Featured Books
શ્રેણી
શેયર કરો

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 2

રાજા ભોજ એ મનોમન નક્કી કર્યું કે...હું આ રહસ્ય જાણી ને જ રહીશ..... હવે આગળ....
રાજા ભોજ , રાજા વિક્રમ ના રક્ષક તરીકે ચોવીસ કલાક.... તેમની આસપાસ જ રહેતા...તે સમય દરમિયાન તો રાજા વિક્રમ ક્યાંય જતાં નહોતા.... પરંતુ રાત્રિ દરમિયાન... રાજા ભોજ નિંદ્રા માં હોય તે સમયે.... રાજા વિક્રમ કંઈ વિશિષ્ટ પૂજા આરાધના કરતા હોવા જોઈએ.. એવું વિચારીને તેઓએ રાત્રિ દરમિયાન તો પણ ....સજાગ રહેવા નિણૅય કર્યો.... પરંતુ રાત્રિ ના ત્રીજા પહોર થતાં જ રાજા ભોજ ને કેમેય નિંદ્રા આવી જતી...અને તેઓ રહસ્ય થી અજાણ રહી જતા..‌.
એમ કરતાં બે રાત્રિ વીતી ગઈ.... હવે ત્રીજી રાત્રિ હતી....આજે તો તેમણે મન મક્કમ કરી લીધું....અને ઊંઘ ન આવે તે માટે... ભોજ રાજા એ, પોતાની તલવાર થી ટચલી આંગળી પર થોડો કટ કરી દીધો.... જેથી દુઃખાવા ના લીધે તેઓ ને નિંદ્રા ન આવે...
આજે રાજા ભોજ ને દુઃખાવા ના કારણે, નિંદ્રા આવી નહીં...બે પહોર તો એમ જ વીતી ગયા...તેમને લાગ્યું કે બધું નાહક તેઓ વિચારી રહ્યા હતા... કોઈ જ રહસ્ય નથી... મનોમન પસ્તાવો કરવા લાગ્યા...

પરંતુ...‌જેવો ત્રીજા પહોરની શરુઆત થઈ..તેમને કંઈક પગરવ સંભળાયો..અને તેઓ સજાગ થઇ ગયા... ગાઢ નિંદ્રામાં હોય, તેમ નાટક કરવા લાગ્યા..

તેમની આગળ થી , રાજા વિક્રમ..એક ધાબળો ઓઢી....છૂપો વેશ ધારણ કરીને... પસાર થયા... હવે ભોજ રાજા ને પોતાના પર ગવૅ થયો....તેઓ પણ તેમની પાછળ પાછળ લપાતા છુપાતા.. ચાલવા લાગ્યા...

રાજા વિક્રમ વારેઘડીએ પોતાની પાછળ કોઈ પીછો કરતું તો નથી ને...એમ વળી વળી ને તપાસ કરતા રહેતા...આમ કરતાં કરતાં..તેઓ એક ગાઢ જંગલમાં પહોંચ્યા....

રાજા ભોજ પણ વૃક્ષો ની પાછળ છુપાતા.. તેમનાથી દૂરી બનાવી રાખી..‌‌‌‌‌‌‌ રાજા વિક્રમ ને કોઈ જ પૃકારે શક ન થાય... તેની પુરી તકેદારી રાખી... હવે શું થશે...તેઓ આતુરતા થી અને ધ્યાન થી, રાજ વિક્રમ ની બધી ગતીવિધી પર નજર રાખવા લાગ્યા..

ગાઢ જંગલમાં ...એક ઘટાદાર વૃક્ષ ની નીચે એક નાનકડું ..એક દેવી નું મંદિર હતું.. ત્યાં જઈને.. રાજા વિક્રમ અટક્યા..

દેવી ની મૂર્તિ... દેદિપ્યમાન હતી....તેમના મુખ પર અજબ તેજ હતું....એમ જ લાગતું કે જાણે.. મૂર્તિ નહીં... સાક્ષાત્ દેવી જ છે...‌જે હમણાં બોલી ઉઠશે...

રાજા વિક્રમ....અમુક પૂજા ની સામગ્રી અને એક તેલ નો મોટો ડબ્બો સાથે લઈ આવ્યા હતા.....

મંદિર પાસે બેસીને,તેઓ અગ્નિ પેટાવી ને.... અમુક મંત્રોચ્ચાર કરવા લાગ્યા...અને દેવી નુ આહવાન કરવા લાગ્યા..‌‌મંત્રોચાર પૂરા થયા પછી..... ત્યાં એક મોટો ચૂલો હતો .. તેની ઉપર મોટું તાવડી જેવુ હતુ... તેના નીચે લાકડા પડ્યા હતા.. તે લાકડા...તેમને હવન ની અગ્નિ થી પેટાવ્યા..અને તાવડી માં... રાજા વિક્રમ સાથે લાવેલ..તેલ નો ડબ્બો...‌ખાલી કર્યો....જેવું તેલ ઉકળવું શરુ થયું કે... તેઓએ... દેવી પાસે પડેલા, કંકુ થી તિલક કર્યું અને દેવી નુ આહવાન કરીને..તેમનું નામ લઈને...તે ઉકળતા તેલમાં..કૂદી પડ્યા... થોડા જ સમયમાં.... રાજા વિક્રમ... તેલમાં ભુજાઈ ગયા....

આ જોઈ... રાજા ભોજ ને.. ખૂબ જ... આશ્ચર્ય થયું....તેઓ તો આ ક્રીયા જોઇ જ રહ્યાં....અને આતુરતા થી.. હવે શું થશે...તે વિચારી રહ્યા....

થોડા જ સમયમાં.... મૂર્તિ માં જાણે પ્રાણ આવ્યો..‌.અને એક તેજ પ્રકાશ.. સાથે વીજળી ચમકી...અને દેવી જીવંત થયાં..‌.આ દેવી એ.... રાજા વિક્રમ નો ભોગ સ્વીકાર કર્યો...અને પછી... રાજા વિક્રમ ને સંજીવની બુટ્ટી નો સ્પર્શ કરાવ્યો... જેથી રાજા વિક્રમ ના શવ માં હલનચલન થવા લાગી..કાળું પડી ગયેલ શરીર.... ફરીથી પહેલા જેવુ થઇ ગયું..આને આળસ મરડી ને તેઓ જીવંત થઈ ગયા...‌‌‌‌‌અને દેવી ને નમન કર્યા....તેમ જ તેમના આશીર્વાદ લીધા.....

હવે આ બધું કરવા ‌..પાછળ નો રાજા વિક્રમ નો આશય શું હતો....અને રાજા ભોજ...પણ કંઈ ઓછાં પરાક્રમી નહોતા....તો તેઓ રોજ રોજ ... ભોગવાતી આ વેદના માંથી.... રાજા વિક્રમ ને કેવી રીતે મુક્તિ અપાવશે....એ રોમાંચક સફર નો આગળનો ભાગ....આવતા અંકે....