અનંત પ્રેમ - 3 Nirudri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત પ્રેમ - 3

આગળ જોયું આરોહી અને તેની જિંદગી વિષે તેના શોખ ને રહેણીકરણી વિષે હવે આગળ...


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આરોહી એકલી કોલેજ જવા તૈયાર થતી હોય છે .. તૈયાર તો થતી હોય છે પણ આજે એ આમ એકલી જવાની હોવાથી થોડી ઉદાસ હોય છે.. એ જાણતી હોય છે કે નિહાન અને
યુગ ચોક્કસ કોઈ કામમાં ફસાયા હશે માટે એ આવી નથી શકયા નહિ તો આમ એને એકલી ના જ મુકે..

એ વિચારે છે કે એક જ દિવસની તો વાત છે ને એક દિવસમાં એવું તો શું થઈ જવાનું છે કે એ આટલી ગભરાઇ છે..એ આમ વિચારતી કોલેજ જવા માટે નિકળે છે..

ગભરાતા હૃદયે એ કોલેજમાં આવે છે .. એ સીધી ત્યાથી કલાસમાં જ જવા માગતી હોય છે..માટે એ ફટાફટ એનું સ્કુટી પાર્કિંગ એરીયામાં પાકૅ કરીને કેમ્પસમાં પ્રવેશે છે..

એ ત્યાંથી અંદર કલાસમાં જવા જતી હોય છે.. તો ત્યાં સાઈડમાં જ છોકરાઓનું ટોળું બેઠું હોય છે..

આમ તો આરોહી ની એવી કોઈ સાથે દુશ્મની હોતી નથી.. પણ કોલેજના ઘણા છોકરાઓ એને દાઢમાં ગાલીને બેઠાં હોય છે..
પણ કયારેય એમને આરોહી ને પજવવાનો મોકો મળતો નથી હોતો.. કેમકે હમેશા એની આસપાસ નિહાન અને યુગ હોય જ માટે.. એ કંઈ કરી નતા શકતા.. પરંતુ આજે તો આરોહી એકલી હોય છે તો આ મોકો કેમનો જવાદે..

એમની કોલેજ શરૂ થયે 5 થી 6 મહીના થઈ ગયા હતા.. ને આટલા સમયમાં આરોહી કયારેય એકલી ના હોય.. કોલેજ આવે તો એ નિહાન કે યુગ બેમાંથી કોઈ એક સાથે જ આવે.. ને ઘરે જતાં ભી બંનેમાંથી કોઈ એક તો સાથે હોય જ..

આજે એ સ્કુટી લઈને આવી ને કેમ્પસમાં પણ એકલી આવી એટલે એ બધા સમજી ગયા હતા કે આજે તો એકલી જ છે તો મજા.. આજે આખરે એમને મોકો મળી જ ગયો..દુરથી આવતી જોઇને જ મનોમન ખુશ થવા લાગ્યા.. ને પજવવાના વિચારો કરવા લાગ્યા..

આરોહી એ પણ એ લોકોને હસતાં મોઢા જોઈને સમજી જ ગઈ હતી કે આજે કંઈક તો થવાનું જ છે માટે એ પણ વિચારતી હોય છે કે ઝડપથી કલાસમાં પોહચી જવ..

આરોહી ફટાફટ જતી હોય છે.. એટલામાં જ એ ટોળામાંથી એક છોકરો આવીને આરોહી નો રસ્તો રોકી લે છે.. આરોહી બીજી સાઈડ થી જવા જાય ત્યાં બીજો છોકરો ઉભો રહી જાય છે.. આરોહી નીકળવાના ઘણા પ્રયત્ન કરે છે પણ નથી નીકળી શકતી..

આરોહી કેમ્પસ ની વચ્ચોવચ્ચ ઉભી હોય છે ને એની ગોળ ફરતે આખું ટોળું.. આરોહી ની આખોમાંથી આસું આવી જાય છે.. પણ એ લોકો તો હસવામાં થી જ ઉચા નથી આવતા.. આરોહી ખુબ જ ગભરાઇ ગઇ હોય છે.. એ વારંવાર ત્યાથી નીકળવા પ્રયત્ન કરતી હોય છે પણ એ નીકળી જ નથી શકતી

આરોહી અંદરથી બહુ બીવાઇ ગઇ હોય છે.. પણ બાર થી એ મજબૂત રેવાનો પ્રયત્ન કરતી હોય છે પણ એ એટલી ગભરાઇ હોય છે કે એ હવે રડી રહી હોય છે તે વારંવાર એ લોકોને કહી રહી હોય છે કે મેં તમારું શું બગાડયું છે ,મારો શું વાક છે મહેરબાની કરીને મને જવાદો ..પણ એ લોકો એની વાત સાંભળી જ નતા રહૃાા એ તો બસ એને આવી હાલતમાં જોઈ ને મજા લઈ રહ્યા હતા...

આરોહી ની હિંમત હવે તુટી રહી હતી.. ત્યાં જ કોલેજ નો સૌથી બગડેલો છોકરો એટલે કે પરાગ શર્મા.. જેના પિતા રાજનીતિ મા આગળ પડતા નેતા.. માટે આ ભાઇ પણ જાણે પોતાની જાતને કોલેજ નો નેતા માનતો.. એતો બસ હમેશા ગુડાગીરી, ઝગડા, મારપીટ ને દાદાગીરી ને એ જ કરવું..

કોલેજમાં એ બધા પર પોતાનો રોફ જમાવતો.. એ કંઈ ભી કરે એને કોઈ ની બીક ના હતી.. કેમકે એ જાણતો હતો કે ગમે તે થશે પરંતુ એના પપ્પા એનો વાળ પણ વાકો નહિ થવા દે.. એટલે એ ભાઈ ખુલ્લા હાથે બધાને હેરાન કરતો..

એના આવતા જ એ છોકરાઓનું ટોળું એને જગ્યા આપવા લાગ્યું.. એ ટોળા ની વચ્ચોવચ્ચ આવીને ઉભો રહૃાો.. એ આરોહી ની બિલકુલ સામે ઉભો રહૃાો.. એને જોઈને આરોહી ખુબ જ ગભરાઇ જાય છે ને એ ખુબ રડવા લાગે છે.. એને આમ રડતી જોઈને પરાગ બવ જ ખુશ થતો હોય છે.. એને આમ રડતી જોઈને એ ખુબ જ હસતો હોય છે..

આરોહી તેને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યી હોય છે કે મને જવાદે મહેરબાની કરીને.. પણ પરાગ તો આ વાત સાંભળતો જ નથી હોતો.. ઉપરથી એ તો એને વધુ હેરાન કરવા લાગે છે.. આરોહી નો હાથ પકડી ને એનો હાથ મરોડી નાખે છે ને આરોહી ની બેગ નીચે ફેંકી દે છે..

આરોહી એનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરે છે.. પણ એ જેટલો છોડાવવા જાય એટલો જ એ કસીને પકડે.. આરોહી ને બવ જ દુઃખ તું હતું ને એ દુખ હવે આંખમાંથી વહી રહ્યું હતું .. આરોહી આમ તો લડી લે એવી હતી પણ આટલા બધા છોકરાઓ સામે એકલી હતી.. ને એને આજસુધી આવું કંઈ કર્યુ જ ના હતું કેમ કે એની પડખે હમેશા નિહાન અને યુગ હોય જ..

આજે આરોહી નિહાન અને યુગ ને ખુબ જ યાદ કરી રહી હોય છે.. એ મનોમન ભગવાન ને પ્રાર્થના કરી રહી હોય છે એ બંનેમાંથી કોઈ ને પણ મોકલવા માટે.. આરોહી એ એ દિવસે પેન્ટ અને ટીશર્ટ ની સાથે સ્કાફ પહેરેલો હોય છે..

પરાગ એ સ્કાફ ખેચી ને કાઢી નાખે છે.. ને એ આરોહી સાથે બદતમીઝી કરવા લાગે છે.. એનો હાથ એ વધુ કસીને પકડે છે ને એ આરોહી ની સાથે ખુબ ખરાબ રીતે વાત કરવા લાગે છે.. એ બોલે છે કે બોલાય તારા બે આશીકો ને કયાં ગયા આજે તને આમ એકલી છોડીને..આજે તો એ તને અમારી માટે જ મુકીને ગયા છે..

આવું સાભળી ને આરોહી વધુ સહેમી જાય છે..પરાગ બોલે
છે કે બહું રાહ જોઈ છે આ દિવસ ની તને એમ જ થોડી જવા દઈશું.. ને એ એમ બોલી પરાગ એનો હાથ આરોહી ના પેટ પર રાખી દે છે ને તેના પાછળ ઉભો રહી એ આરોહી ને પકડે છે

આરોહી તેના એ ગંદા આલિંગન માંથી છુટવા તરફડતી હોય છે પરંતુ પરાગ એની ભીસમાં વધુ લેતો હોય છે.. હવે તો આરોહી રીતસરની કરગરી રહી હોય છે પરંતુ એ માનતો જ નથી હોતો.. પરાગ હવે વધુ પરેશાન કરવા લાગે છે..

પરાગ આરોહી ને વધુ ને વધુ હેરાન કરે છે.. એ એની સાથે
ગમે એમ વાત કરતો હોય છે.. એ પેલા બધા છોકરાઓ સામે જતાવતો હોય છે કે જોવો શું હાલ કર્યા છે એના.. આરોહી ની આવી હાલત જોઇને બધા એની પર હસતાં હોય છે..

પરાગ નીચે નમે છે અને આરોહી ની બેગ જે નીચે પડેલી હતી તો એમાંથી પાણીની બોટલ જે બેગમાંથી બાર આવી ગઇ હોય છે.. એ બોટલ હાથમાં લે છે અને એ બોટલ નું ઢાકણ ખોલી દે છે..

પરાગ એ બોટલ આરોહી ના માથા પર લઈ જાય છે.. અને એ બોટલ ને થોડી આડી કરે છે.. આ જોઈને આરોહી એને વિનંતી કરીને સમજાવે છે કે હું તને બે હાથ જોડું મહેરબાની કરીને આમ ના કર.. પણ પરાગ ને તો આરોહી ની આવી હાલત જોઇને મજા આવી રહી હતી..

જે છોકરાઓનું ટોળું હતું એ પણ હવે પરાગ ને સમજાવતું હતું કે હવે બસ કર બહું થયું.. એ છોકરીએ કોઈ નું કંઈ બગાડયું નથી આટલું બસ છે હવે.. પરાગ માને તો એ બીજો.. પરાગ એ બીજા છોકરાઓ ને ધમકાવે છે કે મને જે ગમશે એ જ કરીશ તમે ના પાડનાર કોણ.. આજે તો હું એને નહિ જ છોડું.. તમને ખબર છે ને મને જે ગમે એ હાસિલ કરું છું ગમે એમ કરીને.. ને આ તો મારી મનગમતી વસ્તુ છે માટે તો હું મારી કરીને જ રહીશ..

પરાગ ના આવા શબ્દો થી આરોહી ખુબ જ રડતી હોય છે..હવે પરાગ કોઈના કાબૂમાં નથી રહેતો.. પેલા બધાં પણ હવે મનોમન વિચારતા હતા કે જે થાય છે એ ખોટું છે પણ હવે થાય શું.. છતાં ભી એ લોકો એને સમજાવતાં હતાં પણ એ માનતો જ નતો..

પરાગ એ પાણી ની આખી બોટલ આરોહી ના માથાં પર ખાલી કરી દે છે.. ને આરોહી આખી ભિજાઈ જાય છે ને એ ખુબ જ ડરી ગઇ હોય છે...

~~~~~~~~~~~~~~~~

હવે આગળ શું હજી પરાગ આરોહી ને હેરાન કરશે.. ??કે એ અટકશે..?? આરોહી હવે શું કરશે..? શું હજી કઇ વધુ થશે..?? નિહાન કે યુગ બંનેમાંથી કોઈ કોલેજ પહોંચશે..?? આગળ શું થશે એ જાણવા જોડાયેલા રહો આગળના ભાગ માટે..