એક પૂનમની રાત - પ્રકરણ-50 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-50

એક પૂનમની રાત
પ્રકરણ-50
સિધ્ધાર્થ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી નિયમિત ચા લાવનાર મગનને એક અગત્યનો પ્રશ્ન પૂછ્યો કે મગન તારી કીટલી સ્ટેશનની બરાબર સામે છે. તુજ અહીં બધાંજ વિભાગમાં ચા આપવા આવે છે. પોલીસ સ્ટેશન પર તારી નિયમિત નજર જાણ્યે અજાણ્યે રહેતી હશે બરોબર ? તને અહીં હમણાં બે ત્રણ દિવસથી જે અવરજવર થાય છે એમાં કાંઇ અજુગતું લાગ્યું છે ? કાંઇ ધ્યાન ખેંચ્યુ હોય એવી વ્યક્તિ કે કાંઇ ?
લગભગ પચાસીએ પહોંચેલાં મગને કહ્યું સર મારી કીટલી વર્ષોથી અહીં છે અને વરસોથી હું ચા-કોફી-ઠંડાપીણાં બધુ આપું છું અને અહીંયાથીજ મારું ગુજરાન ચાલે છે મારી ઘણીવાર નજર પડે છે અહીં આવતા લાવવામાં આવતાં ગુનેગારો - વકીલો અને આપણાં પોલીસ સાહેબો બધાં મારી કીટલીએ આવે છે ચા પીએ છે. હું અંદર આવું આપવા અથવા છોકરાઓ આવે છે તમે મને પ્રશ્ન કર્યો એટલે મને એક અજીબ વ્યક્તિને મેં પોલીસ સ્ટેશનમાં આવતી જોઇ હતી એને જોઇ બે ઘડી હું ચા કાઢવાનું ભૂલી ગયેલો એની તરફજ નજર ચોંટી ગયેલી પણ મને એમ કે હશે કોઇ...
સિધ્ધાર્થે આશ્ચર્ય અને ઉત્સુકતાથી પૂછ્યું કહેને કોણ ? કોણ ? જલ્દી કહે. પેલાં મગન થોડીવાર જાણે ચૂપ થઇ ગયેલો. એ સિધ્ધાર્થની નજીક આવી ધીમેથી બોલ્યો સર એ કોઇ ખૂબ સુંદર યુવતી હતી એણે ઘણાં ઘરેણાં પહેરેલાં પગમાં ઝાંઝર પણ સર... એનાં દુપ્ટ્ટાથી ઢાંકાયેલાં દેહમાં પાછળથી મને જાણે કશું દેખાતું નહીં મને થોડો ડર લાગી ગયેલો પછી મેંજ મારી જાતને સમજાવી કે મારો ભ્રમ હશે. પણ તમે આજે પૂછ્યું એટલે કહેવાઇ ગયું...
સિધ્ધાર્થે કહ્યું પાછળથી કંઇ દેખાયું નહીં એટલે ? જરા સ્પષ્ટતા થી વાત કર, કોણ હતું શું ના દખાયું ?
મગને કહ્યું સર સાચું ખોટું નથી ખબર મારો ભ્રમ હતો કે સાચેજ જોયું ખબર નથી પણ મેં જોયુંજ એ છોકરીને કેડજ નહોતી એમ બોલી ગભરાતો ચૂપ થઇ ગયો. સર અમારાં ગામનાં મોટેરાં એવું બોલતાં કે ચૂડેલને કેડ ના હોય... પણ પોલીસ સ્ટેશનમાં ચૂડેલ આવે ? સર માફ કરજો પણ મેં આવુંજ કંઇક જોયું હતું.. પણ એ ખૂબ સુંદર હતી અને ચારે બાજુ નજર કરતી કરતી અંદર પ્રવેશેલી. થોડીવાર તો હું માથું પકડી બેસી ગયેલો. તમે પૂછ્યું એટલે કહેવાની હિંમત આવી.
સિધ્ધાર્થે મગનને ધ્યાનથી સાંભળી રહેલો પછી બોલ્યો સારું જા હું તપાસ કરી લઇશ. ધ્યાન રાખતો રહેજે તારી બાતમી અમને ક્યારેક કામ લાગશે. ઓકે સર કહીને મગન જતો રહ્યો.
મગનનાં ગયાં પછી સિધ્ધાર્થે વિચારમાં પડી ગયો. પોલીસ સ્ટેશનમાં આવું કોણ આવે ? અને આવ્યું હોય તો સ્ટાફમાં તો કોઇને ખબર હોયને ? મગન એક્લાએ જોઇ ? હમણાંથી આવી વાતો સાંભળવા મળે છે. મિલીંદનાં ટેરેસ પર એની ફ્રેન્ડ વિષે અભિષેકે પણ આવીજ છોકરીની વાત કરી હતી. મારું પોલીસનું મગજ આ સ્વીકારવા તૈયાર નથી પણ દેવાંશ અનેં વાવ વાળી ઘટના.. મીલીંદનાં ઘરની ઘટના આ બધું શું સૂચવે છે ? દેવાંશનાં ઘરમાં એની બહેનનાં પરચા ? આ બધુ શું છે ? મારે તપાસ કરવી પડશે જરૂર પડે કોઇની મદદ લેવી પડશે. કાળુભાને વાત કરવી પડશે. કાળુભા આવુ બધુ જાણે છે. એમ કહીને મોબાઇલ કાઢ્યો.
*************
વંદનાની આંખો આર્શ્ચથી પહોળી થઇ ગઇ એણે દરવાજો ખોલ્યો અને સામે પાપા ઉભા હતાં વંદનાએ કહ્યુ પાપા તમે ? એમ કહી વળગી ગઇ અને બોલી તમે તો શનિ-રવિમાં આવવાનાં હતાં વહેલાં આવી ગયાં ?
ભાવનસિંહ ચૌહાણે કહ્યું દિકરાં તે ફોનમાં એવી રીતે વાત કરી અને અહીં. મિલીંદનાં કેસમં નવી નવી વાતો જાણવા મળી રામુ ગૂમ થયાં પછી એવું મર્ડર થયું બધુ જાણીને મને ચિંતા થઇ એટલે રજા મૂકીને આવ્યો છું.
ત્યાં અંદરથી યશોદાબેને કહ્યું ઓહ સારું થયું. તમે આવી ગયાં. મને એમ હતું તમે રજામાંજ આવશો. અહીં ઘરમાં શું નું શું થઇ ગયું કેવું ચાલી રહું છે એ બધું જાણો અને આનો કોઇ ઉપાય કરો . મીલીંદ તો ગયો ઉપરથી ઘરનું વાતાવરણ ખરાબ થઇ ગયું છે. મારાં મલીંદનું કોઇએ ખૂન કર્યું છે પોલીસ કહે છે.
એમની પાસે પુરાવા છે ઉપરથી રામુનું ખૂન થયું એની પાસેથી વંદનાનો લોહીવાળો રૂમાલ મળ્યો છે. આ બધુ શું થઇ રહ્યું છે મને સમજ જ નથી પડતી. મીલીંદ પછી પેલાં નિર્દોષ રામુને કોઇએ મારી નાંખ્યો. આવ્યા છો તો બધુ જાણીને જજો. અને તમે એકલાંજ આવ્યાં છો કે પેલી...
ભવાનસિહે નારાજગીથી કહ્યું બધુ જાણ્યું એટલેજ તો આવ્યો છું આવ્યો એવો શું ચાલુ કર્યું છે તમે ? એકલોજ આવુ ને... હું ઇન્સપેક્ટર ને મળવા જઇશ. કાલે.
યશોદાબેને દાદી તરફ જોઇને કહ્યું તમારી માં બધુ જાણે છે એમની સામે તો સાચુ બોલો. મારું સ્વર્ગ જેવું ઘર હતુ. સાવ નરક બનાવી દીધું છે. તમે એકલાં આવો એવું હું માનતી નથી એ છીનાળને ક્યાંક હોટલમાં ઉતારીને આવ્યાં હશો. ઘરમાં તમારુ ધ્યાનજ ક્યાં છે ? નોકરીનાં બહાને મુંબઇ પડ્યા રહો છો શું હું જાણતી નથી ?
ભવાનસિંહે કંઇ જવાબ આપે પહેલાં વંદનાએ કહ્યું મંમી બસ કરો હવે એકતો પાપા થાકીને આવ્યાં છે અને અહીં બધુ થયું. એ મેં જાણ કી એટલે તરતજ આવ્યાં છે તમે બીજા પ્રકરણ શા માટે ખોલો છો ? એમને ઘરમાં તો આવવા દો કાયમ ઘરમાં આજ કકળાટ કર્યા કરો છો.
યશોદાબેન કહે તારે બોલવાનું છે એતો જે સહન કરે એનેજ ખબર હોય. કંઇ નહીં આવો તમારુજ ઘર છે આવ્યાં છો તો કેટલું રોકાવાનાં છો ? બધું પતાવીને જજો એમ કહી એમનાં રૂમમાં જતાં રહ્યાં.
ભવાનસિંહે વંદના સામે જોયું વંદનાએ એમની બેગ એમનાં હાથમાંથી લઇ લીધી અને બોલી પાપા હમણાંથી ઘરમાં ટેન્શન ચાલે છે એટલે મંમી ચીડીયણ થઇ ગઇ છે તમે કશું મનમાં ના લેશો. તમે ફ્રેશ થઇને આવો હું ચા મૂકુ છું એમ કહી એમની બેગ એમનાં રૂમમાં મૂકી.
દાદી સામે ભવાનસિંહે જોયું તેઓ માળા કરતાં હતાં. તેઓ આખો વખત માળા ફેરવ્યા કરતાં વચ્ચે કાંઇ બોલતાં નહીં એમને દુઃખ થાય તો આંખો મીંચી દેતાં.
ભવાનસિંહે એમની સામે જોયું એમની નજીક ગયાં અને એમને પગે લાગ્યાં દાદીએ સામે જોયાં વિનાં પગ ખેંચી લીધાં અને મોઢું પણ ફેરવી લીધું. ભવાનસિંહ નિરાશ થઇ એમનાં રૂમ તરફ જવા લાગ્યાં. ત્યારે દાદી પાછળ બબડયા. ઘરનું અને કુટુંબનું સત્યાનાંશ કાઢી નાંખ્યું. ભવાનસિહે સાંભળ્યું કંઇ બોલ્યા વિના રૂમમાં ગયાં અને દરવાજો બંધ કરી દીધો.
************
દેવાંશે અને બધાં જમી રહ્યાં પછી દેવાંશે કહ્યું ચાલો રૂમમાંજ બેસીએ. વ્યોમાએ કહ્યું તમે અને અનિકેત જાઓ અને થોડું કામ પતાવીને આવીએ છીએ. ત્યાં તરુબહેને કહ્યું જાવ જાવ તમે પણ હું બધું કરી લઇશ.
વ્યોમાએ કહ્યુ ના મંમી બધુ કામ છે અને તમને મદદ કરીએ છીએ પછી જઇશું એમ કહીને બધાની થાળીઓ લઇને રસોડામાં ગઇ.
રૂમમાં આવી દેવાંશ કહ્યું અનિકેત તેં જે બધી વાત કરી છે એ કાલે સવારે પોલીસ્ટેશન જઇને પાપા અને સિધ્ધાર્થ અંકલને કરવી પડશે. બધોજ રીપોર્ટ આપીએ. આ બધું શું ચાલે છે. હું સિધ્ધાર્થે અંકલને મેસેજ કરી દઊં છું આટલી રાત્રે ફોન નથી કરવો આપણે બેજ કાલે પોલીસ સ્ટેશન જઇશું પાપાને હું ઘરે કોઇ વાત નથી કરવાનો એ થાક્યા પાક્યા આવશે હું કાલેજ વાત કરીશ.
અનિકેતે કહ્યું ભલે આ લોકો પરવારે એટલે હું અંકિતાને એનાં ઘરે મૂકી આવું. પછી કાલે સવારે સીધા પોલીસ સ્ટેશન મળીશું. દેવાંશે કહ્યું બરાબર છે.
ત્યાં વ્યોમા અને અંકિતા આવી ગયાં. દેવાંશે કહ્યું અમે તમને લોકોને ઘરે મૂકી આવીએ પછી સવારે પોલીસ સ્ટેશન જઇને સિધ્ધાર્થે અંકલને બધી વાત કરીશું તમે લોકો ધરેજ રહેજો પછી લેવા આવીશું.
વ્યોમાએ કહ્યું નવરાત્રીનું નક્કી કરવાનું હતું કંઇ નહીં કાલે વાત. દેવાંશ અને અનિકેત અંકિતા અને વ્યોમાને મૂકવા નીકળ્યાં અને....
વધુ આવતા અંકે - પ્રકરણ - 51