એક પૂનમની રાત - પ્રકરણ-52 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-52

એક પૂનમની રાત
પ્રકરણ-52
વ્યોમાનાં ઘરે દેવાંશ અને વ્યોમાએ ખૂબ પ્રેમ કર્યો પછી એનાં પાપા મંમી આવી ગયાં. એમની સાથે વ્યોમાની સલામતિ અંગે ચર્ચા થઇ. વ્યોમાની સામે દેવાંશે જોયુ અને ત્યાંથી ઘરે આવવા નીકળ્યો. એણે જીપ સ્ટાર્ટ કરી અને ઘર તરફ જવા નીકળ્યો. થોડે આગળ ગયાં પછી એને થયું વ્યોમા જાણે હજી મારી સાથેજ છે એને વ્યોમા સાથે કરેલો પ્રેમ યાદ આવી રહેલો. તન અને મન બંન્ને જાણે સંતુષ્ટ હતાં. એને મનમાં થયું હું વ્યોમા સાથેનો સંબંધ થોડાં દિવસમાં પાપા અને મંમી સાથે વાત કરી લઇશ. મંમીને તો વ્યોમાં ગમેજ છે જેથી વ્યોમાનાં પાપા મંમીને અમારાં સંબંધથી ખુશી હોય એલોકો રાજી હોય તો અમે એંગેજમેન્ટ કરી લઇએ જેથી નિશ્ચિંતતાં આવી જાય.
આમ એ વ્યોમાનાં વિચારોમાંજ હતો અને એણે રોડ પર આગળ જોયું કે કોઇ કપલ ઉભુ છે અને હાથ કરી રહ્યું છે કદાચ એમને લીફ્ટ જોઇતી હશે ? એણે જીપ ધીરી કરી અને એ લોકો પાસે લાવી ઉભી રાખી. પેલું કપલ જાણે ગભરાયેલું હોય એવું લાગ્યુ એમાં પેલા યુવાને કહ્યું સર અમારે મદદની જરૂર છે. દેવાંશને થોડું આષ્ચર્ય થયું એણે પૂછ્યું શું થયું ? હું તમને શું મદદ કરી શકું ?
પેલા યુવાને કહ્યું અમારે સ્ટેશન તરફ જવુ છે અને કોઇ રીક્ષા કે સાધન નથી મળી રહ્યું અમને આગળ થોડે સુધી લીફ્ટ આપી શકો ? અમારે ટ્રેઇનનો સમય થઇ જશે અહીં વાહનવ્યવહાર ઓછો છે અને રાત્રીનાં 12.00 વાગવા આવ્યા છે એ યુવાનનાં હાથમાં એક એટેચી હતી.
દેવાંશે બે ઘડી વિચાર કર્યો પછી કહ્યું સારું ચાલો આવી જાવ થોડે સુધી તમને લીફ્ટ આપી શકીશ તમને રીક્ષા મળે એટલે એમાં બેસી જજો. દેવાંશની નજર એ યુવક પરજ હતી. છોકરીએ અડધા ચહેરા સુધી દુપટો ઓઢી રાખેલો. દેવાંશે એનાં પર ધ્યાન આપ્યા વિનાં બંન્નેને બેસવા કીધું. પેલો યુવાન દેવાંશની બાજુમાં અને પેલી યુવતી પાછળ બેસી ગઇ.
દેવાંશે જીપ સ્ટાર્ટ કરી પેલાં યુવાને કહ્યું થેંક્યુ સર તમે અમારી મદદ કરી અમે આગળ રીક્ષા મળતાજ ઊતરી જઇશું. દેવાંશે પછી ડ્રાઇવીંગ કરવા માંડ્યું.
દેવાંશે ગોત્રી રોડથી જીપ લીધ અને પછી એ મુખ્ય રસ્તા ઉપર આવી ગયો. ત્યાં થોડેક આગળ 2/3 રીક્ષા ઉભેલી હતી એ રોડ પર રાત્રીનાં 12 વાગ્યાં હોવાં છતાં ઘણી અવરજવર હતી દેવાંશે એ રીક્ષાની નજીક જઇ જીપ ઉભી રાખી પેલો યુવાન એટેચી સાથે ઉતરી ગયો અને દેવાંશનો ખૂબ આભાર માન્યો. દેવાંશે જોયુ એ લોકો ઉતરી ગયાં છે. એટલે ઓકે કહીને એણે જીપ સ્ટાર્ટ કરી. અને મીરરમાંથી પાછળ જોયું તો પેલો યુવાન કે યુવતી ત્યાં નહોતાં એણે વિચાર્યું રીક્ષામાં બેસી ગયાં હશે એ આગળ ડ્રાઇવ કરવા માંડ્યો.
હજી 2-3 કિમી આગળ ગયો એણે એવું મહેસુસ કર્યું કે જીપમાં હજી કોઇ બેઠું છે એણે પાછળ તરફ જોયું તો પાછળની સીટમાં પેલી યુવતી બેઠેલી જોઇ એનાંથી જીપને જોરથી બ્રેક મરાઇ ગઇ એણે પેલી યુવતીનો ચહેરો જોયો એણે દુપટ્ટો નહોતો પહેર્યો. એણે થોડાં ડર અને આષ્ચર્યથી પૂછ્યું તમે ઉતર્યા નથી ? પેલા ભાઇતો ઉતરી ગયાં હતાં ? તમે કોણ છો ? કેમ ઉતર્યા નથી ?
પેલી યુવતી ખૂબ સુંદર હતી એ એટલી સ્વરૂપવાન હતી અને ચહેરાં પર મોહક સ્મીત હતું એણે મીઠાં અવાજે કહ્યું હું ક્યાં એની સાથે હતી ? હું તો તમારી સાથે આવી છું. હું તો ક્યારની તમારી રાહ જોઇને ઉભી હતી તમે મને ઓળખી નહીં ?
હવે દેવાંશ ગભરાયો એણે કહ્યું રાત્રીનાં 12 વાગે મારી રાહ જોઇ ઉભા હતા ? શા માટે ? હું તો તમને ઓળખતો પણ નથી ? અને તમને ઓળખીને મારે શું કામ છે ? તમે ઉતરી જાઓ મારે ઘર જવાનું છે અને ખૂબ મોડું થઇ ગયું છે તમને અહીંથી રીક્ષા મળી જશે હું રીક્ષા ઉભી રાખું છું એમ કહીને એ જીપથી નીચે ઉતરી ગયો.
ત્યાં પેલી યુવતી જીપમાંથી નીચે ઉતરી ગઇ અને દેવાંશની પાસે આવી બોલી એય દેવું આમ જાણીને અજાણ્યો કેમ બને છે ? તને પ્રેમ કરુ છું તું પણ મને ખૂબ પ્રેમ કરે છે ભૂલી ગયો ? યાદ કરાવુ ? જંગલમાં ઝાડી વચ્ચે તું મને... એમ કહી આંખનો ઇશારો કર્યો તેં મને એવો પ્રેમ આપ્યો છે હું તને ભૂલીજ નથી શક્તી કેમ મારાંમાં શું ખોટ છે ? દેવાંશ એને ધારી ધારીને જોવા લાગ્યો. દેવાંશે કહ્યું હું તમને પ્રેમ નથી કરતો નથી હું તમને ઓળખતો. હું વ્યોમાને પ્રેમ કરું છું.
પેલી યુવતીએ એનાં લાંબા વાળનો ચોટલો પાછળથી આગળ લઇ અને હસતાં હસતાં બોલી એ વ્યોમામાં હુંજ હોઊં છું તે મને બે વાર સંતોષી છે અને એવો સંતોષ ક્યારેય નથી મળ્યો હું તારાંથી દૂર નથી રહી શક્તી આમ ન ઓળખવાનો ઢોંગ ના કર. ચલ હું તારી સાથેજ આવું છું હું પણ તને ખૂબ પ્રેમ આપીશ.
દેવાંશ હવે સમજી ગયો એને વ્હેમ નહીં ખાત્રી થઇ ગઇ કે આ કોઇ પ્રેત છે મને છોડવા નથી માંગતું. એણે આંખો બંધ કરીને કંઇક ગણગણવા માંડ્યો અને પેલી યુવતીએ ચીસ જેવાં અવાજે કહ્યું એય આ તું શું ભણે છે ? એમ હું તને છોડીશ નહીં તને મેળવવા મેં શું શું નથી કર્યું ? તું ત્યાં પાર્ટીમાં આવવાનો હતો ત્યાં રાહ જોઇ તું આવે પહેલાં તારાં મિત્ર સાથે તેં ફોન પર વાત કરી હતી યાદ આવે છે ? હું ક્યાંથી આવી છું ? કેમ તારી પાછળ છું ? મારું આ રૂપ જો તારી વ્યોમાં પાસે આ રૂપ આવું તન છે ? જો મને ધ્યાનથી અને તારો મિત્ર તારી એવી રીતે રાહ જોતો હતો કે જાણે તું એનો પ્રેમી હોય... હાં હાં હાં. હું પ્રેમ કરુ છું તો મને તરછોડે છે ? આ મંત્ર ભણવાનાં બંધ કર હું તને નહીં છોડું... આજે તું મંત્ર ભણી મારાથી દૂર ગયો છે આવવા દે એ એક પૂનમની રાત જોઊં તું મારાથી કેવી રીતે દૂર જાય છે.. હું એનીજ રાહમાં છું તને મેળવીનેજ ઝંપીશ એમ કહી એ એકદમજ ગાયબ થઇ ગઇ. દેવાંશે જોયું એ ત્યાં છે નહીં એ ખૂબજ ડરેલો હતો તો એની સાથે આવેલો યુવક કોણ હતો ? અને વ્યોમાં માં એજ હતી એટલે ? એણે મારાં મિત્રની વાત કરી એ કોણ ? મિલીંદ ? એણે અમારી મિત્રતાનું કેવું મૂલ્યાંકન કર્યું ? આ બધુ શું છે ? મારે અઘોરીજીને મળવું પડશે.
એ ખૂબ ડરેલો હતો રાત્રીનાં 12 વાગી ગયાં હતાં રસ્તા ઉપર અવર જવર સાવ પાંખી થઇ ગઇ હતી એ ત્વરાથી જીપમાં બેસી ગયો અને જીપ સ્ટાર્ટ કરી. એ મનમાં એ બોલી હતી એ શબ્દો વાગોળવા માંડ્યો. સિદ્ધાર્થ સર પણ કહેતાં હતાં કે મિલીંદનાં ટેરેસ પર ખૂબજ સ્વરૂપવાન છોકરી જોઇ હતી શું એ આજ હશે ? મિલીંદનાં મૃત્યુ પાછળ આનો હાથ હશે ? પણ એ મિલીંદને શા માટે મારે ? કંઇ સમજાતું નથી શું ગરબડ છે ? એ જીપને ખૂબ સ્પીડમાં ચલાવીને ઘરે પાછો આવ્યો.
ઘરે આવીને જીપ પાર્ક કરીને ઘરનો ડોર બેલ વગાડ્યો એનાં પાપા વિક્રમસિંહજ ડોર ખોલ્યો. એમણે દેવાંશને જોઇને પૂછ્યું ? વ્યોમાને મૂકી આવ્યો ? પણ આટલી બધી વાર કેમ થઇ ? અને તું આટલો બધો ગભરાયેલો કેમ છે ?
દેવાંશે કહ્યું પાપા અંદર તો આવવા દો હું બધુજ કહુ છું હું ફ્રેશ થઇને આવું પછી બધી વાત કરું છું.
વિક્રમસિહે કહ્યું ઓકે જા ફ્રેશ થઇને આવ હું બહાર ડ્રોઇગરૂમમાં તારી રાહ જોઊં છું. અંદર તારાં મંમી ઘસઘસાટ ઊંઘે છે એ ડીસ્ટર્બ ના થાય જા તું આવ હું બેસુ છું.
દેવાંશ એનાં રૂમમાં ગયો અને ફ્રેશ થઇ કપડાં બદલીને આવ્યો. વિક્રમસિંહ બેચેનીથી એની રાહજ જોઇ રહ્યાં હતાં.
દેવાંશે ઘરેથી વ્યોમાનાં ઘરે એને મૂકવા ગયો એમાં પાપા મંમી બહારથી આવ્યા ત્યાં સુધી ત્યાં બેઠો પછી આવવા નીકળ્યો અને .... રસ્તામાં કંઇ થયું. પેલી ચૂડેલને જોઇ એણે વાતો કરી બધુજ અક્ષરે અક્ષર પાપાને કહ્યું. અને બોલ્યો પાપા કોઇ દિવસ નહીં અને આજે મને ડર લાગ્યો છે આવું કોણ છે મારી પાછળ.
વિક્રમસિહ બધુ સાંભળી વિચારમાં પડી ગયાં. થોડીવાર વિચાર કર્યો પછી એમણે કહ્યું દેવાંશ આમ ગભરાઇશ નહીં તેં કોઇ કલ્પના નથી કરીને ? તને તારાં આવા સતત વિચારો....
દેવાંશે કહ્યું પપ્પા સાચેજ મેં જોયું છે અને મારાં કાને સાંભળ્યુ છે ત્યાં વિક્રમસિહનો મોબાઇલ રણક્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ - 53