Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 5


5
"હવે આ લોકોનો અંત નજીક છે." વિક્રાંતે રંજનને કહ્યું.
"પણ કારાને કઈ રીતે મારવો?"
"કારા... કારા કદી નહીં મરે."
"તો આપણે શું કરશું."
"એક ઉપાય છે કારાને બીજી દુનિયામાં નાખી દેવો."
"એટલે કે અનંત બ્રહ્મણ."
"હા અને કારા ત્યાંથી જ આવ્યો છે."
"ક્યારે."
"જ્યારે તું તારી શક્તિ પછી લેવા ગયો હતો ત્યારે તે તારી પાછળ પાછળ પાછો આવી ગયો છે અને હવે તે મને શોધી રહ્યો છે."
"તમને કેમ?"
"કેમકે મેં જ તેને ઘણા વર્ષો પહેલા છલ કરીને નરકમાં થી અનંત બ્રહ્મણમાં નાખી દીધો હતો."
"તમે પહેલા નરકમાં રહેતા?"
"હા અને મારો એક જ લક્ષ્ય હતો કે કારાને ગમે તેમ કરીને રોકવો અને હું ત્યાં ભગવાનના કહેવાથી ગયો હતો કેમકે તે વખતે કારા આખા બ્રહ્મણમાં રાજા બનવાનો હતો અને તેને રોકવાનું કામ મારુ હતું."
"તો તે કોઈના થી નઈ મરે?"
"ના હજી ઘણા વર્ષો પછી ભગવાન તેને મારવા આવશે."
"બરાબર તો પછી અત્યારે આપણે લોકોને તેને અનંત બ્રહ્મણમાં નાખવાનો છે પણ કઈ રીતે?"
"સાંભળ……."
***
કારા, ડાયન અને રાક્ષસ ત્રણેય ડાયનની ઝૂંપડીમાં ગયા, ત્યાં અંદર પિશાચ બેઠો હતો અને તેને જોઈને લાગી રહ્યું હતું કે તે હમણાં હમણાં જ શિકાર કરીને આવ્યો છે, પિશાચ ત્યાં બેસીને માષ ખાઈ રહ્યો હતો.
કારા અંદર ગયો અને તે ત્રણેય ત્યાં બેઠા,
"વિક્રાંત જોડે જોડે આપણે લોકોને રંજનને પણ મારવો પડશે." રાક્ષસે કહ્યું.
"કોણ રંજન?" કારા એ પૂછ્યું.
"તે જ એક મોટો કાંટો છે આપણા રસ્તાનો."
"એવું તો શું છે એમાં."
"એની જોડે અલગ અલગ પ્રકારની શક્તિ ઓ છે અને તે કઈ પણ કરી શકે છે."
"તો પછી મજા આવશે તેની જોડે લડવાની."
"હા અને આપણી જોડે આ પિશાચ પણ છે."
"હા તો પછી ચાલો અત્યારે જ જઈએ."
"ના." ડાયને કહ્યું.
"કેમ?"
"બસ આ સમય સારો નથી."
પછી ડાયન અને રાક્ષસ ત્યાંજ રહ્યા અને કારા તેના વૃદ્ધ વ્યક્તિ વાળા રૂપમાં ત્યાંથી બહાર શિકાર કરવા ગયો.
"તે અત્યારે કેમ ના પાડી?" રાક્ષસે ડાયનને પૂછ્યું.
"કેમકે કે મારા મનમાં એક યુક્તિ છે."
"કઈ?"
"જ્યારે કારા વિક્રાંત અને રંજન જોડે લડી રહ્યો હશે ત્યારે પાછળથી આપણે બને કારાને મારી નાંખશું અને પછી વિક્રાંત અને રંજનને જોઈ લઈશું."
"હા… અને પછી આપણે બને જણ નરકમાં રાજ કરશું."
***
કારા તેના વૃદ્ધ વ્યક્તિના રૂપમાં આવીને પેલા ગાર્ડનમાં બેઠો હતો અને તેના આગલા શિકારને શોધવા લાગ્યો. પછી તેને એક પેપર લીધું અને તેને વાંચવાનું નાટક કર્યું અને આજુ બાજુ નજર રાખવા મંડ્યો.
ત્યાં એક છોકરો એ બાજુ આવ્યો અને કોઈને શોધવા મંડ્યો, તે છોકરો કોઈને શોધી રહ્યો હતો અને શોધતા શોધતા તે કારા પાસે આવ્યો.
"શું થયું બેટા?" કારા એ પૂછ્યું.
"મારા પપ્પા દેખાતા નથી શું તે આ બાજુ આવ્યા હતા?"
"હા મેં તેમને જોયા હતા."
"તે કઈ બાજુ ગયા છે."
"ચાલ હું તને લઈ જાવ."
"હા ચાલો."
પછી તે છોકરો કારા જોડે તે ગાર્ડનની બહાર ગયો અને તે છોકરાને એક સૂમસામ જગ્યા એ લઈ ગયો,
"આ કઈ બાજુ તમે મને લઈ આવ્યા?" તે છોકરા એ પૂછ્યું.
કારાના મોઢા ઉપર લાલચ ભર્યું હાસ્ય આવ્યો અને તે હજી તેના મનમાં હસી રહ્યો હતો ત્યાંજ તે હવામાં ઉડીને બીજી બાજુ પડ્યો.
કારા એ ઉભા થઇને જોયું તો સામે રંજન ઉભો હતો અને હસી રહ્યો હતો.
"મારા હિસાબથી તો તું પેલો છોકરો છું જના દ્વારા હું આ બ્રહ્મણમાં પાછો આવ્યો હતો?" કારા બોલ્યો.
"હા અને હું એ વ્યક્તિ થવાનો છું જે તને પાછો તે બ્રહ્મણમાં પહોંચાડશે."
કારા આ સાંભળીને જોરથી હસવા મંડ્યો,
"તું…..તું મને ત્યાં મુકલીસ? દિવસના સપના સાચા ના થાય."
"દિવસના સપના જ સાચા થાય અને રાતના ના થાય."
આટલું કહીને રંજને છલાંગ લગાવી અને કારા ઉપર પડ્યો અને એક જોરથી તેના નાક ઉપર મુક્કો માર્યો અને ઉભો થયો અને તેના જાદુથી હાથ ઊંચા કર્યા અને કારાને અડ્યા વગર બીજી બાજુ ફેંકી દીધો.
પછી કારા ઉભો થયો અને તેના હાથમાં તેની તલવાર આવી ગઇ, તે તલવાર પણ અલગ પ્રકારની હતો અને તે તલવાર લઈને તે રંજન તરફ દોડ્યો અને તે તલવાર રંજનને મારવાનો જ હતો કે ત્યાં રંજનના હાથમાં એક ઢાલ આવી ગઈ અને રંજને તે ઢાલથી કારાનો વાર રોક્યો.
પછી રંજનના હાથમાં પણ એક તલવાર આવી અને બને જણા તલવાર બાજી કરવા લાગ્યા, ઘણી વાર રંજન કારા ઉપર ભારી પડતો નહિતર ઘણી વાર કારા રંજન ઉપર ભારી પડતો.
રંજને એક જોરથી તલવાર મારીને કારાને પાડી દીધો અને તેના ગળે તલવાર રાખવા ગયો ત્યાંજ કારાએ તેની તલવારને તેના તલવારથી રોકી અને નીચેથી લાત મારીને રંજનને પણ નીચે પડ્યો અને કારા પછી ઉભો થયો.
પછી રંજન પણ ઉભો થયો અને ફરીથી તે લોકોનો યુદ્ધ ચાલુ થઈ ગયું.
પછી અંતે કંટાળીને બને જણે તલવાર છોડી અને પછી કારા ઉપર તેના જાદુથી હુમલો કર્યો, કારા એ પણ હુમલો કર્યો અને ફરીથી બને જણ વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું.
હવે કારા વારંવાર રંજન ઉપર ભારી પડી રહ્યો હતી. પછી રંજન પણ ઉભો થયો અને તેની પુરી તાકાતથી કારાનો સામનો કર્યો અને બને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ થઈ ગયું.
એક વાર રંજને તેના જાદુથી કારાને દૂર ફેંકી દીધો અને ત્યાં જઈને તેને ઉભો જ ન થવા દીધો પણ કારા એ તેના આંખોના ઇશારાથી રંજનને દૂર ફેંકી દીધો.
***
આ બાજુ વિક્રાંત ડાયન અને રાક્ષસના જોપડીમાં આવી ગયો અને ત્યાં આવીને તરત જ હુમલો ચાલુ કર્યો, ત્યાં જઈને તરત જ તેને તેના જાદુથી રાક્ષસને પાડી દીધો અને ત્યાંજ ડાયને તેના જાદુથી વિક્રાંતને રોક્યો અને તેના ઉપર હુમલો કર્યો.
અને ત્યાંજ પિશાચ પણ ત્યાં આવ્યો અને વિક્રાંતને જોઈને તેના ઉપર તૂટી પડ્યો.
વિક્રાંત મુશ્કેલીમાં પડી ગયો કારણ કે તેના ઉપર ત્રણ જણા એ એક જોડે જ હુમલો કરી દીધો હતો.
પણ તેના જાદુથી વિક્રાંતે ત્રણેયને જોડે પછાડી પાડ્યા અને રાક્ષસ ઉપર જોરદાર હુમલો કર્યો, રાક્ષસે પણ એવો હુમલો કર્યો કે વિક્રાંતને પણ એક સમાન તક્કર મળી પણ વિક્રાંતના પાછળથી ડાયને પણ જોરદાર હુમલો કર્યો, પણ વિક્રાંતમાં એટલી શ્રમતા હતી કે તે બને જણાને જોડે મારી શકતો હતો, વિક્રાંતે તેના જાદુથી ડાયનને દૂર પાડી અને રાક્ષસ ઉપર તૂટી પડ્યો.
પિશાચ તો આ બધું જોઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો અને ડાયનને પણ ત્યાંથી જવું પડ્યું.
અંતે વિક્રાંત રાક્ષસને મારીને જ શાંત થયો અને તરત રંજન જોડે પહોંચ્યો.
***
રંજન અને કારા વચ્ચે જબરદસ્ત યુદ્ધ ચાલુ હતું અને એટલામાં જ વિક્રાંત ત્યાં આવ્યો અને કોઈને ખબર ના પડે તેમ તેના જાદુથી બીજા બ્રહ્મણમાં જવાનો રસ્તો બનાવી દીધો.
પછી કારાને ખબર ના પડે તેમ રંજનને ઈશારો કરીને પેલો રસ્તો દેખાડી દીધો.
રંજને તે રસ્તો જોયો અને લડતા લડતા તે રસ્તા તરફ કારાને લઈ ગયો.
પણ તે પણ એવી રીતે લડી રહ્યો હતો કે તેની સામે 1000 જણની સેના હતી અને પહેલી વાર કારાને રંજનના રૂપમાં જોરદાર તક્કર મળી હતી અને કારાને આજ જોઈતું હતું. ઘણા દિવસો પછી કારાને આવી તકકર મળી હતી.
પણ રંજને તેના હાથ ઊંચા કર્યા અને મંત્ર બોલીને કારાને ઊંચો કર્યો અને તે બ્રહ્મણમાં નાખી દીધો અને વિક્રાંતે તરત તે દરવાજો બંધ કરી દીધો.
ફરી એક વાર કારા બીજા બ્રહ્મણમાં કેદ થઈ ગયો અને હવે રંજનને હાસ થઈ.
અને બને જણ રંજનના ફ્લેટમાં ગયા,
"હવે આપણી દુનિયા બચી ગઈ છે." વિક્રાંતે કહ્યું.
"હા અને હવે હું શાંતિથી જીવી શકીશ."
"હા અને હું ફરી જંગલમાં જઈને મારા વિદ્યાર્થી ઓ ને ભણાવીસ."
"હા અને હવે હું મારા નવા પુસ્તકને લખવામાં લાગી જઈશ."
"હા."
"મારા માટે આ એક મહિનાની સફર જોરદાર રહી."
પછી વિક્રાંત ત્યાંથી ગયો અને રંજને પહેલા તો બહારથી ખાવાનું ઓનલાઈન ઓર્ડર કર્યું.
પછી પેટ ભરીને ખાધુ.

ક્રમશ.....
(જો કોઈ વાચકને લાગી રહ્યું છે કે અહીં અંત થઈ ગયો છે તો તેવું નથી એટલે આના આગળનો ભાગ જરૂરથી વાંચજો.)