લઘુ કથાઓ - 20 - The Tale of Mysteries... - 1 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લઘુ કથાઓ - 20 - The Tale of Mysteries... - 1

નમસ્કાર મિત્રો..
હું સૌમિલ કિકાણી..

આજ થી હું એક નવી સિરીઝ લાવી રહ્યો છું The તales Of Mystries જેમાં 5 વાર્તા ઓ ત્રણ થી ચાર એપિસોડ્સ માં વહેંચાયેલ હશે.

આજ સુધી ની જેમ આપ નો સાથ સહકાર અને પ્રેમ ડાઉનલોડ રેટ્સ અને રીવ્યુ સ્વરૂપે આ સિરીઝ ને પણ મળશે એવી પ્રાર્થના સહ...

શરૂ કરૂ છું પહેલી વાર્તા..

પ્રકરણ 1
( બોડી ફાઉન્ડ ઇન કેનાલ)

ન્યુ યોર્ક શહેર , એક એવું શહેર જેની લાઈફ જાણવા અને માણવા દરેક વ્યક્તિ ઉત્સુક હોય અને સપના જોતો હોય. આજ ન્યુ યોર્ક શહેર ની એક બીજી બાજુ પણ છે. કાળી , ન જોવી ગમે એવી ... અને એ ...

ઓગસ્ટ 7 (સવાર નો 9 વાગ્યા નો સમય):

વરસાદી વાતાવરણ માં સવાર ના 9 સાંજ ના 6 જેવા લાગતા હતા. હમણાં જ કલાક જેવો ધોધમાર વરસાદ પડી ને અટક્યો હતો.

ફ્રેન્ક ડોનેઝ , 23 વર્ષીય ફ્રેન્ચ યુવાન ન્યુ યોર્ક ની ખ્યાતનામ "યુનિવર્સીટી ઓફ અમેરિકા" માં ભણવા અહીં 3 વર્ષ પહેલાં આવ્યો હતો.

એ પોતાની બેગ લઈ ને એની કોલેજ માટે ની બસ પકડવા ઉતાવળે જઇ રહ્યો હતો , અને એ જ્યાં રહેતો હતો ,એ બુલોક સ્ટ્રીટ કોલોની થી બસ સ્ટેન્ડ સુધી જતા વચ્ચે એક ચોલ જેવી વસ્તી (અહીંની સલ્મ એરિયા જેવી) આવતી હતી અને એ વસ્તી ના ઘરો ની પેરેલલ , લગોલગ એક નાળુ પસાર થતું હતું. એટલે મેઈન રોડ અને વસ્તી ની વચ્ચે નો ભાગ માં નાળુ હતું.

ફ્રેન્ક જ્યારે પણ પસાર થાય એ નાક ને એવી રીતે દબાવે કે જાણે એ નાળા નું પાણી એની સામે , મોઢા ની લગોલગ મુકી દીધું હોય. એ મોઢું કવર કરી ને ચાલી જ રહ્યો હતો કે ત્યાં એને નાળા ના ઢોળાવ અને પાણી ની સપાટી ને વચ્ચે એટલે કે અર્ધી પાણી માં અને અર્ધી ઢોળાવ ઉપર એવી કાદવ વાળા પાણી થી તરબોળ એક લાશ નજરે પડી. અને એ જોઈ ને પોતે બીક ને મારે "ઓ શીટ , ઓ શીટ " કરી ને બીક ને મારે બુમો પાડવા મંડયો.

એની બુમો સાંભળી ને આજુ બાજુ વાળા ભેગા થઈ ગયા, અને એ વસ્તી ના લોકો પણ ભેગા થઈ ગયા.

ભીડ માં થી એક ભાઈ એ 911 ડાયલ કરી ને પોલીસ ને ફોન કર્યો.

એ બોડી એક જુવાન છોકરી ની હતી. અર્ધ નગ્ન હાલત માં.

થોડી વાર માં પોલીસ પહોંચી અને રોબર્ટ ફ્રેન્કવુડ એ પોતાની તપાસ આદરી.

ફ્રેન્કવુડ અને એના બે આસિસ્ટન્ટ ઓફિસર ગ્રેગ માઈકલ , અને હેઝલ રોસ્વેન એ હાથ માં ગ્લોવ્ઝ અને મોઢા ઉપર માસ્ક પહેરી ને નાળા માં ઉતરી ને એ યુવતી ની બોડી ને બહાર કાઢી.

યુવતી નું શરીર અર્ધ નગ્ન હતું. નીચે ના વસ્ત્રો નહોતા. અને ખરાબ રીતે ઇનજર્ડ દેખાતી હતી.

ફ્રેન્કવુડ ની અનુભવી આંખો એ ઘણું જોઈ લીધું અને જાણી લીધુ હતું છતાં એ ફોરેન્સિક ની એસેક્ટ રિપોર્ટ વગર આગળ વધવા નહોતા માંગતા.

એને ટૂંક માં બને ઓફિસર ને જણાવી દીધું કે શું કરવું છે ત્યાં સુધી માં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી. એ યુવતી ને એમ્બ્યુલન્સ માં મુકવા માં આવી અને ન્યુ યોર્ક જનરલ હોસ્પિટલ ના મોર્ગ માં પહોંચાડવા માં આવી.

આ બાજુ એ ગરીબ વસ્તી ની કેનાલ પાસે ભીડ જમા થતા ફ્રેન્કવુડ એ બધા ને રસ્તો ખાલી કરવા જણાવ્યો . પછી ફ્રેન્ક ની પૂછપરછ કરી અને ફ્રેન્ક એ જે જોયું એ બધું સાચે સાચું કહી દીધું.

પછી વસ્તીવાળા લોકો પાસે જઈ ને એ ભીડ માં થી એક માણસ તરફ જોઈ ને પૂછ્યું " આ બોડી નાળા માં પડી હતી તમારી આવાસ પાસે અને તમને ખબર જ નથી"

"ના સર, સાચે આ છોકરા ની બૂમ સાંભળી ને આવ્યા ત્યારે જ ખબર પડી કે નાળા માં લાશ પડી છે. "

"ગઈ કાલ સાંજ થી આજ સવાર સુધી માં કઇ અજુકતું લાગ્યું, કાંઈ થયુ હોય , જોયું હોય પણ ધ્યાન માં ના લીધું હોય એવું કાંઈ?"

થોડું વિચાર્યા પછી " ના સર , એવું તો કાંઈ જ નહીં."
"આ યુવતી તમારી આવાસ ની છે"?

" ના સર, જો હોત તો અત્યાર સુધી માં તો કોઈક ને કોઈક આવી ને હોબાળો કરી ગયું હોત "

ફ્રેન્કવુડ એ હકાર માં માથું હલાવ્યું, " હમ મેક સેન્સ."

"ઓકે , બીજી કોઈ પણ જાણકારી મળે તો આ મારું કાર્ડ છે , મને તરત જ કોલ કરજો. " કાર્ડ આપતા કહ્યું.

"જી સર" કાર્ડ લેતા એ માણસે કહ્યું.

ફ્રેન્કવુડ પોતાની પોલીસ કાર માં બેસી ને રવાના થયો. પેલા માણસ એ ગાડી ને ઝરમર વરસતા વરસાદ ની હેલી માં ગાયબ થતા જોઈ અને કાર્ડ ફાડી ને ને એના ચાર પાંચ કટકા કરી ને એજ નાળા ના પાણી માં ફેંકી દીધા. અને મનોમન ગાળ દેતા બોલ્યો " બલડી ફ@*$ વ્હાઇટ પિગ". કહી ને થુક્યો..


*******************************************

સિમલા (ભારત ) એજ સમયે (સાંજે 6:30 વાગ્યા ની આસપાસ.. જ્યારે ન્યુ યોર્ક માં સવારે 9 વાગ્યે ફ્રેન્ક ને નાળા માં બોડી મળી હતી એજ સમયે )

સિમલા ના મોલ રોડ તરફ જતા એક નાનકડો પુલ આવે છે અને એની નીચે એક નાનકડી નહેર જેવુ પસાર થાય છે.

હિમાચ્છાદિત પર્વતો ની ઉપર થી વરસાદ ના બર્ફીલા ફોરાં જમીન પર પડી ને કાચ ના બિંદુ બની જતા હતા .

શિખર ધનરાજ પોતાના વુલન જેકેટ ઉપર રેઇનકોટ પહેરી ને મોલરોડ તરફ નીકળ્યો હતો . અને આજુબાજુ નજરો દોડાવતો જતો હતો .

ઠંડી પણ પોતાની ચરમ પર હતી એટલે હાથ એને ખિસ્સા માં રાખ્યા હતા. ત્યાં એનો ફોન વાઇબ્રેટ થતા ફોન કાઢી ને વાત કરવા જાય ત્યાં એનો ફોન ખિસ્સા ને એક ભાવ માં ફસાઈ જતા ખેંચી ને બહાર કાઢવા ગયો અને હાથ માં થી ફોન છટકી ને પુલ ના પેરાફિટ પાસે પડ્યો.

નીચે નમી ને ફોન ઉપાડવા જતા એની નજર નીચે વહેતી નહેર (કહેવા પૂરતી નહેર) માં પડી અને એના ડોળા બહાર આવી ગયા. બીક ને મારે એના મોઢા માંથી ગાળ નીકળી ગઈ અને પાછળ હટ્યો અને ત્યાન્જ એક રીક્ષા પસાર થતી હોવા થી રીક્ષા ના સાઈડ ના ભાગ સાથે અથડાયો અને રીક્ષા બીજી સાઈડ ના પેરાફિટ સાથે જઇ ને ભટકાઈ.

રીક્ષા વાળો ગુસ્સે થી ઉતરી ને શિખર તરફ ધસ્યો અને " અબે ભો@#^ અંધા હે ક્યાં. સાલે નીચે નાલે મેં રીક્ષા ઘૂસ જાતી તો. "

શિખર ની આંખ માં ભય જોતા એ જરા ઢીલો પડ્યો અને શિખરે એ રીક્ષા વાળા ને હાથ ના ઈશારે પુલ ની નીચે જોવા કહ્યું. રીક્ષા વાળો આગળ વધી ને નીચે જોયુ અને બીક ના મારે એની પણ આંખો ફાટી ગઈ અને મોઢા માં થી પાછી ગાળ નીકળી ગઈ. અને તરત જ એણે 100 ડાયલ કર્યું અને શિખરે 102 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ને કોલ કર્યો.

પાંચ મીનિટ માં લગભગ 20 એક જણ નું ટોળું ઘેરાઈ ગયુ.

એ લાશ એક યુવતી ની હતી અને અર્ધનગ્ન હતી..

લગભગ એક જ સમયે (અલબત્ત દુનિયા ના બે અલગ અલગ છેડે લોકલ સમય ના હિસાબે) એક જેવી તદ્દન આઇડેન્ટિકલ ઘટના એ કેવી રીતે આકાર લીધી. ?

શુ આ સંયોગ માત્ર હતો કે બીજું કાંઈ?

To be continue.....

*********************************************

લેખક :
સૌમિલ કિકાણી
7016139402