અનંત પ્રેમ - 1 Nirudri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

અનંત પ્રેમ - 1

પ્રેમ માટે તો જેટલું લખશો એટલું ઓછું હોય છે.. એ લાગણીઓ ની ભાષા જ કઇંક અલગ હોય છે.. આજે એક એવી જ વાત કહી રહી છું.. ઈચ્છીશ કે તમને પસંદ આવે..
વાત છે ત્રણ મિત્રો ની જે પરસ્પર એકબીજાને સમજતા હતા.. વગર કહે એકબીજા ની લાગણી સમજી જતાં હતા.. વગર કહે મનની વાત સમજી જતાં

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વાત છે નિહાન, યુગ અને આરોહી ની.. ત્રણે નાનપણથી સાથે એ જ સ્કૂલ મા અભ્યાસ કરતા..

નિહાન એ નામચીન કુટુંબ નો છોકરો.. કિશનભાઈ અને મમતાબેન નો એકનો એક અને લાડકો છોકરો.. કિશન શાહ એ બરોડા શહેર ના નામચીન વકીલ.. જે કોઈ ભી કેસ હાથમાં લે એટલે એ જીતીને જ જંપ લે..બવ મોટું નામ એટલે ઓળખાણો પણ એટલી..પરંતુ નિહાન તો આ બધા થી કોશો દુર..એતો હમેશા પોતાની જ દુનિયામા જીવતો અને એની દુનિયા એટલે આરોહી અને યુગ..

આરોહી ના પિતા એટલે પ્રણવ મહેતા અને માતા રેણુકા મહેતા..આરોહી બવ લાડકોડમાં ઉછરેલી.. કહેવાય ને કે એક છોકરા ના જન્મ માટે બાધાઓ રખાય પણ અંહી ઉલ્ટુ હતું.. પ્રણવભાઇ જયાં માથું ટેકે ત્યાં માગે કે એક દિકરી આપ ને એમની આ ઇચ્છા આરોહી રૂપે પુરી થઈ.. આરોહી ને એક મોટો ભાઇ હતો જેનુ નામ રાજન અને એની પત્ની નું નામ અહાના હતું.. જેમને બે ફુલ થી પણ કોમળ એવી બે જોડીયા દીકરીઓ હતી..જેમના નામ કીયા અને કીયારા હતું..પ્રણવ મહેતા ને પોતાના બાપદાદાનો ધંધો વારસામાં મળેલો.. તેમની લસણ મરચાંની પેઢી હતી..

જયાં યુગ ના માતા પિતા એટલે રાકેશભાઈ મોદી અને જલ્પાબેન નો લાડકો.. રાકેશભાઈ ને હોટલ અને રીસોર્ટ નો ધંધો હોય છે..તેમને ત્રણ સંતાન હતા..શિવાની એટલે એમની મોટી દીકરી જેના લગ્ન થઇ ગયા હોય છે જે એના પરિવાર માટે ખુશ હોય છે.. એને પણ પીહુ નામની એક દીકરી હોય છે.. બીજુ સંતાન એટલે યુગ અને ત્રીજુ સંતાન એટલે ખેવન..

જયાં આરોહી અને યુગ નો પરિવાર એકબીજાને બવ જ સારી રીતે ઓળખતો હોય છે..બંને ના ઘરે કોઈ નાનો પણ પ્રસંગ હોય તો ત્યાં અચૂક હાજરી હોય જ..

રાજન,અહાના અને શિવાની આ ત્રણે પણ એકબીજાને પહેલેથી જ ઓળખતાં હતા..તે પહેલેથી જ સારા મિત્રો હતા માટે એમના પરિવાર પણ પહેલેથી જોડાયેલા હતા..

નિહાન, યુગ અને આરોહી સાથે જ હોય આખો દિવસ.. અએ લોકો પણ સ્કૂલ થી જ સાથે હતા.. જયાં યુગ ને આરોહી માટે બવ પહેલેથી જ લાગણી હોય છે.. પરંતુ આરોહી ના મનમાં તો નિહાન જ હોય છે.. નિહાન પણ આરોહી ને પ્રેમ કરતો હોય છે..

યુગ એ બંને ના મન ની વાત જાણતો હોય છે માટે એ આરોહી માટે ની પોતાની લાગણી અંદર જ દબાવી દે છે.. તે તો બસ આરોહી ની ખુશી જ ઇચ્છતો હોય છે..

એ ત્રણે હવે સ્કૂલમાં થી કોલેજમાં આવી જાય છે.. પરંતુ એમની દોસ્તી તો એવી ને એવી જ હોય છે.. નિહાન પણ આરોહી અને યુગ ના પરિવાર ને સારી રીતે જાણવા લાગ્યો હોય છે.. કેમ કે હવે તો કંઈ પણ પ્રસંગ કે તહેવાર હોય આ ત્રિપુટી સાથે જ હોય..પરિવાર મા કોઈ ને પણ આ મિત્રતા થી તકલીફ ના હતી કેમ કે એમને પોતાના સંતાનો પર વિશ્વાસ હતો ને સાથે એ આ નવા જમાના સાથે કદમ મિલાવીને ચાલવા વારા હતાં...

આરોહી ના ભાઈના પણ પ્રેમ લગ્ન હતા.. એ પણ એક બીજા ની જાતી અલગ હોવા છતાં પણ.. એમનાં મિલન મા યુગ ની બહેન શિવાની નો બહું મોટો હાથ હોય છે ..માટે રાજન શિવાની ને હમેશા બહું માન આપતો.. શિવાની પણ રાજન ને દર રક્ષાબંધન પર રાખડી બાધતી.. યુગ અને આરોહી ના પરિવાર ના મુળીયા બહુ અંદર સુધી દટાયેલા હોય છે..

યુગ માટે તો આરોહી જ એની જિદગી હોય છે.. પરંતુ આરોહી તો નિહાન ને જ પોતાની જિદગી માનતી હોય છે.. યુગ આ વાત જાણતો હોય છે તેથી એ કંઈ જ કેતો નથી હોતો. ઉપર થી તો એ આરોહી ને મદદ કરતો નિહાન ને એ વાત જણાવા માટે પરંતુ આરોહી નિહાન ને કંઈ કહી જ નથી હોતી શકતી...

~~~~~~~~~~~~~

શું આરોહી નિહાન ને પોતાના મન ની વાત કહી શકશે.. યુગ નું આગળ શું થશે.. શું એમના પરિવાર આમ જ સાથે રહેશે હમેશા.. આ બધું જાણવા જોડાયેલા રહો આગળના ભાગ માટે..