કોફી ટેબલ - 5 - છેલ્લો ભાગ Brijesh Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કોફી ટેબલ - 5 - છેલ્લો ભાગ

માનવ અને પ્રિયા બંને ની હાલત ગંભીર હતી...પ્રિયા ને થોડું વધારે વાગ્યું હતું...એની માથાંના ભાગ મા ગંભીર ઇજા થઇ હતી...માનવ ને ૨૪ કલાકમાં હોશ આવી ગયો હતો..
" ક્યાં છે?? પ્રિયા....ડોક્ટર એ ઠીક તો છે ને...?" માનવે હોશ મા આવતા ની સાથે જ ડોક્ટર ને પૂછવા લાગ્યો.
" રિલેક્સ મી. ઈમાનદાર....પહેલાં તમે ઠીક તો થઇ જાઓ...પ્રિયા ની ટ્રીટમેન્ટ ચાલી રહી છે....તમે જરાય ચિંતા નહીં કરો..."
માનવ ના વોર્ડ ની બહાર જ ઇન્સ્પેક્ટર ઉભા રહ્યા હતા...માનવ ને હોશ આવતા જ એનું સ્ટેટમેંટ લેવા માંગતા હતા...માનવ એ સવાર મા સુલતાન સાથે થયેલી ફોન ની વાતચીત અને ધમકી આપી હતી એ પણ ઇન્સ્પેક્ટર ને કહી દીધું...માનવ વ્હીલ ચેર મા બેસી પ્રિયા ને જે આઇસીયૂ મા રાખી હતી ત્યાં ગયો... એને પોતાની જાત પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો...એ ક્યાંક ને ક્યાંક પ્રિયાની આ હાલત માટે પોતાને જવાબદાર માનતો હતો...પ્રિયા ના મગજ પર ખૂબ ગંભીર ઇજા થઈ હતી... દિલ્હી થી ડોક્ટરની ટીમ ને બોલાવી લેવામાં આવી હતી... ૨૪ કલાક બહુ કટોકટી ના હતાં...જો ૨૪ કલાક પહેલાં ભાન ના આવે તો પ્રિયા કોમામાં જતી રહશે એવું ડોક્ટરો નું અનુમાન હતું... માનવ એક એક સેકંડ પ્રિયા માટેના પોતાના ધબકાર ને અનુભવી રહ્યો હતો...એ ક્યાય સુધી દૂર થી કાચ ની બારી પાસે બેઠો રહ્યો એ ક્ષણ ને જોવા કે પ્રિયા કયારે ભાન મા આવે. ત્યાંજ એની નજર પ્રિયાની સાઇડ બેગ પર પડી એમાં પ્રિયાની ડાયરી હતી...જે કોલેજ ટાઈમ થી લખતી હતી કદાચ અવની ને પણ આ ડાયરી વાંચી ને જ પ્રિયા ની લાગણી ની ખબર પડી હતી....

**** ( પ્રિયાની ડાયરી)

Dt. 20,જૂન, 2013
આજે કોલેજનો પહેલો દિવસ... ગર્લ્સ સ્કૂલ માંથી આવેલી અમે બંને હું ને અવની માટે મુંબઈ ની આ કોલેજ કોઈ સપના ના નગર કરતાં ઓછી નહોતી... એક રૂઢિચુસ્ત પોલીસ ફેમિલી માંથી મોટી થયેલી હું...આજે એક નાનકડું પંખી પાંજરામાં માંથી ઉડીને ખુલ્લાં આકાશમાં મન મૂકીને વિહાર કરે એમ આજે હું આ કોલેજ ની નવી સફર ચાલુ કરી રહી છું...

( માનવ થોડા પાનાં ઝડપથી ફેરવવા લાગ્યો..ત્યાં અચાનક જ એને એનું નામ વાંચ્યું)

ઓહ ...માનવ તું નથી જાણતો કે તને કેટલી ચાહું છું...તારા નજર મા હમેશાં અવની જ દેખાય છે તને તું મને નથી જોઈ શકતો...શું ખોટ છે મારા મા...અવની હું નથી... મારું દિલ પણ તને ઝંખે છે...એકવાર બસ એકવાર મારા પ્રેમ ને અપનાવી જો... દિલ ને પણ કેટલી વાર સમજાવી ચૂકી છું...પણ તને જોતા જ કાંઈ થઈ જાય છે....ઓહ માનવ i love you...so much...


માનવે ડાયરી બંધ કરી દીધી એનાથી આગળ વાંચી ના શકાયું એ પોતાની જાતને સાબિત કરવા માંગતો હતો એ કોઈ પણ કાળે પ્રિયા ને ખોવા નહોતો માંગતો...માનવ હમેશાંથી પોતાના કરતાં જે એને પ્રેમ કરે છે એનું વિચારતો હતો...

માનવ હજુ અવાક જ હતો એને નહોતુ સમજાતું કે હવે શું થશે એની લાઈફ મા... ડોક્ટર આવીને સારા સમાચાર આપ્યા કે પ્રિયા ને ભાન આવી ગયું છે...માનવ મળી શકે છે હવે પ્રિયા ને...માનવ ખુશ થઈ ગયો... મળવા ગયો પ્રિયા ને..
" માનવ...મા..ન...વ... " પ્રિયા થોડી બેભાન હાલતમાં બોલી રહી હતી
" હા પ્રિયા...અહીં જ છું...તારી પાસે " માનવ પ્રિયાનો હાથ પકડી ને બોલી રહ્યો હતો..
" માનવ લાગે છે આપણા નસીબ મા...એક સાથે રેહવા નું લખ્યું જ નથી..."
"એમ નહીં બોલ... તને હવે કોઈ દૂર નહીં કરે... તું બસ સારી થઈ જા..."
માનવ ના મન મા...સુલતાન માટેના ગુસ્સાનો જ્વાળામુખી ફાટ ફાટ...થવા લાગ્યો... એ સાચા સમય ની રાહ જોવા લાગ્યો...

આજે કેટલાય દિવસો પછી સારો દિવસ આવ્યો હતો... આજે પ્રિયા સાજી થઈ ને ઘરે આવી રહી હતી...બંગલા ને મહેલ ની જેમ સજાવાયો હતો...માનવ ખુશ હતો આજે એને લાગતું હતું આ દુનિયામાં એનું કોઈ નથી..પણ એને પણ પ્રેમ કરવા વાળુ કોઈ છે એ જાણી ને આજે એ ખુશ હતો...
પ્રિયા આવી ઘરમાં...ખુશ હતી આજે બહું જ ખુશ હતી...માનવ મળી ગયો હતો એને..જાણે વર્ષો નું તપ પૂરું ના થઈ ગયું હોય...પોતાને માટે માનવનો પ્રેમ જોઈને આજે ખુબ ખુશ હતી એ...

ત્યાંજ માનવ ના ફોન ની રીંગ વાગી
" મી ઈમાનદાર...તેરી મેહબૂબા અવની મેરે કબજે મેં હે... ઊંસે બચાના ચાહતા હે તો મેરે 10 કરોડ ઔર કરીમ કી ફાઇલ જો તેરી દોસ્ત પ્રિયા કે પાસ હે લેકર સીધાં પુરાણી હવેલી પર આ જા..." સુલતાન આટલું કહીં ફોન મૂકી દીધો..માનવ ગુસ્સા થી હાફલો ફફળો થઈ ગયો..એને પ્રિયા ને બધી વાત કરી...માનવ પોતાની રિવોલ્વર લઈ જતો જ હતો ત્યાં પ્રિયા પણ જીદ કરવા લાગી આવવા માટે...પ્રિયા ને મુશ્કેલી મા ના મૂકવા એને ઘરે જ રેહવા કહીં પોતે એકલો નીકળી પડ્યો...

પ્રિયા નું દિલ બહુ બેચેની અનુભવી રહ્યું હતું...એને ઇન્સ્પેક્ટર ને બધી વાત કરી...એ પણ પોલીસની સાથે હવેલી પર જવા નીકળી...

માનવ ચારે બાજુ થી...સુલતાન ના માણસો થી ઘેરાયેલો હતો....વર્ષો પહેલાં માર્શલ આર્ટ્સ ની લીધેલી ટ્રેનિંગ આજે કામ આવી રહી હતી...સુલતાન ના કહેવા થી એના માણસો એની પર હુમલો કરી રહ્યા હતા..પણ એ કોઈને તાબે થાય એમ નહતો...એક પછી એક સુલતાન ની સેના ઓછી થઈ રહી હતી...કરીમ લાલો પણ કાંઈ ઓછો નહતો માનવ અને કરીમ ની ખાસી ચાલ્યા બાદ પોતાના દીકરા ને લોહી લુહાણ જોતા...સુલતાન અવની ને લઈને આવ્યો રિવોલ્વર એના માથે મૂકી દીધી.. કરીમ માનવ ને મારવા લાગ્યો...એ જમીન પર ફસડી પડયો..

" માનવ...ઉઠ...માર કરીમ ને...મારી ચિંતા નહી કર..."
અવનીનો અવાજ સાંભળી જાણે નવી તાકાત આવી ગઈ માનવ મા... એ ઊભો થાય એ પહેલાં કરીમ એની પર હુમલો કર્યો... એના જવાબી હુમલામાં ખંજર થી કરીમ નું ગળું કાપી નાખ્યું માનવે...પોતાના દીકરા ને મારતા જોઈ સુલતાન અવની પર રિવોલ્વર ચાલવા ગયો ત્યાંજ...

આ બાજુ દૂર થી પ્રિયા ઇન્સ્પેક્ટર સાથે પહોંચી ગઈ...અને ઇન્સ્પેક્ટરની ગોળી સુલતાન ના હાથ પર વાગતાં ની સાથે જ...પિસ્તોલ છુટી ગઈ...અવની ને ધક્કો વાગતાં જ નીચે પડી ગઈ... માનવ સુલતાન તરફ આગળ વધ્યો...જોરદાર ઝપાઝપી થઈ.... ઇન્સ્પેક્ટર આવી એની પકડી લીધો... માનવ પણ ઘાયલ હતો... એ અવની અને પ્રિયા પાસે જઈ રહ્યો હતો...

ત્યાં અચાનક...ઇન્સ્પેક્ટરની નજર ચૂકી એની રિવોલ્વર કાઢી એને પ્રિયા તરફ ટાંકી હુમલો કર્યો ત્યાંજ અવની એ પ્રિયા ને ધક્કો મારી પોતાના પર ગોળી ખાઈ લીધી...
" અવની....અવની..." માનવ થી ચીખ નીકળી ગઈ... કરીમ ની બોડી નું ધારદાર ખંજર સુલતાન ની છાતી ની આરપાર થઈ ગયું ખુદ સુલતાન ને પણ ખબર ના પડી..

" અવની..." માનવ રડતા રડતા બોલી રહ્યો હતો..
" મા..ન..વ... મારો છેલ્લો શ્વાસ આવી રહ્યો છે...હું ખુશ છું કે મારા ગુનેગારો ને એની સજા મળી ગઈ...તારી બાહો મા શાંતિ થી મરી શકીશ..." અવની બોલી રહી હતી
" પ્રિયા ...માનવ નું ધ્યાન રાખજે...એને ક્યારેય એકલોનહીં રાખતી"
" અવની...તું નહીં જા...કેટલી વાર મારી જાન બચાવીશ... " પ્રિયા રડતા રડતા બોલી રહી હતી..
" અરે..ગાંડી આજે નહીં ને કાલે તો નક્કી જ હતું ને મારું મારવાનું...માનવ માટે તો તારે જીવવું પડશે ને..."
માનવ અને પ્રિયાનો હાથ એકબીજા ને આપતા...અવની બોલી...

" ખુશ રહેજો...એકબીજાને પ્રેમ કરજો.." અવની છેલ્લો શ્વાસ લઈ લીધો...

*****


( સંપૂર્ણ)