અનંત પ્રેમ - 5 Nirudri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

અનંત પ્રેમ - 5

જેમ આગળ જોયું કે પરાગ‌ આરોહી‌ ને‌ હેરાન કરવાની તમામ પ્રયત્ન‌ કરી લીધા હોય છે.. એ‌‌ને આરોહી ને‌ એટલી હદે‌ હેરાન‌ કરી‌ હોય છે કે‌ એના આધાતમા એ‌ બેભાન‌ થઈ જાય છે.. પછી આરોહી ના મિત્રો એને‌ હોસ્પિટલ લઈ જાય છે.. ત્યાં નિહાન‌ ને‌ યુગ પણ આવી જાય છે..એટલામાં યુગ‌ નો‌ ફોન‌ ખખડે છે‌..ને‌ યુગ ફોન જોઈને‌ ગભરાઇ જાય છે.‌..હવે આગળ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

યુગ‌ ના‌ ફોનમા‌‌ આરોહી ના પાપા નો‌ ફોન હોય છે...આરોહી એનો ફોન‌ ઉપાડતી નોહતી‌ માટે એના‌ પપ્પા યુગ ને ફોન
કરે છે...યુગ‌ ફોન‌ ઉપાડે‌ છે ત્યાં જઆરોહી‌ ના પપ્પા યુગ
ને કહે છે કે આરોહી ને હું સવાર થી ફોન ટ્રાય કરું છું.આરોહી તેનો ફોન ‌જ ઉપાડતી નથી તે‌ છે ક્યાં ...તે શુ કરે છે..
આરોહી બરાબર તો‌ છે ને..

આ સાંભળી ને યુગ વધારે ગભરાઈ જાય છે‌..યુગ‌‌
આરોહી ના પપ્પા ને કોઈ‌ જવાબ આપવાની મશક્તિ માં હોતો જ નથી... એ આરોહીના પપ્પા ના સવાલો સાંભળી
સજજડ થઈ જાય છે..

નિહાન યુગ ની આવી હાલત જોઈ એની જોડે થી ફોન લે છે‌ અને એ આરોહી ના પપ્પા સાથે વાત કરે છે.. તે કહે છે કે અંકલ આરોહી થોડી તબીયત ખરાબ છે તો અમે એને હોસ્પિટલમાં લઈ આવ્યા છીએ... આરોહી અત્યારે બેભાન છે...

આ સાંભળીને આરોહી ના પપ્પા બહુ જ ગભરાઈ જાય છે..એના પપ્પા તરત જ આ વાત આરોહી ના મમ્મી તથા એના ભાઈ ભાભી ને કરે છે...આ વાત સાંભળી ને બધા ચિતામાં આવી જાય છે..પછી તરત બધા હોસ્પિટલ આવવા માટે નીકળે છે..ત્યાં આવી ને એ‌ લોકો નિહાની ની હાલત વીશે ડૉક્ટર જોડે વાત કરે છે...

ડૉક્ટર કહે છે કે આરોહી સાથે કોઈ ખરાબ ધટના ઘટી છે.. એટલે એની આવી હાલત છે...બધા વિચારમા પડે છે કે આરોહી સાથે એવું તો શું થયું કે‌ એની આવી હાલત છે..
પણ આનો‌ જવાબ કોઈ‌ પાસે નથી હોતો..બધા
એકબીજા ની સામે જોતાં હોય છે..

આરોહી નો ભાઈ નિહાન અને યુગ ને પૂછે છે આરોહી
સાથે શુ થયું છે...ત્યારે યુગ અને નિહાન કહે છે અમે આજે કોલેજ માં નતા ગયા એટલે અમને પણ ખબર નથી કે એની સાથે શુ થયું છે..અમને પણ પ્રિયા એ ફોન કર્યો ત્યારે ખબર જ પડી ને સીધા જ અમે અંહી આવ્યા..

આરોહી નો ભાઈ પ્રિયા જોડે વાત કરે છે.. પ્રિયા કહે છે
મને પણ કંઈ જ ખબર નથી કે આરોહી સાથે શુ થયું છે ..
હું કોલેજ પોહચી ત્યારે તે કોલેજ કેમ્પસ માં બેભાન પડી
હતી તો મેં બીજા ફ્રેન્ડ ને બોલાવીને અમે એને હોસ્પિટલ લઈ આવ્યા.. બસ આટલી જ ખબર છે મને...

કોઇ ને કંઈ ખબર હોતી નથી કે આરોહી ની આવી
હાલત કેમ છે..ફકત આરોહી જ જાણતી હોય છે કે થયું શું હોય છે..માટે બધા હવે આરોહી ની ભાનમાં આવે‌ એની જ રાહ જોતાં હોય છે..

બધા ત્યા જ હોસ્પિટલ માં બેઠા હોય છે.. ત્યા જ આરોહી ને ભાન આવે છે.. આરોહી બહુ જ ગભરાયેલી હોય છે.. આરોહી એના મમ્મી પપ્પા ,ભાઈ ભાભી,પ્રિયા , નિહાન યુગ બધાને જોવે છે પણ તે કોઈ સાથે વાત નથી કરતી..

ડૉક્ટર કહે છે બધા એક સાથે અહી ના બેસો.. કોઈ એક જ અહીંયા બેસો.. એટલે આરોહી ના પપ્પા કહે છે હું બેસું છું આરોહી પાસે...આરોહી ના પપ્પા એના માથે હાથ ફેરવતાં એને પૂછે છે કે શું થયું છે બેટા તું કેમ આટલી ગભરાયેલી છે..

આરોહી રડતાં રડતાં બધી વાત કરે છે કે પપ્પા આજે મારી સાથે કોલેજ માં આવું થયું છે.. આ બધું સાંભળી એના પપ્પા ને બવ જ ગુસ્સો આવે છે... એ મનમા વિચારે છે કે કોઈ મારી દીકરી ને આટલુ હેરાન કઈ રીતે કરી શકે..પણ એના પપ્પા જાણતાં હોય છે અત્યારે આ ગુસ્સા નો કોઇ જ અથૅ નથી..

આરોહી ના પપ્પા ગુસ્સા માં તો હોય છે..પરંતુ
આરોહી ને જોઈને અત્યારે એ શાંત થઈ જાય છે .એ વિચારે છે કે જે હોય એ પછી જોઈ લઈશું‌‌.. અત્યારે આરોહી ની તબિયત વધારે જરૂરી છે.. એટલે એ ત્યા વધુ ધ્યાન‌ આપતા હોય છે.‌..આરોહી ની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે... હવે ધીમે ધીમે આરોહી ની તબિયત સારી થતી જાય છે... એટલે આરોહી ને ઘરે લઈ જાય છે...

ધરે બધા એનું બવ ધ્યાન રાખતા હોય છે..ધીમે ધીમે
આરોહી પણ હવે સામાન્ય થતી જતી હોય છે.. એ હવે એ‌ આઘાતમા થી બહાર આવતી હોય છે.. નિહાન અને યુગ પણ એને રોજે મળવા આવતા હોય છે..કોલેજ માં પણ બધા આ વાત ભૂલી ગયા હોય છે..

પરંતુ નિહાન અને યુગ આ વાત ભૂલી નોતા શકતા..કેમ કે આરોહી ના પપ્પા એ બધું જ એ બંને ને કીધુ હોય છે ...પણ એ લોકો આ કેમ થયું એ જાણતા નથી હોતા માટે એ હવે આની તપાસમાં લાગી જાય છે.. એ બંને જાણતા હોય છે કે પરાગે આરોહી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે..પરંતુ કેમ કર્યું છે એ નથી જાણતા હોતા...

નિહાન ને બહુ જ ગુસ્સો આવતો હોય છે..એ એટલો બધો ક્રોધિત થતો‌ જાય છે કે એ બસ પરાગ સામે મળે એની જ રાહ જોતો હોય છે ...એના માથે ખૂન સવાર હોય છે.. હું એને મારી નાખીશ એ એવું જ કહેતો હોય છે યુગ ને..પરંતુ યુગ એને શાંતિ થી કામ લેવા નું કહે છે ..

યુગ નિહાન સમજાવે છે કે પહેલા બધી વાત સરખી રીતે
જાણી લઈએ કે થયુ શું છે અને કેમ.. આપણે પરાગ ને પૂછીએ કે એને આરોહી સાથે આવું કેમ કર્યું.. આ વાત સાભળી નિહાન યુગ ને કહે છે કે તું કેમ સહન કરી શકે કે કોઈ આપણી ફ્રેન્ડ સાથે આવું કરે એ..તું આટલો શાત કેમનો રહી શકે..તને કેમ ગુસ્સો નથી આવતો..

ત્યારે યુગ ભી કહે છે કે ગુસ્સો તો મને પણ આવે છે..મારી
પણ એ જ હાલત છે જે તારી છે.. પણ આરોહી ક્યારે નહી ઈચ્છે કે કોઈ ને આપડે હેરાન કરી ને મારીએ..કોઈ ને આપડે ઈજા પોહચાડિએ..

ત્યારે નિહાન કહે છે કે આરોહી ગમે તે કહે પણ હું પરાગ ને નહિ છોડું..હું એને આનો સબક શીખવાડીને જ રહીશ..યુગ જાણતો હોય છે કે નિહાન જિદ્દી છે.. એ એકવાર નક્કી કરે કંઈક તો એ કરે જ છુટકો લે..એટલે અત્યારે એને સમજાવો વ્યથૅ છે..જે થશે એ જોયું જશે..યુગ આમ વિચારી શાંત થાય છે..

બીજા દિવસે કોલેજ જાય છે આરોહી કોલેજ નતી આવી.. યુગ અને નિહાન કોલેજ પોહચે છે..એ ક્લાસ માં જતાં હોય છે..પરંતુ કોલેજ કેમ્પસ માં પરાગ તેના મિત્રો સાથે બેસ્યો હોય છે..એમને જોઈ નિહાન ને ખુબ જ ગુસ્સો આવે છે..પરંતુ યુગ એને સમજાવી ને શાંત કરે છે..ને એ બંને ક્લાસમા જવા આગળ વધે છે..

પરાગ એ બંને ને જોઈ જાય છે એટલે એ પેલા બંને ને ઉશ્કેરવા બોલે છે કે લો આવ્યા આરોહી ના બોડીગાર્ડ પણ એમને ક્યાં ખબર છે કે મેં આરોહી સાથે શુ કર્યું છે...

નિહાન ને આ સાભળી ગુસ્સો આવે છે તે પરાગ ની પાસે જઈને એનો કોલર પકડી ને કેમ્પસ માં લાવે‌ છે..તે એના મોં અને પેટ પર બહુ બધી ફેટ મારે છે..તેના હાથ પગ ‌પણ ભાગી નાખે છે..પરાગ. દર્દ માં બહુ કણસતો હોય છે.. તો પણ નિહાન તેને છોડતો નથી. નિહાન ને ગુસ્સા માં જોઈને યુગ તેને ત્યાં થી ખેંચી ને દૂર લઈ જાય છે...પરાગ ને તેના મિત્રો હોસ્પિટલમાં લઈ જાય છે...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ વાત શું આટલે થી અટકી જશે...કે આગળ વધશે..આગળ નિહાન શું કરશે..શું આ વાત આરોહી ને ખબર પડશે ..ને પડશે તો‌ એની શું પ્રતિક્રીયા હશે..આ બધું જાણવા જોડાયેલા રહો આગળના ભાગ માટે...!!