અઘોરી ની આંધી - 4 Urmeev Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘોરી ની આંધી - 4

પૂર્વ ભાગ માં...

રાત્રિ ના ત્રણ વાગ્યા નો સમય અને હરી ભાઈ ને નીરવ શાંતિ નો અહેસાસ થયો.એટલે વડલા માંથી અકળાયેલા પગ જમીન પર મૂક્યો.. આજુ બાજુ જુવે છે તો બધાય અસુરો યોગ મુદ્રા માં ધ્યાન માં લીન હતા.. હરી ભાઈ હવે ત્યાંથી નીકળવા નો પ્રયત્ન કરતા હતા.. ત્યાં પાછળ થી કોઈકે એના ખભા પર હાથ મૂક્યો...

હવે આગળ....
હરિ ભાઈ ના ઉર ના ધબકારા વધી ગયા.. જાણે એનું મોત હવે આવી ગયું હોય.. તે ડરતા ડરતા પાછળ જુવે છે તો એક માણસ ભગવો વસ્ત્રો માં ઊભો હોય છે.. અને કહે છે ,"ભાઈ ચિંતા કરો માં હું માણસ છું". હરી ભાઈ એક પળ હાશ કારો અનુભવે છે.

હરિ ભાઈ પૂછે છે ,"ભાઈ તમે કોણ!?"
"તમે ડરતા નહિ હું તમને બધુજ કહીશ." સામેથી ઉત્તર આવ્યો..
હરિ ભાઈ એ વળતો પ્રશ્ન કર્યો, "હું ડરીશ નહિ પણ ક્યોતો ખરા કોણ છો આપ !?"
~ " ભાઈ હું આ ચમન નગર નો સાધુ છું.પણ આ અસુર ઓ એ મારી હત્યા કરી નાખી.. એટલે અત્યારે પ્રેત છું."
હરિ ભાઈ નીચે થી જમીન ચસકી ગઈ. અને પાછા સાધુ બોલે છે " તમે ડરો માં હું પ્રેત છું અને ત્યાર સુધી મેજ તમને અહીંયા સંતાડયા છે. નહિ આ આ આસુરો તમને ક્યારના ગોતી ને મોત ને ઘાટ ઉતારી ધિધા હોય" આ સાંભળી હરી ભાઈ બોલ્યા
," તમે ધન્ય પુરુષ છો.. હવે જણાવો કે તમે અહીંયા કેમ પ્રેત છો !?" સામે વળતો ઉત્તર આવ્યો.
" હું પ્રેત છું એનુ કારણ તો મનેય નથી ખબર બધીય આત્મા આ અસુરો ના કેદ માં છે પણ હું જ એક અહીંયા બહાર છું એનું કારણ તો મારો રામ જાણે... "

હરિ ભાઈ કહે છે..," હવે આ અસુર કલ્કિ ને ઉત્તપં કરે છે તો ઈશ્વર આવશે !? "
સાધુ : ના ,હજી કળિયુગ ને અસ્ત થવાનો સમય હજી બાકી છે. હજી આમ્ ક્યાંથી રામ આવે ? પણ જો આ કલ્કિ ને ઉત્પન્ન કરી લેશે તો આ જીવ સૃષ્ટિ નો અંત થઈ જશે! માટે આં યજ્ઞ ને જલદી રોકવો એ જરૂરી છે."

હરિ : તો હવે શું કરવું?
સાધુ : એક જ રસ્તો છે હવે કોઈક ને તો હવે ગિરનાર જઈ તળેટી માં મારા ગુરુ પાસે જઈ ને આ ઘટના નું વર્ણન કરી ને રસ્તો કાઢવા નો રહેશે..
હરિ : મહારાજ હું જઈશ ક્યાં છે એ?
સાધુ : ગિરનાર ની ગિરિ કંદરાવ માં અને મારા ગુરુ નું નામ વેણુ મહારાજ તેને જઈ ને એની પાસે રસ્તો કાઢો અને મારી યાદી આપજો.

અચાનક આકશ માં એક શંખ નાદ થાય છે. આ સાથેજ એક ઊંડો પ્રકાશ થાય છે થોડા સમય માં પ્રકાશ ધીમો પડી અંધકાર માં પરિવર્તિત થવા લાગે છે .. સાધુ ગાયબ થઈ જાય છે.. હરી ભાઈ ને ખ્યાલ આવી જાય છે હવે આસુરો ધ્યાનમાંથી બહાર આવશે એટલે તરજ ત્યાથી હરી ભાઈ ગામ ના જાપા સુધી દોડવા લાગે છે. અને તે સફળ રીતે જાપા સુધી તો પોહચી જાય છે પરંતુ સામે અસુરો પણ ધ્યાન માંથી બહાર નીકળે છે.

થોડાજ સેકંડો માં આસુરો ને ખબર પડે છે કોઈ તો આપણા ઇલકા માં પગ મૂક્યો છે પણ આજુ બાજુ કોઈ નજરે ચડતું નથી. આ બાજુ ગામ હદ સુધી હરી ભાઈ પૂરો પ્રયત્ન કરે છે .. એક અસુર ને ખબર પણ પડી જાય છે કે કોઈ સીમ તરફ દોડે છે.. અને એ બધા ને ઈશારો કરી એક બે એ બાજુ દોડે છે......

શું હરી ભાઈ પકડાય જશે!? શું અસુરો ની મનશા પૂરી થશે!? જાણો આગળ ના ભાગ માં ......
....................................................................આઘોરી ની આંધી સિરીઝ ને વાચકો નો ખૂબ અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે..આપનો ખુબ ખુબ આભાર..
~ ટીમ ઉર્મીવ સરવૈયા