આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-64 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-64

આઇ હેટ યુ
પ્રકરણ-64
નંદીની ઘરે આવીને માસા અંગે માસીને પૂછે છે માસા નથી ? માસા ક્યાં ગયાં ? માસીએ કહ્યું ના કંઇક કામે ગયા છે મને લાગે તારાં પેલાં રાજનાં પાપા... એને થયું મે માસા માસીને મારી કથની કહી એમને ટેન્શનમાં નાખી દીધાં. એનો ચહેરો ઉદાસ થઇ ગયો.
માસીએ કહ્યું નંદીની શું થયું ? કેમ અચાનક ઉદાસ થઇ ગઇ ? નંદીનીએ કહ્યું માસી મેં તમને અને માસાને ખોટી ચિંતાઓ આપી એવું લાગે. ત્યાં વિરાટ પણ મારાં લીધે... માસીએ એને બોલતાં અટકાવીને કહ્યું અરે દીકરા આમ કેમ બોલે ? તું મારી દીકરી જેવી નહીં દીકરીજ છે. અને માસા જાણવા ગયાં છે. એમની ચાલમાં મેં પહેલાં જેવો તરવરાટ જોયો છે મને આનંદ થયો છે કે તારામાં રસ લઇ રહ્યાં છે. એમાં ખોટું શું છે ? તું આવા બધાં વિચાર કેમ કરે ? અમને હજી તું પારકા ગણે છે ? વિરાટ તારો ભાઇ છે એ કંઇ કરે કે જાણવા માંગે એનો હક અને તારાં માટે કંઇ કરે એ એની ફરજ છે. આમ ઓછું ના લાવીશ.
નંદીની ઉઠીને માસીને વળગી પડી અને નમ આંખે બોલી તમે મારાં માસી નથી માં છો. તમે માંની ખોટ પૂરી કરી અને માસાંએ પાપાની હું તો ખૂબ ભાગ્યશાળી છું. મારું જીવન જાણે સાવ રફેદફે થઇ ગયેલું મને સમજાતું નહોતું કે હવે હું શું કરીશ ? અહીં આવી મને ભાઇ અને માંબાપ મળી ગયાં છે.
ત્યાં ગેટમાં માસાની એન્ટ્રી થઇ અને નંદીનીને બોલતી સાંભળીને બોલ્યાં બેટા હું તારો બાપજ છું અને આજે મારાં વકીલ મિત્રોને કોર્ટમાં મળીને આવ્યો છું હવે કોર્ટ બે દિવસ બંધ છે પણ મને બધીજ માહિતી મળી ગઇ છે. પ્રદ્યુમન જોષી બહુ મોટો કેસ જીત્યાં છે અને એનો ખાસ મિત્ર અહીં સુરતમાં રહે છે જે મારો પણ મિત્ર છે. બંકીમ શાહ એ પણ મારી જેમ હાઇકોર્ટ કેસ લડે છે. પણ મારાં કરતાં એની પાસે કેસ વધુ છે ઘણાં કેસમાં પ્રદ્યુમનની સાથે પણ હોય છે. અને એનાં દ્વારા જાણવા મળ્યું કે પોલીટીશીયનનો કેસ જીતી બહુ મોટી તગડી ફી વસુલી છે અને એ અને એની પત્ની US જવાનાં છે. ક્યારે જવાનાં કે ગયાં એ નથી ખબર એમનાં દીકરાને મળવા માટે. નંદીની આર્શ્ચર્યથી સાંભળીજ રહી. એને થયું દુનિયા ખૂબ નાની છે. એનાંથી પૂછ્યાં વિના ના રહેવાયું.
નંદીનીએ પૂછ્યું US ગયા ? ઓહ તો રાજને તો ખબરજ હશે. આજે વિરાટનો ફોન આવશે ને ? ફ્રાઇડે છે એટલે આપણે વાત કરીશું પછી પાછી ચૂપ થઇ ગઇ.
માસાએ કહ્યું અરે એનો નહીં આવે તો આપણે કરીશું જાણી લઊં છું એનો શું પ્રોગ્રામ છે. મેસેજ કરીને પૂછી લઊં છું ? એમ કહી વિરાટને મેસેજ કરી દીધો.
માસાએ કહ્યું નંદીની બેટા તેં તારી બધી વાત કરી છે હવે હું સંપૂર્ણ માહિતગાર છું વિરાટ સાથે પહેલાં હુંજ વાત કરીશ બધી આમ પણ એણે પ્રશ્ન મને જ કર્યો છે પછી જરૂર પડે તને વાત કરાવીશ.
નંદીનીએ હકારમાં ડોકું હલાવી સંમતિ આપી અને માસી કહે દીકરા આજે રસોઇજ નથી બનાવી રાધા કે રમેશ બેમાંથી એકેય આવવાનાં નથી એટલે તારાં માસાએ બહારથીજ મંગાવી લીધું છે હમણાં આવશેજ.
નંદીનીએ કહ્યું અરે હું રસોઇ બનાવી લેતને એમાં શું થઇ ગયું હવે મારે બે રજા જ છે કેમ બહારથી મંગાવ્યું. માસાને તો બહારનું અનૂકૂળ નથી પડતું.
માસી કહે એમાં શું થઇ ગયું ? સાચું કહું અમનેજ આજે ઇચ્છા થઇ હતી મેં મદ્રાસી વાનગી માસાએ પાઉ ભાજી તારાં માટે પીઝા- સેન્ડવીચ અને આઇસ્ક્રીમ તો ઘરમાં છેજ. તને પણ પાંઉભાજી ભાવે છે મને ખબર છે તું એકવાર બોલી હતી એટલે વધારેજ મંગાવ્યું છે.
નંદીનીએ કહ્યું ઓકે ચાલો આજે જુદો ટેસ્ટ આમ પણ સુરતનું બહારનું હજી ચાખ્યું નથી તો એનો ટેસ્ટ પણ મળી જશે કંઇ નહીં હું બાથ લઇને આવું. પછી હું બધુ સર્વ કરીશ. એમ કહી એ એનાં રૂમમાં ગઇ. અને બાથ લેવાં જતાં એને ઘણું બધું યાદ આવી ગયું આજે એવું લાગ્યું કે માસા માસી નથી મારાં મંમી પપ્પાજ છે. કેટલી કાળજી રાખે છે. મારો કોઇ ચોક્કસ લેણદેણ હશે આજે માસા માસી જે મારાં પૈસાની પણ વાત કરી લઇશ. વિરાટનો ફોન આવશે કે માસા કરશે આજે રાજ હશે ? માસા વિરાટ સાથે શું વાતો કરશે ? આમ બધાં વિચાર કરતાં કરતાં બાથ લીધો અને ચેઇન્જ કરી બહાર આવી.
માસાએ કહ્યું વિરાટનો જવાબ આવી ગયો એ અહીંના રાત્રીનાં 11.00 વાગે ફોન કરશે હમણાં હજી એ આરામનાં મૂડમાં છે. કંઇ નહીં ઉઠીને તરત ફોન કરશે. ત્યાં હોટલમાંથી જમવાનું આવી ગયું નંદીનીએ લીધું અને પૈસા ચૂકવી દીધાં. માસીએ કહ્યું તેં કેમ પૈસા આપ્યાં ? મેં તૈયારજ રાખેલાં.
નંદીનીએ કહ્યું એમાં શું ફરક પડે છે હું તમારી દીકરીજ છું ને ? હું કમાઉ છું તમારાં પૈસા ભલે રહ્યાં. માસી એની સામે વ્હાલથી જોઇ રહ્યાં. નંદીનીએ કહ્યું તમે લો ? ટેબલ પર આવી જાવ હું બધાં માટે પ્લેટમાં અને બાઉલમાં બધુ કાઢીને લાવું છું માસા તમે જમતાં પહેલાંની તમારી દવા લઇલો. હું તૈયાર કરી લાવું એમ કહી પાર્સલ લઇને કીચનમાં ગઇ.
નંદીની પીરસીને બધુ ટેબલ પર લાવી અને ત્રણે જણાં સાથે જમવા બેઠાં. નંદીનીએ કહ્યું વાહ ખૂબ ટેસ્ટી છે સાચેજ ખાવાની મજા આવી.
માસા કહે અમને ક્યારેક ખાવાનુ મન થાય ત્યારે નીલેશ જોડે મંગાવી લેતાં એ જઇને લઇ આવતો. માસી કહે તમે નીલેશ બોલ્યાં મને યાદ આવ્યું. એ હમણાંથી આવ્યો નથી તમે ફોન કરો છો કે નહીં ?
માસાએ કહ્યું નવી નોકરી છે એમાં બીઝી રહે છે સારું છે હું કરું છું ફોન કદાચ રવિવારે આવશે એવું કહેતો હતો. આવશે ત્યારે વાત કરી લેજે.
નંદીનીએ બધાનાં જમી લીધા પછી પ્લેટોને બધું લઇ લીધું. અને બોલી તમે શાંતિથી હીંચકે બેસો અથવા ટીવી જુઓ હું બધું સાફ કરીને મૂકી દઊં છું માસી તમારે કીચનમાં નથી આવવાનું..
માસી માસા એકબીજાની સામે જોઇ રહ્યાં માસીએ કહ્યું ચાલો ટીવીમાં કંઇ નથી જોવું હીંચકે બેસીએ એ મને કશું નહીં કરવા દે હું જાણું છું અને બંન્ને બહાર ગયાં.
નંદીની કીચનમાં કામ કરતી કરતી રાજનાંજ વિચારોમાં હતી. એનાં પાપા મંમી US પહોચી ગયાં હશે તો એ વ્યસ્ત હશે એ જોવા નહીં મળે. US કેમ ગયા ? રાજને પરણાવવાની તૈયારી હશે ? રાજ એમ લગ્ન નથી કરી લેવાનો મને પાકી ખબર છે. કંઇ નહીં વિરાટનો ફોન આવે પછી ખબર પડે. અને આમને આમ વિચારોમાં ને વિચારોમાં કામ નીપટાવી બહાર આવી.
નંદીની પણ એ લોકો સાથે જઇ બેઠી અને માસાએ કહ્યું નંદીની પ્રદ્યુમન જોષી તો ખૂબ ખુરાટ માણસ છે અને થોડો ઘમંડી છે તો એનો છોકરો રાજ આટલો સારો છે નવાઇ લાગે છે. કદાચ માં પર ગયો હશે.
નંદીનીએ કહ્યું રાજ એમનાંથી સાવ જુદો છે. પણ એની મંમીનું એનાં પાપા સામે કંઇ ચાલતુંજ નથી એટલું મે ઓબર્ઝર્વ કર્યું છે. એ કહે એજ થાય. રાજ મને પસંદ કરતો હતો પણ પાપાની આમન્યા એટલીજ રાખતો એ કદી સામો જવાબ નહોતો આપતો મારી વાત આવે ત્યારે એ એનુંજ ધાર્યુ કરતો.
માસી કહે કેટલાં વાગ્યાં ? વિરાટનો ફોન હજી આવ્યો નહી માસા કહે ધીરજ રાખ એણે કીધું છે એટલે આવશેજ. આપણે પણ ઘરમાંજ છીએ. પછી માસાએ કહ્યું હું વરુણ અંગે પણ વિચારી રહ્યો છું કોઇ સલામત રસ્તો શોધી એ વાતનો પણ અંત લાવી દઇશું. તને એ કહી હેરાન નહીં કેર કદી ફોન નહીં કરે.
ત્યાં વિરાટનો વીડીયોકોલ આવી ગયો. માસાએ કહ્યું દીકરા રેસ્ટ લઇ લીધો ? કેવું છે બધુ ? તારે રજા છે કે જોબ પર જવાનું છે ? વિરાટે કહ્યું જવાનું છે પણ હજી વાર છે. નંદીની દીદી છે ને ? માસાએ કહ્યું અહીં બધાંજ છીએ તારાં ફોનની જ રાહ જોતાં હતાં ? માસાએ કહ્યું તે જેટલાં પ્રશ્નો પૂછેલાં એ બધીજ માહિતી તને આપી દઊં અને...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-65