આઇ હેટ યુ - કહિ નહીં સકુ - 54 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - 54

આઇ હેટ યુ
પ્રકરણ-54
વરુણે કમ્પાઉન્ડમાં અંદરજ સીધું સ્કુટર લીધું. વોચમેને કહ્યું ત્યાં સામે પાર્ક કરો એ જગ્યા સભ્યોની છે ગેસ્ટ પાર્કીંગ સામેં છે. વરુણે કહ્યું ઓકે અને એણે સ્કુટર વોચમેને કહ્યું ત્યાં પાર્ક કર્યું. પાછળ બેઠેલાં મૃગાંગને કહ્યું મેં કીધું સમજાવ્યું છે એમ તું ઉપર જા નંદીનીનો ફ્લેટ ત્યાં બીજા માળે છે આ જે બ્લોક છે તું ઉપર જઇશ ત્યાં તાળુ મારેલાં ફલેટની સામેન ફલેટ છે ત્યાં જઇને વાત કર...
મૃંગાગ જવા ગાયો અને વરુણે કહ્યું અરે યાર આ પાર્સલનું બોક્ષ તો લઇજા અને બધી વિગત લેજે પૂછજે પ્લીઝ. મૃગાંગે કહ્યું કેવા કેવા કામ કરાવે છે ? તુંજ જવાબદાર છે હવે ભાઇબંધીનાં નાતે મને... વરુણે કહ્યું તું જાને પતાવ હું ત્યાં સુધી વોચમેન પાસેથી વાત કઢાવું છું અને મૃગાંગ વરુણે બતાવેલ બ્લોકમાં અંદર ગયો.
વરુણ વોચમેન પાસે ગયો અને એણે કહ્યું લાઇટર માચીસ કંઇ છે ? એમ કહીને સીગરેટ બોક્ષ કાઢ્યું વોચમેને કહ્યું સર માચીસ છે લો એમ કહી ખીસામાંથી માચીસ કાઢીને આપી. વરુણે થેંક્સ કહીનો સીગરેટ સળગાવી પછી ફૂંક મારીને કહ્યું લો તમે પણ પીઓ... વોચમેન કહ્યું ના ના સર હું તો બીડી પીઊં છું વરુણે કહ્યું અરે લો ને યાર આજે સીગરેટનો દમ મારો. એમ કહી પેકેટમાંથી સીગરેટ કાઢીને આપી.
પેલો વોચમેન તો ખુશ થઇ ગયો એણે સીગરેટ લઇને સળગાવી દમ મારવા માંડ્યો. વરુણે એની સાથે નીક્ટતા કેળવવા માંડી પૂછ્યું કઇ બાજુનાં છો ? પેલાએ કહ્યું સર યુ.પી.નો છું પણ વરસોથી અહીંજ છું મારાં બાપા બાજુની બીલ્ડીંગમાં વોચમેન છે. વરુણે કહ્યું ઓહો તમેતો એટલે આટલું સારું ગુજરાતી બોલો છો. પેલાએ કહ્યું મારી વહુ ગુજરાતી છે અને આ ફલેટમાંજ કામ કરે છે.
વરુણે કહ્યું ઓહો એટલે બંન્ને જણાં સાથેજ છો. પેલાએ હકારમાં ડોકુ ધુણાયુ વરુણે પંછી અસલી પ્રશ્ન પૂછ્યો પેલાં બ્લેકમાં રહેતાં ગીરજામાસી અને નંદીની... અને પેલા વોચમેન કહ્યું માસીતો ગુજરી ગયાં અને નંદીની દીદીતો એ પછી ફલેટ બંધ કરી જતાં રહ્યાં. ખબર નહીં એકદમજ કેમ નિર્ણય લીધો. વરુણને થયું આ મને ઓળખતો નથી એટલે પૂછ્યું પણ એ તો પરણેલા હતાં એટલે સાસરે ગયાં હશે.
વોચમેન કહ્યું અહીં ફ્લેટમાં વાતો ચાલતી હતી કે એમનો વર સારો નથી એટલે ત્યાં તો ના જાય કારણ કે એમનાં મંમી એ માસી ગૂજરી ગયાં ત્યારે બબાલ થઇ હતી કોઇને કંઇ ખબર નથી પડવા દીધી.. દીદી ક્યાંક ટેક્ષીમાં ગયેલાં અને મોડી રાત્રે પાછાં કોઇ બહેન સાથે આવેલાં. સામાન પેક કરેલો. એ પછી એ ટેક્ષીમાં સામાન મૂકીને બહારગામ જતાં રહ્યાં. મને બક્ષીસ પણ આપી હતી. પણ સાહેબ તમે કેમ એમનાં વિશે પૂછો છો ? કંઇ કામ હતું ? વરુણ સાવધ થયો એણે કહ્યું અરે એમનું પાર્સલ આવેલું છે પણ ફલેટ બંધ હતો એટલે સામેવળાને પૂછીને મારો માણસ આપવા ગયો છે. પરદેશથી આવ્યું છે એટલે એમને પહોચાડવું જરૂરી છે.
વોચમેન કહ્યું સર એ ડ્રાઇવર સાથે વાતો કરતાં હતાં કે હવે સીધી સુરત ઉભી રાખજો કદાચ સુરતજ બોલેલાં. મને પૈસા આપતાં કહેલું ફલેટનું ધ્યાન રાખજો. એ સમયે મેં વાત સાંભળી હતી. વરુણ વિચારમાં પડી ગયો સુરત ? સુરત શા માટે જાય ? ત્યાં કોણ છે કંઇ નહીં આટલી વાત મળી છે હું કોઇ રીતે કન્ફર્મ જાણી લઇશ. મૃગાંગ શું કરીને આવે છે એ પછી ખબર પડશે ત્યાં સામેથી મૃગાંગને પાર્સલ લઇને આવતો જોયો એટલે વરુણે સીગરેટનું પેકેટ વોચમેનને આપતાં કહ્યું થેંક્યુ લો આ રાખો અને સાથે 50/-ની નોટ આપી કહ્યું લો આ બક્ષીસ રાખો. એમ કહીને વોચમેનનો જવાબ સાંભળ્યા વિના મૃગાંગની પાસે આવ્યો. મૃગાંગ સ્કુટર સુધી પહોંચી ગયેલો.
મૃગાંગે કહ્યું અરે યાર સામેનાં ફલેટમાં એક માજી હતાં એમણે કહ્યું ગીરજાબેન ગૂજરી ગયાં પછી નંદીની અહીં બે દીવસ રહી અને ક્યારે જતી રહી તાળુ મારીને કંઇજ ખબર નથી કદાચ સેક્રેટરીને ખબર હોય. પણ આ પાર્સલ મોકલવુ છે એને નથી ખબર કે નંદીની હવે અહીં નથી રહેતી. એમને ખાસ ખબર નથી એને સાસરું પણ સારૂ ના મળ્યું બચારી.. સાસરે ખબર કાઢો કાં સેક્રેટરીને પૂછો જો એમને ખબર હોય તો એમ કહીને દરવાજો બંધ કરી દીધો.
વરુણે કહ્યું મને ખબર પડી ગઇ એ ક્યાં ગઇ છે. સેક્રેટરી પાસે ના જવાય બબાલ થશે ચલ પછી વાત કરું છું એમ કહી મૃગાંગને બેસાડીને ફ્લેટની બહાર નીકળી ગયાં.
મૃગાંગે કહ્યું પણ તને શું ખબર પડી એતો કહે ? થોડે આગળ જઇ ચા ની કીટલીએ બંન્ને જણાં ઊભા રહ્યાં મૃગાંગે કહ્યું આ પાર્સલનું શું કરીશું ? એમાં તો કાગળનાં ડૂચા છે અને એક ઇંટનો ટૂકડો છે ક્યાંક ખોલાવે તો આપણું આવી બનશે. વરુણે કહ્યું આટલો ડરે છે કેમ ? બધી જવાબદારી મારી.
વરુણે કહ્યું પેલા વોચમેને કહ્યું નંદીનીદીદી કદાચ સુરત ગયાં છે હવે સુરત ગઇ છે એ પાકુ કરવાનું છે અને ત્યાં ક્યાં ગઇ છે એ જાણવું પડશે. એમ કહી બે ચાનાં કટીંગ ઓર્ડર કર્યા. ચા તરતજ આવી ગઇ વરુણે ચા પીતાં પીતાં કહ્યું મૃગાંગ હવે છેલ્લીવાર તારે કુરીયરવાળાનો રોલ ભજવવાનો છે નંદીનીની અહીંની ઓફીસમાં જવાનું છે ત્યાં એની ફ્રેન્ડ સ્ટાફ બધાં મને ઓળખે છે અહીં વોચમેનને મારો ચહેરો યાદ નહોતો એટલે વાંધો ના આવ્યો.
મૃગાંગે કહ્યું હું નથી જવાનો એની ઓફીસ જો હું પકડાયો તો પોલીસ મારી ધૂળ કાઢી નાંખશે સોરી હું નહી કરુ આટલું કામ આજે કરી લીધુ બસ થયું.
વરુણે કહ્યું પ્લીઝ છેલ્લી મદદ કર તારાં હાથ જોડું છું આટલું મારું કામ કરી આપ. તને કંઇ નહીં થાય તને ના પાડી તો પાર્સલનું બોક્ષ લઇને તું પાછો આવતો રહેજે. એકવાર કન્ફર્મ થઇ જાય પછી વાંધો નથી.
ચા પૂરી કરીને વરુણે ચપટી વગાડતાં કહ્યું યાર અહીંની જેમ ઓફીસમાં પ્યુનનેજ પટાવી લઇએ આમ પણ ડીલીવરી એજ લેશે અને નંદીની નથી એટલે તારે આપવાનુ પણ નહીં થાય માત્ર જાણી લઇએ નંદીની ક્યાં છે ?
મૃગાંગ વિચારમાં પડી ગયો એણે કહ્યું જો આ છેલ્લી વાર પણ તારે કાલે જોબ નથી ? આજે રવિવાર હશે એટલે હું આવ્યો. મારે પણ કામે જવાનું છે
વરુણે કહ્યું અરે હું મેનેજ કરી લઇશ ટ્રેઇન ચૂકી ગયો કે કંઇ પણ.. તું કાલે અગીયાર વાગે મારી સાથે આવ કલાકમાં તને ફ્રી કરી દઇશ. મૃંગાગે કહ્યું વરુણીયા જો કંઇ બબાલ થઇને તો તારી જવાબદારી હું બધુંજ સાચું કહી દઇશ.
વરુણે કહ્યું તું શું બોલે છે ? તું સાવ નાનાં હતાં ત્યારથી મિત્ર છીએ તને ડર લાગતો હોય તો રહેવા દે મેં તને કશુંજ નહિ થાય મારી જવાબદારી પછી શું છે ?
મૃંગાગે કહ્યું ઠીક છે છેલ્લો ટ્રાય કાલે કરી લઇએ. અને બંન્ને જણાં વરુણનાં ફલેટ તરફ ગયાં.
**********
વિરાટનો ફોન પુરો થયો અને નંદીનીનાં ફોન પર રીંગ આવી એને થંયુ આટલી રાત્રે કોની રીંગ છે ? કોઇ અનનોન નંબર હતો અને રીંગ આખી પુરી થઇ ગઇ એણે ફોન ઉપાડ્યો નહીં.. એ વિચારમાં પડી હશે મારે અનનોન નંબર નથી ઉપાડવો. પછી માસા માસી બહાર વરન્ડામાં બેઠાં હતાં ત્યાં ગઈ.
**************
બીજા દિવસે વરુણ અને મૃગાંગ બનાવેલાં પ્લાન પ્રમાણે નંદીનીની ઓફીસ પહોચી ગયાં. વરુણે સમજાવેલું કે પ્યુન સાથે વાત કરજે. અહી બક્ષીસ નહીં અપાય નહીંતો વહેમ પડશે કે કંઇક ગરબડ છે માત્ર પૂછીને આવજે.
મૃગાંગ વરુણે બનાવેલી ઓફીસમાં ગયો. વરુણે ઓફીસની સાઇડમાં કોઇની નજરે પડાય એમ ઉભો ઉભો સીગરેટ પી રહેલો અને એનાં ફોનમાં રીંગ આવી એણે તરત ઉપાડ્યો સામેથી હેતલ બોલી વરુણ કંઇ ખબર પડી ? કામ પત્યું ? તું કાલથી મને મળ્યો નથી આખો રવિવાર બગાડ્યો છે તે. હું અહીં ફલેટ પર આવી છું તું તરત પછી ઘરે આવ.
વરુણે કહ્યું રૂબરૂવાત હજી કામ પત્યુ નથી અને મૃગાંગને આવતો જોયો અને ફોન કાપી નાંખ્યો વરુણે પૂછ્યું શું થયું ? પ્યુન મળ્યો ? શું કીધુ ? મૃગાંગે કહ્યું નંદીનીની બદલી સુરત થઇ ગઇ છે...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-53