Drama: Prasad books and stories free download online pdf in Gujarati

નાટક: પ્રસાદ

જય સ્વામિનારાયણ .....જય સ્વામિનારાયણ....આ પપૂડાની મા ક્યાં ગઈ?

રેશ્મા વહુ : અરે બા....આ..રહી....શું વાત છે એ કહો ને....

ડોશીમા : હું... સ્વામિનારાયણ મંદિરે જાઉં છું અને ત્યાં પ્રસાદ લઈને આવું છું. આજે મારે અગિયારશનો ઉપવાસ છે એટલે હું કહું એટલો પ્રસાદ.ઘેર બનાવજો. મારે ફક્ત પ્રસાદ ખાઈને દિવસ કાઢવાનો છે એટલે...

રેશ્મા વહુ : અરે! " બા " ચિંતા ના કરો. શું બનાવાનું છે? એ કહેતા જાઓ બની જશે.

ડોશીમા : તો સ્વામિનારાયણના પ્રસાદમાં વધારે નહીં તો 1 કિલો લોટના લાડુ બનાવજે ઘી ભરચક નાખજે અને ખાંડના લાડુ નહીં પરંતુ ગોળના લાડુ બનાવજે...

રેશ્મા : બા એકલા લાડુ પ્રસાદમાં ચાલશે ને કે બીજુ બનાવવાનું છે....

ડોશીમા : લે અલી વહુ...સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદમાં એકલા લાડુ થોડા ચાલે. જોડે દાળ, ભાત, ફરસાણમાં વધુ નહીં તો 500 ગ્રામ ગોટા બનાવજો..

રેશ્મા : બા બીજું કંઈ બનાવવાનું હોય તો કહેતા જાવ, પછી કહેતા નહીં કે એકલો પ્રસાદ બનાવ્યો છે. અને પછી કહેશો કે તું કંજુસ બાપની દીકરી એટલે વધુ તો બનાવી જ ન શકે !!!

ડોશીમા : એ તો સાચી જ વાત છે ને તું કંજૂસ તો છે જ એટલે જ તો વધારે રસોઈ કહું છું પણ કીધી હોય રસોઈ એનાથી તો અડધી બનાવે છે એટલે મારે તને વધારે જ બનાવવાનું કહેવું પડે છે.

રેશ્મા : સારું બા, પણ મને એતો હવે કહો કંઈ બીજુ બાકી રહેતું હોય તો પ્રસાદમાં બનાવી દઉં...

ડોશીમા : ભગવાનને દાળ, ભાત, શાક, રોટલી, લાડુ અને કચુંબર આટલી પૂરી થાળી ધરાવી પડે તો જ સ્વામિનારાયણ ભગવાન રાજી થાય અને આપણા ઘેર ખુશીથી ધન ભરેલું રાખે.

વહુ : બા, તમારે ભગવાનને પ્રસાદ ધરાવાના હોય તો એકલા લાડુ ચાલે છે ને!! ભગવાન થોડી આખી થાળી ખાવા ના હોય!!

ડોશીમા : અલી... વહુ... તું કેમ સમજતી નથી? ભગવાન ને પ્રસાદ ધરાવીને એ પ્રસાદ મારે જ ખાવાનો છે અને મારે ઉપવાસ છે એક લાડુથી થોડું પેટ ભરાય..

રેશ્મા : બા, તમે એવો ઉપવાસ કેમ કરો છો? ઉપવાસમાં બધું જ ખાવાનું હોય તો એ ઉપવાસ થોડો કહેવાય??

ડોશીમા : જો વહુ સ્વામિનારાયણ બાપા એ કીધું છે કે કદી આત્માને દુઃખી કરવાનો નહીં. આત્માને દુઃખી કરીને ઉપવાસ કરાય નહીંં. આત્મા એ જ પરમાત્મા છે. પરમાત્માને દુઃખી કરીએ તો ચાલે થોડું...

રેશ્મા : પણ બા પ્રસાદમાં આટલું બધું થોડું હોય, પ્રસાદ માં ફક્ત એક લાડુ હોય તો પણ ચાલે.

ડોશીમા : અલી વહુ... તું આવે છે એવા ઘરમાંથી એટલે તને આ બધાની... ખબર... ના હોય

રેશ્મા : ના હો બા... હું બધું જાણું છું. મારી મમ્મી અગિયારસ કરતી હતી પરંતુ એ તો ફરાળ જ ખાતી હતી અને એ પણ....એક જ ટાઈમ ખાતી હતી. એમાં મોરિયો, કઢી અને રાજગરાના લોટનો શીરો આટલું પ્રસાદ ભગવાનને ધરાવીને ખાતી હતી.

ડોશીમા : તો હું પણ ક્યાં બહુ પ્રસાદમાં ખાઉં છું? હું પણ દાળ, ભાત, શાક, લાડુ, રોટલી, કચુંબર બસ એક ટાઇમ આટલું ખાવાનું ને મારે પણ.. આત્મામાં પરમાત્મા છુપાયેલા છે પછી એમને ખોટું ન લાગે!!!

રેશ્મા : સારું, તમે સ્વામિનારાયણ ભગવાને દર્શન કરીને આવો તમારે માટે હું આખી થાળી તૈયાર કરી દઈશ પછી તમે ભગવાનને પ્રસાદ ધરાવી દેજો અને એકટાણું કરી લેજો હવે મારે તમારી જોડે બહુ ચર્ચા કરવી નથી. કારણ કે મારે ઘણું કામ છે.

ડોશીમા : હું પણ ક્યાં નવરી છું...તો... હું ભલી અને મારો સ્વામિનારાયણ ભગવાન ભલો....હું તો આ ચાલી મંદિરે....બસ આવું એટલે મને પ્રસાદ તૈયાર જોઈએ..

ડોશીમા મંદિર જાય છે અને રેશ્મા પ્રસાદ બનાવે છે.

આભાર

ભાનુબેન બી પ્રજાપતિ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED