લઘુ કથાઓ - 23 - The Tales of Mysteries.. - 4 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લઘુ કથાઓ - 23 - The Tales of Mysteries.. - 4


સ્ટોરી 1

"ધ બોડી ઇન કેનાલ"

ફાઇનલ ચેપટર -B : ધ સિક્રેટ રિવિલ્સ


ભારત .ઇસ 1947:

ભારત બ્રિટીશ રાજ માં થી આઝાદ થયુ પણ સાથે સાથે એના પડઘા પણ પડ્યા.

પાર્ટીશન થયું અને એમાં હજારો લાખો માણસો એ પોતાના જીવ ગુમાવ્યા.

એમા નો એક હતો 10 વર્ષીય નરેન્દ્રનાથ ત્રિવેદી. જેણે આ બાર્ડ ઓફ બ્લડ માં એને પોતાના થી 5 વર્ષ મોટી બહેન નંદની ત્રિવેદી ને ગુમાવી હતી. જેમાં એણે પોતાની બહેન નું રેપ અને મર્ડર પોતાની સગી આંખે જોયુ હતું. જેમાં બે જુવાન છોકરા ઓ લગભગ 20 ની આસપાસ ના એ એમના ઉપર રેપ અને પછી મર્ડર કર્યું હતું અને ટ્રેન માંથી રેલવે ટ્રેક પાસે ના નાળા માં એની બોડી ફેંકી દીધી હતી. એક બોડી ની નીચે દબાઇ ને સનતાયેલા 10 વર્ષ ના નરેન્દ્ર એ મનોમન પ્રાર્થના કરી કે " દીદી પાછી આવી ને આ બને જણ ને આમ જ સજા કરે અને એના પરિવાર ના લોકો મારી જેમ બેબસ થઈ ને જોતા રહે".

74 વર્ષે આ પ્રાર્થના પુરી થતી નજર આવી.

આ વર્ષો દરમિયાન એમણે સાયન્સ નું ભણતર લીધું , એમના પિતા શ્રી નંદકિશોર ત્રિવેદી એવખત ના રાજસ્થાન ના રાજા જયનારાયણ સિંઘ ના દરબાર ના ગાદીપતી હતા એટલે એમને ગ્રહો, રિઇન્કારનેશન, અને સ્પ્લિટ સ્પિરિટ રિકારનેશન વિશે ના જ્ઞાન માં ખૂબ રસ જાગ્યો હતો એટલે એમને આ જ વિષય માં પોસ્ટગ્રેજ્યુએટ થઈ ને સ્પ્લિટ સ્પિરિટ રિકારનેશન થિયરી ઉપર સનશોધન કર્યા પણ લેખિત પુરાવા સાથે એ પબ્લિશ ના કરી શક્યા.

અને એજ દરમિયાન ન્યુ યોર્ક ના એક કોન્ફરન્સ માં નરેન્દ્ર ની મુલાકાત થઈ માર્ટિન સોબર સાથે જે પોતે પણ આજ વિષય માં રિસર્ચ કરી રહ્યો હતો જેનો આધાર હતો "વિષ્ણુપુરાણ".

સમય જતાં બને ભેગા મળી ને શોધ કરી અને વર્ષો ની મહેનત દરમિયાન પોતાની એક ટિમ બનાવી ને દુનિયા ભર માં એમના સ્ટુડન્ટસ ને ફેલાવ્યા અને અમુક ને સ્ટુડન્ટસ બનાવ્યા જેથી કલેકટિવ ગેધરિંગ ની કોઈ પણ ઘટના સામે આવે તો એને સાબિત કરી શકે.

પણ આ ઘટના સુધી કોઈ સફળતા ન મળી જે થી એમને વિજ્ઞાન ને પોતાની આત્મા બનાવી આ દુનિયા ના બીજા ભોગ મોહ ત્યાગી એ હરિદ્વાર સ્થિર થઈ ગયા પણ એમની રિસર્ચ ચાલતી રહી અને એમને હરિદ્વાર માં નામ ધારણ કર્યું નારાયણ ત્રિવેદી અને માર્ટિન પણ હવે એને ગુરુજી કહી ને જ બોલાવતો.

અને ઘટી આ ઘટના. જેના થકી નરેન્દ્ર ની પ્રાર્થના પણ પુરી થઈ કારણ કે જે રીતે એની બહેન નું રેપ કરી ને નાળા માં નાખવા આવી હતી એજ રીતે આ બને છોકરી ઓ ની હત્યા થઈ હતી.

પરી એ બે રેપીસ્ટ માં થી એક મુરાદ શેખ ની પૌત્રી હતી ,મુરાદ ની દીકરી એ હિન્દૂ છોકરો પસંદ કર્યો હતો અને એની સાથે ભાગી ને લગ્ન કરી ને સિમલા સ્થિત થઈ હતી જેના થી પરી આવી હતી , જ્યારે બીજો હતો ઉસ્માન નુરાની જે 1970 ની સાલ માં ન્યુ યોર્ક સેટ થયો અને એને એક ફ્રેન્ચ અમેરિકન છોકરી મીરાંડા નોવાક સાથે લગ્ન કર્યા અને એના દીકરા ની દીકરી લિન્ડા હતી.

સાથે સાથે આજ ઘટના થકી એની પાસે "સ્પ્લિટ સપરિટી રિકારનેશન" અથવા "ટ્વીન ફ્લેમ" ની પોતાની રિસર્ચ માટે ના લિખિત , અને સાબિત થઈ શકે એવા પુરાવા ફ્રેન્કવુડ અને ગિલ પાસે થી મળ્યા હતા. આ બને જણ નરેન્દ્ર અને માર્ટિન ની "યુનિક સ્પિરિચ્યુલ રેલેટિવિટી ઓર્ગેનાઇઝેશન" ના સભ્ય અને બને જણ ના મુખબિર હતા.

ન્યુ યોર્ક માં સ્મિથ અને સિમલા માં મિહિર હજી પોલીસ ના સર્વિલન્સ માં છે અને હજી એ બને કાતિલ ની શોધ થઈ રહી છે.

માર્ટિન અને નરેન્દ્ર ની દાયકાઓ ની મહેનત અને રિસર્ચ હવે ઓફિશિયલી પબ્લિક થવા માટે રેડી છે અને નરેન્દ્ર ની 7 દાયકા જૂની પ્રાર્થના ફળી એ બદલ એ પ્રભુ નો આભાર માને છે.

***************** સમાપ્ત **********************

લેખક :
સૌમિલ કિકાણી..
7016139402.