Cage books and stories free download online pdf in Gujarati

પીંજરું

Two amazing women oriented short stories clubbed together. It won first prizes!!
_______________________________________________

1. મુખવટો

"લીના તારી પાસે ઉભી છે?"
"હા."
"લતા, તારા મોઢા પર સ્મિત છેને?"
હું ચુપ થઈ ગઈ અને પ્રીતિષ ફોનમાં ગુસ્સે થઈ ગયા.
"લતા, મેં કાંઈ પૂછ્યું તને!"
મેં મલકાવાનો પ્રયત્ન કર્યો અને ધીમેથી બોલી
"જી."
"જો લીનાને જરા પણ ભનક પડી કે આપણા વચ્ચે કેવો સંબંધ છે, તો તને પાછલી માર યાદ અપાવી પઢશે. સમજી?"
"જી."
"હવે પ્રેમથી બોલ, આઈ લવ યુ."
આવી કોઈ લાગણી દૂર દૂર સુધી મારા હૃદયમાં હતી જ નહીં. હું અંદરથી ધ્રુજી રહી હતી અને મારુ દિલ જોરજોરથી ધબકારા મારી રહ્યું હતું. કાંપતા હોઠે હું એમનો હુકમ બજાવી લાવી.

ફોન મુકતાની સાથે મારી નાની બહેન લીના મને ભેટી પડી.
"દીદી, તમે કેટલા નસીબદાર છો. જીજુ તમને કેટલું ચાહે છે. પ્રાર્થના કરો, કે મને પણ આટલો જ પ્રેમ કરવા વાળો જીવનસાથી મળે."

હું શું બોલતે? મેં આસું દબાવયા, અને સ્મિત કરતા એના કપાળે ચુંબન કર્યું. જો પ્રીતિષનો સારો હોવાનો મુખવટો ઉઘાડો કરું, તો મારો ખુશ રહેવાનો મુખવટો પણ ઉતરી જશે. હજી ત્રણ બહેનો પરણવાની બાકી છે. પિયરે પાછી આવી જાવ, એવી પરિસ્થિતિ નથી. હું અને મારું જીવન કેટલું પણ અસ્તવ્યસ્ત હોય, પણ આ ચુપ્પી અને આ સુખનો મુખવટો જાળવી રાખવો પડશે.
_______________________________________________

2. પીંજરું

"પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, તો એ પોપટને પિંજરામાં ગમતું નથી."

ભાભી કામે ગઈ હતી, અને બા આંગણામાં જુલા પર બેઠા બેઠા, એમના પૌત્રને, પોતાનું મનપસંદ ગીત શીખવાડી રહ્યા હતા. મારો મીઠલો ભત્રીજો એના જીણા અવાજમાં બાની સાથે સુર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

બાળપણથી જે ગીત હું સાંભળતી આવતી હતી, એનો ખરો અર્થ, મને આજે સમજાયો. ન ઇચ્છતા અને ન છૂટકે, લગ્નના ત્રણ વર્ષ પછી મારે પિયરે પાછું આવી જવું પડ્યું.

મને અરેન્જ મેરેજથી કશો જ વાંધો નહોતો. સગાઈ પછી લગ્ન થયા, ત્યાં સુધી મહેશે મને ઘણા સપના દેખાડ્યા.
"સોનલ, તું જરા પણ ચિંતા ન કર. તને મારા ઘરમાં કોઈ રોકટોક કરવામાં નહીં આવે. જે પહેરવું હોય તે પહેરજે, જ્યાં જવું હોય, ત્યાં જજે, જોબ પણ ચાલુ રાખજે."

પણ લગ્નના છ મહિનામાં જ બધા વચનો ઉડન છું થઈ ગયા. સૌથી પહેલા સાસુમાંનો આદેશ આવ્યો,
"અમારા કુટુંબમાં પુત્રવધુ જિન્સ નથી પહેરતી."
મેં હળવેથી લીધું, ચલો કાંઈ વાંધો નહીં. થોડા સમય પછી, સસરાજી એ મોઢું બગાડ્યું,
"આ ઘરે દોસ્તોને બોલાવીને ઠઠા મશ્કરી કરવાની પ્રથા ક્યારથી શરૂ થઈ ગઈ?"
આ પ્રતિબંધ પણ હું સહન કરી ગઈ. પણ જ્યારે મને જોબ છોડીને ઘરે બેસવાનું કહ્યું, ત્યારે એ વાત તીરની જેમ હૃદયમાં ખૂંચી ગઈ. હું સોફ્ટવેર એન્જિનિયર, સ્વતંત્ર અને આત્મનિર્ભર. હું ખભેથી ખભે ઉભી રહીને, પૈસેટકે મહેશને ઘર ચલાવવામાં મદદ કરતી હતી, તે છતાં પણ!! રોજ મહેશને સમજાવતી, પરંતુ એનો એક જ જવાબ,
"સોનલ, બા-બાપુજીને નથી ગમતું. છોડને, ઘરમાં આરામથી બેસ."

બા-બાપુજીને આગ્રહ કરતી, પણ જવાબમાં મેણાતોણાં સાંભળવા મળતા.
"પુત્રવધુ બહાર વંઠી જાય, તું ઘરમાં જ સારી છે."

મેં ત્રણ વર્ષ એ આશામાં કાઢ્યા, કે ક્યારેક હાલાત બદલાશે. પરિવર્તન આવ્યું જરૂર, પણ મારી મનોદશામાં. ખુશ થી ઉદાસ અને સંતોષ થી નિરાશ. જાણે હું પિંજરામાં કેદ હોઉં, એવી ગૂંગળામણ થવા લાગી. બાનું ગીત સાંભળીને મને મારી જ વેદના યાદ આવતી.

"પાછલા દિવસો યાદ કરી, આંસુ વેડફવા લાયક નથી
દીકરી. પ્રભુનો આભાર માન, કે સંતાન ન થઈ."
બા એ મને બાથમાં લેતા આશ્વાસન આપ્યો. મેં સ્મિત કરતા કહ્યું,
"બા, મારા જીવનનો એ તબક્કો એક પાઠ હતો. આજે આ પોપટીને સ્વતંત્રતાનો ખરો અર્થ સમજાઈ ગયો."

શમીમ મર્ચન્ટ, મુંબઈ
________________
________________________________

Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED