અઘોરી ની આંધી - 2 Urmeev Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

અઘોરી ની આંધી - 2

ક્યારેક ક્યારેક ઘડી એવી આવી છે ત્યારે જીવન માં કઈ સુઝતું નથી શું કરવું અને શું ન કરવું. ઉર દ્રવી ઉઠે છે. વિશ્વાસ ન થાય એવી ઘટના થી પરિચિત થવું પડે છે. પંખી ના માળા જેવડું ગામ ચમનગરે આ ઘટના નો સામનો કર્યો. થોડા જ સમય માં આખાય ગામનો નાશ થવા લાગ્યો.એની અસર હવે આખાય પંથક માં થવા લાગી. હવે વારો હતો આજુ બાજુના ગામનો. હજારો લોકો ના જીવ જોખમ માં હતા.

બાજુ નું ગામ એટલે લિલાનગર ના લોકો ગભરાય ગયા.પંથક માં પાણી નતુ.કૂવા સુકાવા લાગ્યા.લીલી હરિયાળી વાળી આ જમીન હવે રણ જેવી બંજર થવા લાગી.લીલાનગર એક હોશિયાર વ્યક્તિ એટલે કે હરિભાઈ યે જાણવાની કોશિશ કરી કે આ અઘોરી પંથ ઈચ્છે છે શું ? પણ હવે ચમનગર માં જવાય કેમ ! ત્યાં જે કોઈ વ્યક્તિ જાય એ કાતો મુંગો થઈ જાય અને કા તો એ પાછો ના આવે.છતાં હરિભાયે જીગર નાખી.પોતાની ઘોડી પર પલાંગી અને ચમ નગર તરફ દોડતી કરી.

ચમ નગર ની સીમ આવી .. વડિયો માં ઉભો પાક બળેલો હતો.કૂવા માં લોકો નિ લાશો તરતી નજરે ચડતી હતી. આજુ બાજુ કોઈ બચ્યું હોય તો એ પણ એવા લોકો જેને પોતાના શરીર પર સડો હોય.લોકો ના આંખ માંથી લોહી ના આંસુ ની ધારા વહેતી હતી. બચાવો..... બચાવો ના બોકાહ બોલાવતા હતા.પણ બચાવનારા કોઈ નતો.પંથક માં કોઈ માઈ કા લાલ નતો કે ચમ નગર માં જ જવાનું તો ઠીક પણ એ તરફ જોઈ પણ ના શકે. એવા માં હરિભાઈ એ એવી જીગર નાખી કે કોઈ માઈ કા લાલ ના નાખી શકે.

હવે હરિભાઈ એ ગામ ના સીમા માં એક બળેલા જાડ ના થડે બાંધી ને સંતાતો - સંતાતો હરિભાઈ ચમ નગર માં અંદર જવા નીકળ્યો.ધીરે ધીરે છુંપતા છુપાતા ચમ નગર ના જપા સુધી પોહાચે છે. જાપે તો કંકાલ ની ટેકરી કરીલે હતી. એક અઘોરી ઇ ટેકરી પર બેઠા બેઠા મંત્રોચાર કરતો કરતો એક એક કંકાલ ને એક મોટા યજ્ઞ માં બળતી ચિતા માં ચમ નગર ના લોકો ના કંકાલ ને હોમાતા હતાં. પાંચ અઘોરી પંચ બનાવી ને એક ફૂટ ઊંચા ઉડતા હતા. એવું લાગતાં હતું કે અઘોર વિદ્યા થી અમોખ તપસ્યા કરતા હતા. હરિ ભાઈ નિ આંખો ફાટી રહી ગઈ. લગભગ દોડસો જેટલા અઘોરીઓ મંત્રો ચાર કરતા હતા. પચાસો વર્ષ જૂનો એક વડલો અને વડલા ની અંદર પાંચ અઘોરી બેઠા હતા .ધીરે ધીરે હરિભાઈ એ વડલા ની પાસે જઈ વડલા ની થડ માં સંતાઈ ગયો.આજુ બાજુ મરેલા મડદા નિ દુર્ગંધ આવતી હતી.

હરિભાઈ ને વિચાર એવો આવ્યો કે હવે અહીં જ સંતાઈ ને બેસવું છે. ભલે ગમે થાય અને તમામ માહિતી લઈ કાશી પોતાના ગુરુ પાસે જઈ આ અઘોરીયો ના અંત લાવવાની વાત મનમાં ને મન માં વગળતો હરિભાઈ ચૂપ ચાપ સંતાઈ ને બેઠો હતો.સાંજ થવા આવી અચાનક એક હળવો પ્રકાશ થવા લાગ્યો.મોટા મોટા મંત્રો ચાર પછી હવે બધું શામવા આવ્યું હતું .મંત્રોચાર કરતા અઘોરીઓ જે ઉડતા હતા એ નીચે આવી ગયા. વાતવરણ શાંત થઈ ગયું . થડ માં બેઠા અઘોરી માંથી એક અઘોરી બહાર નીકળે છે. અને એક જોર થી શંખ ફૂકાય છે. એવું લાગતું હતું કે બધા અઘોરીઓ કઈક પૂજા કરતા હતા .એક સ્ત્રી ની ચિખ નિકળી ," મને રેવા દો ! મને રેવા દો ! " સંતાયેલા હરી ને એવું લાગ્યું કે સ્ત્રી ને જીવતી યજ્ઞ માં હોમી દીધી અને એ પણ એનો અંદાજો સાચો હતો.અને એક જયકાર નો નાદ આકાશ માં ગુંજ્યો.
" જય અસુર "

...........................................................................

લેખક ઊર્મીવ સરવૈયા ની વાર્તા ને આપ સર્વે વાચકોએ ખૂબ વધાવી એ બદલ ખુબ ખુબ આભાર. આપને બીજો ભાગ પણ એટલોજ પસંદ આવશે એવી ઈચ્છા સહ..
~ટીમ ઊર્મીવ સરવૈયા