આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-56 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-56

આઇ હેટ યુ
પ્રકરણ-56
રાજ વિરાટ સાથે નંદીનીની બધી વાતો શેર કરી રહ્યો હતો. વિરાટે પૂછ્યું પણ તારી નંદુનું આખું નામ શું છે ? આખુ નામ કહેને તો કોઇ રીતે શોધી પણ શકીએ. તું આમ ચિંતા ના કર.
રાજે કહ્યું નંદીની નંદકિશોર.... એટલું કહ્યું ત્યાં રાજનાં મોબાઇલ પર ફોન આવ્યો રાજે તરતજ ઊંચ્ક્યો. એણે યસ યસ ઓકે સર આઇ એમ કમીંગ એમ કહીને તરતજ વિરાટને કહ્યું યાર મારે જોબ પર જવું પડશે રેસ્ટોરાં પર સ્ટાફ ઓછો છે મને મારાં બોસે તરતજ આવવા કહ્યું છે આજે સન્ડે છે એટલે કસ્મટમર પણ ઘણાં છે એમ કહી એણે ટીશર્ટ પર જેકેટ ચઢાવીને નીકળ્યો.
રાજનાં ગયાં પછી વિરાટ વિચારમાં પડ્યો. રાજે શું નામ કહ્યું ? નંદીની નંદકિશોર ? શું રાજની લવર નંદુ એ નંદીની દીદી છે ? નંદીની દીદીનાં પાપાનું નામ પણ કદાચ નંદકિશોરજ છે. પણ એ ક્યાંથી હોય ? નંદીની દીદી તો મેરીડ છે, જોબ કરે છે. પાછો વિચારોમાં પડ્યો. નંદીની દીદી પણ કોમ્પ્યુટર એન્જીનીયરીંગનું અમદાવાદમાંજ ભણેલાં છે. એમનાં પાપા બિમાર હતાં ભલે હવે ગૂજરી ગયાં છે પણ.. એને થયું ફરીથી ફોન કરીને કન્ફર્મ કરું ? એણે એનાં આવેશને કાબૂમાં કર્યો. આમતો બધી વાત મેચ થાય છે પણ... નંદીની દીદીતો મેરીડ છે. રાજ તો કહે એ મારી રાહ જુએ છે શું ગરબડ છે ?
કાશ રાજની પ્રિયતમાં નંદીની દીદી હોત તો.... ? રાજ કેટલો સારો છોકરો છે... કેટલો બધો પ્રેમ કરે છે. ખૂબ પૈસાદાર બાપનો છોકરો છે પણ ડાઉન ટુ અર્થ છે. હું પૂછું નંદીની દીદીને ? શું કરું ? અને એણે મોબાઇલ ઉઠાવ્યો.
*********
હાય ! નંદીની તને ક્યારની ફોન કરું છું તું ફોનજ નથી ઉઠાવતી જયશ્રીએ ખોટાં ગુસ્સા સાથે નંદીનીને કહ્યું. નંદીનીએ કહ્યું યાર હમણાં સુધી મારાં કઝીન વિરાટ સાથે US વાત કરતી હતી પછી માસા-માસી સાથે બેઠી અને પછી અંદર બેડ પર આવીને આડી પડી અને ક્યારે આંખ લાગી ગઇ ખબર ના પડી. અચાનક તારી રીંગ સંભળાઇ અને ફોન ઉપાડ્યો.
જયશ્રીએ કહ્યું કેમ થાકી ગઇ છું ? આજે તો રજા છે. કેવું ચાલે છે સુરતમાં ? અને ઓફીસની શી નવાજૂની છે ? તને બે દિવસથી ફોન કરવા વિચારતી હતી અને મનીષનો એક સંદેશ હતો એટલે ખાસ ફોન કર્યો છે. નંદીની એ કહ્યું સોરી યાર ફોન ઊંચકવામાં વાર થઇ. શું મેસેજ છે એ કહી દે પછી ઓફીસની થોડી નવાજૂની કહું. નંદીનીની ઊંઘ ઊડી ગઇ હજી કાલે રજા છે મોડાં ઉઠાશે તોય વાંધો નથી રમેશ વ્હેલો આવીને કામ કરી દેશે. એમ વિચારી જયશ્રીની વાતો સાંભળવા લાગી.
જયશ્રીએ કહ્યું અરે તારી મંમીનો વીમા કલેમ પાસ થઇ ગયો છે આવતા સોમ-મંગળવાર મોડામાં મોડું બુધવાર સુધીમાં તારાં ખાતામાં પૈસા પણ જમા થઇ જશે. એજ કહેવા કીધું છે.
નંદીનીએ કહ્યું ઓહ થેક્સ અ લોટ તમે લોકોએ મારાં ઘણાં કામ કરી દીધા ખૂબ હેલ્પ મળી છે મને. માં-પાપ ગયાં પછી પાછળ મારાં માટે જાણે ખૂબ કરતાં ગયાં છે. સાચેજ મનીષભાઇને થેક્સ કહેજે અને તમે લોકો રજા એડજેસ્ટ કરીને સુરત ફરવા આવો હવે અહીં માસીનું ઘર જાણે મારુજ ઘર છે એમ સમજીનેજ આવો માસા માસી ખૂબ સારાં છે મારી ખૂબ કાળજી લે છે. જયશ્રી સાચું કહું મારાં દિવસોજ ફરી ગયાં છે. ઇશ્વરે મારી સામે જોયું છે ઘણાં સમયથી સારાં સમયની જાણે રાહ જોઇ રહી હતી. બસ મને રાજનો સંપર્ક થઇ જાય હું એની સાથે એકવાર વાત કરી લઊં.
અરે હું તો મારીજ વાતો કરી રહી છું. અરે ઓફીસની ઘણી નવાજૂની છે અહીં ભાટીયા સરની સેક્રેટરી લીના અને રીસેપસનીસ્ટ પારુલે ભાટીયાનો ભાંડો મારી પાસે ફોડી નાંખ્યો છે ભાટીયો ખૂબ હરામી અને સાવ ચાલુ માણસ છે એ લોકો સાથે એણે બધુંજ પુરુ કરી નાંખ્યું છે... સમજી ગઇને ? મને એ લોકો ચેતવી રહેલાં કે એનાંથી સંભાળજે. એટલે એની સાથે કામ કરતાં સંભાળવું પડશે કામથી કામજ રાખવું પડશે મને કહે હવે તારી પાસે દાણાં નાંખશે એને રોજ નવો શિકાર જોઇએ છે હજી તું નવી નવી છું એટલે તને ચેતવવાજ બહુ શેર કર્યું છે. મને અંદરથી થોડો ડર પણ રહે છે.
જયશ્રીએ કહ્યું ઓહ... આમ તો એનાં વિશે ઘણું સાંભળ્યું હતું ફર્લ્ટ કરતો ફરે વગેરે પણ આટલે સુધીનો નીચ હશે ખબર નહોતી. નંદીની તારે ડરવાનું શું ? તુ એની સાથે કામથી કામ રાખજે અને વધારે કંઇ આગળ વધવા જાય તો તું પોલીસ ફરિયાદ કરી દેજે ભાડમાં જાય નોકરી હવે તો તારી પાસે પૈસા પણ છે. તારું પોતાનું ચાલુ કરી દેવાનું તેં કીંધેલું તારાં માસા એડવોકેટ છે. એને ઇશારા કરી દેજે તારી જોડે સીધો ચાલશે. વાતવાતમાં થોડું મ્હોણ ઉમેરીને એને ચેતવણી આપી દેજે.
નંદીનીએ કહ્યું આ તેં સારો આઇડીયા આપ્યો હું એમજ કરીશ. પણ જયશ્રી મને એવું લાગે આમાં આ છોકરીઓનો પણ વાંક લાગે છે. આપણે એવાં કેવાં કે કોઇ તમને ભરમાવી તમારો લાભ લઇ લે ? મેં લગ્ન પછી પણ વરુણને હાથ નથી લગાવવા દીધો આતો પારકો માણસ છે. ઠીક છે પણ તારો આઇડીયા સારો છે.
જયશ્રીએ કહ્યું તે વરુણનો ઉલ્લેખ કર્યો મને યાદ આવ્યું એનાં તરફથી કોઇ ન્યૂઝ નથી ને ? એતો કોઇ રીતે તારી ભાળ મેળવી શક્યો નથી ને ? અને તું રાજની વાત કરે છે એ US માં છે એ તને યાદ કરતો હશે ? પરદેશ ગયેલાં કોઇ પાછું વળીને જુએ? જોકે તને વધારે ખબર હોય. જો સમય જતાં એની પણ ખબર પડી જશે.
નંદીનીએ કહ્યું જયશ્રી હું મારાં રાજને ઓળખું છું એ મને નહીંજ ભૂલે. એ છોકરો એવો નથી. મને તો ભય એ લાગે છે કે મારી વાસ્તવિક્તા બધી જાણી મારી વિવશતાઓ સમજશે ? કે મેં દગો દીધો એવું કહશે ? મને નથી ખબર પણ મારી સ્થિતિ હુંજ જાણું છું જ્યારે જે થશે એ જોયુ જશે પણ હું એનાં સિવાય કોઇ નથી એ મને યાદ કરે ના કરે મારું બધુ જાણ્યા પછી સ્વીકાર કરે કે ના કરે હું એનાં સિવાય કોઇની હતી નહીં થઇશ નહીં અમારી એવી એવી યાદો છે કે યાદોમાં પણ જીંદગી વિતાવી દઇશ.
જયશ્રીએ કહ્યું એય મારી બાવરી નંદીની જે થશે સાચુંજ થશે સાચો પ્રેમ હશે તો એ પણ સમજાશે મને એ પાકો વિશ્વાસ છે. ચલ તું શાંતિથી સૂઇજા આરામ કર મનીષ પણ મારી રાહ જુએ છે એમ કહીને હસી પડી.
નંદીની સમજી ગઇ હોય એમ બોલી સોરી તમારાં લોકોનો સમય બગડ્યો રજાનાં દિવસે તું જા એન્જોય મૂકું છું ફોન બંન્ને હસી પડ્યાં અને ફોન પુરો થયો. નંદીની રાજનાં વિચારોમાં ખોવાઇ ગઇ.
રાજની સાથે વિતાવેલી પળો બધી યાદ આવી ગઇ એમાંય છેલ્લે છેલ્લે હોટલમાં ગયાં હતાં અને એણે રાજને ...એ યાદ કરી મનોમન હસી પડી અને પોતેજ શરમાઈ ગઇ. રાજ સાથે ખરીદી કરવા ગઇ હતી સાથે કરેલો નાસ્તો આઇસ્ક્રીમ ખાધો બધુ યાદ આવી ગયું સાથે સાથે આંખો ભરાઇ આવી. ત્યાંજ એનાં ફોનની ફરી રીંગ આવી એણે તરતજ ફોન ઉપાડ્યો સામે વિરાટ હતો. એને આષ્ચર્ય થયુ એણે વિરાટને પૂછ્યું વિરાટ તું ? હમણાં તો વાતો કરી શું થયું ? માસા માસી ફોન નથી ઉચકતાં ? કદાચ સૂઇ ગયાં હશે. હું થોડીવાર પહેલાંજ રૂમમાં આવી.
વિરાટે કહ્યું અરે દીદી હું તમને ક્યારથી ફોન કરતો હતો ? તમારો સતત બીઝી આવે. મંમી પપ્પાને ફોન નથી કર્યો. મારે તો તમારી સાથે જ વાત કરવી હતી. પણ તમારો ફોન જ ના લાગે.
નંદીનીએ કહ્યું સોરી વિરાટ મારી ખાસ ફ્રેન્ડ જયશ્રી જે અમદાવાદ ઓફીસમાં મારી સાથે કામ કરે છે એની સાથે વાતો કરતી હતી. એતો એનો વર વીમા કંપનીમાં કામ કરે છે. મારી મંમીનો કલેઇમ આઇ મીન ઇન્સોરન્સ પાકી ગયેલો એ પાસ થઇ ગયો છે અને આવતા બે ચાર દિવસમાં એનાં પૈસા મારાં A/c માં જમા થઇ જશે એ સમાચાર કહેવાં મને ફોન કરેલો અને સાથે સાથે બીજી અહીંની અને ત્યાંની ઓફીસની વાતો એમાં ફોન લાંબો ચાલ્યો.
વિરાટે કહ્યું ઓકે ઓકે આઇ કેન અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ વાત કરતી હોય એટલે ફોન લાંબોજ ચાલે અને એમાંય છોકરીઓ વાત કરે તો કલાકો નીકળી જાય કારણ એ એમને એમનાં સિવાય બીજાની પણ ખૂબ વાતો હોય એમ કહીને હસવા લાગ્યો.
નંદીનીએ કહ્યું એવું કંઇ નથી હું તો બીજાની ક્યારેય પંચાત કરુંજ નહીં. મારીજ વાત હતી બધી પણ તેં કેમ ફોન કર્યો એ તો કહે ?
રાજ કહે તમે ચાન્સ આપો તો કહું ને ? તમારાં પાપાનું આખુ નામ શું ? નંદીની એ આષ્ચર્ય સાથે પૂછ્યું કે....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-57