Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 4


4
વિક્રાંતને બધી ખબર હતી કે તે બધા લોકો જંગલની બહાર ઉભા છે અને તેમની જોડે પ્રકાશ પણ હતો, પણ વિક્રાંત વિચારી રહ્યો હતો કે ત્યાં પ્રકાશ કેમ તેમની જોડે છે.
કારા, શૈતાન અને જૂનો નરકનો સેનાપતિ જંગલની અંદર ગયા પણ પ્રકાશ ત્યાં નોહતો ગયો અને તે બહાર જ ઉભો હતો.
જંગલ ઊંડું હતું અને તે ત્રણેયને ખબર નોહતી કે વિક્રાંતનું આશ્રમ ક્યાં અને કઈ બાજુ છે.
પ્રકાશ એક બીજી જ દિશાથી જંગલની અંદર ગયો અને અને એક ઝાડ ઉપર ચડી ગયો અને ત્યાં બધું જોવા મંડ્યો.
પછી કારા, શૈતાન અને જૂનો સેનાપતિ ત્રણેય અલગ અલગ દિશામાં જઈને શોધવા મંડ્યા, કારા જોડે એક એવી શક્તિ હતી જેનાથી તે ગમે તેને ગમે ત્યાં જોઈ શકતો હતો પણ ખબર નઈ કેમ તે શક્તિ તે દિવસે કામ નોહતી કરતી.
પછી ત્યાંજ કારાની સામે એક જંગલી શિયાળ આવ્યું, તે કારાની આંખોમાં જ જોઈ રહ્યું હતું અને કારા પણ તે શિયાળની આંખોમાં જોઈ રહ્યું હતું.
શિયાળ અને કારા બને એક બીજાની આંખોમાં જોઈ રહ્યા હતા અને ત્યાંજ કારા એ આંખોના ઇશારાથી શિયાળને ત્યાંજ કાપી નાખ્યું.
કારા અને શૈતાન બને જણના આંખોમાં અલગ શક્તિ હતી પણ કારાની જોડે બીજી પણ ઘણી બધી શક્તિ ઓ હતી.
પછી કારા આગળ વધ્યો અને તે એક આશ્રમમાં પહોંચ્યો પણ ત્યાં જઈને અચંબિત થઈ ગયો કેમકે ત્યાં તો કોઈ હતું જ નઈ.
તો તે લોકો ક્યાં ગયા હશે? કારા વિચારતા વિચાતા આગળ વધ્યો. કારાની જે મહત્વ ધરાવતી શક્તિ ઓ હતો તે બધી શક્તિ ઓ તે દિવસે કામ નોહતી કરી રહી.
આ બાજુ જૂનો સેનાપતિ તેની દિશામાં આગળ વધતો ગયો પણ તેને પણ વિક્રાંતનું નામું નિશાન ના મળ્યું.
જૂનો સેનાપતિ પાછો વળ્યો પણ ત્યાંજ તેની સામે વિક્રાંત ઉભો હતો અને સેનાપતિ કઈ કરે તેની પહેલા તો વિક્રાંતે એક મંત્ર બોલ્યો અને પછી હાથ ઊંચો કરીને તે સેનાપતિના બે કટકા કરી નાખ્યા અને પછી પાછો સંતાઈ ગયો અને સંતાતા સંતાતા પ્રકાશ બાજુ ગયો.
પ્રકાશ જે ઝાડમાં બેઠો હતો તેના પાછળના ઝાડ ઉપર વિક્રાંત આવ્યો અને પછી તેને ફરી એક મંત્ર બોલ્યો અને પ્રકાશને અડ્યા વગર તેને ઝાડની નીચે પાડી દીધો.
***
શૈતાન અને કારા બને જણ એક જગ્યા એ આવીને ઉભા રહ્યા તે બને ને વિક્રાંત નોહતો મળ્યો અને તે બને હવે એક જોડે વિક્રાંતને શોધવા ગયા.
શૈતાન જોડે આ એક સારો મોકો હતો કારાને મારવાનો એટલે તે બને જણ આગળને આગળ ગયા અને શૈતાન કારાને મારવા માટે ઉત્સુખ હતો.
પછી બને જણ એક તળાવ આગળ આવ્યા અને કારા ત્યાં પાણી પીવા મંડ્યો, શૈતાન જોડે આ સારો મોકો હતો કારાને મારવાનો અને તે પાણી પીતો હતો ત્યાંજ ધકો મારી દીધો અને તેની આંખો થી ઈશારા કરવા ગયો પણ કારાને કઈ અસર ના થઇ.
"તને શું લાગ્યું હું આટલી જલ્દી મરી જઈશ?" કારા બોલ્યો અને જોરથી હસ્યો.
તે હજી પાણીમાં જ હતો, શૈતાને કોશિશ ચાલુ રાખી પણ તેનો સમય તે વખતે ખરાબ હતો.
કારા પાણીમાંથી બહાર આવ્યો અને શૈતાનને ઊંચક્યો અને ત્યાંથી દુર ફેંકી દીધો.
આ બધું એક ઝાડ ઉપરથી વિક્રાંત જોઈ રહ્યો હતો અને ખુશ થતો હતો.
પછી કારા શૈતાન પાસે ગયો અને તેને એક લાત મારી,
"ગદાર મને તારા ઉપર વિશ્વાસ હતો પણ તે મારા વિશ્વાસને ઠેસ પહોંચાડ્યો." કારા બોલ્યો.
"તે મારા બાપને માર્યો છે અને એટલે હું બદલો લઇસ."
આટલું બોલતા શૈતાન ઉભો થયો અને કારાને પણ એક મુક્કો માર્યો.
એ સમયે કારાની થોડી ઘણી શક્તિ ઓ ચાલી રાહી હતી એટલે કારા એ તેના આંખના ઇશારાથી શૈતાન ઉપર વાર કર્યો પણ શૈતાન તેનાથી બચી ગયો અને તેને હવામાં કૂદકો મારીને બીજો મુક્કો માર્યો.
હવે કારા એ પણ તેને આડેધડ મુક્કા મરવાના ચાલુ કર્યા પણ શૈતાન છૂટ્યો અને કારાને એક લાત મારી અને કારા ત્યાં નીચે પડ્યો, શૈતાન કારાની ઉપર આવ્યો અને તેના પેટ ઉપર બેસ્યો અને એક જોરથી તેના ગાલ ઉપર મુક્કો માર્યો.
"મારા પપ્પાને મારીને નરકની ગાદી લેવા માટે." શૈતાન બોલ્યો.
અને એવા ત્રણ ચાર બીજા મુક્કા માર્યા પણ કારાને આની કોઈ અસર નોહતી અને તેને શૈતાનને રમકડાંની જેમ ઊંચો કરીને દૂર ફેંકી દીધો.
પછી કારા શૈતાન જોડે ગયો અને ત્યાં તેના ઉપર લાત મારી અને ત્યાં ખાડો પડી ગયો.
તે વખતે કારા તેના અસલી દાનવ વાળા રૂપમાં આવી ગયો અને જોરથી ગર્જના કરવા માંડ્યો.
પછી શૈતાનને ઊંચો કર્યો અને એટલી વાર પછાડ્યો કે તેનો અડધો જીવ ત્યાંજ નીકળી ગયો પછી કારાના આંખમાં થી એક ઉર્જા નીકળી અને તેણે તેની આંખ શૈતાન ઉપર કરી અને શૈતાન ત્યાંજ મૃત્યુ પામ્યો.
"હું અમર છું મને કોઈ નથી મારી શકતું." આટલું બોલીને તે જોરથી હસ્યો અને વિક્રાંતને શોધવા લાગ્યો પણ આ જોઈને તો વિક્રાંત ત્યાંથી ઉભા પગે દોડ્યો અને જંગલની બહાર ભાગી ગયો.
કારા એ આખું જંગલ શોધ્યું પણ વિક્રાંત ના મળ્યો પણ તેને તેના છોકરાની લાશ મળી, આ જોઈને તો તે વધારે ગુસ્સે થયો અને વધારે ગર્જના કરી અને આ ગર્જનાથી આખું જંગલ દૃજી ઉઠ્યું.
હવે કારા બદલાની ભાવના લઈ ને વિક્રાંતને શોધવા લાગ્યો અને એ પણ તેના અસલ રૂપમાં આવીને, તે જંગલની બહાર ગયો.
જેટલા પણ લોકો તેના રસ્તામાં આવ્યા તે બધાને પગથી કૂચડી નાખ્યા અને આગળ વધતો ગયો.
કારા એક સાથે 50થી60 લોકો ને મારી નાખતો અને ધીરે ધીરે તેનો આખો રસ્તો ખાલી થઈ ગયો, હવે તે રંજન જે બિલ્ડીંગમાં રહેતો હતો તે બિલ્ડીંગમાં પહોંચ્યો અને મોટી ગર્જના કરી, પણ આશ્ચર્યની વાત એ હતી કે તે બિલ્ડીંગ ખાલી ખમ હતી અને પછી કારા એ તે બિલ્ડીંગને પાડી દીધી, તે બિલ્ડીંગ નાની હોવાથી કારા તે બિલ્ડીંગને આરામથી પાડી શક્યો અને હવે તે એટલો ઊંચો થઈ ગયો હતો કે તેને આખા શહેરના લોકો તેમના ઘરેથી જોઈ શકતા હતા.
રંજન અને વિક્રાંત પણ તે સ્વરૂપ જોઈ શકતા હતા, તે લોકો શૈતાનની પેલી પહાડીની ગુફામાં હતા.
કારા આગળ વધ્યો અને ત્યાં તેના નીચે પેલી ડાયન અને રાક્ષસ આવી ગયા, તે બનેને જોઈને કારા પેલા વૃદ્ધ માણસના રૂપમાં આવી ગયો.
"અત્યારે ઉચિત સમય નથી કેમકે નરકની રાણી પણ હવે નથી રહી." ડાયને કહ્યું.
"કોણ નરકની રાણી, કદાચ પેલા દુષ્ટ શૈતાનની માં."
"તે મને નથી ખબર પણ અત્યારે શાંતિ રાખવી પડશે."
"પણ તું છું કોણ?"
"હું ડાયન છું અને આ રાક્ષસ અને મારો એક છોકરો છે પિશાચ."
"પણ મેં તને પહેલી વખત જોઈ."
"હા અત્યાર સુધી હું શૈતાન જોડે હતી અને મને ખબર છે કે તમે કારા છો."
"શૈતાનને મેં મારી નાખ્યો છે."
"કેમ?"
"તે હું પછી કહીશ પહેલા મારે વિક્રાંતને શોધવો છે."
"કોણ વિક્રાંત?"
"હવે હું નિરાંતે સમજાઇસ પહેલા તો ચાલ."
"ક્યાં."
"વિક્રાંતને શોધવા."
પછી ત્રણેય જણ વિક્રાંતને શોધવા લાગ્યા અને ત્રણેય અલગ અલગ જગ્યા એ શોધી રહ્યા હતા.


ક્રમશ....