રાક્ષશ - 22 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાક્ષશ - 22

દ્રશ્ય ૨૨ -
" સમીર....સમીર મારી જાન તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું તો ગુસ્સો ના કરીશ અને ચલ આપડે બધા મળી ને આ જંગલ માંથી નીકળવાનો કોય રસ્તો શોધીએ."
" એક શરત પર..."
" શું?.."
" તું પેલા મનું થી દુર રહીશ અને એના જોડે વાત પણ નઈ કરે."
" હા...હા...હા...મારા સમીર ચલ."
સમીર અને જાનવી બધા મળી ને રાક્ષસ થી બચી ને બહાર નીકળવાનો માર્ગ વિશે વાત કરવા લાગ્યા.
" કેયુર શું ખબર લાવ્યો છે."
" નિખિલ સર રાક્ષસ ના જોડે કે વ્યક્તિ ને મે જંગલ તરફ જતા જોયા છે."
" કઈ બાજુ....તું એ જગ્યા વિશે કઈ જાણે છે."
" સર ત્યાં જંગલ ની જૂની ગુફાઓ છે. મને લાગે છે ત્યાં જ ગયા હસે."
" તું ઉપર જઈ ને નજર રાખ કઈ બીજું જાણવા મળે તો મને એની ખબર મોકલજે."
" ઠીક છે સર...."
" સમીર આપડે ફરી થી જંગલ માં જવું પડશે."
" નિખિલ મારી કાર માં રોડ સુધી જઈ એ પછી આગળ થી ચાલી ને પોહચી જઈ શું."
" તું અને હું બસ બીજા કોય ને લઈ જવા નથી. અને કોય ને કેહવુ પણ નથી."
" હા જો જાનવી ને જાણ થશે તો એ મારી સાથે આવાની જીદ કરશે."
નિખિલ અને સમીર રિસોર્ટ માં કોય ને કહ્યા વિના જંગલ માં નીકળી પડે છે એમની પાછળ રિસોર્ટ ની જવાબદારી મયંક ને સોંપી ને જાય છે.
" મયંક...પાયલ ને ભાન આવી ગયું છે."
" પાયલ...પાયલ....તું ઠીક છે ને.."
" મયંક....હું હજુ જીવું છું મને લાગ્યું કે હું હવે ફરી થી આંખ નઈ ખોલું."
" ના પાયલ તું જીવે છે અને મને ખુશી છે કે તને કઈ થયું નથી. પણ એ દિવસે શું થયું હતું કે બધાનું આમ સાથે અકસ્માત થયી ગયો."
" અમે બધા ગાડી લઈ ને બ્રિજ ની નજીક આવ્યા સામે બ્રિજ તૂટેલો હતો તે જોઈ ને બધા પાછા વળ્યા પણ ત્યાં રાક્ષસ ને બધા ની ગાડીઓ ને ધકો મારવા નો ચાલુ કર્યો...એક પછી એક ગાડીઓ આગળ નદી ની ખીણ માં પાડવા લાગી. બધા જીવ બચાવવા ગડી માં થી કૂદી ને બહાર નીકળવા લાગ્યા. મારા પપ્પા એ ઘરના બધા ને બચાવ્યા પણ મને બચાવા આવ્યા તો રાક્ષસ અમારી ગાડી પાછળ આવી ગયો તો તે પોતાનો જીવ બચાવી ને ગાડી ની બહાર નીકળી ગયા. મને લાગ્યું કે હું નઈ બચી શકું....પણ મે હિંમત કરી અને ગાડી ના સેટિંગ પર આવી અને ગાડી ને જંગલ બાજુ વાળી લીધી અને પછી મારો અકસ્માત થયી ગયો.... રાક્ષસ ને જે પણ ગાડી માં હતું તે બધાને ધક્કો મારી ને નદી ની ખીણ માં ફેકી દીધા. એ ક્રૂરતા નફરત મે ક્યાંય જોઈ નથી. એ બધા ને જંગલ થી નીકળવા નો કોય મોકો આપવા માગતો નથી."
" બ્રિજ તો તૂટેલો હતો તો એને બધા ને આટલા ભયાનક રીતે કેમ ડરાવ્યા."
" પ્રાચી એ પણ જાણે છે કે જંગલ માથી નીકળવાનો બીજો એક રસ્તો પણ છે માટે તે કોય વ્યક્તિ ને ત્યાં સુધી પોહચવા દેવા માગતો નથી."
" જાનવી ક્યાં રસ્તાની વાત કરે છે..."
" એ જેના પર થયી ને હું અને સમીર આવ્યા છે.."
" શું બોલે છે મને કઈ સમજાતું નથી."
" હારીકા... એ બ્રિજ જેના પર થયી ને હું અને સમીર પેહલા દિવસે આવ્યા હતા."
" જાનવી મેડમ સમીર સર ગાડી લઈ ને જંગલ ગયા છે."
" કેમ...શું કરવા... હમણા તો આમ જંગલ માથી બચી ને પાછા રિસોર્ટ આવ્યા છીએ."
" મેડમ એમને તમને સાચવી ને રેવા કહ્યું છે હું બીજું કંઈ જાણતો નથી."
" સમીર શું કરવા ફરી થી જંગલ માં ગયો..."
" જાનવી શાંત થયી જા જરૂર કઈ કામ હસે."
જાનવી ને ચિંતા કરતા જોઈ ને બધા એને શાંત કરવા નો પ્રયત્ન કરે છે.
" મયંક તે મને યાદ કરી હતી.."
" પાયલ એવી એક પણ સેકંડ નથી જ્યારે હું તને યાદ ના કરતો હોય. તું પાછી ના આવી એ જોઈ ને હું સમીર સર જોડે તને શોધવા માટે જંગલ માં આવ્યો પછી અમને જાનવી મેડમ મળ્યા અમે બધા એ મળી ને તને શોધી.“
" સાચે તને મારી યાદ આવી.... મને બચાવા માટે તરો આભાર."
" શું બોલે છે તને કઈ થાય તો હું જીવી ના શકું માટે તને બચાવવું મારા માટે જરૂરી હતું."
" શું સમીર જંગલ માં ગયો છે હવે તેને રાક્ષસ થી કોય બચાવી નઈ શકે...."