Featured Books
શ્રેણી
શેયર કરો

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 4

રાજા ભોજ પોતાની કતૅવ્ય નિષ્ઠા સાથે, દેવી પાસે થી વરદાન મેળવ્યા પછી.....હવે તેઓ પહોર પુરો થાય તે પહેલાં..... પોતાના રક્ષક તરીકે ના સ્થાન પર ઝડપથી પાછા ફર્યા.....આ બાજુ રાજા વિક્રમ વહેલા પરોઢિયે જાગ્યા, ત્યારે અચાનક તેમને યાદ આવ્યું કે આજે તો તેઓ રાત્રિ ભોજન પછી...તરતજ ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા... હવે તેમને ચિંતા થવા લાગી કે,તેઓ અક્ષય પોટલી લાવ્યા નથી તો સોનામહોરો નું દાન કેવીરીતે કરશે?
આ જ ચિંતા માં તેઓ એ નિત્ય કર્મો પતાવ્યા... પછી નિ:સાસા. સાથે, બહાર જોયું.... ત્યાં દાન લેવા માટે કતાર લાગી હતી...તેમને થયું આજે તેમનો સંકલ્પ તૂટી ગયો...તેઓ ખૂબ જ દુખી હ્રદયે, જોઈ રહ્યા.
રાજા વિક્રમ ને ચિંતાજનક પરિસ્થિતી માં જોઈને.. તેમના રક્ષક... એટલે કે.. રાજા ભોજ એ તુરંત જ તેમની આગળ અક્ષય પોટલી ધરી દીધી.... રાજા વિક્રમ તો અચાનક તે પોટલી ને જોઈ ને...એકદમ ખુશ થઈ ગયા... પરંતુ બીજી જ ક્ષણે...તેમના રક્ષક પાસે તે કેવી રીતે આવી? તેના વિચારે વ્યાકૂળ અને આશ્ર્ચર્ય ચકિત થઈ ગયા....
તેઓ ના ચહેરા પર પ્રશ્નાર્થ ચિન્હ જોઈને.. રાજા ભોજ તેમની વિહ્વવળતા સમજી ગયા..તેઓ એ બે હાથ જોડીને, વિનમ્રતા પૂર્વક કહ્યું,"મહારાજ, પહેલાં તમે તમારું દાન કરવાનુું કાયૅ કરી લો... પછી હું તમને નિરાંતે સઘળી હકીકત જણાવુ છું...
રાજા વિક્રમ ને પણ અત્યારે એ જ યોગ્ય લાગ્યું... તેમની ખુશી નો પાર ના રહ્યો...તેઓ એ રોજ મુજબ જ....દાન કર્યું.... પછી તેમના રક્ષક પાસે આવી... તેમની આગળ શંકા નું નિવારણ કરવા કહ્યું....

રાજા ભોજ એ પોતાનો પરિચય આપ્યો.....અને તેમનો અહીં આવવાનો ઉદ્દેશ પણ જણાવ્યો....તેમ જ આગલી રાત્રે બનેલી સઘળી ઘટના કહી સંભળાવી...
આ સાંભળી રાજા વિક્રમ તો અવાચક જ રહી ગયા..

આટલા સમય થી પોતાના રક્ષક તરીકે ની ફરજ નિભાવતા.. મહાન રાજા ભોજ ને તેઓ ઓળખી ન શક્યા...તે માટે તેમણે રાજા ભોજ ની માફી માંગી...અને પોતાને રોજ ના કષ્ટ માંથી મુક્તિ અપાવવા બદલ આભાર માન્યો...અને રાજા ભોજ ને પોતાના ત્યાં થોડા દિવસ રોકાઇને, આતિથ્ય સ્વીકાર કરવા વિનંતી કરી.... પરંતુ રાજા ભોજ એ તેઓ રોકાઈ ન શકવાનું ..અને પોતાના રાજ્યમાં બનેલી સઘળી હકીકત જણાવી...અને અત્યારે પોતાને રજા આપવા કહ્યું.... આથી રાજા ભોજ ના આગમન ની જાણકારી.... આપવા માટે ‌.. રાજ
વિક્રમ એ પોતાના એક દૂત ને ઉજ્જૈન તરફ રવાના કરી દેવામાં આવ્યો....
તેમ જ રાજા ભોજ નુ સન્માન કર્યું...પાછા ફરવા માટે ની તમામ તૈયારીઓ કરાવી આપી....અને પોતાના અશ્વ ના સંગ્રહ માંથી સારા માં સારો અને પવનવેગી અશ્વ ની વ્યવસ્થા કરી આપી....
રાજા ભોજ.. રાજ
વિક્રમ ની રજા લઈ ને, પવનવેગી અશ્વ પર સવાર થવા તત્પર થઈ ગયા...
રાજા ભોજ પણ હવે સંજીવની બુટ્ટી મળી જવાથી... ખુબ જ ખુશ થઈ, પોતાના રાજ્યમાં પાછા ફરવા તત્પર થયા...

હવે રાજા ભોજ... રાજા વિક્રમ નો આભાર માની , પોતાની સફરમાં આગળ વધી ગયા...

આમ પોતાના વચન પૃમાણે , તેઓ પોતાના રાજ્ય ઉજ્જૈન આવી પહોંચ્યા..
આ બાજુ રાજા ભોજ ના આગમન વિશે ની. જાણકારી અગાઉ થી મળી ગઈ હોવાથી,તેમના નગરજનો એ ....આખી નગરી શણગારી હતી.... ઉજ્જૈન નગરીમાં ઉત્સવ મનાવવામાં આવ્યો હતો...

રાજા ભોજ જેવા તેમના નગર ના દ્વારે પહોંચ્યા કે... નગરજનો એ ઢોલ નગારા સાથે.... નાચતા ગાતા....તેમનું ભાવ ભર્યું... ભવ્ય સ્વાગત કર્યું.... ફૂલો ની વષૉ કરવામાં આવી....
અને મહારાણી.... તથા મંત્રી ગણ.... પુજા ની થાળી સાથે....નગર ના દ્વારે આવી પહોંચ્યા....અને તેમનું સ્વાગત કર્યું....
પોતાના રાજા ને સફળ થઈ પરત ફરેલા જોઈ , પ્રજા ની ખુશી નો પાર ના રહ્યો....આખા રાજ્યમાં ઉત્સવ મનાવવામાં આવ્યો....
પ્રજાજનો નો પ્રેમ જોઈ... રાજા ભોજ પણ ભાવવિભોર બની ગયા.....

હવે વધુ આવતા અંકે.....