કોફી ટેબલ - 2 Brijesh Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કોફી ટેબલ - 2

"સાહેબ...કોઈ ઓર્ડર...કે પછી તમારી ફરીથી ફેવરિટ કોફી લેતો આવું " વેઇટર મને પૂછ્યું...હું મારા વિચારો માંથી ઝબકી ને બહાર આવ્યો ને સામેથી એડવોકેટ મિસ પ્રિયા રાઠોડ ને મારી પાસે આવતા જોઈ... કોઈના સપના પૂરા થવાની શક્યતા લાગવા લાગી..

હું, અવની ને પ્રિયા અમારી ત્રણેયની ત્રિપુટી કોલેજની શાન હતી... અવની ને પ્રિયા તો સ્કૂલ ટાઈમ થી જ બેસ્ટ ફ્રેન્ડ હતા...દુઃખ તો એ વાત નું થાય છે કે પ્રિયા ને અવની ના ભૂતકાળ વિશે જાણ હોવા છતાં એને મને કઈ કેમ નહીં કહ્યું હોય કે અવનીએ જ કેહવાની ના પાડી હશે??અવનીની સાથેની ફ્રેન્ડશીપ પ્રિયા એ જ કરાવી હતી...હું એ બંનેનો સીનિયર હતો...પ્રિયા હમેશાં મારી પાસેથી સ્ટડી મટીરીયલ લઈ જતી... ભણવામાં હોશિયાર પ્રિયા લાગતું તો હતું જ કે ભવિષ્યમાં મોટી વકીલ તો બનશે. એક જ શહેર મા હોવા છતાં અમે વર્ષો થી નહોતાં મળ્યા... આમ જોવા જઈએ તો મેં જ કોઈ જોડાણ નહોતું રાખ્યું...અવની સાથે જેટલા પણ જોડાયેલા હતાં એ બધાંથી નફરત હતી... બધાં સરખા જ ભાગીદાર હતા મને છોડી જવા મા..

**** (પ્રિયાની નજરે)
કૉલેજના આટલા વર્ષો પછી આમ અચાનક માનવ ઈમાનદારનો ફોન આવવો કોઈ આશ્ચર્ય થી ઓછું નહોતુ. કૉલેજનો સૌથી દેખાવડો સૌથી હોશિયાર છોકારો...હમેશાં છોકરીઓની વાતોનો મુખ્ય વિષય રહેતો... નવાઈ તો ત્યારે લાગી હતી જ્યારે એને સામેથી મારી સાથે વાત કરી હતી...કારણ ભલે હું નહોતી અવની હતી... એ દિવસ થી જ ખબર પડી ગઈ હતી કે માનવ ને અવની સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. અને મને માનવ સાથે પહેલી નજરનો પ્રેમ...પ્રણય ના એવા ત્રિકોણ મા હતા...જ્યાં બધા પોતાની નહીં પણ બીજા ની ખુશી માટે ઝઘડતા... માનવનો સ્વભાવ જએટલો સારો હતો કે કોઈ પણ છોકરી પોતાને બવ ખુશનસીબ અનુભવ કરે...માનવ મધ્યમ વર્ગના કુટુંબ માંથી આવેલો હોવાથી ભણતર ને જરા વધારે મહત્વ આપતો...એની આંખો માં અવની માટેનો પ્રેમ ચોખ્ખો દેખાતો...હું પણ ખુશ હતી એ બંને ને સાથે જોઈને.. આખી જિંદગી અવની એ દુઃખ જ તો જોયું છે..માનવ એની ખુશીનું કારણ હતો... માનવ સાથે હોય ત્યારે બધું જ ભૂલી એના પ્રેમ માં ખોવાઈ જતી..અને એ નહોય ત્યારે પોતે માનવ સાથે દગો કરી રહી છે એવી અપરાધ ની લાગણી કરતી..

**

"શું કામ તું માનવની આમ અવગણના કરે છે..તું માનવ ને તને પ્રેમ કરતા રોકી નહીં શકે ..""
" તું જાણે તો છે પ્રિયા..કેમ હું આમ કરું છું...મારા જીવનમાં લગ્નસુખ નથી..." એક દમ લાગણી શીલ અવાજે અવની એ પ્રિયા ને કહી દીધું.
"કેમ લગ્ન સુખ નથી એટલે?? માનવ તને ક્યારેય આમ છોડીને નહીંજાય હું જાણુંછું દરેકે પરિસ્થિતિમા તારી સાથે ઉભો રહશે..એટલો પ્રેમ કરે છે...પ્રામાણિક છે....પોતાની જવાબદારી નિભાવી શકે એમ છે ..પોતાનુંઆખું જીવન ખર્ચી નાખાશે તારી પાછળ" મેં ગુસ્સા થી કહી દીધું...
" બદલા મા એને શું મળશે??? હું કાંઈ નહીં આપી શકું...પ્રિયા... અને એના પ્રેમનું ઋણ કઈ રીતે ઉતારી શકીશ??"..અવની બોલી.
"જો અવની... ભવિષ્ય ની ચિંતામાં તું આજ ને ખોઇ રહી છે....અને એની શું ગેરન્ટી કે એ કોઈ બીજી સાથે લગ્ન કરી ખુશ રહેશે..."
" પ્રિયા મારી જાન ...મારે લગ્ન કરવાજ નથી...માનવ ને પણ સમજાવી ને થાકી ગઈ છું...અને એનો પ્રેમ મને બાંધી રાખે છે...તું સમજતી નથી.." અવની બોલી.
એટલાંમાં જાણે અમારી વાતો સાંભળી લીધી હોય તેમ માનવ CCD મા આવીને અમારા એજ કોફી ટેબલ પર ગોઠવાઈ ને બોલ્યો " તો છોડી દે મને...નફરત કરીને બતાવ મને...મારી વગર રહીને બતાવ... વાત કરે છે ..પ્રેમ કરે તો નિભાવવો પડે...ખાલી I love you...I love you...ના કેહવાનું હોય આવા અધૂરા પ્રેમની પીપુડી વગાડી ના ફરવાનું હોય"
અવની માનવ ને જોતી જ રહી...બે અણમોલ મોતી એની આંખો માંથી સરી પડ્યા...
" સારું ત્યારે તારી વગર જીવી લઈશ...હું તને નહીં...તું મને નફરત કરીશ...." રડતા રડતા અવની બોલી રહી હતી..
" બસ...બે શબ્દો ક્યાં બોલ્યા...તરત રડી પડવાનું...અમે તો ઢોર છીએ ને કાંઈ સમજતા જ નથી ને ...અમારી તો કોઇ લાગણી જ ક્યાં છે..." માનવ પણ ગુસ્સામાં બોલી રહ્યો હતો.
" તમારા બંને એ શાંતિ રાખવી છે...નહીંતર હું જાઉં છું.." મેં પણ બંને ને કહી દીધું....થોડીવાર વાર સુધી અમે એમ જ ચૂપચાપ બેસી રહ્યા...
" સોરી અવની...તને ખબર છે ને હું તને રડતા નથી જોઈ શકતો..??" માનવ અવની ના હાથ પકડી બોલી રહ્યો હતો....માનવ નીચે નજર અવની ના ચહેરા તરફ હતી..અવની ટેબલ પર માથું મૂકીને રડી રહી હતી...
" મને દુઃખ થાય એમ કેમ બોલે છે....તો.. જેને પ્રેમ કરતાં હોઇએ એ જ વધારે દુખી કરે.. "
" દુઃખ??? અરે પાગલ મારે તને ખુશી આપવાની છે..દુઃખ નહીં...તને ખુશ રાખવા માંગુ છું...આખી જીંદગી..." માનવ લાગણીમાં બોલી રહ્યો હતો..
કેટલા સરસ લગતા હતા બંને...ભગવાન એમને હમેશાં સાથે રાખે...કોઈ ની નજર ના લાગે...
"સારું ચાલ રડવાનું બંધ કર... તારા માટે કોલ્ડકોફી મંગાવું છું...." માનવે હસતાં હસતાં કહ્યું...તરત જ સરસ મજાનું સ્મિત અવની ના હોઠ પર રેલાય ગયું...બંનેને રોમેન્ટિક મૂડમાં જોઈ...હું ઊભી થઇ ત્યાંથી જવા માંગતી હતી...ત્યાં જ માનવે હાથ પકડી મને બેસાડી દીધી...એનો સ્પર્શ પણ મારા રૂવડા ઊભા કરી નાખતો...હું એને જોતી જ રહી... " ઓ મેડમ...ક્યાં જવું તારે...તું પારકી થોડી છે.." પરાણે બેસાડતા...માનવે કહ્યું.

****
( કોલેજ પછીની છેલ્લી મુલાકાત પહેલાંનો એક કલાક)

" અવની તારી સાથે વાત કરું છું...તું આજે માનવને બધી વાત કરવાની છે ને...નહીંતર હું કહી દવ"
" ના ના....માનવ સાથે ની થોડી જે પળો રહી છે મારી પાસે...હું એ પળો યાદગાર બનાવીશ...પછી એને કાંઈક એવી રીતે સમજાવીશ કે... એ સમજી જશે...સામેથી જ મને છોડી જતો રહેશે... તું ચિંતા નહીં કર ... અને પ્રોમિસ આપ તું સામેથી ક્યારેય માનવ ને કાંઈ જ નહીં કે ...." અવની આટલુ બોલી ત્યાંથી નીકળી ગઈ...મારી અને અવનીની પણ આ છેલ્લી જ મુલાકાત હતી. હું પણ અવનીની પાછળ એની જાણ બહાર પહોંચી CCD મા
બંને વચ્ચે જોરદાર ની ચર્ચા ચાલી રહી હતી...અવની એક ક્ષણ પણ માનવનું અપમાન કરવાનનું છોડતી નહોતી...એ પૂરેપૂરી કોશિશ કરી રહી હતી કે માનવ એને છોડી જતો રહે...માનવ પણ છેલ્લા શ્વાસ સુધી એને મનાવવા પ્રયત્ન કરતો હતો...બંને જણાં એવા ખોવાયેલા હતા કે...દૂર થી હું એમને જોઈ રહી છૂ...એમને ખ્યાલ જ નહતો...
" અને ઓ...એટલો જ અહંકાર રાખવો હોય ને તો ક્યારેય મને મળવાની કોશિશ ના કરતો... પ્રિયા ને પણ હેરાન ના કરતો...હું ક્યાં છું?? હું ક્યાં છું???.. " અવની ધીક્કારતા માનવ ને કહી રહી હતી... આવી અવની ને પહેલી વાર જોઈ હતી ...
" આટલી બધી તકલીફ હતી તો આવી જ શું કામ મારી જિંદગી મા??"
" હા..તો જવુ જ છું...મારે તારી સાથે ખંડેર જેવી સામાન્ય જીંદગી નથી જીવવી "
" બસ...અવની હવે હદ થાય છે...પ્રેમ નિભાવી નથી શકતી તો કાંઈ નહીં...કાંઈ વાંધો નહીં...તારી જોડે કોઈ બળજબરી તો કરી નથી ને...પ્રેમની કૂંપળ સુકાઈ ગયા પછી..ગમે એટલું પાણી રેડો ફરી ફરી નથી ઉગી શકતી..તું ખુશ હોવી જોઈએ...મારા દૂર રેહવાથી તું ખુશ રહીશ..તો તારી ખુશીમા મારી ખુશી...તારી એક એક યાદી ને ભૂલી જઈશ...રહી વાત પ્રિયાની તો...તું જો ઈછતી હોય તો પ્રિયા ને પણ ...ક્યારેય નહીં મળું ...હમેશાં ખુશ રહેજે" બસ આમ બોલી ત્યાંથી માનવ જતો રહ્યો.

ક્યાં સુધી ડૂમો ભરી ને બેઠી અવની ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી...મારા થી ના રેહવાયું...હું તરત જ અવની પાસે ગઈ એને ગળે લગાવી શાંત રાખી..
" પ્રિયા સાચું કહું તો તને દિલ થી આભાર માગું છું...તું ના હોત તો માનવ મારી જિંદગી મા ના હોત...તું હમેશાં મારી સાથે રહી છે...મારા દુશ્મનો ને સજા અપાવવા તારા પિતા ઇન્સ્પેક્ટર રણજીત રાઠોડે પોતાનો જીવ આપી દીધો...એમનું અધુરું કામ તું પૂરું કરીશ ને...પ્રિયા તું મને પ્રોમિસ આપીશ... તું મુંબઈ ની મોટા મા મોટી વકીલ બની ને...આપણા દુશ્મનનો ને સજા અપાવીશ...અને તારી જાણ બહાર મેં તારી ડાયરી વાંચી લીધી હતી...માનવ માટેની તારી લાગણી હું જાણી ના શકી મને માફ કરજે... હું જાઉં છું હમેશાં માટે હિંમત ભેગી કરીને..મને રોકીશ નહીં"
" ના અવની...માનવ તારો જ છે...માનવ ને હમેશાં સારો મિત્ર જ માન્યો છે...મારી લાગણી એક તરફી છે...માનવ ઈમાનદાર ના હૃદયમાં એની લેશમાત્ર પણ જગ્યા નથી...એનું દિલ તારા માટે જ ધબકતું રહે છે... અને હું પણ એટલી સ્વાર્થી નથી કે... આપણી દોસ્તી ને નેવે મૂકું... મારા પિતા એમની ફરજ બજાવતા શહીદ થયા છે...એમાં તારે અપરાધ ની ભાવના જરાય રાખીશ નહીં... તું ખુશ તો હું ખુશ... જ્યાં જવું હોય ત્યાં જજે પણ તારી આ મિત્ર ને ના ભુલીશ "...મેં અવની ને કહ્યું..


***
માનવ CCD ના સામે ના એ કોફી ટેબલ પર બેઠો હતો...ક્યારનો મારી રાહ જોઈને...શું થયું હશે??? હાથ મા એક સફેદ કવર પણ હતું..આખો રડી રડીને લાલ થઈ ગઈ...
" કેમ પ્રિયા...કેમ?? આટલો મોટો વિશ્વાસઘાત મારી સાથે...તું પણ મને ના સમજી... તે પણ આટલી મોટી વાત મારા થી છુપાવી...હું પણ તારો મિત્ર હતો ને..મારી લાગણી તું ના જોઈ શકી આટલો પણ ભરોસો નહોતો મારી પર?? "
મને કાંઈ સમજાય એ પહેલાં અવનીનો પત્ર મારા હાથમાં પકડાવી દીધો...
" અવની?? અવની....ક્યારે મળી...ક્યાં છે...સારી તો છે ને???" હું અવાક બની ગઈ... અવની મને મળ્યા વગરજ જતી રહી....કેમ પણ??? અને મારી લાગણી ને માનવ ને જણાવી દીધી...
મારી લાગણી આ રીતે માનવ ની સામે આવશે એની જરાય ખબર નહોતી એપણ આટલા વર્ષે...
અમે બંને શૂન્ય બની ગયા...અમારા માટે અવની જ પ્રથમ હતી.
મુંઝવણ તો એક જ વાત ની હતી પત્રની આ વાત..જાણે અજાણે..અવની એ મને ધર્મ સંકટ મા નાખી દીધી.

"..અને હા.... પ્રિયા તને બવ જ પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરી લેજે...તને આપણા પ્રેમ ના સમ છે...મારે ફરીથી આ દુનિયામાં આવવું છે તારી દીકરી બનીને..""

અવની આ શું કહ્યું તે...હજુ કેટલી પરીક્ષા લઈશ...કેમ કરી તારું ઋણ ચૂકવીશ.. માનવ મારે જોઈતો નથી... મારો હશે તો મળી જશે ... ખુદદાર તો હું છું જ..કોઈના પ્રેમ નું ઋણ પૂરું કરવા ખાતર બળજબરી થી થોડી લાગણી થાય..
" માનવ...કાંઈ પણ વાત કરતા પહેલાં હું તને કહી દવ... કોલેજની લાગણી ક્યાંય હૃદયમાં ધરબી દીધી છે...હું તને વચન આપું છું...કે અવની ના ગુનેગારો ને સજા અપાવીને જ રહીશ ..એમાં તારા સાથની જરૂરછે...અને હા પહેલાં પણ આપણે મિત્રો હતા..ને આજે પણ આપણે..." મારા થી આગળ બોલી ના શકાયું ... માનવની નજર ક્યાય સુધી મારા જવાબ ની...રાહ જોતી રહી...

(ક્રમશ:)