Raja Bhoj ni Rahashymayi ane romanchak katha - 3 books and stories free download online pdf in Gujarati

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 3

ત્યારબાદ... તેમણે.. રાજા વિક્રમ ને વરદાન સ્વરૂપે.. એક પોટલી આપી..આ એ જ પોટલી .‌જેમાથી રાજા વિક્રમ..... સોનામહોરો નું સવારે દાન કરશે...‌‌

દેવી બોલ્યા.. તારા જેવો પરાક્રમી અને દાનવીર...‌કોઈ છે જ નહીં...જે આટલું બધું કષ્ટ ભોગવી ને....પણ દાન કરવા તત્પર રહે છે....જા..લઈ જા..આ પોટલી..‌જેમાથી તું કેટલું પણ સોનામહોર કાઢશે.કાલ ના દિવસે આ અક્ષયપાત્ર બની જશે.....કાલ ના દિવસે કોઈ પણ તારા ત્યાં થી ખાલી હાથે નહીં જાય......હું તારી સેવા અને બલિદાન થી ખૂબ જ ખુશ છું...

હવે રાજા ભોજ ઝડપથી,મહેલ માં પોતાની જગ્યા એ આવીને..ગાઢ નિંદ્રામાં હોય તેમ નાટક કરવા લાગ્યા... રાજા વિક્રમ એ , આવીને તપાસી જોયું કે,તેમને કોઈ એ જોયા નથી....અને પછી પાછા પોતાના કક્ષ તરફ પ્રયાણ કર્યું..... થોડી વાર વિશ્રામ કર્યો....

પરોઢ થતાં જ , નિત્ય કર્મોમાંથી પરવારી...દાન કરવા માટે સજ્જ થઇ ગયા...અને પેલી પોટલી માંથી સોનામહોરો નું દાન કર્યું...
રાજા ભોજ બપોરના સમયે , જ્યારે રાજા વિક્રમ આરામ કરી રહ્યા હતા...ત્યારે તેમની આજ્ઞા લઈને, થોડી વસ્તુઓ ની ખરીદી કરવા બજાર ગયા....
પછી નિયત સમયે રાજા વિક્રમ ના ત્યાં હાજર થઈ ગયા...બજાર માં થી તેમણે ઘેન ની એક જડીબુટ્ટી પણ ખરીદી હતી.... રાત્રિ ભોજન માં તેઓ એ , રાજા વિક્રમ સાથે જમતી વખતે.... રાજા વિક્રમ ના ભાણા માં ભેળવી દીધી...

જમ્યા પછી અમુક જ સમયમાં રાજા વિક્રમ ને એ જડીબુટ્ટી ની અસર થવા લાગી.. તેથી તેઓ એ વિશ્રામ કરવા, પોતાના કક્ષ તરફ પ્રયાણ કર્યું...અને પથારી પર પડતાં ની સાથે જ ઘેરી નિંદ્રા માં સરી પડ્યા..

હવે રાજા ભોજ , પણ ત્રીજા પહોર ની રાહ જોવા લાગ્યા... ત્રીજા પહોર થતાં જ, તેઓ પોતાની બજારમાં થી લાવેલી સામગ્રી લઇ ને.... છૂપો વેશ ધારણ કરીને, જંગલ તરફ પ્રયાણ કરવા લાગ્યા...

રાજા ભોજ પણ તે વૃક્ષ પાસે જઈને, રાજા વિક્રમે કર્યો પૃમાણે બધી વિધિ કરવા લાગ્યા....


પૂજા પુરી કર્યા પછી, અગ્નિની પેટાવી ને ,, ત્યાં પડેલી પેલી મોટા તાવડી માં તેલ રેડીને, ઉકળવા મૂકયુ....પોતાની તલવાર થી.. પોતાના શરીર પર ચીરા કરીને, રાજા ભોજ એ .તેમાં સાથે લાવેલ મસાલા ભર્યા...અને દેવી નુ આહવાન કરીને, ભાલ પર દેવી પાસે પડેલા કંકુ થી તિલક કરી ને.....જય માં બોલી ને... દેેવીને પોતાનો ભોગ આપવા માટે..એ તેલ માં કૂદી પડ્યા.. થોડા જ સમયમાં રાજા ભોજ નું પ્રાણ પંખેરું ઉડી ગયું.... ત્યાં જ ,તેજ વિજળી ના ચમકારા સાથે, દેવી પ્રગટ થયા અને પોતાને લગાવવામાં આવેલ ભોગ સ્વિકારી ને.... સંજીવની બુટ્ટી થી... રાજા ભોજ ને સજીવન કર્યા...

દેવી એ કહ્યું," હું તમારી તપસ્યા થી અને પરોપકાર ની ભાવના થી ખૂબ જ ખુશ થઈ છું... માંગો...હું તમને ત્રણ વરદાન આપીશ...

રાજા ભોજ...એ કહ્યું.... દેવી... આપવા જ માંગતા હોય તો.... પ્રથમ વરદાન....". રાજા વિક્રમ ને રોજ આ પીડા માંથી મુક્ત કરો"
બીજું વરદાન"આ અક્ષય પોટલી , હંમેશા રાજા વિક્રમ પાસે જ રહે...અને તેમાંથી તેઓ રોજ દાન કરી શકે..."

ત્રીજુ વરદાન" મને આ સંજીવની બુટ્ટી ભેટ માં આપો.."

દેવી ખૂબ જ ખુશ થયાં, કે રાજા ભોજ એ પોતાના માટે કંઈ જ ન માગ્યું....બધું જ પરોપકાર માટે જ માગ્યું..

તેમણે કહ્યું,હે મહાન રાજા! તમારો પરિચય આપો...

રાજા ભોજ એ પોતાનો પરિચય આપ્યો.... દેવી એ કહ્યું, તમે પરાક્રમી રાજા બનશો એવા મારા આશીર્વાદ છે...અને તમને લોકો યુગો યુગો સુધી યાદ રાખશે... તમારી યશસ્વી ગાથા ગવાશે...

તે સાથે તમે માંગેલા... ત્રણેય વરદાન હું મંજુર રાખુ છું... ... કલ્યાણ થાઓ તમારું.. તથાસ્તુ...કહી દેવી અંતર્ધ્યાન થઈ ગયા...

રાજા ભોજ ની રહસ્યમયી કથા નો નવો વળાંક... આવતા અંકે....



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED