Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 1

ઘણા સમય પહેલા...એક સુંદર ઉજ્જૈન નગરીમાં,એક ભોજ રાજા નામક રાજા રાજ્ય કરતો હતો..રાજા ખૂબ જ પરાક્રમી અને પ્રજા પ્રેમી હતા.... તેના રાજ્યમાં કોઈ જ બધા જ સુખી સંપન્ન અને સંસ્કારી હતાં.... બધા હળીમળીને રહે...
તેમના દરબારમાં જ્ઞાની ઓ નો અને કલાકારો નો ભંડાર હતો...રાજા પોતાના વચનો નું પાલન કરનાર અને સત્યવાદી હતાં..

આવા આ રાજ્યમાં,એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી
રહે... બંને ખુબ જ ધમૅપરાયણ હતા...તેમને કોઈ જ સંતાન ન હતું...એક દિવસ બ્રાહ્મણ ને કાશી જવાનું થયું.. હવે એને બ્રાહ્મણની ચિંતા થવા લાગી... કેમ કે તે બ્રાહ્મણી ને એકલા મૂકી ને ક્યારેય ગયો ન હતો...
અને પહેલા ના જમાના માં તો લોકો ચાલતા,બંને જતા... બ્રાહ્મણ ને કાશી જઈને ,પરત ફરતા એક મહિનો લાગી શકે એમ હતું.... વળી બ્રાહ્મણી... બ્રાહ્મણ નું મ્હોં જોયા વગર જમે નહીં...
તેમણે પોતાના રાજા ની મદદ લેવાનુ વિચાર્યું...આને તેઓ આ સમસ્યા લઈને, રાજા ભોજ ના દરબારમાં પહોંચ્યા...અને પોતે પરત ન આવે ત્યાં સુધી બ્રાહ્મણી નું ધ્યાન રાખવાનું વચન રાજા પાસેથી માગ્યું...
ત્યાં રાજા ભોજ એ એનો એક ઉપાય સૂચવ્યો.... તેમણે બ્રાહ્મણ ની હુબહુ તસવીર એક ચિત્રકાર પાસે,તેની ઝુંપડી ની દિવાલ પર બનાવડાવી. ...અને તે તસવીર જોઈ, બ્રાહ્મણી ને જમી લેવા સૂચવ્યું....
અને બ્રાહ્મણ પરત આવે ત્યાં સુધી, કેટલાક સૈનિકો ને બ્રાહ્મણી નું ધ્યાન રાખવા તેના ઝુંપડી ની બહાર તૈનાત કર્યા...
હવે બ્રાહ્મણ, નિશ્ચિંત થઈ ને કાશી યાત્રા કરવા નીકળી પડ્યા....
હવે રોજ બ્રાહ્મણી તો પેલી તસવીર ને નિહાળી, જમી લે.. સૈનિકો પણ બ્રાહ્મણની સેવા માં તત્પર રહે...સવાર સાંજ...રાજા બ્રાહ્મણી ની ખબર કાઢી આવે....આમ અમુક સમય તો વિત્યો..
હવે એક દિવસ થયું એમ કે,અચાનક કોઈ કારણસર બ્રાહ્મણી ની ઝૂંપડી માં આગ લાગી... બધા બ્રાહ્મણી ને બહાર આવવા સમજાવવા લાગ્યા...પણ કેમે ય તે બહાર આવે નહીં.....
આ સમાચાર રાજા ભોજ ને મળ્યા....તેઓ તો તુરંત દોડીને,પોતાનું બ્રાહ્મણી ની રક્ષા કરવાનું વચન પાળવા....દોડી આવ્યા...પણ બ્રાહ્મણી તો પોતાના બ્રાહ્મણ ને છોડી ને નહીં આવે...તેવું જ બોલતી રહી...અને જે દિવાલ પર બ્રાહ્મણ નું ચિત્ર બનાવેલ હતું... તેને વળગી રહી.... બધા એ ઘણુ સમજાવ્યું કે એ માત્ર ચિત્ર છે.... પરંતુ એ માની નહીં...આને આગ ની લપેટમાં આવી.. મૃત્યુ પામી....
હવે રાજા ને ચિંતા થવા લાગી.કે બ્રાહ્મણ પરત આવશે તો હું શું જવાબ આપીશ... તેમણે બ્રાહ્મણી નું શવ .. કેટલીક જડીબુટ્ટી ઓ ભરી , બ્રાહ્મણ આવે ત્યાં સુધી સાચવી રાખવા નું આદેશ આપ્યો....
આ બાજુ નિયત સમયે બ્રાહ્મણ પાછો ફર્યો.....
આવીને સૌથી પહેલા....રાજા ના દરબારમાં ગયો. અને બ્રાહ્મણી ના સમાચાર પુછ્યા.....રાજા એ નતમસ્તક થઈ, બ્રાહ્મણી ની રક્ષા ન કરી શકવા બદલ માફી માંગી ....અને શવ બતાવ્યું...
આ જોઈ, બ્રાહ્મણ તો એકદમ દુઃખ સાથે ક્રોધિત થઈ ગયો.... તેણે રાજાને કહ્યું કે, મારી બ્રાહ્મણી ને સજીવન કરો નહીં તો હું પણ મારા પ્રાણ ત્યાગુ...અને તમને બ્રહ્મ હત્યા નું પાપ લાગશે.....હું તમને શ્રાપ આપીશ....

આ વાત સાંભળી, રાજા ખૂબ જ દુખી થયા.... શાંત રહેવા વિનંતી કરી.....અને શ્રાપ ન આપવા કહ્યું....પંદર દિવસ નો સમય માગ્યો..અને બ્રાહ્મણી ને સજીવન કરવાનું વચન આપ્યું...

હવે રાજા બીજે દિવસે,વજીર ને થોડા દિવસ બધું સંભાળી લેવાનુ કહી,...સંજીવની બુટ્ટી ની શોધ માં નીકળી પડ્યા....

રાજા ભોજ પોતાની ઓળખ છૂપાવીને, ફરતા ફરતા એક રાજ્યમાં આવ્યા..... ત્યાં એક રાજા ના ત્યાં, તેમના રક્ષક તરીકે નું પદ સ્વીકાર્યું...અને ત્યાં રહેવા લાગ્યા...
તે રાજા વિક્રમ હતા....તેઓ પણ બહુ જ પરોપકારી રાજા હતા..... તેમના રાજ્યમાં બધા સુખી હતા....
રાજા વિક્રમ નો રોજ એક નિયમ હતો.....તેઓ સવારે વહેલા.... બધા ને સોનામહોર વહેંચતા ‌... રાજા ભોજ ને આશ્ર્ચર્ય થયું કે , આટલી બધી સોનામહોર દાન માં આપવા છતાં રાજા નો ખજાનો ખૂટતો નથી... નક્કી આમાં કંઈક રહસ્ય છૂપાયેલું હોવું જોઈએ.... હવે તો મારે તે રહસ્ય જાણવું જ પડશે... એવું મનોમન નક્કી કર્યું.....અને...

વધુ આવતા અંકે