Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય દાનવ - ભાગ 4 - (અંતિમ ભાગ) હક્કીક્ત કે પછી કલ્પના




ભાગ 4
હક્કીક્ત કે પાછી કલ્પના

(નોંધ - આ રહસ્યમય દાનવનો જ અંતિમ ભાગ છે, આ હું કહી રહ્યો છું કારણ કે ઘણા લોકોને લાગશે કે આ અલગ વાર્તા છે, પણ તેવું નથી)


"એક નવો માનશીસ દર્દી અમારે ત્યાં એડમિટ થયો છે અને હું તેની જોડે પૂછતાજ કરીને આવી રહ્યો છું." એક માણસ જેનું નામ હરિ હતું તે તેના પાર્ટનર જે મહિલા ડોક્ટર છે જેનું નામ સુમન હતું તેને કહી રહ્યો હતો.
"શું છે તેનું નામ?"
"નામ સમીર નોંધાયું છે પણ તે અમને લોકોને કહી રહ્યો છે કે તે રંજન છે."
"કેમ રંજન જ?"
"ખબર નઈ."
"તેને અહીં કોણ મૂકી ગયું છે?"
"એક છોકરી આવી હતી તેને મુકવા અને તે છોકરી એ કહ્યું હતું કે તે 2થી3 કલાકમાં આવે છે અને હવે તે આવતી જ હશે."
"હ...તો તે શું કહી રહ્યો છે તેની ઉમર કેટલી છે?"
"તેની ઉમર તે છોકરી પ્રમાણે 19ની છે અને તે કૉલેજમાં ભણે છે."
"તો તેને થયું છે શું."
"સમીરના કહેવા પ્રમાણે તે એક જાદુગર છે જેણે હાલ જ દુનિયા બચાવી છે."
"ઓહ પણ તે જાદુગર કઈ રીતે હોઈ શકે."
"એજ તો બીમારી છે કેમકે તે તેની દુનિયામાં જ રહે છે."
"એટલે."
"એટલે કે તેને તેની દુનિયા બનાવી છે જે તેના મગજમાં છે અને બસ તે દુનિયામાં તે રહે છે."
"મને કંઈ પણ ખબર ના પડી."
"એટલે કે તે તેની બનાવેલી દુનિયાનો રંજન છે જેની જોડે જાદુઈ શક્તિ ઓ છે અને તે દુનિયાને તેને બચાવી છે અને તે દુનિયામાં દાનવો, રાક્ષસો અને વગેરે વગેરે રહે છે."
"ઇન્ટરેસ્ટિંગ, હું તેની જોડે વાત કરી શકું છું?"
"હા કેમ નઈ."
હરિ અને સુમન બને જણ કેબિનમાં હતા અને તેમના હાથમાં એક દર્દી આવ્યો હતો. હરી અને સુમન બને જણ મનોવિજ્ઞાનિક હતા. તે વખતે તે બને જણ એકલા જ હતા.
સુમન સમીરને મળવા તેના રૂમમાં ગઇ, તે રૂમમાં એક બેડ હતો જ્યાં સમીર સૂતો હતો અને બાજુમાં એક ખુરશી હતી અને અને તે રૂમની વચ્ચોવચ એક ચિત્ર હતું જે લટકાવેલું હતું, તે એક કુદરતી દૃશ્યનું ચિત્ર હતું અને તે રૂમમાં એક લેમ્પ હતો જે રૂમમાં પ્રકાશ નાખી રહ્યો હતો.
સુમન ત્યાં તે ખુરશીમાં જઈને બેઠી, બેસવાનો અવાજ સાંભળીને સમીર તરત ઉઠી ગયો.
"શાંત થઈ જા સમીર, હું ડોક્ટર સુમન."
"કોણ સમીર?"
"તમારું નામ છે સમીર."
"હું..હું તો રંજન છું."
"સારું તો તમે રંજન છો."
"હા અને હું એક પેરાનોર્મલ એક્સપર્ટ છું અને મને સરકાર દ્વારા સમ્માનિત પણ કરેલો છે અને મેં એક પુસ્તક પણ લખેલી છે."
"ઓહ તો તમે તમારી પુસ્તકનું નામ કહી શકશો."
"હા બિલકુલ મારી પુસ્તકનું નામ 'તે શું હતું' છે અને હવે હું તેનો બીજો ભાગ પણ પ્રકાશિત કરવાનો છું."
"તો હું ગૂગલ કરું."
"હા તમે કરી શકો છો."
સુમને ગૂગલમાં જોયું પણ કોઈ પણ રંજન નામનો પેરાનોર્મલ એક્સપર્ટ પણ નોહતો અને લેખક પણ નોતો.
સુમાનને યકીન થઈ ગયું હતું કે સમીર તેની બનાવેલી દુનિયામાં જ રહે છે.
"હા તો મેં સાંભળ્યું કે તમે દુનિયાને બચાવી હતી?"
"હા મેં દુનિયાને એક દાનવથી બચાવી હતી."
"કોણ છે તે દાનવ?"
"તેનું નામ….કા..કારા છે."
"કોણ કારા?"
"નરકનો રાજા."
"ઓકે તો તમારા પરિવારમાં કોણ છે?"
"મારા માં બાપ તો ક્યારના પણ મરી ગયા છે અને હાલ દાદા દાદી છે."
"બરાબર તો મારે તમારા દાદાને કોન્ટેક્ટ કરવો છે, શું તમે તેમનો નંબર આપી શકશો."
"હા."
પછી સમીરે તેના દાદાનો નંબર લખવ્યો પણ તે નંબર ખોટો હતો.
આવા ઘણા સવાલો પૂછ્યા બાદ સુમન ત્યાંથી નીકળી અને તેના કેબીનમાં જતી રહી, ત્યાંથી તેને જોયું કે હરિ કોઈ છોકરી જોડે વાત કરી રહ્યો હતો, સુમન ત્યાં ગઈ.
તે છોકરી તેજ હતી જે સમીરને ત્યાં મૂકી ગઈ હતી.
"સમીર તો કહી રહ્યો છે કે તે રંજન છે?" હરિ એ પૂછ્યું.
"હા તે કૉલેજમાં પણ કહી રહ્યો હતો કે તે તો રંજન છે અને તેને એક દાનવને હરાવ્યો હતો."
"હા પણ આવું કેમ થયું?"
"મારા હિસાબ થી તો મને લાગે છે કે તે કેટલાય દિવસથી ડિપ્રેશનમાં હતો."
"શેનું ડિપ્રેશન?"
"કૉલેજમાં તે હજી સેટ નોહતો થયો, અને કેટલાય લોકો તેનો મજાક ઉડાવતા હતા અને તેમાં પણ કેટલા લોકો તેની પાછળ આખો દિવસ તેનો મજાક ઉડાવતા હતા, આખા ક્લાસ વચ્ચે તેની ઈજ્જત ખરાબ કરતા અને આ કરણથી તે કોઈની જોડે બોલતો પણ નોહતો અને એકલો એકલો બેસી રહેતો હતો, તેની જોડે કોઈ વાત કરવા પણ ના જતું, હું તો તેની મિત્ર છું અને હું તેની જોડે વાત કરતી પણ ખરેખર તેની વાત ઉપર થી લાગી રહ્યું હતું કે તેને ઘણી તફલિક થઈ છે અને પછી તો તે તેની દુનિયામાં રહેવા લાગ્યો, તેને મૂવી જોવાનો શોખ હતો અને તેમાં પણ તે ફેન્ટસી જોવાનું પસંદ કરતો હતો અને પછી હવે તેને તેની કલ્પનિક દુનિયા બનાવી દીધી અને હવે તે બે ત્રણ દિવસ થી કહી રહ્યો છે કે તે રંજન છે અને એટલે હું તેને અહીં લઈ આવી."
"હા બરાબર છે, ઘણાય લોકો સામે વાળાનો વિચાર કર્યા વગર લોકોને માનસિક દબાવ આપે છે અને તે દબાવના કારણે લોકોના મગજ ઉપર ઘણો ઊંડો પ્રભાવ પડે છે અને તેનાથી ઘણા આપઘાત કરી લે છે અને ઘણા ગાંડા થઈ જાય છે." સુમને કહ્યું
"હા પણ આનું હવે શું થશે?"
"સમીરની સારવાર અમે કરીશું અને તમે હવે ચિંતા મુક્ત થઈ જાવ."
"હા થેંક્યું."
પછી તે છોકરી સમીરના રૂમમાં ગઈ પણ સમીર સુઈ રહ્યો હતો એટલે તેને જોઈને તે છોકરી ત્યાંથી જતી રહી.
પછી તે છોકરી ત્યાંથી ગઈ અને પછી હરિ પાછો સમીરના રૂમમાં ગયો. હરિ એ જીયું કે સમીર ત્યાં સૂતો હતો એટલે હરિ એ થોડીક રાહ જોઈ અને થોડા મિનિટ પછી સમીર જાગ્યો,
"તો સમીર…"
"હું રંજન છું તમને કેટલી વાર કહેવું." સમીર જોરથી બોલ્યો.

By
Dev .M. Thakkar

(અહીંયા મે ઓપન એન્દિંગ રાખી છે, જો વાંચક એવું વિચારે કે સમીર રંજન છે તો પણ તે સાચા છે અને જો કોઈ એવું વિચારે છે કે સમીરે તેની દુનિયા બનાવી હતી અને તે તેમાં જ જીવવા મંડ્યો તો તે પણ સાચું છે.)

(વાર્તામાં ભૂલ થઈ હોય તો માફ કરી દેજો.)