The Author Brijesh Mistry અનુસરો Current Read કોફી ટેબલ - 4 By Brijesh Mistry ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books સંઘર્ષ - પ્રકરણ 20 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... પિતા માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે... રહસ્ય,રહસ્ય અને રહસ્ય આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ... હાસ્યના લાભ હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે... સંઘર્ષ જિંદગીનો સંઘર્ષ જિંદગીનો પાત્ર અજય, અમિત, અર્ચના,... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Brijesh Mistry દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 5 શેયર કરો કોફી ટેબલ - 4 (4) 1.1k 3.3k માનવની રાહ જોઇ ને પ્રિયા ડાઇનિંગ હોલ મા બેઠી હતી....થોડી ચિંતા મા હતી . માનવ એ આવતા ની સાથે જ પૂછ્યું " કેમ છે....કોઈ ચિંતા મા લાગે છે? તે કાંઈ લીધું કે નહીં...ચા કોફી?? ઠંડું " માનવે સોફા મા બેસતા કહ્યું.. "માનવ એક વાત કેવી છે...?" પ્રિયા હજુ પણ થોડી ડરેલi અવાજે બોલી રહી હતી. "પ્રિયા...(માનવે હાથ પકડતા કહ્યું) ..જરાય ડરવાની જરૂર નથી...હું છું ને " ત્યાં જ માનવ ના ઘર ના લેન્ડ લાઇન પર રીંગ વાગી... "હેલો...માનવ ઈમાનદાર સ્પીકીંગ " માનવે રીસીવર ઉપડતા બોલ્યો. " હેલો... માનવ ઈમાનદાર... ?" સામેથી કોઈ અજાણ્યા અવાજ સંભળાયો. "કોણ બોલો છો .... ઓળખાણ ના પડી..." માનવ બોલ્યો " એ તો તમને જલ્દી જ ખબર પડી જશે.... પણ જેનાં માટે તને ફોન કર્યો છે એ કવ... તારી મિત્ર પ્રિયા અને તું બને સમજી જાઓ અને કેસ પાછો લઈ લે...નહીંતર જિંદગી થી હાથ ધોવા પડશે... વર્ષો પહેલાં પણ એના બાપે આજ ભૂલ કરી હતી..." "શું...??? તું છે કોણ.... તારી હિંમત કેવી રીતે થઈ આ રીતે બોલવાની..." મારા થી ગુસ્સા મા બોલાઈ ગયું ... " સુલતાન... નામ તો સાંભળ્યું હશે ને.... જે બોલું છું એ કરું પણ છું... અને જ્યાં મારા દીકરા ની વાત છે ત્યારે કોઈ નું એને પહેલાં પણ મેં જે બચાવ્યો હતો.." " સુલતાન હોય તો તારા ઘરનો માનવ ઈમાનદાર કોઈના થી ડરતો નથી... પ્રિયા ને કાંઈ કરતાં પહેલાં તારે મારો સામનો કરવો પડે... મારી અવની ની હાલત માટે તને ને તારા લાલા ને સજા ના અપાવું તો મારું નામ પણ માનવ ઈમાનદાર નહીં " " હા હા હા... મને તું ઓળખાતો નથી છોકરા.. તારા જેવા કેટલાય બિજનેસ મેન મારા ખિસ્સામાં છે ... અને નેતાઓ મારા તળિયા ચાટે છે " "તને કોઈ તારા માથાંનો નથી મળ્યો લાગતો... ફોન મૂક નહીંતર આજે જ તારો છેલ્લો દિવસ આવી જશે ..." ગુસ્સા થી મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું.... પ્રિયાની ચિંતા નું કારણ પણ સમજાય ગયું.... એ દોડીને મને વળગી ગઈ...ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી...મેં શાંત કરી એને સુલતાનનો ધમકી ભર્યો કોલ આવ્યો હતો... માનવે સીધો પોલીસ કમિશનર ને કોલ કર્યો બધી હકિકત ની જાણ કરી સિક્યોરિટી વધારી દેવા કહી દીધું... " પ્રિયા તું ચિંતા નહીં કર કમિશનરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે...અને હા તારે થોડા દિવસ અહીં જ રેહવા નું છે...તારો સામાન મંગાવી લે જે....હું તને આવી પરિસ્થિતિમાં એકલી ત્યાં નહીં રેહવા દવ...અને પોલીસ માટે પણ સરળ રહશે.." પ્રિયા તો સુન્ન થઈ ગઈ પોતાના માટે આટલો ચિંતા મા માનવ ને ક્યારેય નથી જોયો... એ એક પછી એક ફોન પર ફોન કરી રહ્યો હતો.... હોમ મિનિસ્ટર ને...નેતાઓ ને... એના પાર્ટનરઓ ને... જાણે આખું મુંબઈ એકલા હાથે ઘર માંથી કંટ્રોલ ના કરતો હોય.... માનવ ઈમાનદાર ની પહોંચ અને એના પાવર ના જોરે મુંબઈ પોલીસ એ રહીમ લાલા ને પકડી પાડયો...જેલ મા પુરી દીધો... એટલી કલમો લગાવી હતી કે જામીન મળવા મુશ્કેલ હતા...એક કેસ ખુલતા બીજા કેટલાય કેસ ખુલી ગયા હતા... સુલતાન નો દબદબો પૂરેપૂરો હતો... પરંતુ જામીન અરજી ફગાવી દેવામાં આવતી... પ્રિયા જણાતી હતી કે કેવી રીતે સુલતાન કાનુન નો દુરઉપયોગ કરી શકે છે...અને ડિપાર્ટમેંટ મા કોણ એની મદદ કરી શકે તેમ છે...એના કાંડા પહેલી થી જ કાપી નાખ્યા... હજુ પણ માનવ કોઈ ને કોઈ મથામણ મા જ હતો...એમાં એક દમ જ એનું ધ્યાન પ્રિયા તરફ ગયું... એકીતાસે જોઈ રહેલી પ્રિયા નજર મળતા ની સાથે જ થોડી ઝંખવાય ગઈ...માનવ સમજી ગયો... બંને ના હર્દય એકસાથે ૧૦૦ની સ્પીડ થી ધબકી રહ્યા હતા...બંને એકબીજા માટે ચિંતા મા હતા...માનવ ને પોતાના માટે આટલો ચિંતા મા પહેલીવાર પ્રિયા એ જોયો હતો.... થોડીવાર મા તો પ્રિયા ના ઘરેથી બધો સામાન ગેસ્ટ હાઉસમાં શિફ્ટ થવા લાગ્યો...પોલીસ ની બે ટુકડી ઈમાનદાર મેન્સન ના બંદોબસ્ત ગોઠવાઈ ગઈ... રાજા ના મહેલ જેવો આલીશાન વીલા હતો... આજ ની રાત પ્રિયા માટે કોઈ સપના થી ઓછી જરાય નહોતી.. **** બાલ્કની મા માનવ અને પ્રિયા બંને ઊભા હતાં ... મસ્ત મજાનો પવન આવી રહ્યો હતો... પૂનમ નો ચાંદ પણ રોશની ફેલાવી રહ્યો હતો ... નિરવ શાંતિ ને તોડતા માનવે કહ્યું " કોફી બનાવ તારા માટે..." માનવ ના અવાજ મા પ્રેમ ની લાગણી દેખાતી હતી.. " ઓહો હો હો... જે માનવ ઈમાનદાર પાણી નો ગ્લાસ જાતે નથી લેતો....એ કોફી બનાવાશે...એ પણ મારા માટે " પ્રિયા એ હસતાં હસતાં કહ્યું. " ઓ હોંશિયારી.... તને ખબર તો છે કોફી મારી કેટલી ફેવરિટ છે...બનાવતા પણ આવડે છે..." " હા ખબર છે... થેંક્યુ પણ નથી પીવી અત્યારે..." " તને યાદ છે અપાણી પહેલી મુલાકાત કોફી ટેબલ પર જ થઈ હતી..." માનવે પૂછ્યું " હાસ્તો યાદ જ હોય ને...થોડી ભુલાય... તને જોતા જ હું..." પ્રિયા જાણે કોલેજના દિવસો મા જતાં જતાં અટકી ગઈ " શું....પણ?" " સાચું કહું માનવ અત્યારે મને એવી ફીલિંગ થાય છે જેવી કુછ કુછ હોતા હે મા રાહુલ વર્ષો પછી અંજલિ ને સમર કેમ્પ મા જોઈ જાય છે અને અંજલિ કાંઈ બોલી જ નથી શકતી ખુશ પણ છે રાહુલને જોઈને ...પણ " " તો રાહુલ ને પણ ત્યારે જતો ફીલિંગ થાય છે કે એ પણ અંજલિ ને પ્રેમ કરે છે..." " આટલા વર્ષો પછી એને ખબર પડે છે...ત્યાં સુધી બિચારી અંજલિ નું શું???" " એવું નથી રાહુલ ને અંજલિ માટે જે પ્રેમ હતો જ પણ એ સમય હજુ આવ્યો નહતો...સમય પણ પ્રેમ ની ચકાસણી કરે છે... સાચો છે કે ખોટો?" માનવ બોલ્યો " એટલે અંજલિ ની ભૂલ કે એને રાહુલને પોતાના દિલ ની વાત ના કરી એમને?" " કહું તો છું... સમય જ બધી રમત રમી જાય છે... અનાજઅલી ને કહેવું હતું છતા પણ એ રાહુલ ને કહી નથી શકતી અને રાહુલ પાસે પણ એ નજર જ નહોતી કે એ અંજલિ ના પ્રેમ ને જોઈ શકે એની આંખો ટીના ના પ્રેમ થી અંજાઈ હતી... પરંતુ નિયતી તો જો અંજલિ ના પ્રેમ ની તાકાત જ ફરી થી બંને ને મલાવે છે..." " અંજલિ કાંઈ ખોટું તો નથી કરી રહી ને???" પ્રિયા નીચે જોઈ ને થોડા લાગણી શીલ અવાજે બોલી રહી હતી. " ના અંજલિ કાંઈ ખોટું નથી કર્યું...કે ના તું કરી રહી છે..પ્રિયા " માનવે પ્રિયાનો હાથ પ્રેમ થી પકડતાં કહ્યું. " ઓહ માનવ... મારો એક એક ધબકાર બસ તને જ ચાહે છે... હું તારા વગર નહીં રહી શકું..."! એટલું કહેતા તો પ્રિયા માનવ ને વળગી ગઈ... માનવે પણ પ્રિયા ને પોતાની બહુપાશ મા જકડી લીધી...અલિંગન એટલું મજબૂત હતું કે પ્રિયા માનવ મા કેટલીય ક્ષણો સુધી સમાયેલી હતી... પ્રિયા થોડીવાર પછી દૂર થઈ તો...માનવે ફરી એને પોતાના બહુપાશ મા જકડી લીધી...બંને જણાં જાણે વર્ષો થી તરસ્યા હોય એમ એકબીજાને તસ્તસતાં ચુંબન થી એકબીજાની પ્રેમ તૃષ્ણા ને પુરી કરી રહ્યા હતા...બંને ને લાગણીનો જે અહેસાસ થતો હતો એ પહેલાં કયારેય થયો ના હતો... માનવ ક્યાંય સુધી પ્રિયા ના ચહેરાને પોતાના બને હાથો ની હથેળી મા રાખી ને જોયા કરે છે...એને પ્રિયા ને સાથે રીતે ક્યારેય જોઈ જ નથી હોતી... કે એમ કહો કે...પ્રિયાનો એના માટેનો પ્રેમ હજુ પણગર્યો જ નહોતો... એના હર્દય મા પ્રિયા માટે ના પ્રેમની વસંત... અવની ના પ્રેમ ની પાનખર વીતી ગયા પછી જ આવી શકે ને.. આજે માનવ અને પ્રિયા એક થઈ ગયા હતા...એમના તન મન એક થઈ એકબીજા મા એકાકાર થઈ ગયા. " good mornig...my love..." માનવે મસ્ત મજા ની કોફી બનાવી પ્રિયા ને જગાડતા કહ્યું.. " જલ્દી થી રેડી થઈ જા....ભૂલી ગઈ આપણે કોર્ટ મા જવાનું છે...આજે પહેલી તારીખ છે " " હા...યાદ છે...હું આવું રેડી થઈ ને " માનવ ને ઊભો થતાં અટકાવી ને પોતાની તરફ ખેંચી એના કપાળ ને ચૂમી લઈ પ્રિયા બોલી.. " I love you...manav.. મારી જિંદગી મા અવાવા... મને તારી જીંદગી બનાવવા ... મારી લાગણીઓ ને સમજવા... દિલ થી આભાર... love love you so much..." **** બંને જણાં તૈયાર થઈ ગાડી મા ગોઠવાઈ ગયા...કોર્ટે જવા માટે...પોલીસ વાન ને આવવાં ની રાહ જોયા કરતા માનવે ઇન્સ્પેક્ટર ને કોલ કરી સીધા કોર્ટ પર જ મળવાનું નક્કી કર્યું. " આપકી નજારો ને સમજા, પ્યાર કે કાબેલ હમે" રેડિયો પર મસ્ત ગીત વાગી રહ્યું હતું... બને એટલા ખુશ હતા... બંને મનોમન અવની નો આભાર માની રહ્યા હતા...બંને હવે પોતાની અવની માટે ની જવાબદારી નિભાવવા જઈ રહ્યા હતાં....ત્યાં જ અચાનક પૂર ઝડપે એક ટ્રક રોંગ સાઈડમાં આવી જોરદાર ટક્કર મારતાં માનવ ની ગાડી ફંગોળાઈ ને બે ત્રણ ગુલાંટ મારી દીધી...માનવ અને પ્રિયા બંને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા... પોલીસ વાન પહોંચે એ પહેલાં..નંબર પ્લેટ વગર નો એ ટ્રક વીજળી ની ઝડપે ગાયબ થઈ ગયો... " સા'બ ...આપકા કામ હો ગયા..." " વાહ મેરે શેર..." સુલતાન ખુશ થતાં બોલી રહ્યો હતો... અને અહીં માનવ અને પ્રિયા જિંદગી સામે લડી રહ્યા હતા... દૂર થી એમ્બ્યુલન્સ આવી રહી હતી...બંને ને સિટી હોસ્પિટલમાં દાખલ કર્યા.. (ક્રમશ:) ‹ પાછળનું પ્રકરણકોફી ટેબલ - 3 › આગળનું પ્રકરણ કોફી ટેબલ - 5 - છેલ્લો ભાગ Download Our App