અઘોરી ની આંધી - 3 Urmeev Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘોરી ની આંધી - 3

"જય અસુર"

આ નાદ આકાશ માં એવો ગુંજ્યો કે ધરતી ના બે કટકા થઈ જાય. આ અવાજ થી હરી ભાઈ અચંભિત થઈ ગયો. હરિ ભાઈ માં હૃદય ના ધબકારા વધી ગયા.અને વડલા ની થડે સંતાઈને બેઠેલા હરી ભાઈ વિચારો માં વલોવવા લાગ્યો," કેમ આ સ્ત્રી ને હોમી દીધી? કેમ આ અઘોરીઓ જયકાર અસુરો નો કરે છે !?, શું આ કોઈ બીજું તો નહિ હોય ને !? ,કેમ ચમ નગર ને જ આ લોકો એ પોતાનું સ્થાન બનાવ્યું. આ કુતૂહલ માં ઘણો સમય વિતી ગયો. આ બાજુ અઘોરી પંથ પુરુષો અને સ્ત્રીઓ ના હાડ પિંજર ને આરોગવા લાગ્યા. હરિ ભાઈ ભૂખ્યો ને તરસ્યો વડલા ની થડ ની અંદર ભીંસાઈ ને ચૂપ ચાપ બેસી ગયો. હરિ ભાઈ ને કંઈ સૂઝતું નથી કે હવે કરું શું !? અહીંથી જવનો રસ્તો ?

હરિ ભાઈ ના આંખ માંથી અશ્રુ ની નાની બિંદી ટપક કરતી ચમ નગર ની ધરતી પર પડી! એને મન થયું કે કદાચ હું પાછો ન જઈ શકું. આ વિચાર માજ એક અઘોરી એ હવનમાં કૂદકો મારી કહ્યું..." હે કલી તારી કળા દેખાડ જે પેલા વિષણ્યું ને " એમ કહેતાં જ એ મોટા યજ્ઞ માં હોમાઈ ગયો .અને નાદ થયો ," હવે વાર ખાલી કાળી ચૌદસ ની છે દિવાળી ને દી આ પૃથ્વી પર દિવસ નઈ ઉગવા દયે ,હા હા હા.. " આમ કહી બધા અઘોરીઓ જોર જોર થી બિહામણું હાસ્ય કરવા લાગ્યા.

ફરી પાછો એક આવાજ આવ્યો.પેહલા પોર સુધી જાગવા નું છે પછી સૌ સુઈ જવાનું છે.અને સવારે પછી યજ્ઞ દ્વારા અસુરો ને ઉત્પન્ન કરવાના છે.... આત્યારે ધ્યાન માં બેસી ને કલી ની આરાધના કરી કે હે. કલી દેવતા વેહલા પ્રગટ થાવ.. અને દેવતા ઓ ને પગ માં કચરો.. અને માનવી નો સહાર કરો.. અને હજી જેટલી આહુત જાય એટલી જવા દો.. આપણે કલી ને ઉત્ત્પન્ન કરવા નો છે.

જય અસુર
જય અસુર
જય કલી
જય કલી
બધા અઘોરીઓ ( અસુરો) એક સાથે નાદ કરવા લાગ્યા. અને હરી ભાઈ નું હૃદય દ્રવી ઊઠયું.. સાથે ઘણા સવાલ ના જવાબ મળી ગયા અને ઘણા નવા પ્રશ્નો ઘડવા લાગ્યા..પણ અત્યારે વિચાર અને બહાર કેવી રીતે નીકળવું આ ચમ નગર માંથી એ જ સૌથી મોટી ચિંતા રૂપી વાત મનમાં ખટકતી હતી.હરી ભાઈ બહાર નીકળવા ની યોજના ઘડવા લાગ્યો.અને પેહલા પોર વાળી વાત યાદ આવી એટલે એણે વિચાર્યું કે હું સવાર ના બીજા પોર માં નીકળીશ અને જો પકડાય ગયો તો પોતાની હાથે છરી મારી ને આત્મહત્યા કરીશ. એવી ગાંઠ મનમાં બાધી ને બીજા પોર ની રાહે વડલા ની થડ માં રહી ગયો.

આજી બાજુ સાવ સનાટો છવાયો.લાલ આંખો વાળા ચામાચીડિયાં વડલા ની ડાળે ઊંધા લટકતા હરિભાઈ એ નિહાળ્યા. ચમ નગર નું વાતાવરણ એટલું બિહામણું હતું કે જેવા તેવા ના જીવ નીકળી જાય... અઘોરીઓ ( અસુરો ) યજ્ઞ ની આજુ બાજુ ધ્યાન માં બેઠા હતા .2 - 4 અઘોરીઓ ( અસુરો ) આજુ બાજુ પેહરેદારી કરતા હતા. સમય ધીરે.. ધીરે વીતતો હતો.અને પેહલા પોર નો શંખ નાદ થયો. ધીરે ધીરે અસુરો નું ધ્યાન ઊઘડ્યું અને એજ જગ્યા એ બધા સુઈ ગયા .. અને કાચી નિદ્રા માં સૂતેલા હરી ભાઈ ની આંખ આચનક ઊઘડી અને હવે નાસી જવા માટે તૈયાર થયો.પેલા પેહરે દારો પણ ઘેરી નિદ્રામાં સુઈ ગયા..

ધીરે...ધીરે... અકડાયેલા પગ વડલા થી નીચે મૂક્યો. ધીમા પગે ચાલવાની તૈયરી કરી ત્યાં અચાનક હરી ભાઈ ના ખંભા પર હાથ પડ્યો.. હરી ભાઈ ધ્રુજી ગયો. અને પાછળ જોયું તો.....

...........................................................................
અઘોરી ની આંધી સિરીઝ ને વાચકો નો ખૂબ અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.આશા છે કે આ સિરીઝ નો 3 ભાગ આપને ખૂબ ગમશે..
~ ટીમ ઊર્મિવ સરવૈયા