રાક્ષશ - 21 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાક્ષશ - 21

દ્રશ્ય ૨૧ -
" મનું એક અંતિમ જવાબ આપી શકે છે તું?"
" જાનવી....તું મનું જોડે વાત ના કરીશ. તેની વાત પર વિશ્વાસ ન કરીશ. એનાથી દૂર રેહવામાં આપડું સારુ થશે."
" સમીર મારે મનું ને એક સવાલ કરવો છે...મનું સાંભળે છે તું...રાક્ષસ ને રોકવા માટે શું કરવું પડશે."
" જાનવી મે તને પેહલા જ કહ્યું જો રાક્ષસ ને રોકવો હોય તો એ વૃદ્ધ વ્યક્તિ ને શોધ. તે જાણે છે બધું."
" બધા તૈયાર થઈ જાઓ.....રિસોર્ટ આવી ગયો છે."
સમીર રિસોર્ટ આગળ ગાડી ઊભી કરે છે અને બધા એક સાથે ગાડી માંથી બહાર આવી ને રિસોર્ટ તરફ દોડવાનું શરૂ કરે છે. મયંક અને પાયલ પેહલા પછી પ્રાચી અને હારીકા અને એની પાછળ મનું જાનવી અને સમીર. મયંક ને પાયલ ને હાથ માં ઉઠાવી હતી અને સામે નિખિલ આવી ને પાયલ ને રિસોર્ટ માં લઇ ને જાય છે અને મયંક પાછળ વળી ને જોવે છે તો એમની પાછળ રાક્ષસ હતો.
" સમીર સર જલ્દી....રાક્ષસ તમારી પાછળ છે."
" જાનવી....મારો હાથ પકડી લે....."
સમીર અને જાનવી એક બીજાનો હાથ પકડી ને દોડતા હોય છે પણ જાનવી થાક ના કારણે જલ્દી દોડી શક્તિ નથી અને સમીર એનો સાથ આપવા માટે એની સાથે જ હોય છે. મનું આ જોઈ ને ઉભો થયી જાય છે. રાક્ષસ એની બાજુ માં થયી ને જાનવી અને સમીર ને મારવા જાય છે.
" એ....રાક્ષસ....."
મનું બૂમ પાડી ને રાક્ષસ ને જાનવી અને સમીર જોડે જવાથી રોકે છે. રાક્ષસ ત્યાં ઉભો થયી ને પાછળ વળી ને જોવે છે.
" હું કોય નિર્દોષ વ્યક્તિ ની બલી આપી ને પોતાનો જીવ બચાવવાનો નથી. તું આવી ને મને આ નરક માંથી મુક્ત કરીદે."
" મનું.....જલ્દી અંદર આવીજા...."
રાક્ષસ મનું ની વાત સાંભળી ને તેને મારવા માટે આગળ વધે છે. તે મનું તરફ હાથ આગળ વધારી ને એક પંજા થી એના ચેહરા પર વાર કરે છે બીજી વાર હાથ ઉઠાવે છે કે તેજ સમયે જંગલ માંથી કોય અવાજ આવે છે અને રાક્ષસ તે અવાજ ને સાંભળી મનું ને છોડી ને જંગલ માં તે અવાજ જોડે જતો રહે છે. મનું બીક ના કારણે નીચે જમીન પર બેસી જાય છે અને તેને લેવા મટે નિખિલ અને સમીર બહાર આવે છે તેને પકડી ને રિસોર્ટ માં લઇ ને આવે છે.
" મનું તું ઊભો કેમ થયી ગયો.....આજ થી પેહલા તો તે કોય વ્યક્તિ ને બચાવવા નો પ્રયત્ન નથી કર્યો."
" સમીર....માફ કરજે ...આજે જો રાક્ષસે મને કઈક કર્યું હોત તો એ મારું નસીબ હતું. હજુ હું જીવું છું માટે હું કોય પણ ચિંતા કે શરમ વિના કહી શકું છું જાનવી...હું તને પ્રેમ કરું છું."
મનું આટલું બોલતા સાથે સમીર એના એક હાથ ને ખેંચ્યો એક મુક્કો એના ચેહરા પર માર્યો પછી બીજો મુક્કો માર્યો. નિખિલ ને તેને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો.
" મારી પત્ની છે....જાનવી ની સામે જોવાની તારી હિંમત કેવી રીતે થયી."
" સમીર....સમીર...."
મયંક પાયલ ને લઈ ને નર્સ પાસે આવ્યો હતો.
" પાયલ સવાર ની આમ બેભાન છે."
" એમને માથા પર ઘણું વાગ્યું છે.પણ ચિંતા જેવું કંઈ નથી માથા પર વાગવા ના કારણે બેભાન છે. થોડી વાર માં ભાનમાં આવી જસે. મે દવા આપી છે. જ્યારે આપડે અહીંયાથી બહાર નીકળી શું ત્યારે એમને સારી સારવાર આપાવજો."
" ભગવાન કરે આપડે જલ્દી આ મુશ્કેલી માંથી નીકળી જઈ એ...."
" નર્સે...એક દર્દી છે."
" નિખિલ સર....મનું ને શું થયું. રાક્ષસ ને એને માર્યો."
" ના મયંક...સમીર ના હાથે માર ખાધો છે."
" કેમ? શું થયું..."
" ના પૂછે....રાક્ષસ ના હાથ થી માર નથી ખાધો એટલો તો આ ભાઈ ને સમીર ના હાથ નો માર ખાધો છે. અરે શું જરૂર હતું જાનવી ભાભી ને આમ બધાની વચ્ચે પ્રપોઝ કરવાની."
" શું જાનવી મેડમ.....બરાબર છે. સમીર સર ને જે કર્યું એ બરાબર છે. નાલાયક...."
" મયંક કોણ છે આ વ્યક્તિ....એને રાક્ષસ ને બૂમ પડી ને રોકી લીધો."
મયંક નિખિલ ને મનું ના વિશે માહિતી આપવા લાગ્યો.
" સમીર તું આટલો ગુસ્સા માં કેમ છે. હું મનું ને એક મોટા ભાઈ ને જેમ પ્રશ્નો કરતી હતી મને શું ખબર કે તે આમ અચાનક મને પ્રપોઝ કરશે. એમાં મારો શું વાંક છે."
" મે તને પેહલા કહ્યું હતું કે તું એના જોડે વાત ના કરીશ પણ તું મારી વાત ક્યાં સમજે છે. એના જેવા વ્યક્તિ ના મગજ માં કોય સારી વાત ના હોય."
" સમીર જાનવી ઝગડવાનું બંદ કરી ને કોય અગત્યની વાત પર ચર્ચા કરી શકીએ."
" હારી કા હું હાલ કોય વાત કરવા માગતો નથી."
" સમીર....સમીર....જાનવી કઈક સમજાવ તારા સમીર ને... અને ખેચી ને લઈ આવ."