા બાજુમાં મૂકી કહ્યું અભિષેક કહેલું કે મીલીંદ સાથે એક અજાણી છોકરી હતી એ વાત સાચી નીકળી. પણ બીજો પ્રશ્ન આ ફોટાં અને વીડીયો જોઇને થાય છે કે મીલીંદનાં પેરેન્ટસ વચ્ચે શું ગરબડ છે? અને મીલીંદ પેલી છોકરી જોડે વાત કરતાં એકદમ ઉશ્કેરાયેલો અને ગુસ્સામાં કેમ હતો ? એ છોકરી પછી ક્યાં ગઇ ? એ ફરીથી ટેરેસ પર હતી કે નહીં ?
દેવાંશે કહ્યું સર આગળ જુઓને કોઇ બીજા ફોટા વીડીયો છે ? સિધ્ધાર્થે કહ્યું ના બધુજ જોવાઇ ગયું પણ એની બહેન વંદનાનો ફોન જોવાનો બાકી છે એમ કીધું.
ત્યાં કાળુભા વિક્રમસિંહની ઓફીસમાં પટાવાળાને લઇને આવ્યો અને બોલ્યો સર આ બાબુએ પેલી છોકરીને જોઇ છે એની સાથે વાતો પણ કરી છે. સિધ્ધાર્થે કહ્યું બાબુ તારે મને જાણ ના કરવી જોઇએ કે સરને મળવા કોઇ છોકરી આવી હતી ? અત્યાર સુધી ક્યાં હતો ?
બાબુએ કહ્યું સર એ છોકરી મોટાં સાહેબને મળવા આવી હતી મેં કહ્યું સર નથી મીટીંગમાં બહાર ગયાં છે કદાચ બે કલાકમાં આવી જશે. એણે મને પૂછ્યું ક્યાં ગયાં છે મીટીંગમાં એનો પ્રશ્ન સાંભળી હું વિચારમાં પડી ગયો મેં ગુસ્સાથી કહ્યું PM આવવાનાં છે એટલે એમાં બીઝી છે તમારે શું કામ છે ? તમે સિધ્ધાર્થ સરને મળી લો. પણ તમે ક્યાંથી આવો છો ? સરનું શું કામ છે ?
એણે કહ્યું મારે પર્સનલ કામ છે અને હું ભવાનસિંહનાં ઘરેથી આવી છું મારે ખૂબ અગત્યનું કામ હતું ખાસ માહિતી આપવાની હતી મેં કીધું સિધ્ધાર્થ સરને મળી લો તમારું કામ પતી જશે.
પછી ખબર નહીં એણે મારી સામે એવી રીતે જોયું હું ગભરાઇ ગયો. સાલી સુંદર ખૂબ હતી પણ તીખી મરચી જેવી મને કહે પાણી મળશે પીવા ? મેં કહ્યું લાવુ છું હું અંદર પાણી લેવા ગયો.. પાણી લઇને બહાર આવ્યો ત્યારે ત્યાં હતીજ નહીં હું ગ્લાસ પાછો મૂકી ઝડપથી તમારી કેબીને આવ્યો મેં દરવાજો ખોલીને જોયું તમારી આસપાસ ઘણાં છે તમે ગંભીર વાતો કરતાં જોયા એટલે વિચાર્યું હું તમને પછી કહું છું અને મગનની કીટલીએ ચા પીવા જતો હતો અને કાળુભા મને અહીં લઇ આવ્યાં.
સિધ્ધાર્થે વિચારમાં પડી ગયો એણે વિચાર્યુ ભવાનસિંહના ઘરેથી આવી છું ? એટલે મીલીંદનાં પાપાનાં ઘરેથી એટલે ? આનો શું અર્થ થાય ? પછી પાણી માંગીને કેમ જતી રહી ? એમણે બાબુને કહ્યું કંઇ નહીં આ ફોટો જો આજ છોકરી હતી ? એમ કહી કેમેરા ચાલુ કરીને પેલી છોકરીનો ફોટો બતાવ્યો. બાબુએ કહ્યું હાં સર આજ છોકરી હતી પણ કપડાં બીજા પહેરેલાં ... બધાં હસી પડ્યાં. સિધ્ધાર્થે કહ્યું સારુ જા પછી કામ પડશે તો બોલાવીશ.
સિધ્ધાર્થે કહ્યું દેવાંશ આમાં કંઇક મોટી ગરબડ છે આમાં કંઇક મોટું રંધાયુ છે. બધામાં આ છોકરી કોમન છે પહેલાં એનેજ પકડવી પડશે. પણ એની હિંમત તો જુઓ એ સરને મળવા પોલીસચોકી આવી ગઇ એ શા માટે આવી હશે ? વિક્રમસર હાજર હોત તો મળી હોત ? વાત કરી હોત ? આ બધાં પ્રશ્નો થાય છે.
એટલામાં સિધ્ધાર્થનાં મોબાઇલમાં ફોન આવે છે. સિધ્ધાર્થે ફોન લીધો અને સામેથી છોકરીનો અવાજ આવ્યો સર તમે મને શું શોધ્યા કરો છો ? હુંજ તમને સામેથી મળીશ પહેલાં દેવાંશને કહી દો એ મને મળી જાય પછીજ હું તમને મળીશ એને મળવા માટે મારે કેટલાં ધમપછાડા કરવા પડે છે. અને એ પેલી વ્યોમા પાછળ લટ્ટુ થઇને ફરે છે કંઇ નહીં હું એને મેળવીને રહીશ અને ફોન કપાઇ ગયો.
સિધ્ધાર્થનો ચહેરો બદલાઇ ગયો એ ચિંતામાં પડી ગયો. દેવાંશે પૂછ્યું શું થયું સર AC ઓફીસમાં તમને પરસેવો આવી ગયો. ઓલ વેલ ? કોનો ફોન હતો ?
સિધ્ધાર્થે કહ્યું તારી લવરનો ફોન હતો એ તને મળવા અને મેળવવા માંગે છે એનાંજ બધાં ધમપછાડા છે.
દેવાંશે કહ્યું મારી લવર ? શું બોલો છો સર ? એ તમને શા માટે ફોન કરે ? એતો એનાં ઘરે છે. મળવું હોય તો એ મને ફોન કરે તમને શા માટે કરે ?
સિધ્ધાર્થે કહ્યું દેવાંશ તું તારું ધ્યાન રાખજે તારી લવર કટાક્ષમાં કહ્યું પેલી અજ્ઞાત છોકરી જેનાં માટે આપણે શોધખોળ કરીએ છીએ એનો ફોન હતો એ તને મળવા અને મેળવવા માંગે છે આ બધુ શું ચાલી રહ્યું છે ? મને લાગે તારે એકલાએ હવે નથી ફરવાનું અને હું સર સાથે મળીને બધી ચર્ચા કરીશ તને પોલીસ પ્રોટેક્શન આપવું પડશે. મને લાગે કોઇ કાળો જાદુ કરનારી કે કોઇ પ્રેત હોય જેનામાં વાસનાનું ઝેર હોય તો અઘોરીજીને ફરી મળવું પડશે જેમ તારાં ઘરમાં વિધી કરી અંગારીનાં આત્માને ઠાર્યો અને સદગતિ કરાવી આ કોઇ બીજી છે જે તારી પાછળ પાગલ છે એનું કારણ શોધવું પડશે. આતો કોઇ ચક્રવ્યૂહ જેવું લાગે છે.
દેવાંશ વિચારમાં પડી ગયો એનાં કપાળે પરસેવો વળી ગયો એ બોલ્યો મારી પાછળ શા માટે ? શું કરાણ છે ? જગતમાં હું એકલો છું ઘણાં છે બીજા હુંજ શા માટે ?સર મને કોઇ મારો ડર નથી મને વ્યોમા માટે ચિંતા રહે છે અમે ઘરે વાત કરીને લગ્ન કરવાની નક્કી કરવાનાં છીએ અને આવા અપશુકન થયા. મૂહૂર્ત ટાણે સાપ નીકળ્યાં જેવી દશા થઇ છે. અનિકેત કહે છે કે ફરીદા આવીજ દેખાતી હતી આનાં કેટલાં રૂપ છે ? કેટલી જગ્યાએ સંડોવાયેલી છે ? આનાં માટે અઘોરીજીનોજ સંપર્ક કરવો પડશે.
અનિકેતે કહ્યું સર કાલથી નવરાત્રી ચાલુ થાય છે અને ચાર નવરાત્રીમાં અલકાપુરીજ ગરબા રમવા જવાનું વિચારતા હતાં. હવે શું કરીશું ?
સિધ્ધાર્થે વિચાર કરીને કહ્યું બહુ સારું છે તમે લોકો કાલથી અલકાપુરીમાંજ ગરબા રમવા જજો. હું મારાં સીબીઆઇ નાં જવાન અને પોલીસ બંદોબસ્ત મૂકી દઇશ અને હાં દેવાંશ અને અનિકેત તમને બંન્ને ને સૂચના આપું છું કે આ બધી વાત તમે વ્યોમા અને તારી ફ્રેન્ડ શું નામ ? અનિકેત કહે અંકિતા આઇ મીન રાધીકા. સિધ્ધાર્થે કહ્યું એ લોકોને કોઇ વાતના કરશો તમારાં મનમાંજ રાખજો. હું બધ્ધો બંદોબસ્ત ગોઠવી દઇશ તમને કોઇ રીતે નુકશાન નહીં પહોચવા દઊં લેડીઝ પોલીસ પણ હાજર હશે જ ત્યાં.
સિધ્ધાર્થે કહ્યું ઓકે સર એમ ડરીશું તો જીવીજ નહીં શકાય હું તમારાં સંપર્કમાં રહીશ.
સિધ્ધાર્થે કહ્યું આજે આટલું ઘણું હજી મારે રામુ અને બ્લ્ડ રીપોર્ટની બધી ફાઇલો તપાસવાની છે ખબર નથી એમાં હજી શું શું નીકળશે ? ભાવેશ-મનીષ અને કાળુભાને સાથે રાખી એ બધું કામ નીપટાવીશ તમે જઇ શકો છો અને હાં તમે જ્યારે પ્રોજેક્ટ પર જવાનાં હોય ત્યારે મને કહી અને પોલીસનાં જવાન સાથે રાખીનેજ જજો. મારી સૂચનાનું પુરુ પાલન કરજો.
દેવાંશે કહ્યું ભલે સર અમે રજા લઇએ એમ કહી બંન્ને સિદ્ધાર્થની કેબીનની બહાર નીકળ્યાં અને એલોકોની નજર મગન ચાવાળાની કીટલી પર પડી અને ચમક્યાં...
વધુ આવતા અંકે - પ્રકરણ - 58

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED