આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-61 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-61

આઇ હેટ યુ
પ્રકરણ-61
માસાએ પૂછ્યુ પછી ? નંદીનીએ કહ્યું ડેસ્ટીની શું કરવા માંગતી હતી મને નથી ખબર એ મુંબઇ ગયો ત્યારે મને ત્યાં બોલાવવા માંગતો હતો કે હું US જઊં પહેલાં તું મારી પાસે આવીને રહે અને અહીંથી US જવાનું છે તો તું છેક એરપોર્ટ સુધી મારી સાથે રહે....
પણ.. માસા ત્યાં સુધીમાં પાપાની તબીયત ખૂબજ બગડી પરીસ્થિતિ ગંભીર થઇ ગઇ મારાંથી પાપાને છોડીને મુંબઇ જવાય એવું નહોતું હું ના ગઇ અમારે ફોન પરજ વાતો થઇ અને એ ત્યાંતી US જતો રહ્યો.
નંદીની થોડો સમય શ્વાસ ખાવા રોકાઇ એની આંખો નમ થઇ ગઇ હતી હમણાં આંસુ નીકળી જશે એવું સ્પષ્ટ જણાતું હતું અને માસી ઉભા થઇને એની પાસે આવ્યા અને બરડે હાથ ફેરવતાં કહ્યું દીકરા પછી શું થયું ? રાજે ના પાડી દીધી તને ? તમારી વચ્ચે કોઇ ઝગડો કે અણબનાવ થયો ?
નંદીનીએ કહ્યું ના માસી ના... કોઇ ઝગડો કે અણબનાવ નહીં અને એ રડી પડી થોડીવાર એ રડતી રહી પછી સ્વસ્થ થઇને કહ્યું માસી અઠવાડીયા પછી રાજનાં પાપાનો ફોન આવ્યો એમણે મને ફોનમાં કીધું નંદીની તારી જરૂર પડી છે તુંજ મદદ કરી શકે એમ છે એવું બોલતાં એ ઢીલા થઇ ગયાં હતાં...
માસાએ નંદીની સામે જોયું અને કંઇક બબડયા. નંદીનીએ કહ્યું મેં એમને પૂછ્યું કેમ પાપા એવું શું થયું ? એમણે કહ્યું હું રાજને કોન્ફરન્સમાં લઊં છું તારે એની સાથે વાત કરવી પડશે એ ત્યાં ભણીજ નથી રહ્યો તારાં નામની માળા જપે છે એ ઇન્ડીયા પાછા આવી જવાનું કહે છે. તું એને કોઇ રીતે સમજાવ એની કેરીયર બગાડશે. મેં એની પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે અને એ કરતાં એ એનું જીવન બગાડશે. હું તને ફોનમાં એડ કરું છું તું એને સમજાવ એમ કહી મને કોન્ફરન્સમાં લીધી રાજ મને જોઇ સાંભળી ખૂબ રડ્યો. એનાં મંમી પપ્પા લાઇન પર હતાં છતાં એણે કહ્યું નંદીની આઇ લવ યુ હું તને ખૂબ મીસ કરું છું મને અહીં ગમતુંજ નથી મને તું ખૂબ યાદ આવે છે મારે અમદાવાદ પાછું આવવું છે હું ત્યાં આગળ પાપા કહેશે એટલું ભણીશ પણ મને પાછાજ આવવું છે મને રાજનાં પાપાએ કહ્યું નંદીની તું સમજાવ એમ કહીને તેઓ રડી પડ્યાં. અને મને થયું રાજ જો નાદાની કરશે તો એનાં પાપા મંમી ભાંગી પડશે એમણે ખર્ચ પણ ખૂબ કર્યો છે એટલે મેં રાજને સમજાવ્યો કે બે વર્ષ આમ પુરા થઇ જશે. હું તારી રાહ જોઇશ તું ભણવામાં ધ્યાન પરોવ. એણે મારાં પાપા મંમીની ખબર પૂછી એમની ટ્રીટમેન્ટ બરોબર ચાલે છે ને ? ત્યારે એનાં પાપાએ કહ્યું દીકરા તું ભણવામાં ધ્યાન રાખ અમે બધી કાળજી લઇશું નંદીનીને એકલી નહી પડવા દઇએ બસ તું સરસ ભણીને આવ.
માસા એ સમયે મને એવું લાગ્યું કે રાજ અને એનું ફેમીલી મારી અને પાપાની આટલી કાળજી લે છે મારી ફરજ છે કે હું રાજને સમજાવું મેં રાજને મારાં સમ આપીને કહ્યું રાજ તું ભણવામાં ધ્યાન રાખ તું ત્યાં ભણીને આવીજા. આપણે ત્યાં સુધી વાત નહીં કરીએ કે નહીં કોઇ વ્યવહાર રાખીએ બસ હું તારી રાહ જોઇશ. તું તારાં પાપાનાં સ્વપ્ન પુરા કર હું મારાં પાપાની સેવા કરીશ એમની ઇચ્છા પુરી કરીશ અને મેં ફોન કાપી નાંખ્યો એટલું બોલી નંદીની ધુસ્કે ને ધુસ્કે રડી પડી. માસીએ થોડીવાર એને રડવા દીધી એને પાણી લાવી આપ્યું.
નંદીની સ્વસ્થ થઇ ને બોલી માસા પછી મારાં જીવનમાં ખૂબ કમનસીબ વળાંક આવ્યો અને પાપાની તબીયત એવી લથડી કે એ થોડાંકજ દિવસનાં મહેમાન હોય. એમણે મને કહ્યું નંદીની રાજ તો ગયો અને મારાં સ્વપ્ના રોળી ગયો. એ અમેરીકાથી પાછો આવી લગ્ન કરશે ? ઘણાં છોકરાં ત્યાં ગયાં પછી પોતાનાં માંબાપને ભૂલી જાય છે એ તને યાદ રાખશે ? મારાં જીવતાં તારાં લગ્ન થઇ જાય તો મારાં જીવને હાંશ થશે પ્લીઝ દીકરા મારાં જીવતાં તારાં હાથ પીળા કરી દઊં અને નિશ્ચિંત મોત મરુ. અને હું એ સમયે ખૂબ વિવશ હતી રાતો ની રાતો રડી છું એકબાજુ પાપાની ઇચ્છા અને એકબાજુ રાજ મને મનમાં થયું રાજ એનાં પાપાની ઇચ્છા અને સ્વપ્ન પુરા કરવા US ગયો હું મારાં પાપને કમોતે મરવા દઇશ ? એમનાં તરફ મારી કોઇ ફરજ નથી ? મેં લાગણીનાં આવેશમાં આવીને નિર્ણય લીધો.
પાપાનાં ખાસ મિત્ર એમની સાથે મીલમાં હતાં એમનો નાનો છોકરો વરુણ એની સાથે લગ્ન કરી લીધાં વરુણ પણ સાવ સામાન્ય ઘરનો છોકરો હતો. એ ભરૂચની કોઇ કંપનીમાં નોકરી કરે છે અપડાઉન કરતો હતો એણે હું ભણેલી નોકરી કરતી છોકરી છું એણે તરતજ હા પાડી દીધેલી એને ખબર હતી કે હું ઓમેગામાં કોમ્પ્યુટર એન્જીનીયર તરીકે જોબ કરુ છું એ આર્ટસનો ગ્રેજ્યુઅટ હતો. મેં મારાં જીવનનો સોદો કરી લીધો એ લોકોએ સાદાઇથી આપણાં ઘરેજ સગા પાડોશીની સાક્ષીમાં લગ્ન કરી લીધાં.
નંદીની પાછો શ્વાસ ખાવા રોકાઇ હવે એનાં ચહેરાં પર નારાજગી અને સખતાઇ આવી હતી એણે કહ્યું મેં મારો મોબાઇલ નંબર બદલી નાંખેલો અને પાપાનું મૃત્યું થયું એણે રાજનાં ડોક્ટર અંકલની દવા બંધ થઇ એનાં મંમી પપ્પાને ખબર છે કે નહીં પાપાના મૃત્યુની એ મને નથી ખબર પણ પછી એ લોકોએ કોઇ સંપર્ક નહોતો કર્યો અને પછી મેં પણ નંબર બદલી નાંખેલો.
હું વરુણનાં ઘરે ગઇ એનાં પાપાએ નવો એક બેડરૂમનો નાનો ફલેટ લીધેલો જેના હપ્તા ભરવાનાં હતાં જે મારાં પગારમાંથી ભરાતાં હતાં પછી નંદીની રોકાઇ અને બોલી માસા માસી એક ખાસ વાત હું વરુણ સાથે પરણી પણ એજ દિવસે શરત કરી હતી કે એણે ક્યારેય મારો સ્પર્શ નહીં કરવાનો ક્યારેય નહીં....
માસી માસાં બંન્ને એકબીજાની સામે જોવા લાગ્યાં.
નંદીનીએ બંન્નેની સામે જોતાં કહ્યું તમને નવાઇ લાગે છે ને ? સાચુ નથી લાગતું ને ? પણ આજ સત્ય છે એને મેં ક્યારેય સ્પર્શ કરવા નથી દીધો ક્યારેય નહીં બલ્કે એને મારી કમાઇમાંજ ઇન્ટરેસ્ટ હતો. ભણેલી કમાતી છોકરી મળી ગઇ હતી પણ એ પણ પુરુષ હતો એને ત્યાં એમનાં ગ્રુપની કોઇ હેતલ નામની છોકરી સાથે સંબંધ છે એ લોકોને લગ્ન કરવા હતાં પણ થઇ શકયાં નહોતાં એકવાર મંમી બિમાર પડી અને એજ દિવસે વરુણે બોલાચાલી થતાં મારાં પર જોર અજમાવવા પ્રયત્ન કર્યો એને રાજ વિશે એનાં મિત્ર દ્વારા ખબર પડી હતી. એણે મારુ ગળું દબાવી ખૂબ મારી અને હું એનું ઘર છોડી મંમીનાં ઘરે આવી ગઇ પણ મારું કમનસીબ મારાં કરતાં વહેલું ત્યાં પહોચી ગયેલું. એજ દિવસે રાત્રે મંમી મને છોડીને જતી રહી.. આમ કહેતાં નંદીની ફરીથી ખૂબ રડી... માસીએ માથે હાથ ફેરવાતા કહ્યું બસ દીકરા રડીશ નહીં તે ખૂબ સહ્યું છે તારો ક્યાંય વાંક નથી શાંત થઇ જા માસીની આંખોમાં આંસુ આવી ગયાં. અને બંન્ને જણાં ભેટીને ખૂબ રડ્યાં...
નંદીનીએ પછી કહ્યું વરુણનાં ત્રાસથી બચવા મેં અમદાવાદથી સુરત ટ્રાન્સફર લીધી. મંમીની ફોનની ડાયરીમાંથી તમારુ એડ્રેસ મળેલું એની વિધી પુરી કરી હું અહીં આવી ગઇ.
હવે વિરાટની ખાસ વાત એ કે મારે આપણે ફોન પર વાત થયા પછી ફરીથી વિરાટનો ફોન આવેલો એણે રાજ વિશે વાત કરી. રાજ જેની સાથે મારે... એ વિરાટનો પાર્ટનર છે એ લોકો શેરીંગમાં સાથે રહે છે. રાજ હજી મને ભૂલ્યો નથી અને એણે કહેલાં મારાં નામથી વિરાટને ખબર પડી ગઇ કે એની નંદીની એટલે હુંજ છું એટલે તમને પૂછ્યું છે બધું મેં તમને બધીજ વાત કરી ઘણું છે જે બાકી છે પણ એ બધુ ક્યારેક કહીશ મુખ્ય બધુ મેં તમને કહી દીધું.
માસા અગત્યની વાત એ છે કે વરુણ મારાં....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-62