આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-62 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-62

આઇ હેટ યુ
પ્રકરણ-62
નંદીની માસા માસીને ઇતીથી અંત બધીજ વાત કરી રહી હતી. એણે વરુણની અને રાજની બધી વાત કહી દીધી. વિરાટ સાથેજ રાજ રહે છે જે મને પ્રેમ કરે છે એટલે વિરાટને પ્રશ્ન થયા છે અને માસા અગત્યની વાત હવે એ છે કે વરુણ મારાં ફલેટ પર ગયેલો મારી તપાસ કરવા. બંધ ફલેટ જોઇ એને પ્રશ્ન થયા હશે એટલે કોઇ કુરીયર આવ્યુ છે. એ બહાના હેઠલ મારી અમદાવાદની ઓફીસે જઇને જાણી લીધું છે કે મેં સુરત ટ્રાન્સફર લીધી છે. એનો આજેજ મારી અહીની સુરતની ઓફીસનાં નંબર ઉપર ફોન હતો. એણે મારી સાથે.. પછી એણે મારી સાથે... પછી એણે કહ્યું મારે તાત્કાલીક 25 હજારની જરૂર છે તું મને આપ નહીંતર.. એણે મને ધમકી આપી એ જાણે મને બ્લેકમેઇલ કરવા માંગતો હોય એમ વાત કરેલી.
પણ માસા મારી પાસે વરુણનાં પેલી હેતલ સાથેનાં ફોટા વીડીઓ અને ચેટ છે મેં એને એવો ધમકાવ્યો છે કે ફરીથી ફોન નહીં કરે અને આજનો ફોન પણ રેકર્ડ કરેલો છે. મને ખબર નહીં મારામાં આટલી બધી હિંમત કેવી રીતે આવી ગઇ... પછી નંદીની ચૂપ થઇ ગઇ પણ એની આંખમાં હજી ગુસ્સાની આગ હતી...
માસા માસીએ એકબીજા સામે જોયું પછી નંદીની સામે જોઇ રહ્યાં. થોડીવાર કોઇ કંઇજ બોલ્યુ નહીં ચુપકીદી છવાઇ ગઇ.
થોડીવાર પછી માસાએ કહ્યું નંદીની બેટા તુ બહાદુર છે અને તેં જે કંઇ કર્યુ છે એ સ્થિતિ સંજોગો પ્રમાણે કર્યું એમાં તું ક્યાંય વાંકમાં નથી બાપનાં બોલ રાખવા અને ઇચ્છા પુરી કરવા તેં લગ્ન કર્યા. ભલે એ લાગણીનો આવેશ હતો એમ હું કહીશ પણ તું હજી એટલીજ પવિત્ર છે. વરુણની ચિંતા છોડી દેજે હું તારાં સાથમાં છું અને એનાં અંગે હું શાંતિથી કાયદાકીય રીતે પણ વિચારીશ એનો ઉકેલ લાવી દઇશ નિશ્ચિંત રહેજે. પણ એવું લાગે છે કે રાજ હજી તને એટલોજ પ્રેમ કરે છે.
આપણે વિરાટ સાથે વાત કરીશું હું વિરાટને મેસેજ કરી દઊં છું કે હમણાં એ રાજ સાથે તારાં અંગે કોઇજ વાત ના કરે. આ વાત હવે આપણે રૂબરૂ કરવી પડશે મને આટલું લખવું પણ નહીં ફાવે અને લખવામાં કાઇ ગેરસમજ થવાની શક્યતા છે એટલે હું મેસેજનાં સમજાવી દઇશ. સારુ થયું તેં અડધા દિવસની રજા લીધી ખુલાસો થઇ ગયો.
****************
પ્રધ્યુમન જોષીએ બંગલાનાં પાર્કીગમાં કાર પાર્ક કરી અને ઉત્સાહમાં ઘરમાં આવતાંજ એમનાં પત્નિ નયનાબેનને કહ્યું નયના આપણી US જવાની ટીકીટ વીઝા બધાં કામ પુરા થઇ ગયાં છે હવે આપણે પરમદિવસે US જવા નીકળીએ છીએ અને રાજને હમણાં કોઇ જાણ નથી કરવાની એનાં માટે આ મોટી ગ્રાન્ડ સરપ્રાઇઝ હશે. હાં મેં ગોરાંગ સાથે વાત કરી લીધી છે. એને મેં કહ્યું છે રાજને જાણ ના કરે મીશા અને તાન્યાને પણ કહીદે કે રાજને આપણાં ત્યાં જવા અંગે વાત ના કરે.
નયનાબેન કહ્યું ઓહો આટલુ જલ્દી નક્કી થઇ ગયું ? વીઝા પણ મળી ગયાં ? ટીકીટ બુક કરાવી લીધી ? અને રાજને જણાવવાનું નથી ? તમારાં અહીંના કામ નીપટી ગયા ? તમારી બધી ફી પણ આવી ગઇ ?
પ્રધ્યુમન જોષીએ કહ્યું નયના આપણે પહેલીવાર થોડા જઇએ છીએ ? અને કેટલા પ્રશ્ન કરે છે ? આપણે થોડાં કાયમી જઇએ છીએ ? વીઝીટર વીઝા પર જઇએ છીએ આપણો એજન્ટ પહોચેલો છે ઓફીસ આવીને બધાં પેપર્સ લઇ ગયેલો અને મેં પૈસા ચૂકવી દીધેલાં બધુ ફટાફટ પતી ગયું તને ખબર છે પ્રધ્યુમન જોષીનું કામ હતું. આમજ કામ થાય મારાં અને મારી બધી ફીઝ આવી ગઇ કેશ પણ ઓફીસે આવી ગયેલી. તારી પાસે દોઢ દિવસ છે જે ખરીદી કરવી હોય એ કરી લે. રાજ માટે જે લેવું હોય એ બધુ રેડી ખરીદી લે હવે મેં મારું કામ પતાવ્યું. તું તારુ પતાવ. સોરી તને સમય ઓછો આપ્યો છે પણ એનાં સિવાય છૂટકો નહોતો પછી મારે બીજો મટો કેસ આવી જાય પહેલાં જઇ આવીએ. રાજનું મોઢું જોયે 6 મહીનાં ઉપર થઇ ગયું અને એને માનસિક તૈયાર કરવાનો છે એ સૌથી મોટું કામ છે. ઇશ્વર કરે અને એ છોકરો માની જાય. તાન્યા જેવી છોકરી આપણને ઘર બેઠે મળી જાય એમ છે. ગોરાંગ વર્ષોથી US છે અને સેટલ થયેલો છે આપણાં રાજને કોઇ તકલીફ નહીં પડવા દે. એને એકની એક છોકરી છે આપણે વર્ષોથી સંબંધ છે. જાણીતું ઘર કુટુંબ છે.
નયનાબેન પ્રધ્યુમન જોષીની સામેજ જોઇ રહ્યાં. પછી બોલ્યાં સમય ઓછો છે મારે રાજ માટે બધુ લઇ જવું છે. ગૌરાંગભાઇનાં ઘર અને એલોકો માટે પણ બધુ લેવું પડશે. તમે એમને ફોન કરીને પૂછી લો એમને અહીંથી શું જોઇએ છે ? તમે ખૂબ મોટાં સફળ વકીલ છો હું જાણું છું પણ દીકરાનું કામ છે જરા સાચવીને કરજો. રાજની પસંદ ના પસંદ ખાસ હોય છે એને અને બદલવો કે સમજાવવો અઘરો છે તમે કશામાં ઉતાવળ ના કરતાં અને રાજ અને તાન્યા માટે કોઇ આગળથી પ્રોમીસ ના કરતાં નહીંતર ગૌરાંગભાઇ અને મીશાને પણ ખરાબ લાગશે ત્યાં જઇને બહુ જોઇએ જાણીએ પછી વાત મારી આટલી વાત માનજો.
પ્રધ્યુમનભાઇએ કહ્યું નયના મને બધી ખબર છે અને મારાં દીકરા રાજને પણ હું સારી રીતે ઓળખું છું પણ પ્રશ્ન એકજ છે કે એ આપણને નંદીની વિશે પૂછશે અને એનાં જવાબમાં હું કહુ એ સાંભળજે પ્રશ્ન ના કરતી એ સમયે. કારણ કે અત્યારે નંદીની ક્યાં છે એ મને પણ નથી ખબર એનું ઘર બંધ છે છતાં હું જોઉં છું બસ આપણે જઇએ અને રાજ માની જાય નંદીનીને ભૂલી જાય. ખબર નહીં એ છોકરાએ નંદીનીમાં શું જોઇ લીધું છે.
નયનાબેને કહ્યું રાજનાં પાપા એણે પ્રેમ કર્યો છે. અને આપણને પ્રેમ શું ક્યાં ખબર છે ? આટલામાં સમજી જજો એમ કહીને એમનાં રૂમનાં જતાં રહ્યાં....
************
નંદીની માસા માસીને બધી વાત કરીને નિશ્ચિંત થઇ ગઇ હતી એને થયું મારાં માથા પરથી બોજ હટી ગયો એ હળવી ફુલ થઇ ગઇ હતી હવે વિરાટ સાથે વાત થઇ જાય પછી આગળ વિરાટ શું કહે છે ? એનાં પર આગળ વિચારીશ. માસાએ કહ્યું છે વરુણ અંગે કાયદાકીય રીતે વિચારી લેશે. મને વરુણની ચિંતાજ નથી હું જરૂર પડશે તો હું રૂબરૂ અમદાવાદ એકવાર જઇ આવીશ ફલેટ સાફ કરાવી આવીશ જોઇએ આગળ શું થાય છે જોઈએ.
નંદીની નિયમિત ઓફીસ જવા લાગી હતી. એનાં માસાં મોટાં એડવોકેટ છે કીધા પછી ભાટીયા તરફથી થોડી શાંતિ થઇ એવું લાગતું હતું એ કામથી કામ રાખતો હતો.
ગુરુવારે નંદીની ઓફીસ ગઇ એણે જોયું અને જાણ્યુ કે ભાટીયા અને લીના મુંબઇ ઓફીસ ગયા છે અને બીજે દિવસે શુક્રવારે સાંજે પાછા આવવાનાં છે એણે પારુલને પૂછ્યું ભાટીયા સર અને લીના અચાનક મુંબઇ ગયાં ? મને તો કંઇ કીધુ નથી જોકે મેં બધાં રીપોર્ટ બનાવીને આપી દીધાં છે. પારુલે કહ્યું મુંબઇથી બોસનો ફોન હતો તું ઘરે ગઇ પછી મને લીનાએ મેસેજ આવ્યો છે તારાં માટે કે તે એવું શું કીધુ સરને કે તારી જગ્યાએ લીનાને લઇ ગયાં અને ગઇકાલે સાંજના રીપોર્ટ તું અત્યારે સરને મેઇલ કરી દે પહેલાં ભૂલ્યાં વિના બાકી બાધુ નોર્મલજ હતું.
નંદીની વિચારમાં પડી ગઇ પછી બોલે ઓકે હું હમણાંજ મેઇલ કરુ છું અને મેં એવું કંઇ ખાસ કીધુ નથી એણે માસાની વાત કરી હતી એ પારૂલ સાથે શેર ના કરી... પછી બોલી કંઇ નહીં લીના પાછી આવે અને ઓફીસમાં મળે તો ઠીક છે નહીંતર આપણે શનિવારે મળીને વાત કરીશું મારે જાણવું છે. ભાટીયાએ મારા અંગે એની સાથે કંઇ ચર્ચા કરી છે ?
પારુલે કહ્યું મને પણ આષ્ચર્ય હતું કે આ વખતે તને લઇને જવાના હતાં અને લીના ગઇ. નંદીનીએ કહ્યું ઠીક છે હું પહેલાં બધાં મેઇલ કરી દઊં નહીતર ફોન આવી જશે. બાકીની વાત શનિવારે કરીશું એમ કહી એ એની કેબીન તરફ ગઇ.
*************
નયનાબેન અને પ્રધ્યુમનભાઇ સામાન પેક થયાં પછી ચેક કરી રહેલાં. નયનાબેને કહ્યું રાજ માટે એની ભાવતી બધી મીઠાઇ- નાસ્તા થોડાં કપડાં બધુ લીધું છે અને ગૌરાંગભાઇની ફેમીલી માટે પણ બધુ લીધુ છે પણ મારુ હૃદય હજી ફડકમાં છે રાજ માનશે ને ?
પ્રધ્યુમનભાઇએ કહ્યું કઇ નહીં હવે પ્લેનમાં વાતો કરીશું ડ્રાઇવર આવી ગયો છે આપણે એરપોર્ટ જવા નીકળીએ અને નયનાબેને બધુ લોક કર્યુ ફરી ચેક કર્યું. ડ્રાઇવરે બધો સામાન મૂકી દીધો અને એલોકો એરપોર્ટ જવા નીકળી ગયાં...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-63