The Author Hemangi અનુસરો Current Read કબ્રસ્તાન - 15 By Hemangi ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books Mehandi Night Complete Set IMTB હું તમને Mehendi Night નો સંપૂર્ણ DJ + Host + Stage + Flow... સરકારી પ્રેમ - ભાગ 14 "અરે વાહ યાર.." નવનીત બહાર ની લાઈટો જોઈ કહે છે."શું જોરદાર ક... ધ સ્પાર્ક: વિશ્વાસઘાત અને બલિદાનની ગાથા - 6 ભાગ - ૬: લક્ષ્ય તરફની દોટસાહિલની ચોરી કરેલી કાર ન્યૂ યોર્કન... યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (5) : : પ્રકરણ - 5 ... ખોવાયેલ રાજકુમાર - 35 હું તે બાળકોને જગાડવા માંગતી હતી અને તેમને બ્રેડ અને માંસ ખર... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Hemangi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 16 શેયર કરો કબ્રસ્તાન - 15 (7.9k) 2k 4.5k 1 દ્રશ્ય ૧૫ - કૂવાની આત્માને કાળા છાયા ને ઘર માં પ્રવેશ કરવાના વ્યર્થ પ્રયત્નો જોઈ ને તેને રોકતા કહ્યું " ઘરની અંદર આપડે નઈ જઈ શકીએ...." કાળો છાયો આ સાંભળી ને ક્રોધ થી પાછો વળી ગયો અને તેની સાથે ગામ ના લોકો પણ એની પાછળ ત્યાંથી ચાલ્યા ગયા પણ કૂવાની આત્મા ત્યાં ઝાડ ની ડાળી પર બેસી ગઈ. " મગન લાગે છે બધા જતા રહ્યા...." " કોય અવાજ આવતો નથી....એટલે આપડે અહીંયા સુરક્ષિત છીએ......ઘર માં શોધવાનુ ચાલુ કર." બંને જણા ઘર ના બધા રૂમ માં ફરી ને ચેક કરવા લાગ્યા. મોટી વહુ ના રૂમ માં જૂની લોખંડ ની બનેલી કાટ લાગેલી પેટી માં કપડાંની વચ્ચે થી એમને એક પત્ર મળ્યો જેમાં મોટી વહુ ના છેલ્લા શબ્દો હતા. " હું સબિના ઘર ની છેલ્લી સદસ્ય. હું ભવિષ્ય માં આવનારી ગામ પર ની મોટી આફત વિશે જાણું છું. એ આફત થી મુક્તિ આપવા માટે જ મે આ પત્ર લખ્યો છે. કબર માંથી તે આઝાદ થઇ ગયો હસે અને કૂવામાંથી એની પત્ની પણ આઝાદ થયી હસે તેમને રોકવા માટે મે સમાધિ લીધી નથી. જો હું સમાધિ લઇ ને સારુ મૃત્યુ મેળવું તો કદાચ શક્ય છે કે મારી આત્મા ને મુક્તિ મળી જાય. હું જાણું છું કે મારે ભવિષ્ય માં પણ ગામ ની મદદ કરવાની છે માટે હું પોતાને એવું મૃત્યુ આપવા જઈ રહી છું જેનાથી મારી પોતાની આત્મા પણ મુક્ત ના થાય અને કેદ થઈ જાય અને જ્યારે તમારે મારી મદદ ની જરૂર હોય ત્યારે ઘર ની પાછળ વાળી ઓરડી ના નીચે રહેલા કેદ ખાના ને ખોલી ને મારી આત્મા ને છોડાવી લેજો. જેના માટે તમારે ઓરડી ની આજુ બાજુ થી પવિત્ર રાખ ની બધેલી પોટલીઓ ને છોડી લેવાની છે અને દરવાજાઓ ખોલી ને દૂર જતું રેહવાનું છે" મોટી વહુ ના પત્ર ને વાંચી ને કાળુ અને મગન દોડતા ઘરની પાછડ ગયા અને મોટી વહુ ના કહ્યા પ્રમાણે તે બાંધેલી બધી રાખ ની પોટલીઓ ને છોડવા લાગ્યા. એમની પાછળ કૂવાની આત્મા આવી ને ઉભી રહી અને એમને જાણ ના થાય એ પ્રમાણે તેને ઝાડ પર થી ડાળી ઓ તોડી ને મગન અને કાળુ ના માથા પર નાખી મગન અને કાળુ ને સીધા અડવું અશકય હતું પણ તેને પોતાની શક્તિઓ નો ઉપયોગ કરી ને એમને ઘાયલ કરી દીધા. મગન ને પેહલા થી માથા પર વાગ્યું હતું જેના કારણે તેના માથા માંથી વધારે લોહી વેગવા લાગ્યું અને તે નીચેજ બેભાન થયી ગયો. કાળુ ને વધારે વાગ્યું નહતું માટે તે ઉભો થયો અને એક પછી એક રાખ ને છોડી ને ઓરડી ના દરવાજા ની આગળ જઈ ને ઉભો રહ્યો. ઓરડી નો દરવાજો તાળા થી બંધ હતું અને એની સામે કૂવાની આત્મા ઊભી હતી તેના થી બચી ને ઘર માં જઈ ને ચાવી લઈ ને આવું મુશ્કેલ હતું એમાં પણ કૂવાની આત્મા તેની પર પત્થર મારવા નું શરુ કરે છે. તે એને પત્થર મારી ને તે જગ્યા થી દુર જવા માટે કહે છે. અને જો તે નઈ મને તો હવે ના બધા પત્થર ને તે એના પર સતત મારી ને એને મારી નાખવાની ધમકી આપે છે . કાળુ એ વાત સાંભળી ને ત્યાંથી દોડતો ઘર માં જાય છે અને ચાવી લઈ ને આવે છે. તેને રોકવા માટે કૂવાની આત્મા આજુબાજુ ના બધા પત્થર ને એની બાજુ કરી ને એક સાથે મારવાનુ ચાલુ કરે છે તેના ચેહરા પર એના હાથ પગ અને બધે જ લોહી નીકળવાની ચાલુ થાય છે આ જોઈ ને પણ કાળુ લડખડતા પોતાને સાંભળી ને ઓરડાની આગળ આવે છે અને ત્યાં જ બે ભાન થઇ જાય છે. કૂવાની આત્મા આ જોઈ ને પત્થર ફેકવાનું બંદ કરે છે અને જેવું તે પત્થર ફેકવાની બંદ કરે છે કાળુ ઉભો થયી ને કે દોટ થી રૂમ નો દરવાજો ખોલી ને રૂમ માં જાય છે. અને રૂમ ની નીચે વાડા દરવાજા ને ખોલી જમીન ની અંદર આવેલી કેદ ખાના ની અંદર શોધવાનુ શરૂ કરે છે તેને ત્યાં કઈ પણ મળતું નથી. અંતે એક નાનું બોક્સ જે એની અંદર હતું એને જઈ ને ખોલે છે તો તેમાં થી એક કાચ ની બોટલ નીકળે છે જેની અંદર મોટી બહુ ની આત્મા ને કેદ કરવા માં આવી હોય છે. તેને નીચે ફેકી ને ત્યાં થી દોડતો દોડતો બહાર આવી ને મગન ને ઉઠાવી ને થોડો દૂર જતો રહે છે. ‹ પાછળનું પ્રકરણકબ્રસ્તાન - 14 › આગળનું પ્રકરણ કબ્રસ્તાન - 16 Download Our App